________________
'ગુરુનો ઉપદેશ કેવી રીતેં સાંભળવો ?
ગુરુ આપણા અજ્ઞાનરૂપ અંધકારને દૂર કરવા અને આપણા ભવભ્રમણને તોડવા આપણને ઉપદેશ આપે છે. વૈદ્ય કે ડોક્ટરની દવા વિધિપૂર્વક લેવાથી રોગ દૂર થાય છે. તેમ ગુરુનો ઉપદેશ વિધિપૂર્વક સાંભળવાથી ભવરોગ દૂર થાય છે. ગુરુનો ઉપદેશ સાભળવાની વિધિ આ પ્રમાણે છે. ૧) ગુરુનો ઉપદેશ સાંભળતી વખતે ઊંઘવું ન જોઇએ, ઝોકા ન આવવા
જોઇએ. ગુરુનો ઉપદેશ સાંભળતી વખતે બીજા સાથે વિકથા, પરસ્પર વાતો વગેરે ન કરવું જોઇએ. ' ગુરુનો ઉપદેશ સાંભળતી વખતે તે સાંભળવા સિવાયની બધી પ્રવૃત્તિ
ઓનો ત્યાગ કરવો જોઇએ. ૪) ગુરુ આવે તે પહેલા આપણે આવવું જોઇએ. ઉપદેશ શરૂ થયા પછી
આવવું એ અવિનય છે. ગુરુ ઊભા થાય ત્યારે આપણે ઊભા થવું જોઇએ. અધવચ્ચે ઊભા થવું એ અવિનય છે.
બે હાથ જોડીને ઉપદેશ સાંભળવો જોઇએ. ૭) ટેકો દઈને, પગ લાંબા કરીને ન બેસવું જોઇએ. ૮) પગ ઉપર પગ ચડાવીને ન બેસવું જોઇએ. ૯) પગ હલાવવા ન જોઇએ, ઊંચા-નીચા ન કરવા જોઇએ. ૧૦) સ્થિર બેસવું જોઇએ, શરીર હલાવવું ન જોઇએ. ૧૧) વિષયને અનુરૂપ પ્રશ્ન પૂછવા જોઇએ, વિષયાંતર થાય તેવા પ્રશ્નો ન
પૂછવા જોઇએ. ૧૨) બીજાને તોડી પાડવા, ઝગડો કરવા, કટાક્ષ કરવા પ્રશ્નો ન પૂછવા
જોઇએ, માત્ર જિજ્ઞાસાવૃત્તિથી પ્રશ્નો પૂછવા જોઇએ. ૧૩) ગુરુની ધારા તૂટી જાય તેમ પ્રશ્ન ન પૂછવા. ગુરુ અટકે ત્યારે પ્રશ્ન પૂછવા. ૧૪) સાંભળવાની ઇચ્છાથી ઉપદેશ સાંભળવો, પરાણે કે સમય પસાર કરવા
નહી. ૧૫) ઉપદેશ સાંભળતા મુખ વિસ્મિત કરવું. ૧૬) ઉપદેશ સાંભળતા આનંદ થવો જોઇએ.
૬)
સમર્પણ