________________
श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग
२
५ स्थानकाध्ययने उद्देशः ३ जीवनिर्याणमार्गाः छेदानन्तर्यानतानि ४६१-४६३ सूत्राणि
તેજ વડે તપેલ પૃથ્વી વગેરેના તાપમાં પણ ઉપચારથી ક્ષણ વગેરે તપ્યાં એમ માનવું. તેમાં ક્ષણ-મુહૂર્ત, લવ-ઓગણપચ્ચાશ ઉચ્છવાસના પ્રમાણવાળો, દિવસ-અહોરાત્ર, ઋતુ બે માસપ્રમાણ. 'પરિમંતિ'–અતિક્રમે છે જેમાં અને જે વાયુ વડે ઊંડેલ રેણુથી ભૂમિના પ્રદેશવિશેષોને પૂરે છે તેને આચાર્યો, લક્ષણથી અભિવદ્ધિતસંવત્સર કહે છે. 'ના'' રિ૦ હે શિષ્ય! તું પણ તેને તેમજ સમજ. (૫) આ સંવત્સરનું વ્યાખ્યાન તત્ત્વાર્થની ટીકા વગેરેના અનુસાર પ્રાયઃ લખેલ છે. ૪૬ol.
અનંતર સંવત્સર કહ્યો, તે કાળરૂપ છે, કાળ વ્યતીત થયે છતે શરીરથી નીકળવું થાય છે, આ હેતુથી તેના માર્ગને નિરૂપણ કરતા થકા સૂત્રકાર કહે છે– पंचविधे जीवस्स णिज्जाणमग्गे पन्नत्ते, तंजहा-पातेहिं, ऊरूहि, उरेणं,सिरेणं,सव्वंगेहिं । पाएहि णिज्जायमाणे निरयंगामी भवति, ऊरूहिं णिज्जायमाणे तिरियगामी भवति, उरेणं निज्जायमाणे मणुयगामी भवति, सिरेणं णिज्जायमाणे देवगामी भवति, सव्वंगेहि निज्जायमाणे सिद्धिगतिपज्जवसाणे पण्णत्ते ।। सू० ४६१।। पंचविधे छेदणे पन्नत्ते, तंजहा–उप्पाछेदणे, वियच्छेयणे, बंधणच्छेयणे, पएसच्छेदणे, दोधारच्छेदणे । पंचविधे
आणंतरिते पन्नत्ते, तंजहा–उप्पायणंतरिते, वियाणंतरिते, पतेसाणंतरिते, समयाणंतरिते, सामण्णाणंतरिते // સૂ૦ ૪૬રા. पंचविधे अणंतते पन्नत्ते, तंजहा–णामाणंतते, ठवणाणंतते, दव्वाणंतते, गणणाणंतते, पदेसाणंतते । अहवा पंचविहे अणंतते पन्नत्ते, तंजहा–एगंतोणंतते, दुहतोणंतते, देसवित्थाराणंतते, सव्ववित्थाराणंतते,सासयाणंतते // સૂ૦ ૪૬૩ (મૂળ) પાંચ પ્રકારે જીવને કાયામાંથી નીકળવાનો માર્ગ છે, તે આ પ્રમાણે—બન્ને પગથી, બન્ને સાથળથી, હૃદય(છાતી)થી,
મસ્તકથી અને સર્વ અંગથી. બન્ને પગથી નીકળતો થકો જીવ નરકગામી (નરકમાં જનારો) થાય છે, અને સાથળથી નીકળતો થકો જીવ તિર્યંચગામી થાય છે, હૃદયથી નીકળતો થકો જીવ મનુષ્યગામી થાય છે, મસ્તકથી નીકળતો થકો
જીવ દેવગામી થાય છે અને સમસ્ત અંગથી નીકળતો થકો જીવ સિદ્ધિગતિ પર્યવસાન (અંત) વાળો કહેલ છે. • //૪૬૧// પાંચ પ્રકારે છેદન કહેલું છે, તે આ પ્રમાણે–૧. દેવત્વ વગેરે અન્ય પર્યાયના ઉત્પાદ વડે જીવાદિ દ્રવ્યના વિભાગરૂપ છેદ તે ઉત્પાદકેદન, ૨. જીવાદિનું જ મનુષ્યત્વાદિ પર્યાયના વ્યય (નાશ) વડે છેદવું તે વ્યયરચ્છેદન, ૩. જીવની અપેક્ષાએ કર્મનું છેદવું તે બંધછેદન, ૪. જીવને જ નિર્વિભાગ અવયવરૂપ પ્રદેશથી બુદ્ધિ વડે પૃથ-જુદું કરવું તે પ્રદેશરચ્છેદન તથા પ. જીવાદિ દ્રવ્યનું દ્વિધા–બે ભાગરૂપે કરવું તે દ્વિધાકારચ્છેદન. //૪૬૨/. પાંચ પ્રકારે આનંતર્ય-નિરંતર અવિરહ કહેલ છે, તે આ પ્રમાણે–૧. ઉત્પાદનો નિરંતર અવિરહ-દેવ, નરકગતિમાં અસંખ્યાત સમયનો હોય, ૨, વ્યયનો નિરંતર અવિરહ-દેવ, નરકગતિમાં અસંખ્યાત સમયનો હોય, ૩. 'પ્રદેશનો નિરતર અવિરહ, ૪. સમયનો નિરંતર અવિરહ અને ૫. સામાન્યતઃ નિરંતર અવિરહ. પાંચ પ્રકારે અનંતક કહેલ છે, તે આ પ્રમાણે—નામઅનંતક-કોઈનું અનંતક એવું નામ હોય, જેમ ચૌદમા અનંતજિન, સ્થાપનાઅનંતક-અનંતકની કલ્પના (બુદ્ધિ વડે) અક્ષાદિની સ્થાપના તે સ્થાપનાઅનંતક, દ્રવ્યઅનંતક-અણુ વગેરે દ્રવ્યની અનંતતા, ગણનાઅનંતકઅવિવક્ષિત અણુ વગેરેની સંખ્યાના વિષયવાળી સંખ્યા-ગણત્રીવિશેષ ગણનાઅનંતક અને પ્રદેશોની સંખ્યારૂપ
1. દેશ અને સમયનો અવિરહ શાશ્વત છે. જીવ અને કર્મપ્રદેશના સંબંધરૂપ અવિરહ ભવ્યને સંસારી અવસ્થા પર્વત છે, પછી સિદ્ધ અવસ્થામાં
સદાયને માટે વિરહ છે. અભવ્ય જીવનો કર્મપ્રદેશની સાથે હંમેશ માટે અવિરહ છે. 2. દ્રવ્ય અનંતકમાં દ્રવ્યની મુખ્યતાએ અનંતતા હોય છે, અહિં ગણનાઅનંતકમાં દ્રવ્યની વિવક્ષા નથી, સામાન્ય ગણત્રી વિષયક છે.
94