________________
श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २
६ स्थानकाध्ययने बाह्यान्तरतपसीविवादाः ५११-५१२ सूत्रे દ્રવ્યાદિ વિષયપણાએ ચાર પ્રકારે છે. તેમાં દ્રવ્યથી અલપકારી (વાલ વગેરે) દ્રવ્યને જ ગ્રહણ કરીશ, ક્ષેત્રથી પરગ્રામ, પાંચ ઘર વગેરેથી મેળવેલ, કાળથી પૂર્વાહ્ન વગેરે આગલા બે પ્રહરાદિમાં અને ભાવથી ગાયન વગેરેમાં પ્રવૃત્ત થયેલ પાસેથી મેળવેલ ૩, રસાઃ–ક્ષીર વગેરે રસો, તેનો પરિત્યાગ તે રસપરિત્યાગ ૪, કાયક્લેશ-શરીરને ક્લેશ આપવો તે વીરાસનાદિ અનેક પ્રકારે છે ૫, પ્રતિસલીનતા-ગુપ્તતા, તે ઇન્દ્રિય, કષાય અને યોગના વિષયવાળી અથવા વિવક્ત (પૃથક) શયન અને આસનતાવાલી છે ૬. 'મિતરણ' ત્તિ લૌકિકો વડે (તપસ્વરૂપે) નહિ જણાતું હોવાથી તંત્રાંતરીઓ-જૈનતરોદ્વારા પરમાર્થથી નહિ સેવાયેલ હોવાથી અને મોક્ષની પ્રાપ્તિમાં અંતરંગભૂત હોવાથી અત્યંતર તપ છે. પ્રાયશ્ચિત્ત-કહેલ વિશિષ્ટ સ્વરૂપવાળું આલોચનાદિ દશ પ્રકારે છે ૧, વિશેષે કરી જેના વડે કર્મ દૂર કરાય છે તે વિનય. કહ્યું છે કેजम्हा विणयइ कम्मं, अट्ठविहं चाउरतमोक्खाए । तम्हा उ वयंति विऊ, विणयं ति विलीणसंसारा ॥४०॥
[નવ નિવૃત્તિ ૨૨૨૪ તિ ચાતુરત-ચતુર્ગતિરૂપ સંસારથી મોક્ષ-છૂટવા માટે જેનાથી અષ્ટવિધ કર્મનો નાશ કરાય છે તે કારણથી નાશ થયેલ છે સંસાર જેનો એવા વિદ્વાનો-કેવલીઓ, તેને વિનય કહે છે. તે જ્ઞાનાદિ ભેદથી સાત પ્રકારે છે ૨.
વ્યાવૃત્ત-તલ્લીનતા (સેવા) નો ભાવ તે વૈયાવૃજ્ય, અર્થાત્ ધર્મના સાધનને અર્થે અન્નાદિનું આપવું. કહ્યું છે કેवेियावच्चं वावडभावो, इह धम्मसाहणणिमित्तं । अण्णाइयाण विहिणा, संपायणमेस भावत्थो ।।४।।
વૈયાવચ્ચ એટલે વ્યાવૃત તે ધર્મ-સાધનનું કારણ છે. એટલે ભણાવનારને વિધિ વડે અન્ન-વસ્ત્ર વગેરે પૂરાં પાડવાં. (૪૧),
आयरिय उवज्झाए, थेरतवस्सीगिलाणसेहाणं । साहमियकुलगणसंघसंगयं तमिह कायव्वं ॥४२।।
આચાર્ય ૧, ઉપાધ્યાય ૨, સ્થવિર ૩, તપસ્વી ૪, ગ્લાન (રોગી) ૫, શૈક્ષ ૬, સાધર્મિક ૭, કુલ ૮, ગણ ૯ અને સંઘ ૧૦. અહિ આ દશનું ઉચિત વૈયાવૃત્ય કરવા યોગ્ય છે. (૪૨)
સુઝુ–સારી મા–મર્યાદા વડે અધ્યાય—અધ્યયન કરવું તે સ્વાધ્યાય-વાચના, પૃચ્છના, પરાવર્તના, અનુપ્રેક્ષા અને ધર્મકથારૂપ પાંચ પ્રકારે છે ૪. ધ્યાવવું-ચિંતવવું તે ધ્યાન, એકાગ્રચિંતા ચિત્તવૃત્તિનિરોધરૂપ તે ચાર પ્રકારે પૂર્વે વ્યાખ્યા કરેલ છે, તે ચાર પૈકી નિર્જરાના હેતુભૂત હોવાથી ધર્મધ્યાન અને શુક્લધ્યાન તપ છે અને બંધનના હેતુભૂત હોવાથી આર્ત, રૌદ્ર એ તપ નથી પણ કર્મબંધ છે. ૫. વ્યત્સર્ગ–પરિત્યાગ, તે બે પ્રકારે-દ્રવ્યથી અને ભાવથી. દ્રવ્યથી ગણ, શરીર, ઉપધિ અને આહારના વિષયવાળો (ત્યાગ), ભાવથી તો ક્રોધાદિના વિષયવાળો અર્થાત્ ક્રોધાદિના ત્યાગરૂપ ૬, આ બે તપ વિષયક સૂત્રનું વિશેષ સ્વરૂપ દશવૈકાલિક સૂત્રની હારિભદ્રિય ટીકાના પ્રથમ અધ્યયનની તપની વ્યાખ્યાથી જાણવું. //પ૦૧.
અનંતર કહેલ અર્થને વિષે કોઈ એક વિવાદ કરે છે માટે વિવાદના સ્વરૂપને કહે છે 'છવિ' ત્યાદ્રિ છ મેદવાળો, કોઈક અર્થમાં જુદી રીતે સ્વીકારનાર બન્ને વ્યક્તિનું જે કથન તે વિવાદ કહેલ છે, તે આ પ્રમાણે—'સત્ત' ત્તિ ઓસરીને-સમયના લાભ માટે કાળક્ષેપ કરીને જે વિવાદ કરાય છે તે અવqક્ય કહેવાય છે, એવી રીતે સર્વત્ર જોડવું. ક્યાંક તો 'મોસ@ાવત્ત' ત્તિ પાઠ છે તેમાં પ્રતિવાદીને કોઈપણ છળ (હાના) વડે કાળક્ષેપ કરાવીને ફરીથી અવસર મેળવીને જે વિવાદ કરાય છે તે ૧, 'સિક્ષત્ત’ ત્તિ મેળવેલ અવસરપણા વડે ઉત્સુક થઈને વિવાદ કરાય તે ઉધ્વફ્ટ, 'રૂસ્સવ' ત્તિ પાઠાંતરમાં બીજાને ઉત્સુકતાવાળો કરીને અવસર મેળવીને જયનો અર્થી (ઇચ્છુક) જે વિવાદ કરે છે તે ૨, 'ગુત્તમત્ત' ત્તિ વિવાદમાં રહેલ અધ્યક્ષોને સામ નીતિ વડે અનુકૂળ કરીને અથવા પ્રતિપક્ષીને પ્રથમ તેના પક્ષનો સ્વીકાર કરવા વડે અનુકૂળ કરીને ૩, 'પવિત્નોમન્ના'–સર્વથા સામાચ્યું હોતે છતે પ્રતિપક્ષીને અથવા અધ્યક્ષોને પ્રતિકૂળ કરીને ૪, 1. તિમિદં થાયં રાd૦ રીંછ ||
126