Book Title: Samarpanam
Author(s): Ratnabodhivijay, Sanyambodhivijay
Publisher: Jainam Parivar
Catalog link: https://jainqq.org/explore/023299/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ સામર્પણમ ગુરૂતત્ત્વ સાથેના સંબંધ અને વ્યવહારનું તટસ્થ જૈન મૂલ્યાંકના 13 પ.પૂ. આચાર્યદેવ શ્રીમદ્ પ્રેરક વિજયભુવનભાનુસૂરીશ્વરજી મ.સા. Page #2 -------------------------------------------------------------------------- ________________ પ.પૂ. સકલસંઘહિતચિંતક આજીવન ગુરૂફુલવાસસેવી આચાર્યદેવ શ્રીમદ્ જિવનJઝઝૂરીશ્વરજી મ.ગ્રા. Page #3 -------------------------------------------------------------------------- ________________ ગુરૂભક્તિના વિવિધ પ્રકાર आहार अन्नदान गरू वंदन SEle) जल दान वस्त्रदान स्थान दान MARAXARWADROX शयन दान ՍՍՍՍՍՍՍՍՍՍՍՍՍՍՍՍՍՍՍՍՍՍՍԱՆ YAVACATLATOKala XAXEIYONXXX Dिur Page #4 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભુવનભાનુ-પદાર્થ-પરિચય-શ્રેણિ-૫ / જયઉ સવણુસાસણ-શ્રી વર્ધમાન સ્વામિને નમઃ | 1 શ્રી પ્રેમ-ભુવનભાનુ-પ-જયઘોષ-હેમચંદ્રગુરૂભ્યો નમઃ | સમર્પણમ્ (ગુરૂતત્ત્વ સાથેના સંબંધ અને વ્યવહારનું તટસ્થ જૈન મૂલ્યાંકન) -: પ્રેરક :પ.પૂ. સકલસંઘહિતચિંતક આજીવન ગુરૂકુલવાસસેવી આચાર્યદેવેશ શ્રીમદ્ વિજયભુવનભાનુસૂરીશ્વરજી મહારાજા -: લેખક :પ.પૂ. સીમંધર જિનોપાસક આચાર્યદેવ શ્રીમદ્ વિજયહેમચંદ્રસૂરીશ્વરજી મ.સા.ના શિષ્ય - પ.પૂ. જ્ઞાન-ધ્યાનનિમગ્ન મુનિરાજશ્રી રત્નબોચિવિજયજી મ.સા. -: સંયોજક :પ.પૂ. વૈરાગ્યદેશનાદક્ષ આચાર્યદેવ શ્રીમદ્ વિજયહેમચંદ્રસૂરીશ્વરજી મ.સા.ના શિષ્યરત્ન પ.પૂ. પંન્યાસજી શ્રી સંયમબોધિવિજયજી મ.સા. -: પ્રકાશક : | તા. જૈનમર્પોરd Page #5 -------------------------------------------------------------------------- ________________ વીર સં. ૨૫૪૦ - વિ. સં. ૨૦૭૦ • ઇ.સ. ૨૦૧૪ N A M E Author's Name સમર્પણમ્ Samarpanam ૫.પૂ. મુનિરાજશ્રી રત્નબોધિવિજયજી મ.સા. P.P. Munirajshree Ratnabodhiivijayji M.S. સર્વ હક્ક પ્રકાશકને સ્વાધીન...© પ્રથમ આવૃત્તિ • ૩૦૦૦ નકલ મૂલ્ય રૂા. ૧૦૦.૦૦ -: સંશોધક ઃ પ.પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજયઅજિતશેખરસૂરિજી મ.સા. પ.પૂ. પંન્યાસજી શ્રી મહાબોધિવિજયજી મ.