________________
५ स्थानकाध्ययने उद्देशः ३ निश्रास्थानानिधयः शौचम् ४४७ - ४४९ सूत्राणि श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ जो देइ उवस्सयं, जइवराण तवनियमजोगजुत्ताणं । तेणं दिन्ना वत्थन्नपाणसयणासणविगप्पा || २०६ ||
શ્રાવક અથવા ભદ્રક વગે૨ે જે કોઈ તપ, નિયમ, યોગ વડે યુક્ત થયેલા યતિવર્યોને ઉપાશ્રય આપે છે તેણે વસ્ત્ર, અન્ન, પાન, શયન અને આસનના પ્રકારો આપ્યા; કેમ કે વસતિના આધારથી જ વસ્ત્રાદિકનો ઉપયોગ કરાય છે. (૨૦૬) શરીરની ધર્મમાં સહાયતા પ્રસિદ્ધ જ છે. કહ્યું છે કે—
शरीरं धर्म संयुक्तं रक्षणीयं प्रयत्नतः । शरीराच्छ्रवते धर्मः पर्वतात् सलीलं यथा ।।२०७।।
धर्मं चरतः साधोर्लोके निश्रापदानि पञ्चैव । राजा गृहपतिरपरः षट्काया गण शरीरे च ॥ २०८ ॥
શરીર ધર્મ સંયુક્ત છે માટે પ્રયત્નથી પણ રક્ષણ કરવા યોગ્ય છે. જેમ પર્વત પરથી પાણી ઝરે છે તેમ શરીરથી ધર્મ ઝરે છે–હોય છે. (૨૦૭) લોકને વિષે ધર્મને આચરનાર સાધુને પાંચ નિશ્રાપદો છે, તે આ-રાજા, ગૃહપતિ, ષટ્કાય, ગણ અને શરીર. (૨૧૦) શેષ સુગમ છે. I૪૪૭
શ્રમણના નિશ્રાસ્થાનો કહ્યા, હવે નિધિરૂપ લૌકિક નિશ્રાસ્થાન પાંચ પ્રકારે પ્રતિપાદન કરતાં થકા કહે છે—'પત્ત નિહી' ત્યાવિ॰ સુગમ છે. વિશેષ એ કે–જેને વિષે અતિશય સ્થપાય છે તે નિધિ, અર્થાત્ વિશિષ્ટ રત્નસુવર્ણાદિ દ્રવ્યનું પાત્ર. નિધિની જેમ નિધિ, પુત્રરૂપ નિધિ તે પુત્રનિધિ. દ્રવ્યને મેળવનાર પુત્ર માતાપિતાના નિર્વાહનો હેતુભૂત થવાથી તેમજ સ્વભાવે તે બન્નેને (માતા-પિતાને) આનંદ અને સુખનો કરનાર હોવાથી પુત્ર નિધિરૂપ છે. અન્ય શાસ્ત્રકારોએ કહ્યું છે કે— जन्मान्तरफलं पुण्यं तपोदान समुद्भवम्। सन्ततिः शुद्धवंश्या हि परत्रेह च शर्म्मणे ।। २०९॥
શુદ્ધ વંશમાં ઉત્પન્ન થયેલી સંતતિ, તપ અને દાનથી ઉત્પન્ન થયેલ પુણ્યરૂપ જન્માંતરના ફળભૂત છે, તે આ લોક અને પરલોકને વિષે સુખને માટે થાય છે. (૨૧૦)
મિત્રરૂપ નિધિ તે મિત્રનિધિ કેમ કે અર્થ અને કામના સાધકપણાથી આનંદનો હેતુ છે. કહ્યું છે કે— कुतस्तस्यास्तु राज्य श्रीः कुतस्तस्य मृगेक्षणाः । यस्य शूरं विनीतं च नास्ति मित्रं विचक्षणम् ॥२१० ।।
જેને શૂર, વિનીત અને વિચક્ષણ મિત્ર નથી તેને રાજ્યલક્ષ્મી ક્યાંથી હોય? અને મૃગલોચની સ્ત્રી તેને ક્યાંથી હોય? અર્થાત્ ન હોય. (૨૧૦)
શિલ્પ-ચિત્ર વગેરેનું વિજ્ઞાન, તે જ નિધિ તે શિલ્પનિધિ. આ શિલ્પ વિદ્યાના ઉપલક્ષણરૂપ છે, તેથી પુરુષાર્થના સાધનભૂત હોવાથી વિદ્યા નિધિ જ ગણાય છે. કહ્યું છે કે—
विद्यया राज़पूज्यः स्याद्विद्यया कामिनीप्रियः । विद्या हि सर्वलोकस्य वशीकरणकार्म्मणम् ॥२११ ||
વિદ્યા વડે રાજાને પૂજ્ય થાય, વિદ્યા વડે કામિનીને પ્રિય થાય, તથા વિદ્યા જ સમગ્ર લોકને વશીકરણ ક૨વામાં મંત્રભૂત છે. (૨૧૧) ધનિધિ તે કોઠા૨. ૪૪૮
અનંતર નિધિ કહ્યો, તે દ્રવ્યથી પુત્રાદિ અને ભાવથી કુશલ અનુષ્ઠાનરૂપ બ્રહ્મ છે, તે વળી શૌચપણાએ કહેવાની ઇચ્છાવાળા સૂત્રકાર પ્રસંગથી શેષ શૌચને પણ કહે છે—'પંવિષે' ત્યાદ્િ॰ સ્પષ્ટ છે. વિશેષ એ કે–શુચિનો ભાવ તે શૌચ . અર્થાત્ શુદ્ધિ, તે દ્રવ્યથી અને ભાવથી એમ બે પ્રકારે છે. તેમાં પ્રથમના ચાર દ્રવ્ય શૌચ છે અને પાંચમું તો ભાવશૌચ છે. પૃથ્વી વડે-માટી વડે શૌચ અર્થાત્ ઘસવું અને લેપન કરવું, શરીરાદિથી દુર્ગચ્છનીય મળ અને ગંધનું દૂર કરવું તે પૃથ્વીશૌચ ૧, અહિં પૃથ્વીશોચનું અભિધાન કર્યો છતે પણ બીજાઓ વડે જે પૃથ્વીશૌચનું લક્ષણ કહેવાય છે તે બતાવે છે—
एका लिङ्गे गुदे तिस्रस्तथैकत्र करे दश । उभयोः सप्त विज्ञेया मृदः शुद्धौ मनीषिभिः ।
• एतच्छौचं गृहस्थानां द्विगुणं ब्रह्मचारिणाम् । त्रिगुणं वानप्रस्थानां यतीनां च चतुर्गुणम् ।।२१२ ।।
માટી વડે શુદ્ધિ લિંગને વિષે એક વાર, ગુદાસ્થાનને વિષે ત્રણ વાર, એક હાથમાં દશ વા૨ અને બન્ને હાથને વિષે સાત વાર ડાહ્યા પુરુષોએ માટી વડે શુદ્ધિ જાણવી. આ પ્રમાણે ગૃહસ્થોને શૌચ છે, બ્રહ્મચારીને એથી બમણું, વાનપ્રસ્થોને ત્રણગણું
85