________________
श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २
६ स्थानकाध्ययने क्षुद्राः गोचरचर्या अपकान्तनिरयाः ५१३-५१५ सूत्राणि
સુક્ષ્મત્રસતેલ વાઉ કિંચિત્ પણ પ્રાપ્ત ન કરે અર્થાત્ અનંતરભવમાં સમકિત પણ મેળવે નહિ. આ ઉક્ત છ સ્થાનોને વિષે દેવોની ઉત્પત્તિ ન હોવાથી ક્ષુદ્ર છે. (૪૩) કહ્યું છે કેपुढवी-आउ-वणस्सइ-गब्भे पज्जत्तसंखजीवीसु । सग्गच्चुयाण वासो, सेसा पडिसेहिया ठाणा ।।४४।।
વૃિહત્સં ૧૮૦ ]િ પૃથ્વીકાય, અપૂકાય, વનસ્પતિકાય અને ગર્ભજ પર્યાપ્તા સંખ્યાત આયુષ્યવાળા મનુષ્ય અને તિર્યંચોને વિષે સ્વર્ગથી ચ્યવેલ દેવોનો વાસ છે અર્થાત્ ઉપજવું છે. શેષ સ્થાનોને વિષે દેવોની ઉત્પત્તિનો નિષેધ છે. (૪૪)
સમૂ૭િમ પંચેન્દ્રિયતિર્યંચોનું અધમપણું તો તેઓને વિષે દેવોની ઉત્પત્તિ ન હોવાથી કહેલ છે તથા પંચેન્દ્રિયપણું છતે પણ મન રહિતપણાથી વિવેકના અભાવ વડે નિર્ગુણ છે. વાચનાંતરમાં તો સિંહ, વાઘો, વૃકા-વરુઓ, દીપડાઓ, ઋક્ષો-રીંછો અને તરક્ષો-ચિત્રાદિ-આ છે શુદ્ર જેતુઓ ક્રૂર કહેલા છે. પ૧૩ll
અનંતર સત્ત્વવિશેષો કહ્યા અને સર્વે સત્ત્વો-જીવોને પીડા ન કરવાથી સાધુઓને ભિક્ષાચર્યા કરવા યોગ્ય છે. તે છે પ્રકારે છે એમ બતાવવા માટે ઈશ્વરે ત્યારે જોરવરિય’ રિ ગો-બળદનું ચરવું તે ગોચર, તેની માફક જે ચર્યા-ફરવું, તે ગોચરચર્યા. તાત્પર્ય આ છે કે-જેમ બળદ ઊંચ નીચ તૃણોને વિષે સામાન્યથી ચરવામાં પ્રવર્તે છે તેમ રાગદ્વેષ રહિત સાધુનું ઊંચ નીચ મધ્યમ કુળોને વિષે, ધર્મના સાધનભૂત દેહના પરિપાલન માટે ભિક્ષાર્થે જે ચરવું-ફરવું તે ગોચરચર્યા છે. આ એક સ્વરૂપવાળી છતાં પણ અભિગ્રહવિશેષથી છ પ્રકારે છે. પહેલી પેટા-વંશના દલમય વસ્ત્રાદિના સ્થાનભૂત લોકપ્રસિદ્ધ (પેટી), છે. તે ચોરસ હોય છે. સાધુ. અભિગ્રહવિશેષથી જે ચર્યામાં ગ્રામાદિ ક્ષેત્રને વિષે પેટીની માફક ચોરસ વિભાગ કરતો થકો વિચરે છે તે પેટા કહેવાય છે ૧, એવી રીતે અદ્ધપેટી પણ આના અનુસારે કહેવી ૨, ગો-બળદનું મૂત્રવું તે ગોમૂત્રિકા, તેની માફક જે ચર્યા તે ગોમૂત્રિકા, આ પરસ્પર સન્મુખ ઘરોની પંક્તિમાંથી એક પંક્તિમાં જઈને વળી બીજી પંક્તિમાં, વળી પહેલી પંક્તિમાં, એવી રીતે ક્રમ વડે ભાવવું ૩, પતંગ-શલભ તેની વીથિકા (માર્ગ) ની માફક જે ચર્યા તે પતંગવીથિકા, પતંગીઆની ગતિ જ અનિયત ક્રમવાળી હોય છે, એવી રીતે જે અચોક્કસ ક્રમવાળી ચર્યા તે તેના જેવી સમજવી જ, 'સંવૃક્ષવટ્ટ' રિ૦ સબુક-શંખ, તેની માફક-શંખના ભ્રમણની જેમ જે વૃત્ત (ગોળાઈવાળી) ચર્યા તે સંબકવૃત્તા. આ બે પ્રકારે–તેમાં જે ચર્યાને વિષે ક્ષેત્રના બહારના ભાગથી શંખની જેમ વૃત્તત્વ-ગોળાઈવાળી ગતિ વડે ભમતો થકી ક્ષેત્રના મધ્ય ભાગમાં આવે છે તે અત્યંતરસંબુક્કા અને જેમાં મધ્ય ભાગથી બહાર જાય છે તે બહિસબુક્કા ૫, 'તું પક્વાય' ઉત્ત. ઉપાશ્રયથી નીકળીને ઘરોની પંક્તિમાં ભિક્ષા કરતો થકો ક્ષેત્રના પર્યત (ડા) સુધી જઈને પાછો આવીને ફરીથી બીજા ઘરોની પંક્તિમાં જે ચર્યાને વિષે ભિક્ષા કરે છે તે ગત્વા પ્રત્યાગતા છે ૬.' IN૧૪ll
અનંતર સાધુચર્યા કહી, માટે ચર્યાના પ્રસ્તાવથી આ સાધુચર્યાના ફળને ભાંગવનારાઓના સ્થાનવિશેષોને કહેવા માટે બે સૂત્ર કહે છે–વંતૂવે' ત્યાદિ સુગમ છે. વિશેષ એ કે–'અવત' ત્તિ અપક્રાન્તા –સર્વ શુભ ભાવોથી અપગત-ભ્રષ્ટ થયેલા અર્થાત્ બીજાથી અત્યંત કનિષ્ટ અથવા અપકાન્તા-અમનોહર બધાય નરકાવાસાઓ આવા છે, પરન્તુ આ વિશેષતઃ અમનોહર છે એમ બતાવવા માટે આ વિશેષણ છે એમ સંભાવના કરાય છે, આ નરકાવાસોની પ્રરૂપણા આ પ્રમાણે– तेरिक्कारस नव सत्त, पंच तिन्नेव होंति एक्को य । पत्थडसंखा एसा, सत्तसु वि कमेण पुढवीसु ॥४५।।
[વૃદ્ધત્સ રપર ]િ તેર, અગિયાર, નવ, સાત, પાંચ, ત્રણ અને એક-આ પ્રમાણે ક્રમશઃ સાત પૃથ્વીને વિષે પ્રસ્તટ (પાથડા) ની સંખ્યા છે. (૪૫) 1. આ ભિક્ષાચર્યાના વિષયમાં ચિત્ર સહિત વિસ્તૃત વિવેચન ભીનમાળથી પ્રકાશિત દશવૈકાલિક ભાષાંતરમાં છે.
128