સા. -: પ્રાપ્તિ સ્થાન : D જૈનમ્ પરિવાર, અમદાવાદ. મો. ૮૯૮૦૧૨૧૭૧૨ – દિવ્યદર્શન, ૩૯, કલિકુંડ સોસાયટી, ધોળકા, જિ. અમદાવાદ. n મયંકભાઇ પી. શાહ, મો. ૯૮૨૧૦ ૯૪૬૬૫ n દેવાંગ અરવિંદભાઇ શાહ, મો. ૯૩૨૨૨૭૭૩૧૭ n અમિતભાઇ કે. શાહ, વડોદરા મો. ૯૮૯૮૫૮૬૨૨૪ n હસિત દિપકભાઇ બંગડીવાલા, સુરત મો. ૯૪૨૭૧ ૫૮૪૦૦ Page #6 -------------------------------------------------------------------------- ________________ ' સ્વસંપત્તિના સવ્યય દ્વારા જેમણે શાસનને સમૃદ્ધ અને પોતાના પરલોકને સદ્ધર બનાવ્યા. શાસનપ્રેમી શ્રીમતી ચંદ્રિકાબેન હેમેન્દ્રભાઇ કાપડિયા પરિવાર શી ભુલાવીધીવ--પરિવાર-શોણિીની Dગુણો વિથ લી0 • શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ શ્વેતાંબર મૂર્તિ પૂજક તપગચ્છ જૈન સંઘ-ઘાટકોપર (ઈ.) • શ્રી રાંદેર રોડ શ્વેતાંબર મૂર્તિ પૂજક જૈન સંઘ-સુરત श्री भुवनभानु-पदार्थ-परिचय श्रेणि तत्त्वज्ञानश्रेणि के प्रस्तुत प्रकाशन में श्री शालिभद्र श्वेतांबर मूर्तिपूजक जैन संघ, सुरत ने अपने ज्ञाननिधिसे सुंदर लाभ लिया है। मूल्य चुकाये बिना जैन गृहस्थ इस की मालकियत न करे। Page #7 --------------------------------------------------------------------------  Page #8 -------------------------------------------------------------------------- ________________ COOD પૂજ્યપાદ ગચ્છાધિપતિશ્રીનો અનુજ્ઞાપત્ર) One24.201MLA९५-30MM PREMAINDome ६.anir n a-nigat24047-42148 minार dalimart Marahtutein-dr-IAL Grtant nam a z 24112५ 22NAARI 412 ५२१॥ THArtinatantan2043 सentrgrline सng manasaitarak Ranाज्य MEnghatanant Ram Nitilandna IR-Sant ५ सय ५२indayn सारला ) स 14nelty-2, २२012128छ Mai Amaver सcar Hinuso urcinesstvो 'सdain 2074zine A lsi At ten 2016 Manan SANSLMun40 mishtu Maitr६५irmiran RAININ५.१ na Siasara, R१९१ 2012-14 YEAm mar: 21110 20400 am awantrancin com SHINE 2012th Goym414141 Aneman Pint का Ananikar 4402004041५1५/ ५१mcin 2074 truri 26xดเหต! S4 6 มิเกหiesta ภูเกจเจ 25 266 95 เศ helminentariwari man an12.01 mar Brea कोर 40RROdhi प्रल सन 202452 104 स्र461 26212400ने मनोसार ६Latnmooin Page #9 -------------------------------------------------------------------------- ________________ วลี รุกเป็ 51 หLMs g23 นวเศ! 33,7M (0x 4 81442) หนัanty ใหze 51 หys g4 ไหว" หf ๓ ตุค 94) 9นด หา- นกกา g &tbn 3in1 2099) 30 % 24 ?