________________
६ स्थानकाध्ययने उन्मादाः प्रमादाः ५०१ - ५०२ सूत्रे
૫.
श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ બોલતો થકો ૪, યક્ષ (અંતરાદિ) ના આવેશ વડે પ. અને મોહનીય કર્મના ઉદયથી ૬. I૫૦૧ છ પ્રકારના પ્રમાદ કહેલા છે, તે આ પ્રમાણે—મદિરારૂપ પ્રમાદ, નિદ્રા પ્રમાદ, વિષય પ્રમાદ, કષાય પ્રમાદ, દ્યૂતજુગાર અને પડિલેહણાને વિષે પ્રમાદ, II૫૦૨॥
(ટી૦) 'છઠ્ઠી' ત્યાર્િ॰ આ સૂત્ર પંચમ સ્થાનકમાં જ પ્રાયઃ વ્યાખ્યાન કરાયેલ છે. વિશેષ એ કે–છ સ્થાનો વડે આત્માજીવ ઉન્માદ–ઘેલછાને પ્રાપ્ત થાય. મહામિથ્યાત્વલક્ષણ ઉન્માદ, તીર્થંકરાદિના અવર્ણવાદ-અપયશ બોલનારને હોય છે જ અથવા તીર્થંકરાદિના અવર્ણવાદ વડે કોપ પામેલ પ્રવચન (શાસન) દેવથી આ (નિંદા ક૨ના૨) ગ્રહણરૂપ થાય અર્થાત્ શાસનદેવ તેને ગાંડો' કરે. પાઠાંતર વડે '૩મ્માયપમાય' ત્તિ ઉન્માદ-ગાંડાઈ સહિત તે જ પ્રમાદ-ઉત્કૃષ્ટ ઉન્મત્તતા, ભાનની શૂન્યતાથી ઉન્માદ પ્રમાદ અથવા ઉન્માદ અને પ્રમાદ એટલે અહિતમાં પ્રવૃત્તિ અને હિતમાં અપ્રવૃત્તિરૂપ ઉન્માદને પામે. 'અવન્ત્ર' ત્તિ અવર્ણ-અશ્લાઘા (નિંદા) અથવા અવજ્ઞાને બોલતો થકો અથવા વ્રનન્—કરતો થકો, 'ધમ્મસ્સ' ત્તિ॰ શ્રુત અથવા ચારિત્રરૂપ ધર્મનો, આચાર્ય, ઉપાધ્યાયનો, ચતુર્વર્ણ-શ્રમણાદિ ભેદ વડે ચાર પ્રકારના સંઘનો અવર્ણવાદ બોલતો થકો, યક્ષાવેશ વડે– કોઈપણ નિમિત્તથી કોપ પામેલ દેવના અધિષ્ઠિતપણાને લીધે તેમજ મિથ્યાત્વ, વેદ તથા શોકાદિરૂપ મોહનીયના ઉદય વડે આત્મા ઉન્માદ પામે છે. ૫૦૧
ઉન્માદનો સહચર (સાથે રહેનાર) પ્રમાદ છે માટે તેને કહે છે—'છન્દ્રિત્તે' ત્યાદ્રિ છ પ્રકારે પ્રકર્ષ વડે ઉન્મત્ત થવું તે પ્રમાદ અર્થાત્ પ્રમત્તપણું-સદુપયોગનો અભાવ કહેલ છે, તે આ પ્રમાણે—મઘ (દારુ) વગેરે (માદક દ્રવ્ય), તે જ પ્રમાદના કારણથી મદ્યપ્રમાદ.કહ્યું છે કે—
चित्तभ्रान्तिर्जायते मद्यपान्नाच्चित्ते भ्रान्ते पापचर्यामुपैति ।
• पापं कृत्वा दुर्गतिं यान्ति मूढास्तस्मान्मद्यं नैव देयं न पेयम् ||२१||
મદ્યના પાનથી ચિત્તને વિષે ભ્રાંતિ થાય છે, ચિત્ત ભ્રાંત થયે છતે પાપકાર્યમાં પ્રવર્તે છે, પાપે કરીને મૂઢ લોકો દુર્ગતિમાં જાય છે તે કારણથી દારુ પીવો જ નહિ અને બીજાને આપવો (પાવો) પણ નહિ. (૨૧) એમ સર્વત્ર જાણવું. વિશેષ એ કેનિદ્રા પ્રતીત છે, તેનો દોષ આ પ્રમાણે—
निद्राशीलो न श्रुतं नापि वित्तं लब्धुं शक्तो हीयते चैव ताभ्याम् ।
ज्ञानद्रव्याभावतो दुःखभागी लोकद्वैते स्यादतो निद्रयाऽलम् ।।२२।।
નિદ્રાશીલ (ઊંઘણશી) પુરુષ, શ્રુત અને વિત્ત મેળવવા માટે શક્તિમાન થતો નથી, ઊલટો શ્રુત અને વિત્તથી હીન થાય છે, જ્ઞાન અને ધનના અભાવથી બન્ને લોકમાં દુઃખી થાય છે, આ કારણથી નિદ્રા વડે સર્યું. (૨૨) વિષયો-શબ્દાદિ, તેઓની પ્રમાદતા આ પ્રમાણે—
विषयव्याकुलचित्तो हितमहितं वा न वेति जन्तुरयम् । तस्मादनुचित्तचारी चरति चिरं दुःखकान्तारे ||२३||
વિષય વડે વ્યાકુળ ચિત્તવાળો, હિત અથવા અહિતને જાણતો નથી તેથી અનુચિત વર્તન કરનાર આ પ્રાણી, દુઃખરૂપ કાંતારમાં ચિ૨કાળ ભ્રમણ કરે છે. (૨૩) ક્રોધ વગેરે કષાયો. તેની પણ પ્રમાદતાં આ પ્રમાણે જાણવી— चित्तरलमसङ्क्लिष्टमान्तरं धनमुच्यते । यस्य तन्मुषितं दोषैस्तस्य शिष्टा विपत्तयः ||२४|| [ हारि० अष्टक० २४/७]
ક્લેશ રહિત ચિત્તરૂપ રત્ન આંતરિક ધન કહેવાય છે, જેનું તે ધન (કષાયાદિ) દોષો વડે લુંટાયેલું છે તેને વિપત્તિઓ પ્રાપ્ત થાય છે. (૨૪) દ્યૂત–જુગાર પ્રસિદ્ધ છે, તે પણ પ્રમાદ જ છે. કહ્યું છે કે—
द्यूतासक्तस्य सच्चित्तं धनं कामाः सुचेष्टितम् । नश्यन्त्येव परं शीर्षं नामापि च विनश्यति ।।२५।।
ભૂતમાં આસક્ત મનુષ્યનું સારું ચિત્ત, ધન, સુખ, ભોગ અને સત્તન તો નાશ પામે જ છે, પરંતુ મસ્તક અને નામ પણ નાશ પામે છે. (૨૫)
119