________________
(૧૭) પ્રકૃતિબંધ • જીવદ્વારા ગ્રહણ કરાતાં કાર્યણસ્કંધોમાં સુખદુઃખને આપવાનો સ્વભાવ નક્કી થવા પૂર્વક કર્મોનું આત્મપ્રદેશની સાથે એકમેક થવું, તે પ્રકૃતિબંધ કહેવાય.
(૧૮) સ્થિતિબંધ :- તે તે કર્મો આત્મા ઉપર કેટલો ટાઇમ ટકી રહેશે? એ નિર્ણય થવા પૂર્વક તે તે કર્મોનું આત્મપ્રદેશોની સાથે એકમેક થવું, તે સ્થિતિબંધ કહેવાય.
(૧૯) રસબંધ :- ઓછા-વધતા પ્રમાણમાં શુભાશુભ ફળ આપવાની શક્તિનો નિર્ણય થવા પૂર્વક કર્મોનું આત્મપ્રદેશોની સાથે એકમેક થવું, તે રસબંધ કહેવાય.
(૦) પ્રદેશબંધ:- જુદા જુદા સ્વભાવવાળા દરેક વિભાગને ચોક્કસ પ્રમાણમાં મળેલા કર્મદલિકના જથ્થાનું આત્મપ્રદેશની સાથે એકમેક થવું, તે પ્રદેશબંધ કહેવાય.
(૨૧) પ્રકૃતિબંધના સ્વામી :- જે જીવ જેટલી પ્રકૃતિને બાંધતો હોય, તે જીવ તેટલી પ્રકૃતિબંધનો સ્વામી કહેવાય.
(૨૨) સ્થિતિબંધના સ્વામી :- જે જીવ જે કર્મની વધુમાં વધુ સ્થિતિ બાંધતો હોય, તે જીવ તે કર્મની ઉત્કૃષ્ટસ્થિતિબંધનો સ્વામી કહેવાય. અને જે જીવ જે કર્મની ઓછામાં ઓછી સ્થિતિ બાંધતો હોય, તે જીવ તે કર્મની જઘન્યસ્થિતિબંધનો સ્વામી કહેવાય.
(૨૩) રસબંધના સ્વામી :- જે જીવ જે કર્મનો વધુમાં વધુ રસબંધ કરતો હોય, તે જીવ તે કર્મનો ઉ∞રસબંધનો સ્વામી કહેવાય અને જે જીવ જે કર્મનો ઓછામાં ઓછો રસબંધ કરતો હોય, તે જીવ તે કર્મનો જઘન્યરસબંધનો સ્વામી કહેવાય.
(૨૪) પ્રદેશબંધના સ્વામી :- જે જીવ વધુમાં વધુ કાર્યણસ્કંધોને ગ્રહણ કરતો હોય, તે ઉપ્રદેશબંધનો સ્વામી કહેવાય અને જે જીવ ઓછામાં ઓછા કાર્યણસ્કંધોને ગ્રહણ કરતો હોય, તે જપ્રદેશબંધનો સ્વામી કહેવાય.
૧૩