________________
તેણે પ્રભુને થોડા સમય માટે પીડા આપી. નરકમાં તેને અસંખ્ય કાળ સુધી પીડા ભોગવવી પડશે.
| (૯) દુર્ગધા રાણી : ગુરુના મેલા વસ્ત્રો અને શરીરની દુર્ગછા ન કરવી. “વસ્ત્રો ધોવાથી અને સ્નાન કરવાથી થતી જીવવિરાધનાથી ગુરુ અટકેલા છે.' એમ વિચારી તેમની અનુમોદના કરવી. મેલા વસ્ત્રો અને મેલું શરીર તો. ગુરુનો આચાર છે, ગુરુના આભૂષણ છે. ગુરુ પર દુર્ગછા કરવાથી ભયંકર ફળો ભોગવવા પડે છે.
વહોરવા આવેલા મેલા અને પરસેવાવાળા કપડા પહેરનારા મુનિની દુર્ગછા કરવાથી ધનશ્રીને બીજા ભવમાં ગણિકાને ત્યાં જન્મ, “મા” ને જ અનિષ્ટપણું અને અસહ્ય શારીરિક દુર્ગધ આ બધું ભોગવવું પડયું. આના પરથી બોધ લઇ બીજાઓએ ક્યારેય પણ કોઇ પણ મહાત્માની દુર્ગછા ના કરવી. “મહાત્માઓ શીલની સુગંધવાળા હોય છે. તેઓ જ્ઞાનગંગામાં સ્નાન કરે છે. તેઓ યોગો દ્વારા આત્માને શુદ્ધ કરે છે. માટે તેમને બાહ્ય સ્નાન, વસ્ત્રશુદ્ધિ કે બાહ્ય સુગંધની જરૂર પડતી નથી.' આમ વિચારી મહાત્માઓની અનુમોદના કરવી.
(૧૦) સીતાજી ઃ ગુરુ ઉપર આળ મૂકવું એ ગુરુની ભયંકર આશાતના છે. વેગવતી નામની એક બ્રાહ્મણપુત્રીએ એક મુનિને કાઉસ્સગ્નધ્યાનમાં ઉભેલા જોયા. મુનિ ત્યાગી અને તપસ્વી હતા. તેથી ગામના બધા લોકો તેમને વંદના કરવા આવતા હતા. આ જોઇને વેગવતીએ કુતૂહલવૃત્તિથી લાંબો વિચાર કર્યા વિના વાત વહેતી મૂકી, “આ તો ઢોંગી સાધુ છે. તમે બધા એમને કેમ નમો છો ? મેં એમને બીજા ગામમાં સ્ત્રી સાથે જોયા છે. લોકોએ આ સાંભળી મુનિને વંદન કરવાનું બંધ ક્યું. પોતાના પર આરોપ મૂકાયો જાણી મુનિએ વેગવતી ઉપર દ્વેષ ન કર્યો, પણ કલંક ન ઊતરે ત્યાં સુધી કાઉસ્સગધ્યાનમાં ઉભા રહી ગયા. તેથી દેવતાએ વેગવતીનું મોટું કાળુ અને વાંકુ કરી દીધું. પછી તે દીક્ષા લઇ પાંચમા દેવલોકમાં ગઇ. ત્યાંથી ચ્યવીને તે જનકરાજાની દીકરી સીતા થઇ. રામની સાથે લગ્ન થયા બાદ વનવાસ દરમ્યાન રાવણે સીતાનું અપહરણ કર્યું. રામ યુદ્ધ કરી સીતાને પાછા લાવ્યા. લોકોએ સીતા ઉપર ખોટો આરોપ મૂક્યો, “રાવણના ઘરે આટલા દિવસો સુધી એકલી રહેલી સીતા સતી શી રીતે હોઇ શકે ?' રામે આ સાંભળી સીતાનો જંગલમાં ત્યાગ કરાવ્યો. પછી સીતાએ અગ્નિદિવ્ય કર્યું. પછી ચારિત્ર લઇ તે બારમા દેવલોકના ઇન્દ્ર થયા.
ગુરુ ભક્તિ