________________
श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ ६ स्थानकाध्ययने गणधरगुणा निग्रंथीग्रहणं बहिर्नयनादि ४७५-४७७ सूत्राणि મર્યાદામાં નહિ વર્તવાથી બીજાઓને મર્યાદા વડે સ્થાપવામાં અસમર્થ હોવાથી ગણને ધારણ કરવા માટે અયોગ્ય છે. એવી રીતે સર્વત્ર ભાવના કરવા યોગ્ય છે. પુરુષજાત-પુરુષવિશેષ, અહિં છ સ્થાન (ગણો) વડે કહીને પણ શ્રાદ્ધપુરુષ નાત’ જે કહ્યું તે ધર્મ અને ધર્મીના અભેદ ઉપચારથી કહ્યું છે. અન્યથા શ્રાદ્ધત્વ, સત્યત્વ ઇત્યાદિ વક્તવ્ય થાય ૧, 'સત્ય” સત્—જીવો માટે હિતપણાએ અથવા કરેલ પ્રતિજ્ઞામાં શૂરપણા વડે સત્ય. આવા પ્રકારનો પુરુષ-સત્યવાળો ગચ્છનો પાલક અને આદેય વચનવાળો થાય ૨, મેધાવી–મર્યાદા વડે પ્રવર્તે છે, આવા ભાવવાળો પુરષ જ ગચ્છને મર્યાદામાં પ્રવર્તાવનાર હોય છે અથવા મેધા-શ્રતને ગ્રહણ કરવાની શક્તિ (બુદ્ધિ) છે વિદ્યમાન જેને તે મેધાવી, આવો પુરુષ જ બીજા પાસેથી શીધ્ર શ્રતને ગ્રહણ . કરીને શિષ્યોને ભણાવવામાં સમર્થ થાય છે ૩, બહુ-પ્રભૂત, સૂત્ર અને અર્થરૂપ શ્રત છે જેને તે બહુશ્રત, જો તેવો ન હોય તો ગણને ઉપકાર કરનાર ન થાય. કહ્યું છે કેसीसाण कुणइ कह सो, तहाविहो हंदि नाणमाईणं । अहियाहियसंपत्तिं, संसारुच्छेयणि परमं? ॥१॥
તથાવિધ અબહુશ્રુત, શિષ્યોને સંસારનો નાશ કરનારી જ્ઞાનાદિક ગુણોની અધિકાધિક ઉત્તમ સંપત્તિને કેમ કરી શકશે?(૧).
कह सो जयउ अगीओ, कह वा कुणउ अगीयनिस्साए । कह वा करेउ गच्छं, सबालवुड्डाउलं सो उ ।।२।। .
તે અગીતાર્થ કેવી રીતે પ્રયત્ન કરે? અથવા અગીતાર્થની નિશ્રાએ રહેલ શું હિતને કરે? અથવા બાળ અને વૃદ્ધ વડે આકુળ ગચ્છને અગીતાર્થ કેવી રીતે પ્રવર્તાવી શકે? ૪. (૨)
શક્તિવાળો-શરીર, મંત્ર, તંત્ર અને પરિવાર વગેરેના સામર્થ્યયુક્ત. તે વિવિધ આપત્તિઓને વિષે ગચ્છનો અને પોતાનો વિસ્તારક થાય છે , 'પાહિાર' તિઃ અલ્પ-નથી વિદ્યમાન સ્વપક્ષ અને પરપક્ષવિષયક અધિકરણ-વિગ્રહ જેને તે અલ્પાધિકરણ પુરુષજાત, તે અનુવકપણાએ ગણને અહાનિ-લાભકારક થાય છે ૬. .
ગ્રંથાતરમાં તો ગુણીનું આવું સ્વરૂપ કહેલું છે– सुत्तत्थे निम्माओ, पियदढधम्मोऽणुवत्तणाकुसलो । जाईकुलसंपन्नो, गंभीरो लद्धिमंतो य ॥३॥ संगहुवग्गहनिरओ कयकरणो पवयणाणुरागी य । एवंविहो उ भणिओ, गणसामी जिणवरिंदेहि ।।४।।
[પવ૦ ૨૩૨૫-૨૬ 7િ] સૂત્રાર્થને વિષે નિષ્ણાત ૧, પ્રિયધર્મી ૨, દઢધર્મી ૩, અનુવર્તનામાં કુશળ-ઉપાયને જાણનાર ૪, જાતિસંપન્ન ૫, કુલસંપન્ન ૬, ગંભીર ૭, ઉપકરણાદિને આશ્રયીને લબ્ધિવાળો ૮, સંગ્રહ અને ઉપગ્રહને વિષે તત્પર, અર્થાત્ ઉપદેશાદિ વડે સંગ્રહ અને વસ્ત્રાદિ વડે ઉપગ્રહ (સહાય), અન્ય આચાર્યો વસ્ત્રાદિ વડે ઉપગ્રહ કહે છે ૯-૧૦, કરેલ ક્રિયાના અભ્યાસવાળો ૧૧, પ્રવચનનો અનુરાગી ૧૨, અને ‘ચ શબ્દથી સ્વભાવે જ પરમાર્થમાં પ્રવર્તેલ, આવા પ્રકારનો ગચ્છાધિપતિ જિનેવરેન્દ્રોએ કહેલ છે. (૩-૪) I૪૭પી.
અનંતર ગણધરના ગુણો કહ્યા અને ગણધરકૃત મર્યાદા વડે વર્તતો નિગ્રંથ આજ્ઞા પ્રત્યે ઉલ્લંઘન કરતો નથી. આ કારણથી બે સૂત્ર વડે તે કહે છે, તેમાં પાંચમા સ્થાનકને વિષે પ્રથમ વ્યાખ્યાન કરેલ છે તથાપિ કંઈક વિશેષ કહેવાય છે. "ગ્રાન’—ગ્રીવા (ગરદન) વગેરેમાં ગ્રહણ કરતો થકો, વર્તવયન'–હાથ અને વસ્ત્રના છેડા વગેરેમાં ગ્રહણ કરીને અવલંબતો થકો, આજ્ઞાનું ઉલ્લંઘતો નથી. શોક વડે થયેલ ક્ષિપ્ત-નષ્ટ ચિત્તવાળી સાધ્વીને ૧, હર્ષ વડે થયેલ દસ–ગર્વિત ચિત્તવાળીને ૨, યક્ષાવિષ્ટ-દેવતા વડે અધિછિતને ૩, વાયુ વગેરેથી ઉન્માદ પામેલી (ગાડી) ને ૪, ઉપસર્ગને પામેલીને-તિર્યંચ અને મનુષ્યાદિ વડે લઈ જવાતીને ૫, સાધિકરણા-કલહ કરનારી (સાધ્વી) ને ૬, I૪૭૬/
વક્ષ્યમાણ-કહેવામાં આવતા છ સ્થાન વડે નિગ્રંથો-સાધુઓ અને નિગ્રંથીઓ-સાધ્વીઓ, તથાવિધ નિગ્રંથના અભાવમાં એકત્રિત થયા થકા સાધર્મિક-સમાન ધર્મયુક્ત (કાળગત) સાધુ પ્રત્યે સમાયરમા' તિ સાધર્મિક પ્રત્યે સમદ્રિયમા–
106