________________
७ स्थानकाध्ययने गणापक्रमणकारणानि ५४१ सूत्रे
श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २
|| રામરચાનcelધ્યયનમ્ II
છઠ્ઠા અધ્યયનનું વ્યાખ્યાન કર્યું, હવે સાતમું શરૂ કરાય છે. અનંતર અધ્યયનમાં છ સંખ્યાયુક્ત પદાર્થો પ્રરૂપાયા અને આ અધ્યયનમાં તો તે જ પદાર્થો સાત સંખ્યાયુક્ત પ્રરૂપાય છે, એવી રીતના સંબંધથી આવેલ ચાર અનુયોગવાળા આ અધ્યયનનું આ આદિસૂત્રसत्तविहे गणावक्कमणे पन्नत्ते, तंजहा-सव्वधम्मा रोतेमि १, एगतिता रोएमि, एगइया णो रोएमि २, सव्वधम्मा वितिगिच्छामि ३, एगतिता वितिगिच्छामि, एगतिता नो वितिगिच्छामि ४, सव्वधम्मा जुहुणामि ५, एगतिता जुहुणामि, एगइया णो जुहुणामि ६, इच्छामि णं भंते! एगल्लविहारपडिमं उवसंपज्जित्ता णं विहरित्तते ७ II સૂ ૧૪ * (મૂળ) સાત પ્રકારે પ્રયોજનવિશેષને લઈને ગણપક્રમણ-ગચ્છથી નીકળવું કહેલું છે, તે આ પ્રમાણે–નિર્જરાના હેતુભૂત
શ્રુત, ચારિત્રરૂપ સર્વે ધર્મોને હું ઇચ્છું છું તે અમુક બીજા ગચ્છમાં જવાથી પ્રાપ્ત થાય છે માટે તેના અર્થે હે ભદત્ત! હું ગચ્છથી નીકળું છું ૧, કેટલાએક શ્રુત, ચારિત્રરૂપ ધર્મો પ્રત્યે રુચિ કરું છું અને કેટલાએક ધર્મો પ્રત્યે રુચિ કરતો નથી. માટે તેના સારુ હું ગચ્છથી નીકળું છું ૨, સર્વ ધર્મો પ્રત્યે સંશય કરું છું માટે તેનું નિવારણ કરવા સારુ ગચ્છથી નીકળું છું ૩, કેટલાએક ધર્મો પ્રત્યે સંશય કરું છું અને કેટલાએક ધર્મોને વિષે સંશય નથી કરતો માટે તેનું નિવારણ કરવા અર્થે હું ગચ્છથી નીકળું છું ૪, સર્વ ધર્મોને હું બીજા માટે આપે પણ તે સ્વગચ્છમાં પાત્ર નથી માટે તેના સારુ હું ગચ્છથી નીકળું છું ૬, એવી જ રીતે ગુરુને પૂછીને ગચ્છાંતરમાં જવું. તથા હે ભદન્ત! હું એકલવિહારની પ્રતિમાને
ગ્રહણ કરીને વિહાર કરવા માટે ઇચ્છું છું એમ ગુરુને પૂછીને ગ૭થી નીકળી એકલો વિચરે ૭ //પ૪૧// (20) 'સત્તવિહે ત્યાદિ આનો પૂર્વ સૂત્રની સાથે અભિસંબંધ છે. અનંતર સૂત્રમાં પુદ્ગલો પર્યાયથી કહ્યા. અહિં તો પુલ વિષયના જ ક્ષયોપશમથી જે અનુષ્ઠાનવિશેષ જીવને પ્રાપ્ત થાય છે તેનું સપ્તવિધપણું કહેવાય છે, એવી રીતે આવેલ સંબંધવાળા આ સૂત્રની વ્યાખ્યા જાણવી. સંહિતાદિનો ક્રમ તો પ્રસિદ્ધ જ છે. વિશેષ એ કેન્સવિધ તે સાત પ્રકાર. ગણ-ગચ્છથી અપક્રમણ-નીકળવું તે ગણાપક્રમ તીર્થંકરાદિકોએ કહેલું છે, તે આ પ્રમાણે—નિર્જરાના હેતુભૂત સર્વ ધર્મોને સૂત્ર અને અર્થરૂપ ઉભય વિષયવાળા શ્રુતભેદોને અર્થાત્ અપૂર્વકૃતનું ગ્રહણ, વિસ્મરણ થયેલનું સંધાન (પુનઃ સ્મરણ) અને પૂર્વે ભણેલના પરાવર્તનરૂપને અને ક્ષપણ-તપ, વેશ્યાવૃજ્યરૂપ ચારિત્રધર્મો પ્રત્યે વયમ' રુચિવિષયક કરું છું ઇચ્છું છું, તે અમુક પરગચ્છમાં પ્રાપ્ત થાય છે પરંતુ અહિં સ્વગચ્છમાં મળે તેમ નથી તેથી તેને મેળવવા માટે હે ભદન્ત! હું સ્વગચ્છમાંથી નીકળું છું, એવી રીતે ગુરુને પૂછવાદ્વારા એક ગણાપક્રમણ કહ્યું ૧, શંકા-સર્વ ધર્મો પ્રત્યે રુચિવિષય કરું છું એમ કહેવામાં કેવી રીતે પૃચ્છા અર્થ જણાય છે? સમાધાન-ફચ્છામિ ાં અંતે રત્નવિદારડિ’ રૂત્ય૦િ પૃચ્છાવચનના સમાનપણાથી જણાય છે. રુચિની તો કરવાની ઇચ્છારૂપ અર્થતા છે. 'પરિયાની રોશની' અહિં વ્યાખ્યા કરેલની જેમ છે. ક્વચિત્ 'સબૂધમૅ નાભિ, વંપિ અને સવારે આ પ્રમાણે પાઠ છે ત્યાં હું જ્ઞાની છું માટે મારે ગણ વડે શું? અર્થાત્ ગચ્છની શી જરૂર છે? એમ અહંકારથી પણ નીકળે છે ૧, 'રૂ' ૦િ કોઈએક શ્રુતધર્મો પ્રત્યે અથવા ચારિત્રધર્મો પ્રત્યે રુચિ કરું છું ઇચ્છું છું અને કોઈએક શ્રુતધર્મો પ્રત્યે અથવા ચારિત્રધર્મો પ્રત્યે ઇચ્છતો નથી, આ કારણથી ઇચ્છિત ધર્મોને સ્વચ્છમાં કરવાની સામગ્રીના અભાવથી હે ભદન્ત! નીકળું છું-આ બીજું ૨, ઉક્ત લક્ષણવાળા સર્વ ધર્મો પ્રત્યે વિચિકિત્સા કરું છું–તેના વિષયમાં સંશય કરું છું તેથી
- 153