________________
મૂળગાથામાં કહેલા યજ્જ શબ્દથી ઉપશમશ્રેણી અને ક્ષપકશ્રેણી લેવી. (૨૫) ઉપશમશ્રેણી :- જેમાં ક્રમશઃ અનંતગુણવિશુદ્ધ પરિણામની ધારાએ ચઢેલા જીવો ચારિત્રમોહનીયની કર્મપ્રકૃતિને ઉપશમાવે છે, તે “ઉપશમશ્રેણી' કહેવાય.
(૨૬) ક્ષપકશ્રેણી :- જેમાં ક્રમશઃ અનંતગુણ વિશુદ્ધ પરિણામની ધારાએ ચઢેલા જીવો ઘાતીકર્મોનો સંપૂર્ણ ક્ષય કરે છે, તે “ક્ષપકશ્રેણી’ કહેવાય.
એ રીતે, ગ્રન્થકારભગવંત કુલ-૨૬ વિષયો કહી રહ્યાં છે. અવસર્પિણીકાળના પાંચમા આરામાં જીવો અલ્પાયુ અને મંદબુદ્ધિવાળા હોય છે. તેથી તે જીવોને ધ્રુવબંધી વગેરે વિષયનો બોધ સહેલાઇથી કરાવવા માટે પૂજ્યશ્રી દેવેન્દ્રસૂરિમહારાજે કમ્મપયડીના બંધનકરણ અને શતકપ્રકરણમાંથી શતક નામના પાંચમા કર્મગ્રન્થની રચના કરી છે એટલે શિષ્ય પરની ઉપકારકબુદ્ધિથી થતી કર્મનિર્જરા વગેરે.... ગ્રન્થકર્તાનું અનંતરપ્રયોજન છે અને ગ્રન્થ ભણવાથી થતો બોધ વગેરે શ્રોતાનું અનંતર પ્રયોજન છે. તથા તે બન્નેનું પરંપર પ્રયોજન મોક્ષ છે.
પૂજ્યશ્રી શિવશર્મસૂરિમહારાજે અગ્રાયણી નામના બીજાપૂર્વની ક્ષીણલબ્ધિનામની પાંચમી વસ્તુના કર્મપ્રકૃતિ નામના ચોથા પ્રાભૂતના નિબંધનામના છઠ્ઠા અનુયોગદ્વારના બંધવધાન નામના ચોથાદ્વારમાંથી “શતકપ્રકરણ”ની રચના કરી છે અને તે જ આચાર્યભગવંતે અગ્રાયણીનામના બીજા પૂર્વની ક્ષીણલબ્ધિનામની પાંચમીવસ્તુના કર્મપ્રકૃતિનામના ચોથા પ્રાભૂતમાંથી “કમ્મપયડી”ની રચના કરી છે. તે શતકપ્રકરણમાંથી અને કમ્મપયડીના બંધનકરણમાંથી પૂજ્યશ્રી દેવેન્દ્રસૂરિમહારાજે શતક નામના પાંચમાકર્મગ્રન્થની રચના કરી છે. એટલે ગુરુ પરંપરાથી પ્રાપ્ત થયેલ અર્થની સાથે ગ્રન્થનો “ગુરુપર્વક્રમલક્ષણ” સંબંધ છે.
જે જીવો ધ્રુવબંધીવગેરે વિષયોને જાણવાની ઇચ્છાવાળા હોય અને તે વિષયોને સમજવાની યોગ્યતાવાળા હોય, તે આ ગ્રન્થ “અધિકારી” છે.
ભણવાના
૧૪