________________
श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग
२
५ स्थानकाध्ययने उद्देशः ३ स्वाध्यायाः प्रत्याख्यानानि प्रतिक्रमणानि ४६५-४६७ सूत्रे
સુત્રની જેમ અર્થને વિષે પણ વિસ્મૃતિનો સંભવ છે તેથી અર્થ પણ વારંવાર વિચારવા યોગ્ય છે, માટે અનુપ્રેક્ષવું તે અનુપ્રેક્ષા અર્થાત્ વિચારવું. એમ અભ્યાસ કરેલ શ્રત વડે ધર્મકથા કરવા યોગ્ય છે. શ્રતરૂપ ધર્મની જે કથા (વ્યાખ્યા) તે ધર્મકથા. I૪૬પી.
ધર્મકથારૂપ મંથન (રવૈયા) વડે સારી રીતે મંથન કરેલ છે જેઓએ એવા ભવ્ય જીવો શુદ્ધ પ્રત્યાખ્યાન અંગીકાર કરે છે, માટે પ્રત્યાખ્યાન કહે છે—'પંવિ' ત્યાદ્રિ 'તિ'–(પ્રમાદના) નિષેધથી ‘આ’–મર્યાદા વડે ‘ખ્યાન' તે કથન-સ્વીકારવું અર્થાત્ પ્રમાદના નિષેધથી મર્યાદાપૂર્વક જે સ્વીકારવું તે પ્રત્યાખ્યાન. શ્રદ્ધાન વડે-“તેમ જ છે” એવા પ્રત્યય વિશ્વાસ] લક્ષણ વડે શુદ્ધ-દોષ રહિત તે શ્રદ્ધાનશુદ્ધ, શ્રદ્ધાનના અભાવમાં પ્રત્યાખ્યાન અશુદ્ધ થાય છે. એવી રીતે સર્વત્ર જાણવું. અહિં નિર્યુક્તિની ગાથાઓ જણાવે છે – पच्चक्खाणं सव्वण्णुदेसियं जं जहिं जया काले । तं जो सद्दहइ नरो, तं जाणसु सद्दहणसुद्धं ।।२३४।।
[કાવ૦ ના ૨૪૬] સર્વજ્ઞપ્રણીત પ્રત્યાખ્યાન સત્યાવીશ પ્રકારે છે–પાંચ મહાવ્રતરૂપ મૂળ અને દશવિધ ઉત્તરપ્રત્યાખ્યાન-અનાગતાદિ દશ ભેદ અથવા નવકારસી વગેરે દશ અદ્ધા પચ્ચખાણના ભેદરૂપ, તથા શ્રાવકના બાર વ્રતરૂપ પ્રત્યાખ્યાન. તે જ્યાં-સ્થવિરકલ્પ વગેરે કલ્પમાં, અથવા ભરતાદિ ક્ષેત્રને વિષે જે કાળમાં–સુભિક્ષ, દુર્ભિક્ષાદિ અથવા પ્રભાત વગેરે કોળને વિષે પ્રત્યાખ્યાનને જે મનુષ્ય સદહે છે તેને તું શ્રદ્ધાનશુદ્ધ જાણ. (૨૩૪)
| વિનયશુદ્ધ આ પ્રમાણે— किइकम्मस्स विसोहिं, पउंजए जो अहीणमइरित्तं । मणवयणकायगुत्तो, तं जाणसु विणयओ सुद्धं ।।२३५।।
[કાવ મા ર૪૮ ]િ જે જીવ, મન, વચન અને કાયાથી ગુમ થયો કૃતિકર્મ-વંદનકાર્યની અન્યૂનાધિક વિશુદ્ધને પ્રયુંજે છે તે પ્રત્યાખ્યાન : કરનારને તું વિનયશુદ્ધ જાણ. (૨૩૫)
અનુભાષણશુદ્ધ આ પ્રમાણે अणुभासइ गुरुवयणं, अक्खरपयवंजणेहिं परिसुद्धं । पंजलिउडो अभिमुहो, तं जाणऽणुभासणासुद्धं ।।२३६।।
| [આવ૦ ના ૨૪૬] વંદન કરીને પ્રત્યાખ્યાનને કરતો થકો, ગુરુની સન્મુખ અંજલિ જોડીને રહેલ શિષ્ય, અક્ષર, પદ અને વ્યંજન વડે પરિશુદ્ધ ગુરુના વચનને અનુસરીને બોલે છે તેને તે અનુભાષણશુદ્ધ જાણ. વિશેષ એ કે-ગુરુ ‘વોસિરિઈ' એમ કહે છે અને શિષ્ય ‘વોસિરામિ' બોલે. (૨૩૬)
અનુપાલનાશુદ્ધ આ પ્રમાણે– कंतारे दुब्भिक्खे, आयके वा महया [महतीत्यर्थः] समुप्पन्ने । जं पालियं न भग्गं, तं जाणऽणुपालणासुद्धं ।।२३७।।
[માવ૦ ના ર૧૦ ]િ. મહાનું અરણ્યને વિષે, મહાદુર્મિક્ષને વિષે અને મહાત્ સ્વરાદિ રોગ ઉત્પન્ન થયે છતે જે પાલન કર્યું, ભાંગ્યું નહિ તે અનુપાલનાદ્ધ તું જાણ. (૨૩૭).
ભાવશુદ્ધ આ પ્રમાણે– रागेण व दोसेण व, परिणामेण व [इहलोकाद्याशंसालक्षणेन] न दूसियं जंतु। तं खलु पच्चक्खाणं, भावविसुद्धं मुणेयव्वं ।।२३८।।
[માવ૦ ના ર૫ત્તિ . રાગ વડે, દ્વેષ વડે અથવા ઈહલોકાદિ આશંસારૂપ પરિણામ વડે જે દૂષિત ન હોય તે ચોક્કસ પ્રત્યાખ્યાન ભાવવિશુદ્ધ જાણવું. (૨૩૮).
100