________________
श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २
५ स्थानकाध्ययने उद्देशः ३ ज्ञातानि ज्ञानावरणीयानि ४६४ सूत्रम् અનંતરસૂત્રમાં સમય અને પ્રદેશોનું આનંતર્ય કહ્યું, તે સમય અને પ્રદેશો અનંતા છે માટે અનંતકને જ પ્રરૂપતાં થકા સૂત્રકાર કહે છે—'પંચવિષે' ત્યાત્િ॰ સૂત્રય પ્રતીતાર્થ છે. વિશેષ એ કે–નામ વડે અનંતક તે નામઅનંતક, અનંતક એવું જેનું નામ. જેમ સિદ્ધાંતભાષાએ વસ્ત્ર (અનંતક) છે ૧, સ્થાપના જ અથવા સ્થાપના વડે અક્ષાદિનું સ્થાપવું ૨, જ્ઞશરીર અને ભવ્ય શરીરાદિથી વ્યતિરિક્ત (જુદું) ગણનીય અણુ વગેરે દ્રવ્યોનું અનંતક તે દ્રવ્યઅનંતક ૩, ગણના [સંખ્યાના] લક્ષણ અનંતક તે અવિવક્ષિત અણુ વગેરે સંખ્યાના વિષયકો (કિંતુ) સંખ્યાવિશેષ ગણનાનંતક ૪, સંખ્યા (ગણત્રી) ક૨વા યોગ્ય પ્રદેશોનું અનંતક તે પ્રદેશાનંતક ૫. આયામ (લંબાઈ) લક્ષણ એક અંશ વડે અનંતક તે એકતઃ અનંતક અર્થાત્ એક શ્રેણીવાળું ક્ષેત્ર ૧, આયામ અને વિસ્તાર બન્નેથી જે અનંતક તે દ્વિધા અનંતક-પ્રતર ક્ષેત્ર ૨, રુચકની અપેક્ષાએ પૂર્વાદિ દિશામાંથી કોઈ પણ એક દિશાલક્ષણ દેશનો ક્ષેત્રનો જે વિસ્તાર–પહોળાઈ, તેના પ્રદેશની અપેક્ષાએ અનંતક તે દેશવિસ્તારાનંતક ૩, સર્વ આકાશના વિસ્તારરૂપ ચોથું અનંતક ૪ અને શાશ્વત એવું અનંતક તે શાશ્વતાનંતક કેમ કે અનંત સમયની સ્થિતિવાળા હોવાથી જે જીવાદિ દ્રવ્ય અનાદિઅનંત છે–શાશ્વતઅનંતક છે ૫. ૪૬૩।।
1
આવા પ્રકારના પદાર્થોનો બોધ જ્ઞાનથી થાય છે, માટે જ્ઞાનના સ્વરૂપનું નિરૂપણ કરવા માટે સૂત્રકાર કહે છે— પંચવિષે ગાળે પદ્મત્તે, તંનહા-આમિળિવોહિયાળે, સુચનો, ફ્રિનો, માપન્નવાળો, , केवलणाणें पंचविहे णाणावरणिज्जे कम्मे पन्नत्ते, तंजहा - आभिणिबोहियणाणावरणिज्जे जाव केवलनाणावरणिज्जे || ४६४ ॥ (મૂ) પાંચ પ્રકારે જ્ઞાન કહેલ છે, તે આ પ્રમાણે—મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મનઃપર્યવજ્ઞાન અને કેવલજ્ઞાન. પાંચ પ્રકા૨ે જ્ઞાનાવરણીય કર્મ કહેલ છે, તે આ પ્રમાણે—મતિજ્ઞાનાવરણીય યાવત્ કેવલજ્ઞાનાવરણીય. ૪૬૪॥ (ટી૦) 'પંચવિષે' ત્યા॰િ પાંચ સંખ્યારૂપ ભેદો છે જેના તે પંચવિધ, જાણવું તે જ્ઞાન. આ ભાવ સાધન છે અર્થાત્ સંવત્ સમ્યક્ પ્રકારે બોધ અથવા જેના વડે કે જેનાથી જણાય તે જ્ઞાન અર્થાત્ તેના આવરણનો ક્ષય અથવા ક્ષયોપશમ. અથવા જેમાં જણાય તે જ્ઞાન–તદાવરણના ક્ષય અથવા ક્ષયોપશમના પરિણામયુક્ત આત્મા, અથવા જાણે છે તે જ્ઞાન, તે જ સ્વવિષયના ગ્રહણરૂપ હોવાથી 'પ્રજ્ઞાં' અર્થથી તીર્થંકરોએ અને સૂત્રથી ગણધરોએ પ્રરૂપેલું છે. કહ્યું છે કે
अत्थं भासइ अरूहा, सुत्तं गंधति गणहरा निउणं । सासणस्स हियट्ठाए, तओ सुत्तं पवत्तइ ।।२२५।। [आवश्यक निर्युक्ति ९२ विशेषावश्यक १११९ त्ति ] અરિહંતો અર્થને જ કહે છે–સૂત્રને નહિ, ગણધરો સૂક્ષ્મ અર્થને કહેનાર સૂત્રને ગૂંથે છે–રચે છે અથવા નિયતગુણવાળા સૂત્રને રચે છે તેથી શાસનના હિતને માટે સૂત્ર પ્રવર્તે છે. (૨૨૫)
અથવા પ્રાજ્ઞાત્—તીર્થંકરથી અથવા પ્રાજ્ઞ-પ્રાજ્ઞ પુરુષો વડે, અથવા પ્રજ્ઞા વડે આપ્ત-પ્રાપ્ત થયેલું અથવા સ્વાધીન કરેલું તે પ્રાજ્ઞામ, પ્રજ્ઞામ, પ્રાજ્ઞાત્ત અથવા પ્રજ્ઞાત્ત, તે આ પ્રમાણે—અભિ—અવિપર્યયરૂપ હોવાથી અર્થને સન્મુખ, નિઃસંશયરૂપ હોવાથી નિયત, બોધ–જાણવું તે અભિનિબોધ, તે જ સ્વાર્થમાં ‘ઈક્’ પ્રત્યય ગ્રહણ કરવાથી આભિનિબોધિક, અથવા અભિનિબોધને વિષે થયેલું અથવા અભિનિબોધ વડે થયેલું અથવા અભિનિબોધરૂપ અથવા તેના પ્રયોજનવાળું તે આભિનિબોધિક જ્ઞાન. અથવા જે અર્થને સન્મુખ તે કાર્યભૂતને નિશ્ચિત જાણે છે તે આભિનિબોધિક અર્થાત્ અવગ્રહાદિરૂપ મતિજ્ઞાન જ. તેનું સ્વસંવેદિત રૂપ હોવાથી અર્થાત્ ભેદના ઉપચારથી અથવા જેના વડે (ક્ષયોપશમ વડે), જેનાથી અથવા જેને વિષે અભિનિબોધ થાય છે તે આભિનિબોધિક, તેના આવરણભૂત કર્મના ક્ષયોપશમરૂપ છે, આ ભાવાર્થ છે. અથવા આત્મા જ અભિનિબોધરૂપ ઉપયોગના પરિણામ વડે અનન્ય (અભિન્ન) હોવાથી જાણે છે તે આભિનિબોધિક, તદ્રુપ જ્ઞાન તે આભિનિબોધિક જ્ઞાન. ભાષ્યકારે કહ્યું છે કે—
1. આ ત્રણે વ્યુત્પત્તિમાં ક્ષયોપશમ વડે, ક્ષયોપશમથી અને ક્ષયોપશમને વિષે-એમ જાણવું.
96