________________
७ स्थानकाध्ययने नयाः ५५२ सूत्रम्
श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ જેમ) અવસ્તુ છે કેમ કે નિષ્ફળ છે. આકાશકુસુમવત્ તે કારણથી વર્તમાન અને સ્વકીય વસ્તુ છે તે લિંગાદિ વડે ભિન્ન છતાં પણ સ્વરૂપને છોડતી નથી. લિંગભિન્ન-‘તટઃ, તટી, તટમ્’ અને વચનભિન્ન તે ‘આપઃ, જલમ્' અને નામાદિ વડે ભિન્ન તે નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવથી ભિન્ન. કહ્યું છે કે—
तम्हा निजगं संपयकालीयं लिंग-वयणभिन्नं पि । नामादिभेयविहियं, पडिवज्जइ वत्थुमुज्जुसुओ ॥२९॥
[विशेषावश्यक २२२६ इति ] એ પ્રમાણે સાંપ્રતકાલીન લિંગ અને વચનથી ભિન્ન હોવા છતાં, નામ-સ્થાપનાદિ યુક્ત સ્વકીય વસ્તુને આ ૠજુસૂત્ર નય અંગીકા૨ ક૨ે છે. (૨૯)
‘શપનં’–બોલાવવું અથવા બોલાવે છે અથવા જેના વડે વસ્તુ બોલાવાય–કહેવાય છે તે શબ્દ. તે શબ્દના વાચ્ય અર્થને ગ્રહણ કરવા વડે અભેદ-ઉપચારથી આ નય પણ શબ્દનય કહેવાય છે. જેમ કૃતકૃત્વ વગેરે લક્ષણવાળું હેતુના અર્થને પ્રતિપાદન કરનારું પદ [પંચમ વિભક્તિવાળું] હેતુ જ કહેવાય છે. કહ્યું છે કે—
सवणं सव (प) इ स तेणं, व सप्पए वत्थु जं तओ सद्दो । तस्सऽत्थपरिग्गहओ, नओ वि सद्दो त्ति हेतु व्व ||३०|| [विशेषावश्यक २२२७ त्ति ] બોલાવવું તે શબ્દ, અથવા જે વડે વસ્તુ બોલાવાય તે શબ્દ કહેવાય તે શબ્દનો વાચ્યાર્થ ગ્રહણ કરવાથી આ નય પણ હેતુની જેમ શબ્દનય કહેવાય છે. (૩૦)
આ નય, નામકુંભ, સ્થાપનાકુંભ અને દ્રવ્યકુંભ (વસ્તુરૂપે) નથી જ એમ માને છે, કેમ કે તે આકાશપુષ્પવત્ જળ લાવવારૂપ તત્કાર્યને કરતા નથી. વળી ભિન્ન લિંગ અને ભિન્ન વચનવાળી વસ્તુ એક નથી, કેમ કે લિંગ અને વચનના ભેદથીજ કુટા, વૃક્ષ ઇત્યાદિવત્ સ્ત્રી, પુરુષની જેમ ભિન્ન છે. આ હેતુથી ઘટઃ, કુટઃ, કુંભ આ શબ્દો સ્વપર્યાય ધ્વનિ વડે કહેવા યોગ્ય એક જ છે અર્થાત્ ત્રણે શબ્દો પુલ્લિંગે છે તથા એકવચનાંત છે, એટલે એક છે. કહ્યું છે કે—
तं चिय रिउत्तमयं पच्चुप्पन्नं विसेसियतरं सो । इच्छइ भावघडं चिय, जं न उ नामादओ तिन्नि ।।३१।।
[विशेषावश्यक० २२२८ इति ]
તે જ વર્તમાનકાલીન અને સ્વકીય વસ્તુરૂપ ૠજુસૂત્રના મતને વિશેષિતત૨-વિશેષણપણે આ નય ઇચ્છે છે; માત્ર ભાવ ધટને જ માને છે પરંતુ નામાદિ ત્રણને ઘટપણે માનતો નથી. ૫ (૩૧)
નાના (વિવિધ) અર્થોને વિષે નાના સંજ્ઞાના સારી રીતે અભિરોહણથી સમભિરૂઢ છે. કહ્યું છે કે—
भास, तं तं चिय समभिरोहए जम्हा । सन्नंतरत्थविमुहो, तओ कओ समभिरूढो त्ति ||३२|| [विशेषावश्यक २२३६ इति]
જે જે ઘટાદિલક્ષણો સંજ્ઞા, નામને કહે છે તે તે સંજ્ઞાને જ અનુસરે છે. અને સંજ્ઞાંતર અર્થથી વિમુખ એટલે કુટ, કુંભાદિ શબ્દના અર્થથી—વિમુખ હોવાથી આ નય સમભિરૂઢ કહેવાય છે. (૩૨)
આ નય એમ માને છે કે—ઘટ, કુટ વગેરે શબ્દો ભિન્ન છે, કેમ કે ભિન્ન પ્રવૃત્તિના નિમિત્તપણાથી ઘટ, પટાદિ શબ્દવત્ ભિન્ન અર્થને જણાવનારા છે, તે આ પ્રમાણે—'ઘટનાત્ ઘટઃ' વિશિષ્ટ ચેષ્ટાવાળો તે ઘટ, તથા ટૌટિલ્યે—કૂટવાથી કુટ, કૌટિલ્ય (કુટિલતા) ના યોગથી કુટ, આ હેતુથી ઘટ, અન્ય છે અને કુટ પણ અન્ય જ છે. ૬
જેવી રીતે શબ્દનો અર્થ છે તેવી રીતે પદાર્થ વિદ્યમાન થયો થકો અર્થ છે અને અન્યથા ભૂત અસત્-વસ્તુભૂત નથી. આવા પ્રકારના મંતવ્યમાં તત્પર તે એવંભૂત નય છે. ભાષ્યકાર કહે છે કે—
'
1. તટ પુલ્લિંગે છે, તટી શબ્દ સ્રીલિંગ છે અને તટમ્ નપુંસકલિંગ છે.
171