ทรยศ ****ฯร ราชฯ ริเวฯ ) 999 44หนๆ + 2 สกนฯ ยูเคเห +9 ห8 g40434เนๆ 4 vt8:29/4s 4933/46 1 2 3 4 ให้ 50e6/?? 45% ด50g2kg5qr2%าเเฟ (41ค 25 21 แ442-4454 % หf 449164 54:124 (+9ม Al๖ 8- 90 59 หทศที่ใกเ 201453938 * ๕นเด 34465 ) เต!!! 21 (93 #y! 4 2-****** ดง (gogo 3159 11994 1991 สภ ห d4495 4 Gas R951 , 214464492 คน หgqr0 ศy เศเหi47 ห4(ก ตอน 23g Rฯ AM * รรหtch. *ทศ 990 2กๆ ท999 หนัก กห out 2)("25, สูต๕๖) มา 649 หi n9 - Maew9 9,212 21370 459 40 คน 41244524,4712 23199 942 99 24. 2014 เซเคิร์ที่ 27), Gsym: วริน ศ x y hi (54, เค วิวดี ?เ%43 2557 436 21 พ. {s: 249#9 ริก วิทย์ 1464 2064 5440*** เy 660 W หรูห 32 4 245 mg Jยวgay 225 ศ 24x tory434454 55 21w ngfishsg81117 ใหgth 108, 0 4G44 ใช้4 วิท14 255 2554 21:3514 g9 24, 849:44 790อง ใหd [เต!3, 57124 911 41 2044 สัT ๗๑๐ ฯgR Page #10 -------------------------------------------------------------------------- ________________ IA HOMBIRD82901241 2047 ne 2m 214217M 246५२ २१८/2xTKARIRADHABAnaming 2012151 2nhd 2031 3raman a नन. ganादा ngnaizor24.arn RANDoxyhor 2014 Sonार 200 2168 - .2018.Manp241442 aditionaries Shermo d Eeni " Keela 2ntainsa. xesy 20nni ningfasna Den23 ५ ५ 20. Puna124tan - E 26५४३ ५ er Summer Dring,५८५1314 272401 41600 120nman Real gunnar niRTS xoqunonizs 2 izninien Gerindierin hestino Agraat zama2a21nm daung H1N1 2५ 2014 * FRAF-29 davas - HIND2012 १२.422n xvind tyasian-20 Catheda MEAN U TE 2017 River 141 4441L• 203nipaySARArgun 2 Rajmmindivitiem sane, AMERaatch onnKARI zid Roon mission 20568.4.2rai-20Mit. Page #11 -------------------------------------------------------------------------- ________________ नाणं पयासगं પ્રકાશકીય અનંતજ્ઞાનગુણસંપન્ન તીર્થકર ભગવંતો મોહના અંધકારમાં અથડાતા જીવોને સુખની ઓળખ અને સાચા સુખનો માર્ગ મળે તે માટે જ્ઞાનના પ્રકાશનું છૂટે હાથે દાન કરવા કેવલજ્ઞાની બન્યા પછી રોજ બે દેશના છ કલાક જિનવાણી પ્રકાશે છે. શાસનની સ્થાપના બાદ તુર્ત જ ગણધર ભગવંતોએ વ્યક્ત કરેલી તત્ત્વજિજ્ઞાસાના પ્રત્યુત્તરમાં પ્રભુએ સમગ્ર સંસાર સ્વરૂપને ઓળખવાની ચાવી રૂપ ત્રિપદી પ્રકાશી. ‘ઉપ્પષે ઇ વા, વિગમે ઇ વા, ધુવેઇ વા', અને એ ત્રિપદીના નાના દ્વારમાં છુપાયેલો મહાતત્ત્વખજાનો ગણધર ભગવંતોએ પોતાની વિશિષ્ટ પ્રજ્ઞાથી દ્વાદશાગીરૂપે પ્રગટ કર્યો... - જિનશાસનના સારસર્વસ્વસમો એ દ્વાદશાંગીનો પ્રવાહ કાળબળે વિલુપ્ત થતો રોકવા પૂર્વાચાર્યોએ લેખન-વિવેચનસર્જન અને પ્રકરણ-ભાષ્ય આદિ ઉદ્ધરણરૂપે સતત પુરૂષાર્થ કરી ટકાવ્યો...