________________
श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २
६ स्थानकाध्ययने आयुर्बन्धा भावाश्च ५३६-५३७ सूत्रे જેમાં તે પરભવિક એવું જે આયુ તે પરભવિકાયુ છે પ્રજ્વન્તિ–બાંધે અસંખ્યય વર્ષોનું આયુ જેઓને છે. તે અસંખ્યમવર્ષાયુષ્કા, એવા સંજ્ઞીઓ-મનવાળા પંચેન્દ્રિયતિર્યંચયોનિકો, તે અસંખ્યમવર્ષાયુષ્કસંક્ષિપંચેન્દ્રિયતિર્યંચયોનિકો. અહિં સંજ્ઞી શબ્દનું ગ્રહણ અસંખ્યય વર્ષાયુષ્કવાળા સંજ્ઞીઓ જ હોય છે એમ નિયમ બતાવવા માટે છે પરંતુ અસંખ્યય વર્ષના આયુષ્યવાળા અસંશીઓના વ્યવચ્છેદને માટે નથી, કેમ કે તેઓનો અસંભવ છે. આ સંબંધી બે ગાથાઓ નીચે પ્રમાણે છે–
निरइसुरअसंखाऊ, तिरिमणुआ सेसए उ छम्मासे । इगविगला निरुवक्कमतिरिमणुया आउयतिभागे ।।९।। अवसेसा सोवक्कम, तिभाग-नवभाग-सत्तवीसइमे । बंधति परभवाउं, निययभवे सव्व जीवा उ ।।९०॥ .
નૈરયિકો, દેવો અને અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા તિર્યંચ તથા મનુષ્યો-ચુગલીઆઓ પોતાનું છ માસ અવશેષ આયુ રહે ત્યારે પરભવના આયુષ્યને બાંધે છે. એકેન્દ્રિય, વિકલેન્દ્રિય અને નિરુપક્રમ આયુષ્યવાળા તિર્યંચ મનુષ્યો-સંખ્યાત વર્ષાયુષ્કો (કોડ પૂર્વ પર્યત આયુષ્યવાળા) પોતાનો ત્રીજો ભાગ અવશેષ રહે છતે પરભવિક આયુષ્યને બાંધે છે. શેષ સોપક્રમ આયુષ્યવાળા મનુષ્ય અને તિર્યંચો પોતાના આયુષ્યનો ત્રીજો ભાગ બાકી રહે ત્યારે પરભવિક આયુષ્યને બાંધે છે અથવા નવમે ભાગે કે સત્યાવીશમે ભાગે આયુષ્યને બાંધે છે.
અન્ય આચાર્યોએ આ જ હકીકત આવી રીતે કહેલી છે. અહિં તિર્યંચ અને મનુષ્યો પોતાના આયુષ્યનો ત્રીજો ભાગ બાકી રહે છતે પરભવ સંબંધી આયુષ્યના બંધને યોગ્ય થાય છે. દેવ, નારકો છ માસ શેષ આયુ રહે છતે પરભવાયુ બંધને યોગ્ય થાય છે, તેમાં તિર્યંચ મનુષ્યોએ 'તૃતીય ત્રિભાગમાં આયુષ્યના ત્રણ વિભાગ કરવા તેમાંથી પ્રથમના બે ભાગ છોડીને શેષ ત્રીજા ભાગમાં જો આયુષ્ય ન બાંધ્યું તો પછી વળી શેષ રહેલ તૃતીય વિભાગના તૃતીય ત્રિભાગમાં અર્થાત્ પોતાના આયુષ્યના નવમા ભાગમાં આયુષ્ય બાંધે છે. એવી રીતે સંક્ષિપ્ત-અવશિષ્ટ આયુના તૃતીય ત્રિભાગમાં જ્યાં સુધી સર્વ જઘન્ય બંધકાળ અને ઉત્તરકાળ શેષ રહે છે ત્યાં સુધી આ કાળમાં તિર્યંચ અને મનુષ્યો આયુષ્યને બાંધે છે અને શેષ રહેલ કાળ તે અસંક્ષેપકાળ કહેવાય છે. દેવ અને નૈરયિકોએ પણ જો છ માસ શેષ આયુ રહે છતે (પરભવિક) આયુષ્ય ન બાંધ્યું હોય તો ત્યારબાદ છે માસ શેષ રહેલ પોતાના આયુષ્યને ત્યાં સુધી સંક્ષેપે છે કે યાવત્ સર્વ જઘન્ય આયુબંધકાળ અને ઉત્તરકાળ શેષ રહે છે. અહિં આ સંક્ષિપ્તકાળમાં પરભવના આયુને દેવ અને નૈરયિકો બાંધે છે અને શેષ રહેલ કાળ તે અસંક્ષેપકાળ છે. પ૩૬/
અનંતર આયુકર્મનો બંધ કહ્યો અને આયુ ઔદયિક ભાવનો હેતુ છે માટે ઔદયિક ભાવ અને ભાવના સાધર્મથી શેષ ભાવોનું પ્રતિપાદન કરતા સૂત્રકાર કહે છે–
છવ્વદે માવે' ઇત્યાદિ, પવન પાવડ–થવું તે ભાવ અર્થાત્ પર્યાય, તેમાં ઔદયિક બે પ્રકારે ઉદય અને ઉદયનિષ્પન્ન. ઉદય તે આઠ કર્મપ્રકૃતિઓના ઉદયરૂપ-શાંત અવસ્થાના પરિત્યાગ વડે ઉદીરણાવલિકાને ઉલ્લંઘીને ઉદયાવલિકામાં સ્વકીય સ્વકીય રૂપ વડે વિપાક લક્ષણ છે. અહિં આ પ્રમાણે વ્યુત્પત્તિ કરવી-ઉદય જ ઔદયિક. ઉદયનિષ્પન્ન તો કર્મોદયથી ઉત્પન્ન થયેલ જીવને માનુષ્યત્વાદિ પર્યાયરૂપ છે. તેમાં ઉદય વડે થયેલ અથવા ઉદયમાં થયેલ તે ઔદયિક, એવી રીતે વ્યુત્પત્તિ છે. ઔપથમિક પણ બે પ્રકારે-ઉપશમ અને ઉપશમનિષ્પન્ન. દર્શનમોહનીય કર્મના અનંતાનુબંધી વગેરે ભેદનો ઉપશમ કરનારને અથવા ઉપશમશ્રેણીએ ચડેલ જીવને અનંતાનુબંધી વગેરે મોહનીયના ભેદોને ઉપશમાવવાથી ઉદયના અભાવરૂપ ઉપશમ 1. આયુષ્યનો ત્રીજો ભાગ બાકી રહે ત્યારે જો પરભવિક આયુનો બંધ ન થાય તો શેષ રહેલ ત્રીજા ભાગમાં એટલે નવમાં ભાગમાં બંધ પડે, ત્યારે ન બંધાય તો સત્યાવીશમે ભાગે એમ ત્રીજે ત્રીજે ભાગે બંધ કરતાં થાવત્ ત્યાં સુધી કહેવું કે જ્યાં સુધી અંતર્મુહૂર્ત અવશેષ આયુ રહે ત્યારે પરભવનું આયુ બંધાય. આ અવશિષ્ટ જઘન્ય બંધકાળ છે, આયુષ્યના બંધને અંતર્મુહૂર્ત લાગે અને શેષ બંધ પછી
અંતર્મુહૂર્ત પર્યંત ઉત્તરકાળરૂપ અબાધાકાળ રહે, આ અસંક્ષેપકાળ સમજવો. 2, દેવ, નારકો પણ જો છ માસ આયુ શેષ રહે ત્યારે પરભવાયુ ન બાંધે તો તેનું પણ સંક્ષેપ યાવત્ અંતર્મુહૂર્ત આયુ બાકી રહે ત્યાં સુધી બંધકાળ જાણવો. આયુબંધ પછી શેષ અબાધાકાળ રહે. 148