________________
७ स्थानकाध्ययने सप्तधा विभङ्गज्ञानं ५४२ सूत्रे
श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २
અદત્તને ગ્રહણ કરતા, મૈથુન સેવતા, પરિગ્રહને ગ્રહણ કરતા અને રાત્રિભોજનને કરતા જીવોને દેખે છે પણ તેના હેતુભૂત કર્મને દેખતો નથી, અને તેનો અભિપ્રાય એમ થાય છે કે–મને અતિશયવાળા જ્ઞાન, દર્શન ઉત્પન્ન થયા છે તેથી ક્રિયાવરણ જીવ છે. કેટલાએક શ્રમણો કે માહણો એમ કહે છે કે—ક્રિયાવરણ જીવ નથી પરંતુ કર્યાવરણ જીવ છે. જેઓ એમ કહે છે તેઓ ખોટું કહે છે. આ ત્રીજું વિભંગજ્ઞાન ૩.
હવે ચોથું વિભંગજ્ઞાન કહે છે—જ્યારે તથારૂપ શ્રમણ અથવા માહણને વિભંગજ્ઞાન ઉત્પન્ન થાય છે ત્યારે તે ઉત્પન્ન થયેલ વિભંગજ્ઞાન વડે દેવોને જ દેખે છે, તે કહે છે-શરીરથી બહારના અને શરીરથી અંદરના ક્ષેત્રમાં રહેલા વૈક્રિય વર્ગણાના પુદ્ગલોને ગ્રહણ કરીને દેશકાળના ભેદ વડે એકત્વ અથવા અનેકરૂપત્વ વિકુર્તીને રહે છે. કેવી રીતે? તે જ પુદ્ગલોને સ્પર્શીને, પોતાનું વીર્ય ફોરવીને, પ્રગટ થઈને, વૈક્રિય કરીને ઉત્તરવૈક્રિષણાએ રહે છે. તેને જોઈને તેનો એમ અભિપ્રાય થાય છે કે–મને અતિશયવાળા જ્ઞાન, દર્શન ઉત્પન્ન થયેલ છે તેથી મુદગ્ર-બાહ્ય અત્યંતર પુદ્ગલથી રચાયેલ શરીરવાળો જીવ છે. કેટલાએક શ્રમણો કે માહણો એમ કહે છે કે—અમુદગ્ર જીવ છે. જેઓ એમ કહે છે તેઓ મિથ્યા કહે છે, આ ચોથું વિભંગજ્ઞાન ૪.
હવે પાંચમું વિભંગજ્ઞાન કહે છે–જ્યારે તથારૂપ શ્રમણને કે માહણને વિભંગજ્ઞાન ઉત્પન્ન થાય છે ત્યારે તે શ્રમણ અથવા માહણ ઉત્પન્ન થયેલ વિભંગજ્ઞાન વડે દેવોને જ દેખે છે તે કહે છે. બાહ્ય કે અત્યંતર પુદ્ગલને ગ્રહણ કર્યા સિવાય પૃથક્ષણાએ નાનાપણાએ યાવ વૈક્રિય કરીને રહે છે, આ ભવધારણીય શરીરની અપેક્ષાએ છે, તે દેવોને જોઈને તેનો એવો અભિપ્રાય થાય છે કે–મને અતિશયવાળા જ્ઞાન, દર્શન ઉત્પન્ન થયેલ છે તેથી અમુદગ્ર-બાહ્ય અત્યંતર પુદ્ગલને ગ્રહણ કર્યા-સિવાય રચાયેલ અવયવવાળા શરીરયુક્ત જીવ છે. કેટલાએક શ્રમણો કે માહણો એમ કહે છે કે મુદગ્ર જીવ છે. જેઓ એમ કહે છે તેઓ ખોટું કહે છે. આ પાંચમું વિભંગજ્ઞાન ૫.
