________________
૭૦) ગુરુ ભગવંતનું ધ્યાન રાખવું, કાળજી રાખવી. ૭૧) ગુરુ ભગવંતના સારવાર, ઓપરેશન, ટ્રીટમેન્ટ વગેરે કરવા-કરાવવા. ૭૨) ગુરુ ભગવંતને રહેવા માટે ઉપાશ્રયોનું નિર્માણ કરવું. ૭૩) ગુરુ ભગવંતની ભક્તિ કરનારની અનુમોદના કરવી. ૭૪) ગુરુભગવંતનો ઉપદેશ સાંભળવો. ૭૫) ગુરુ ભગવંતને વહોરાવીને પછી તપનું પારણું કરવું. ૭૬) ગુરુ ભગવંતને તપનું પારણું કરાવવું. ૭૭) ગુરુ ભગવંતને વહોરાવતી વખતે વિધિ સાચવવી, અવિધિ ટાળવી. ૭૮) ગુરુ ભગવંતની દુર્ગછા ન કરવી. ૭૯) ગુરુ ભગવંત પર આરોપ ન ચડાવવો. ૮૦) ગુરુ ભગવંતને કારાવાસમાં ન પૂરવા. ૮૧) ગુરુ ભગવંતને લાકડી, ચાબુક વગેરેથી મારવા નહી. ૮૨) ગુરુ ભગવંતને હેરાન ન કરવા. ૮૩) ગુરુ ભગવંતને વહોરાવ્યા પછી પાછું ન માંગવું. ૮૪) ગુરુ ભગવંતને અનુકૂળ બનવું. ૮૫) ગુરુ ભગવંતના ચિંતા-સંક્લેશ દૂર કરવા. ૮૬) દીક્ષા પ્રસંગે નૂતન દીક્ષિતને ઉપકરણો વહોરાવવાની ઉછામણી બોલી
તેમને ઉપકરણો વહોરાવવા. ૮૭) ગોચરીના ૪૨ દોષો શીખી લઇ તે દોષોથી રહિત ગોચરી-પાણી
વગેરે ગુરુભગવંતને વહોરાવવા અને વપરાવવા. ૮૮) ગુરુ પાસે સંસારની નકામી વાતો ન કરવી. ૮૯) ગુરુનો સમય ન બગાડવો. ૯૦) ગુરુ સાથે વાત કરતી વખતે વચ્ચે બીજા સાથે વાત ન કરવી. ૯૧) ગુરુની સામે ગુસ્સો ન કરવો.
આવી અનેક રીતે ગુરુભક્તિ કરી શકાય છે. ગુરુભક્તિ કરવાનો ભાવ હોય તો તે રીતો સહજ સૂઝી આવે છે. આ બધી રીતે ગુરુભક્તિ કરીને
પોતાના જન્મને સફળ કરવો. સમર્પણ,
ગ૬૧૧૦