________________
श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २
५ स्थानकाध्ययने उद्देशः २ आचार्यातिशेषाः ४३८ सूत्रम् ભિક્ષા જવામાં આચાર્યને નીચેનો દોષો લાગે છે– भारेण वेदणा वा, हिंडते उच्चनीयसासो वा । [बृहत्कल्प० २५७४] आइयणछडणाइ [प्रचुरपानकदेरामानादौ छादयो] गेलने पोरिसीभंगो ।।१५९।। [व्यवहार भाष्य २५७६ त्ति]
આહારના ભાર વડે પીડા થાય અથવા ટેકરા ઉપરના ગામને વિષે ઊંચા-નીચા રસ્તા હોવાથી ભિક્ષા માટે ફરવા વડે શ્વાસ (દમ) ચડે અને મૂર્છા આવવાથી વિશેષ પાણી પીવાને કારણે દર્દી–ઉલટી વગેરે થાય, તથા ગ્લાન થવાથી સૂત્રાર્થપોરિસીનો ભંગ થાય. (૧૫૯)
આ વગેરે અનેક દોષો વ્યવહારભાષ્યમાં કહેલા છે ત્યાંથી જાણવા. આ દોષો સામાન્ય સાધુને પણ પ્રાયઃ સમાન હોય છે તથાપિ ગચ્છના અથવા તીર્થના મહાનુ ઉપકાર કરનારા હોવાથી અથવા રક્ષા કરનારા હોવાથી આચાર્યનો અતિશય કહેલ છે (અર્થાત્ ભિક્ષા માટે ન જાય). કહ્યું છે કે– जेण कुलं आयत्तं, तं पुरिसं आयरेण रक्खिज्जा । न हु तुंबंमि विणट्टे, अरया साहारया होति ।।१६०।। [त्ति तृतीयः]
જે પુરુષને કુલ સ્વાધીન છે તે પુરુષની આદર વડે રક્ષા કરવી. પૈડાનો નાશ થયે છતે તેના આધારવાળા અરકોઆરાઓ હોતા નથી અર્થાત્ આચાર્ય આધારભૂત છે (૧૬૦) – આ ત્રીજો અતિશય.
ઉપાશ્રયની અંદર એક રાત્રિ પર્યત વિદ્યાદિના સાધન માટે એકાકી એકાંતમાં વસતા થકા આચાર્ય આજ્ઞાનું ઉલ્લંઘન કરતા નથી. તેમને આગળ કહેવામાં આવનાર દોષોનો અસંભવ હોય છે, બીજાને તો દોષોનો સદુભાવ છે-આ ચતુર્થ અતિશય જાણવો. એવી રીતે પાંચમો અતિશય પણ જાણવો. આ બન્નેનો ભાવાર્થ આ પ્રમાણે છે-ઉપાશ્રયની અંદર વક્ષારક-ગુપ્તસ્થાનમાં જો પૃથક્ રહે અથવા ઉપાશ્રયની બહાર શૂન્ય ગૃહાદિને વિષે રહે, તો સામાચારી નથી. ક્યા દોષો લાગે તે જણાવતાં કહે છે કેतब्भावुवओगेणं, रहिए कमादि संजमे भेदो । मेरा व लंघिया मे, वेहाणसमाद्रि निव्वेया ।।१६१।।
[व्यवहार भाष्य २६९४ त्ति] પુરુષવેદના ઉપયોગ વડે મનુષ્ય ન હોતે છતે હસ્તકર્માદિ કરવાથી સંયમમાં ભેદ-દોષ થાય છે અને મેં મર્યાદાનું ઉલ્લંઘન કર્યું એમ ઉદાસીન ભાવ (કંટાળા) વડે વૈહાયસાદિ મરણને સ્વીકારે છે. (૧૬૧) जइ वि य निग्गयभावो, तहा वि रक्खिज्जई स अन्नेहिं । वंसकडिल्ले छिन्नो वि वेणुओ पावए न महिं ।।१६२।।
[व्यवहार भाष्य २६९५ त्ति] જો કે સંયમના ભાવથી રહિત હોય તો પણ સમુદાયમાં રહેવાથી બીજા મુનિઓદ્વારા તેનું રક્ષણ કરાય છે. જેમ વંશના સમુદાયમાંથી છેદાયલ વેણુક (શાખા) પૃથિવી ઉપર પડતો નથી, કેમ કે વચમાં ઘણી વંશજાલ હોય છે. (૧૨) वीसुं वसओ दप्पा, गणि-आयरिए य होइ एमेव । सुत्तं पुण कारणियं, भिक्खुस्सवि कारणेऽणुना ।।१६३।।
[વ્યવહાર માખ્ય ર૬૬૬ ]િ. નિષ્કારણ ગર્વથી જુદા વસનારા ગણી અને આચાર્યને આ પ્રમાણે દોષ થાય છે. પ્રશ્ન-તો સૂત્રમાં એકાકી રહેવાની આજ્ઞા કેમ કરી? ઉત્તર-સૂત્રમાં કારણ પ્રસંગે એકાકી રહેવાની આજ્ઞા છે. ભિક્ષને પણ કારણે બહાર રહેવાની આજ્ઞા છે.(૧૬૩)
શું કારણ? તે કહે છેविज्जाणं परिवाडि, पव्वे पव्वे करेंति आयरिया । दिलुतो महपाणे, अंतो बाहिं च वसहीए ॥१६४।।
[व्यवहार भाष्य २६९७ त्ति
70
-