________________
श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग
२
६ स्थानकाध्ययने प्रस्ताराः परिमन्थवः वीरः सनत्कुमारमाहेन्द्रविमानशरीरे ५२८-५३२ सूत्राणि
શ્રમણ ભગવાનું મહાવીર પાણી રહિત છઠ્ઠ ભક્ત વડે મુંડ યાવતું પ્રવ્રજિત થયા. શ્રમણ ભગવંત મહાવીરને પાણી ? રહિત છઠ્ઠ ભક્તવડે અનંત, અનુત્તર યાવત્ કેવળજ્ઞાન-દર્શન ઉત્પન્ન થયું. શ્રમણ ભગવંત મહાવીર, પાણી રહિત છઠ્ઠ ભક્ત વડે સિદ્ધ થયા યાવતું સર્વ દુઃખથી રહિત થયા. //પ૩૧// સનકુમાર અને મહેન્દ્ર નામના દેવલોકને વિષે વિમાન ઊંચાઈ વડે છે સો યોજનના કહેલા છે. સનસ્કુમાર અને
માહેન્દ્ર નામના કલ્પને વિષે દેવોના ભવધારણીય શરીરો ઊંચાઈ વડે ઉત્કૃષ્ટથી છ હાથના કહેલા છે. //૫૩૨/l. (ટી) "છ ખે' ત્યાદ્રિ કલ્પ-સાધનાં આચાર, તેની વિશુદ્ધિ માટે હોવાથી આચાર સંબંધી પ્રસ્તારો-પ્રાયશ્ચિત્ત રચના તેમાં પ્રાણાતિપાતનો વાદ-વાર્તા અથવા વાચાને બોલતા સાધુને વિષે પ્રાયશ્ચિત્તનો પ્રસ્તાર થાય છે ૧, જેમ બીજા મનુષ્યો વડે . નાશ પામેલ દેડકા ઉપર મૂકેલ પગવાળા સાધુને જોઈને ક્ષુલ્લક (લઘુ) સાધુ બોલ્યો-હે સાધો! તમારા વડે દેડકો મરાયો. સાધુએ કહ્યું નથી મરાયો, (પ્રથમથી જ મરાયેલ છે.) ક્ષુલ્લક બોલ્યો-તમારે વિષે બીજું વ્રત પણ નથી. ત્યાર બાદ ક્ષુલ્લક ભિક્ષાચર્યાથી નિવૃત્ત થઈને આચાર્ય પાસે આવે છે. આ એક પ્રાયશ્ચિત્તનું સ્થાન છે. ત્યારબાદ સાબુથી દેડકો મરાયો છે આ પ્રાયશ્ચિત્તાંતર છે. ત્યાર પછી અભ્યાખ્યાત સાધ (દોષ અપાયેલ સાધુ) ને આચાર્યે પુછ્યું કે–તમારા વડે દેડકો મરાયો છે? ત્યારે તે.સાધુ બોલ્યાનથી મરાયો. અહિં ક્ષુલ્લકને પ્રાયશ્ચિત્તાંતર છે. વળી ક્ષુલ્લક કહે છે-તે સાધુ ફરીથી પણ જૂઠું બોલે છે. ત્યારે સાધુ બોલ્યાગૃહસ્થોને પૂછો. વૃષભ-સમર્થ મુનિઓને જઈને પૂછે છે, આ પ્રાયશ્ચિત્તાંતર છે. એ પ્રમાણે જે ખોટું બોલે છે તેને મૃષાવાદ દોષ જ છે અને જે ખરેખર મારેલને ગોપવે છે તેને બન્ને (હિંસા અને મૃષા) દોષ છે ૧. કહ્યું છે કે '
ओमो चोइज्जतो, दुपहियाईसु संपसारेइ । [पर्यालोचयति] अहमिव णं चोइस्सं, न य लभए तारिसं छिदं ।।६०॥ अनेण घाइए दडुरंमि दर्बु चलणं कयं ओमो । वहिओ हा एस तुमे, न वत्ति बीयं पि ते णत्थि ।।६१।।
. [વૃદ૫૦ ૬૩૧-૬ ત્તિ] : દુઃપ્રત્યુપેક્ષિતાદિને વિષે અલિત થયેલ ક્ષુલ્લક મુનિ, રાત્તિક (જ્યેષ્ઠ મુનિ) વડે પ્રેરણા કરાયો થકો, એમ વિચારે છે કે હું પણ જયેષ્ઠ મુનિ પ્રત્યે પ્રેરણા કરીશ પરંતુ તેવા પ્રકારનું છિદ્ર મળતું નથી.” અન્યદા ભિક્ષાપર્યટન માટે જતાં કોઈક વડે મરાયેલ દેડકા ઉપર રાત્વિકે પગ આપ્યો ત્યારે ક્ષુલ્લક બોલ્યો-હા!તમે આ દેડકાને માર્યો. રાત્નિકે કહ્યું મેં નથી માર્યો. ક્ષુલ્લક બોલ્યો-તમારું બીજું વ્રત પણ ગયું. આવી રીતે બોલનારને પ્રાયશ્ચિત્ત આવે છે. (૬૦-૬૧) .
મૃષાવાદ સંબંધી વાદ-વિકલ્પને અથવા વાર્તાને બોલતા સાધુને વિષે પ્રાયશ્ચિત્તનો પ્રસ્તાર થાય છે, તે આ પ્રમાણે કોઈક સંખડી (જમણવાર) માં અકાળપણાથી નિષિદ્ધ કરાયેલ બે સાધુઓ બીજે સ્થળે ગયા, ત્યાર બાદ મુહૂર્વોતરને વિષે રત્નાધિકે કહ્યું કે-સંખડીમાં અમે જઈએ છીએ, કેમ કે ત્યાં હમણાં ભોજનનો સમય છે. ત્યારે લઘુ મુનિ કહે છે કે નિષિદ્ધ કરાયેલ હું હવે ફરીથી ત્યાં જવા ઇચ્છતો નથી. ત્યાર બાદ લઘુમુનિ નિવૃત્ત થઈને આચાર્યની પાસે આલોચે છે કે–આ રત્નાધિક (જ્યેષ્ઠ) મુનિ દીન, કરણ વચન વડે યાચે છે, નિષિદ્ધ કરાયા છતાં પણ પ્રવેશે છે. એષણા પ્રત્યે પ્રેરે છે-નાશ કરે છે ઇત્યાદિ. ત્યારપછી રત્નાધિક પ્રત્યે આચાર્ય પૂછે છે– સાધો! આપ એમ કરો છો? ત્યારે તે બોલ્યા-એમ નહિ ઇત્યાદિ પૂર્વવત્ પ્રસ્તાર જાણવો ૨. કહ્યું છે કે
मोसंमि संखडीए, मोयगगहणं अदत्तदाणमि । आरोवणपत्थारो तं चेव इमं तु नाणत्तं ।।६२।। दीण-कलुणेहिं जायइ, पडिसिद्धो विसइ एसणं हणइ ।। जंपइ मुहप्पियाणि य, जोग-तिगिच्छा-निमित्ताई ॥६३।।
[વૃદo૫૦ ૬૨૪૨-૪૩ ત્તિ મૃષાવાદને વિષે સંખડીનું ઉદાહરણ છે અને અદત્તાદાનમાં મોદક ગ્રહણનું દૃષ્ટાંત છે, તે બન્નેની આરોપણામાં પ્રાયશ્ચિત્તનો
138