પરંતુ કાળનું વિષમ આક્રમણ નિતનવા રૂપો ધારણ કરે છે. સંસ્કૃત-પ્રાકૃત ગિરાનો પ્રવાહ રુંધાયો અને પુણ્યપુરૂષોએ લોકબોલીમાં પ્રભુવાણીની ધારા વહાવી... - પ.પૂ. સકલસં ઘહિતચિંતક યુવાનો દ્વા૨ક આચાર્યદેવેશ શ્રીમદ્ વિજયભુવનભાનુસૂરીશ્વરજી મહારાજાએ કોઇ પુણ્યવંતી ધન્યપળે જિનશાસનના તત્ત્વજ્ઞાનને વિષયવાર વિભાજિત કરી સરળ ભાષામાં પ્રકાશિત કરવાનો વિચાર વહેતો મૂક્યો.....વર્ષો બાદ પ.પૂ. પરમાત્મભક્તિનિમગ્ન આચાર્યદેવ શ્રીમદ્ વિજય હેમચંદ્રસૂરીશ્વરજી મ.સા.ના શિષ્ય પ.પૂ. પંન્યાસજી શ્રી સંયમબોધિવિજયજી મ.સા.એ ગુરૂભક્તિથી એ વિચારને સાકાર કરવા કમર કસી, જબરદસ્ત જહેમત ઉઠાવી. અનેક મહાત્માઓને વિનંતી કરતા તે મહાત્માઓએ પણ શ્રુતભક્તિ, ગુરૂભક્તિ અને સંઘભક્તિના આ અવસરને વધાવી લીધો, જેની અમે ખૂબ ખૂબ અનુમોદના કરીએ છીએ. પ.પૂ. શાસ્ત્ર-શાસનમર્મજ્ઞ આચાર્યદેવ શ્રીમદ્ વિજયઅજિતશેખરસૂરીશ્વરજી મ.સા. તથા પ.પૂ. બહુશ્રુત પ્રવચનપટુ પંન્યાસજી શ્રી મહાબોધિવિજયજી મ.સા. એ આવેલ તમામ લખાણને પોતાની શાસ્ત્ર-પરિકર્મિત મતિથી સંશોધિત કરી આપ્યું છે તે બદલ પૂજ્યશ્રીઓના અત્યંત ઋણી છીએ. નિશ્ચિત કરેલા ૪૦ થી અધિક વિષયોમાંથી પ્રથમ ચરણ રૂપે ૧૧ પુસ્તકોનો સેટ પ્રકાશિત કરી રહ્યા છીએ, તેમાં સમર્પણમ્ (ગુરૂતત્ત્વ સાથેના સંબંધ અને વ્યવહારનું તટસ્થ જૈન મૂલ્યાંકન) પુસ્તક પ.પૂ. મુનિરાજ શ્રી રત્નબોધિવિજયજી મહારાજ સાહેબશ્રીએ આગવી શૈલીમાં અને તમામ તત્ત્વોનો સમાવેશ કરીને લખી આપેલ છે. પૂજ્યશ્રીની ઋતભક્તિની અંતરથી અનુમોદના...અમારી વિનંતિને માન આપી સુંદર પ્રસ્તાવના લખી આપનાર પ.પૂ. પંન્યાસજી શ્રી સત્યસુંદરવિજયજી મ.સા.નું ઋણ સદા શિરે રહેશે...પ્રિન્ટીંગનું કાર્ય દિલ દઇને કરી આપનાર શુભાય આર્ટ્સવાળા દિનેશભાઇ મુડકર્ણીને પણ હજારો સલામ. પ્રાન્ત, શાસનની, સંઘની, શ્રતની સર્વતોમુખી સેવા સાતત્યપૂર્વક, સમર્પણપૂર્વક અને સફળતાપૂર્વક કરી શકીએ એવી પરમકૃપાળુ પરમાત્માને પ્રાર્થના.. જૈનમ્ પરિવાર Page #12 -------------------------------------------------------------------------- ________________ ભવોદધિતારક પ.