હવે છઠ્ઠું વિભંગજ્ઞાન કહે છે-જ્યારે તથારૂપ શ્રમણને અથવા માહણને વિભંગજ્ઞાન ઉત્પન્ન થાય છે ત્યારે તે ઉત્પન્ન થયેલ વિભંગજ્ઞાન વડે દેવોને જ દેખે છે, તે કહે છે–બાહ્ય અને અત્યંતર પુદ્ગલોને ગ્રહણ કરીને અથવા નહીં ગ્રહણ કરીને દેશકાળાદિ ભેદ વડે નાનારૂપપણાએ સ્પર્શીને યાવત્ વિકુર્તીને રહે છે તે દેવોને જોઈને તેનો એમ અભિપ્રાય થાય છે કે–મને અતિશયવાળા જ્ઞાન, દર્શન ઉત્પન્ન થયેલ છે તેથી રૂપી જીવ છે. કેટલાએક શ્રમણો કે માહણો એમ કહે છે કે અરૂપી જીવ છે, જેઓ એમ કહે છે તેઓ ખોટું કહે છે, આ છઠ્ઠું વિભંગજ્ઞાન ૬.
હવે સાતમું વિભંગજ્ઞાન કહે છે–જ્યારે તથારૂપ શ્રમણ અથવા માહણને વિભંગજ્ઞાન ઉપજે છે ત્યારે તે ઉત્પન્ન થયેલ જ્ઞાન વડે દેખે છે તે કહે છે મંદવાયુ વડે સ્પર્શાયેલ પુદ્ગલકાય–રાશિને કંપતું, વિશેષતઃ કંપતું, સ્વસ્થાનથી અન્યત્ર નીચે ઉતરતું, થોડું ચાલતું, અન્ય વસ્તુને સ્પર્શતું, અન્ય વસ્તુને પ્રેરતું, અનેક પ્રકારના ભાવપર્યાય વડે પરિણમતું દેખે છે તે જોનારનો અભિપ્રાય એમ થાય છે કે–મને અતિશયવાળા જ્ઞાન, દર્શન ઉત્પન્ન થયેલ છે તેથી આ બધુંય ચાલતા પુદ્ગલકાય જીવો છે. કંપનલક્ષણ જીવના સ્વભાવયુક્ત હોવાથી કેટલાએક શ્રમણો કે માહણો એમ કહે છે કે–જીવો અને અજીવો બળે છે. જેઓ એમ કહે છે તેઓ મિથ્યા કહે છે. આવો વિભંગવાળાનો નિશ્ચય છે, પરંતુ તે વિભંગવાળાને આ કહેવાતા ચાર જીવનિકાયો. યથાર્થ સમજાયા નથી, તે આ પ્રમાણે–પૃથ્વીકાયિકો, અપ્કાયિકો, તેજસ્કાયિકો અને વાયુકાયિકો આ હેતુથી આ ચાર નિકાયોને વિષે મિથ્યાદંડ–હિંસાને પ્રવર્તાવે છે, આ સાતમા પ્રકારનું વિભંગજ્ઞાન છે. (માહણ એટલે મિથ્યાર્દષ્ટિ જીવ સમજવા.) ૫૪૨॥
(ટી૦) 'સત્તવિદે' ત્યા॰િ સપ્તવિધ–સાત પ્રકારે. વિરુદ્ધ અથવા અયથાર્થ, અન્યથા વસ્તુનો ભંગ–વિકલ્પ છે જેમાં તે વિભંગ, વિભંગ એવું જે જ્ઞાન તે વિભંગજ્ઞાન કેમ કે સાકારપણું છે, અર્થાત્ મિથ્યાત્વ સહિત અવધિ છે. 'શવિÄિ' તિ॰ એક દિશામાં અર્થાત્ પૂર્વાદિક એક દિશા વડે લોકાભિગમ-લોકનો અવબોધ, આ એક વિભંગજ્ઞાન. બીજી દિશાઓમાં લોકને નહિ જાણવા
157