________________
श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २
७ स्थानकाध्ययने गणापक्रमणकारणानि ५४१ सूत्रे સંશયનું નિરાકરણ કરવા માટે સ્વગણથી નીકળું છું આ ત્રીજું ૩, એવી રીતે કોઈક ધર્મો પ્રત્યે સંશય કરું છું અને કોઈક ધર્મો પ્રત્યે સંશય કરતો નથી માટે નીકળું છું–આ ચોથું ૪, 'નુહુમિ' ત્તિ॰ ખુહોમિ—બીજાઓને આપું છું પરંતુ સ્વગણમાં પાત્ર નથી આ હેતુથી નીકળું છું—આ પાંચમું પ, એમ છઠ્ઠું પણ સમજવું ૬, હે ભદન્ત! એકાકીપણે ગચ્છમાંથી નીકળીને જિનકલ્પિકાદિપણા વડે જે વિહાર–વિચરવું તેની જે પ્રતિમાની પ્રતિપત્તિપ્રતિજ્ઞા તે એકાકીવિહારપ્રતિમા, તેને અંગીકાર કરીને વિચ૨વા માટે હું નીકળું છું—આ સાતમું ૭. અથવા સર્વ ધર્મો પ્રત્યે હું રુચિ કરું છું–શ્રદ્ધાન કરું છું તેને સ્થિર કરવા માટે નીકળું છું ૧, કોઈ ધર્મો પ્રતિ રુચિ કરું છું–સદહું છું અને કોઈક ધર્મને સદહતો નથી માટે નહિં સદહેલ ધર્મોનું શ્રદ્ધાન કરવા માટે નીકળું છું. આ બે પદ વડે સર્વવિષય અને દેશવિષયવાળા સમ્યગ્દર્શનને અર્થે ગચ્છથી નીકળવું કહ્યું ૨, એવી રીતે સર્વવિષય અને દેશવિષય સંશય-કથનસૂચક 'સધમ્મા વિવિ∞િામિ' ત્યા॰િ બે પદ વડે જ્ઞાનને અર્થે ગચ્છથી નીકળવું કહ્યું ૩–૪, સર્વ ધર્મો પ્રત્યે 'બુઠ્ઠોમિ' 'બુઠ્ઠોતિ' શબ્દના અદનાર્થપણાથી ભક્ષણ અર્થ છે અને ભક્ષણ અર્થની આ સેવાવૃત્તિ બતાવવાથી આચરું છું, સેવું છું યાવત્ રહું છું પ, કોઈએકને સેવું છું માટે સેવાતા બધાય ધર્મોની વિશેષ સેવાને માટે અને નહિં સેવાયેલ ક્ષપણ-તપ, વેયાવૃત્યાદિ ચારિત્રધર્મોની આ સેવા અર્થે નીકળું છું એવી રીતે આ બે પદ વડે તેમજ ચારિત્રને અર્થે અપક્રમણ કહ્યું ૬. કહ્યું છે કે—
ना दंसणा चरणा एवमाइ संकमणं । संभोगट्ठा व पुणो, आयरियट्ठा व णायव्वं ॥ १ ॥
[ निशीथ भाष्य ५४५८ इति] જ્ઞાનને અર્થે, દર્શન–સમ્યક્ત્વને અર્થે, ચારિત્રને અર્થે ઇત્યાદિ કારણે ગચ્છાંત૨માં સંક્રમણ (ગમન) કરવા યોગ્ય છે. વળી સંભોગને અર્થે અને આચાર્યાદિને અર્થે જાણવું. (૧) તેમાં જ્ઞાનને અર્થે—
सुत्तस्स व अत्थस्स व, उभयस्स व कारणा उ संकमणं । वीसज्जियस्स गमणं, भीओ य नियत्तए कोई ॥२॥ [ निशीथ भाष्य ५४५९ इति ]
સ્વગચ્છમાં સૂત્ર વગેરેનું જ્ઞાન શૂન્ય હોવાથી સૂત્ર, અર્થ ઉભયને મેળવવા માટે અન્ય ગચ્છમાં જાય છે પરંતુ સ્વકીય આચાર્ય વડે વિસર્જિત કરાયેલ-આજ્ઞા અપાયેલ શિષ્યનું અન્ય ગચ્છમાં ગમન યોગ્ય છે અને આજ્ઞા અપાયેલ કોઈક શિષ્ય, તે પરગચ્છના આચાર્યોનું કઠિન ચારિત્ર સાંભળીને બીકથી પાછો ફરે છે-સ્વગચ્છમાં આવે છે. (૨)
દર્શનપ્રભાવક (સમ્મતિ, તત્ત્વાર્થાદિ) શાસ્ત્રને માટે જાય છે તે દર્શનાર્થે. ચારિત્રને અર્થે આ પ્રમાણે જાણવુંचरित्त देसि दुविहा [ देशे द्विविधा दोषा इत्यर्थः], एसणदोसा य इत्थिदोसा य । [ततोगणापक्रमणं भवति] गच्छंमि य सीयंते, आयसमुत्थेहिं दोसेहिं ||३||
[निशीथ भाष्य ५५३९ बृहत्कल्प भा० ५४४० त्ति ] ચારિત્રને અર્થે બે પ્રકારના દોષો હોય છે અર્થાત્ એષણાના દોષો અને સ્ત્રી સંબંધી દોષોને વિષે અને પોતાથી ઉત્પન્ન થયેલ દોષો વડે ગચ્છમાં સીદાય છે તેથી ગચ્છથી અપક્રમણ–નીકળવું થાય છે. (૩)
સંભોગને અર્થે એટલે જે ગચ્છમાં ઉપસંપદા લીધેલ હોય તે ગચ્છથી પણ સ્થાનલક્ષણ વિસંભોગના કારણ હોતે છતે નીકળે છે. આચાર્યને અર્થે-આચાર્યને મહાકલ્પશ્રુત વગે૨ે શ્રુત નથી અર્થાત્ તેનું જ્ઞાન નથી, આ હેતુથી તે શ્રુતને ભણાવવા માટે શિષ્યનો ગણાંતરમાં સંક્રમ થાય છે. અહિં પોતાના ગુરુ પ્રત્યે પૂછીને જ ગુરુદ્વારા આજ્ઞા અપાયેલ શિષ્યે નીકળવું જોઈએ, એવી રીતે સર્વત્ર પૃચ્છા અર્થ વ્યાખ્યા કરવા યોગ્ય છે. ઉક્ત કારણવશાત્ પક્ષાદિ કાળથી ઉપર ગુરુએ આજ્ઞા ન આપેલ હોય તો પણ શિષ્ય જાય (આ વિધેય છે;) કારણ સિવાય ગચ્છમાંથી નીકળવું તે અવિધેય છે–આચરવા યોગ્ય નથી. કહ્યું છે કે— आयरियाईण भया, पच्छित्तभया न सेवइ अकिच्चं । वेयावच्चज्झयणेसु सज्जए तदुवओगेणं ॥ ४ ॥
1
[निशीथ भाष्य ५४५५ त्त]
154