પૂ. ગુરૂદેવશ્રીનો આશિર્વાદ પત્ર नमो नमः श्रीगुरूप्रेमसूरये। सुविशायी गरछना सर्भक स्थ सिद्धांतमहाईघि खायार्य हेव समह यन्य प्रेमसूरी धरल महाराल शून्यमांश लमने विकरार सभी ड्यु संवत वृद्मो पिंडवाडा यानुमासि असँगे रच-गुरु साथै सार हाएगा हता जाने सागस्त्य थवे हयात थघने लगलग टकर लघु मुनिसोनु समाग हो रखनके ज्ञानी, गीतार्थ तपस्वी, प्रम थन बटुलो- संयमीजीको मिशाज समुदाय ना तेजो सभी जन्या. तेजोआना परघर, लवन कर सुध गुरु लगयंतनी धरछाखोली पूर्ति दुखानु अर्थ भी भेमागे यु ले स्वा पूक्यपाह अनुरुप सामायी लगयंत क्रम लक्ष्य महारान बुधवलानु सूर घर श्रेष्ठ संयम् उग्रतप साथै विशिष्ठ पानरोमन विशेषता हुती अनुशासन रखने प्राप्ति के संघनी सेवामा खायु भवन समर्पित ड्यू, अजण पुरु षार्थ ड्यौ, काननी टेली संध्या सुद्ध संप्रमत्र साधना सांधे ते खोने अत्यंत समाधि साथै परलोक भयागयु जुद्ध वरस्पति भेजी हुती, लेख प्रनुशासन खाने संघना जल्युदय मारे खनडे प्रसरण योजनाको तेमना मनमा रमती भी की त्थ अनु शासन याने संघना खल्युध्य माटे संयम, ज्ञानी तपस्वी साधुकोना दान समुहायनुं सर्वान डवु (२) ऋतु शासनना दिशा साहित्यन रक्षाका सूিत्र उन्मार्गको अतिकर प्रभु शासनकी रआ दुरकी (3) साधु साधु की नमी सेयमनु डरले माटे विशार इसका वायनाकी खापफ के set श्रासी का व्रत, पपइयाग बारे घमंत्र हाति शोमी कडेला Page #13 -------------------------------------------------------------------------- ________________ CCCCC (या भावाना वायुमंडलमा गुमराह बबली नदी पेऊन अनुशासन किद्धांतोमा व्यवस्थित करणी 어에 होष्ट हती (ड) मैने तरी पाग अनुशासनले समय शो तथा जी हरवान लाल पेठ सुध लेवान तेमनी पांसे भुवननी व्यरमआग सुती रजप्रमन्त यगे संयम लपर्नु यासल डरवानी साथै प्रभु शासन देखने સંધના અલ્ગુ घ्य मारे लेखो गुगुम्या ज्या शा सेमना शिष्याहि परिवार पाग गुरुला अर्थने सागण छपारी रहा छ, जसो साधुखो मुद्दा गयला गुस्हवेको गरछ खाने नोम च्या योगशील मुनिजनी संख्या तसे खागज वह रसो छ वायवाखो भ्रपरानो, शिवीरों, वगेरे प्रवृत्तिरतो भाग स्व गुम्देली रा मुभज सुंदर व्याल रही छ अलु शासनना भन्यो जेगोळे Yrl fam लोमनी यानेनाल पूली मारे शाहपुर खाले मानस मेहिरानी स्थापना पाग यही ग छ, लेखामा सत्याहि दया ही पाग पुक्यजनी यावेना शेप जारी गरेरी (नाग) दिदि दिषयो पर जानी नाली सरनुझे सरजलाषामा तैयार थाय रुके लेलो लाल रुप प्राप्त व्यच्छ विषया में शान सरमनाश प्राप्त यह शो तरेत नुक्याह