________________
છે. ઘાસને મૂળમાંથી ઉખડતી નથી. ભમરાઓ બધા ફુલોમાંથી થોડું થોડું મધ ચૂસે છે. તેમ સાધુ ભગવંતો ગૃહસ્થોના ઘરોમાંથી થોડી થોડી ભિક્ષા લે છે, બધું લઇ લેતા નથી.
(૭) અણગાર - અગાર એટલે ઘર. સાધુ ભગવંતોએ ઘરને છોડ્યું છે. તેથી તેમને અણગાર કહેવાય છે.
(૮) યતિ - સાધુ ભગવંતો હંમેશા મોક્ષ માટે યત્ન કરે છે. તેથી તેમને યતિ કહેવાય છે.
સાધુપણુ આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ - આ ત્રણેમાં વ્યાપક છે. આચાર્ય પણ પહેલા સાધુ હોય છે, પછી આચાર્ય બને છે. આચાર્ય બન્યા પછી પણ તેમનામાં સાધુપણું તો હોય જ છે. ઉપાધ્યાય પણ પહેલા સાધુ હોય છે, પછી ઉપાધ્યાય બને છે. ઉપાધ્યાય બન્યા પછી પણ તેમનામાં સાધુપણું તો હોય જ છે. સાધુ ભગવંતોમાં તો સાધુપણું હોય જ છે.
આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ - આ ત્રણે પ્રકારના ગુરુ ભગવંતો આપણા કરતા ઘણા ઘણા મહાન છે. માટે આપણે ખૂબ ભક્તિભાવપૂર્વક એમની ઉપાસના કરવી જોઇએ.
સમર્પણમ્