________________
५ स्थानकाध्ययने उद्देशः ३ जीवनिर्याणमार्गाः छेदानन्तर्यानतानि ४६१-४६३ सूत्राणि श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २
અત્તતા તે પ્રદેશઅનંતક. વળી પાંચ પ્રકારે અનંતક કહેલ છે, તે આ પ્રમાણે–આયામ-લંબાઈલક્ષણ એક શ્રેણીરૂપ ક્ષેત્ર તે એક અનંતક, લંબાઈ અને પહોળાઈથી બે પ્રકારે અનંતક તે પ્રતિરક્ષેત્રરૂપ દ્વિધા અનંતક, રુચક પ્રદેશની અપેક્ષાએ પૂર્યાદિ દિશામાંથી કોઈ પણ દિશારૂપ ક્ષેત્રના દેશનો તેના પ્રદેશની અપેક્ષાએ વિસ્તારલક્ષણ અનંતક તે દેશવિસ્તારામંતક, સર્વ આકાશના પ્રદેશનું અનંતપણું તે સર્વવિસ્તારાનંતક અને જીવાદિ દ્રવ્યનું જે અનાદિઅનંતપણું
તે શાશ્વતાનંતક. ll૪૬૩/l. (ટીવ) પંવિદે' ત્યાદિ વ્યક્ત છે. વિશેષ એ કે-નિર્માણ-મરણના સમયમાં જીવનો શરીરમાંથી નીકળવાનો માર્ગ તે નિર્માણમાર્ગ અર્થાત્ પગ વગેરે. પાર્દિ' તિ માર્ગભૂત અને કરણ (સાધન) તાને પામેલ બન્ને પગદ્વારા જીવ શરીરથી નીકળે છે. એવી રીતે બન્ને સાથળદ્વારા ઇત્યાદિને વિષે પણ જાણવું. હવે ક્રમશઃ આ નીકળવાના માર્ગના ફળને કહે છે-બન્ને પગદ્વારા શરીરથી નીકળતો જીવ નિરયામિ' ત્તિ (અહિં પ્રાકૃતપણાથી અનુસ્વાર છે) નરકમાં જનારો હોય છે. એવી રીતે અન્યત્ર પણ જાણવું. વિશેષ એ કે બધાય અંગો તે સર્વાગો, તેઓમાંથી નીકળતો થકો સિદ્ધિગતિને પામે છે. સિદ્ધિગતિરૂપ પર્યવસાનભમણનો અંત છે જેને તે સિદ્ધિગતિપર્યવસાન કહેલ છે. I૪૬૧TI
નિર્માણ તો આયુષ્યનું છેદન કર્યું છતે થાય છે માટે છેદને પ્રરૂપતા થકા સૂત્રકાર કહે છે–'પંવિ' ત્યાદ્રિ સ્પષ્ટ છે. વિશેષ એ કે–'ઉપ' ઉત્ત- દેવત્વાદિ પર્યાયાન્તરના ઉત્પાદ વડે જીવાદિ દ્રવ્યનો વિભાગરૂપ છેદ તે ઉત્પાદચ્છેદન, 'વિય' ત્તિ વ્યય, મનુષ્યત્વાદિ પર્યાયના નાશ વડે જીવાદિને જ છેદવું તે વ્યયછેદન, વંધન–જીવની અપેક્ષાએ કર્મના બંધનું છંદવું-વિણસવું તે બંધ છેદન તથા (પુદ્ગલના) સ્કંધોની અપેક્ષાએ તો સંબંધનું છેદવું અણુરૂપ જુદા થવું તે બંધનચ્છેદન, જીવસ્કંધને જ નિર્વિભાગ અવયવરૂપ પ્રદેશોથી બુદ્ધિ વડે છેદવું-પૃથક્ કરવું તે પ્રદેશચ્છેદન, તથા જીવાદિ દ્રવ્યનું જે દ્વિધા-એ વિભાગરૂપે કરવું તે દ્વિધાકાર, તે જં છેદન તે દ્વિધાકારચ્છેદન. ત્રિધાકારાદિના આ ઉપલક્ષણરૂપ છે. આ કથન વડે દેશથી છેદન કહ્યું. અથવા ઉત્પાદ-ઉત્પત્તિનું છેદન એટલે વિરહ, જેમ નરકગતિમાં બાર મુહૂર્તનો છે. વ્યયચ્છેદન એટલે ઉદ્વર્તનાચ્યવનનો વિરહ, તે પણ એ પ્રમાણે જ (બાર મુહૂર્તનો) છે. બંધનવિરહ-જેમ ઉપશાંત મોહવાળાને સતવિધી કર્મબંધનની અપેક્ષાએ (વિરહ હોય). પ્રદેશનું છેદન તે પ્રદેશવિરહ, જેમ વિસંયોજેલ-ક્ષય કરેલ અનંતાનુબંધી વગેરે કર્મપ્રદેશોનો પ્રદેશવિરહ હોય છે. બે ધારા છે જેની તે દ્વિધારા, તદરૂપ છેદન તે દ્વિધારા છેદન. આના ઉપલક્ષણપણાથી એક ધારાદિ છેદન પણ જાણવું તે શુરઅો, તરવાર અને ચક્રાદિ છેદન શબ્દના સામ્યથી અહિં ગ્રહણ કરેલ છે. પ્રદેશચ્છેદના સ્થાનમાં ક્યાંક પંથ છે ' ઉત્ત ભણાય છે. પથિચ્છેદન એટલે માર્ગનું છેદવું અર્થાત્ માર્ગનું ઉલ્લંઘવું એવો અર્થ જાણવો. ૪૬૨|| - છેદનનું વિપર્યય આનંતર્ય છે, માટે તેને કહે છે—'વવિદે ત્યાદિ આનંતર્ય-નિરંતર અચ્છેદન અર્થાત્ અવિરહ, ઉત્પાદનો અવિરહ જેમ નરકગતિમાં જીવોને ઉત્કર્ષથી અસંખ્યાત સમય સુધી છે, એવી રીતે વ્યયનો પણ અવિરહ જાણવો. પ્રદેશોનો અને સમયોનો અવિરહ તો પ્રતીત જ છે. વિવક્ષા નહિ કરાએલ ઉત્પાદ, વ્યયાદિ વિશેષણવાળું આનંત માત્ર સામાન્ય આનંદર્ય છે. અથવા શ્રમણ્ય-ચારિત્રના આકર્ષના વિરહ (અભાવ) વડે જે આનંતર્ય (સતત અવિરહ) તે 'પ્રામાણ્યઆનંતર્ય છે અથવા બહુ જીવોની અપેક્ષાએ શ્રમણ્ય-સંયમની પ્રતિપત્તિ-સ્વીકાર વડે આનંતર્ય છે, તે અષ્ટ સમય પયત છે.
1, એક સતાવેદનીયનો બંધ હોવાથી શેષ સાત કર્મના બંધનો વિરહ હોય છે. 2. ઉપશમશ્રેણી પડિવ*ણહાર અનંતાનુબંધી ચતુષ્ટયની વિસંયોજના અર્થાત્ ક્ષપણાવિશેષ કરે છે, શેષ મિથ્યાત્વાદિની ઉપશમના કરે છે તેને - અનંતાનુબંધીના કર્મપ્રદેશોનો વિરહ હોય છે અર્થાત્ સત્તામાં હોતા નથી પરંતુ પુનઃ મિથ્યાત્વ પ્રત્યયે બાંધે ખરો જેથી વિસંયોજના કહેવાય
3. ચારિત્રના પરિણામને છોડીને પુનઃ ગ્રહણ તે આકર્ષ કહેવાય છે.
95