गुरुध्यनी हरछा मार्ग स्वानो भारत भारा शिष्य चेखास सेयम्‌ बोधिलभ्यत न् हुन् हैया होते प्रास्यद्वा आन्दनो विषय पं. मध दिदा सारा शास छ. संयम तपला पगारा राधा शासन प्रलापना पाग सुंदर ऐसे ही सा डायलो तेस्रो सुहर सरजताको प्राप्त रि खेटनु ४ नातु पाग बेचनी बेड तरिक नाराधना साथै शासन रक्षा- 20ल्युध्यन गुरुध्यनी रजन्य छाया पूर्ण 5241 प्रयत्लास जने अले सइजताने पर रूष शुभेच्छा - शुभाशीष धनतेरस से २०५६ हेमचंद्रपूर सुरक्षनगर Page #14 -------------------------------------------------------------------------- ________________ સગુa. શરણં મમ ફળ કરતાં બીજનું મૂલ્ય અધિક છે. પરમ અને ચરમ સુખ એ ફળ છે, જ્યારે ગુરૂશરણ | સમર્પણ એ બીજના સ્થાને છે. ગુરૂની તાકાત કરતાં પણ સદ્ગુરૂની તાકાત અનેક ગણી વધારે છે. માત્ર શરીર અને મનની કાળજી કરે તેને ગુરૂ કહેવાય, જ્યારે આત્માની કાળજી કરે તેને સદ્ગુરૂ કહેવાય... ગુરૂ ક્યારેક આત્માને ગૌણ કરીને શરીરને-મનને પ્રાધાન્ય આપે છે જ્યારે સદગુરૂ એ શરીર અને મનને ગૌણ કરીને આત્માને પ્રાધાન્ય આપે છે. અર્થાત્ ગુરૂ આત્માના ભોગે શરીર અને મનને સાચવે છે. જ્યારે સશુરૂ આત્માના ભોગે શરીર અને મનને ક્યારેય ન સાચવે, પરંતુ શરીર અને મનના ભોગે આત્માને જરૂર સાચવે પ્રાયઃ કરીને તમામ ધર્મોમાં અપેક્ષાએ દેવ કરતાં પણ ગુરૂને વધારે મહત્ત્વ આપ્યું છે. કબીર તો ત્યાં સુધી જણાવે છે કે હરિ રૂઠે ગુરૂ ઠોર હૈ, ગુરુ રૂઠે નહીં ઠોર...” અર્થાત્ ભગવાન કદાચ કોપાયમાન થઇ જાય તો ગુરૂ દ્વારા હુંફ મળી શકે પરંતુ જો ગુરૂ રૂઠી જાય તો સાધક માટે હુંફનું કોઇ જ સ્થાન રહેતું નથી... ગુરૂનું બહુમાન એ હૃદયગત છે જ્યારે ભક્તિ એ બાહ્ય દ્રષ્ટિગત છે. બહુમાન હોય તો ભક્તિ અવશ્ય આવે જ... જૈન-જૈનેતર દર્શનોમાં ગુરૂભક્તિના પ્રભાવે આત્મિક ગુણોનો ઉઘાડ કરનારા અનેક આત્માઓ છે. જેવા કે-અનંત લબ્ધિ નિધાન શ્રી ગૌતમસ્વામિ મહારાજા આદિ. અગ્યારે ગણધર ભગવંતોએ પરમ ગુરૂની ભક્તિના પ્રભાવે અને કૃપાના પ્રભાવે અંતર્મુહૂર્ત માત્રમાં દ્વાદશાંગીની રચના કરી દીધી... તથા તાર્કિક શિરોમણિ પૂજ્ય હરિભદ્રસૂરિ મહારાજા, કલિકાલ સર્વજ્ઞ પૂજ્ય હેમચંદ્રસૂરિ મહારાજા, મહોપાધ્યાય પૂજ્ય શ્રી યશોવિજયજી મહારાજા, Page #15 -------------------------------------------------------------------------- ________________ એકલવ્ય-કબીર-સંત એકનાથ વિ.... એક અપેક્ષાએ કહવું હોય તો કહી શકાય કે “ગુરૂભક્ત જે નવિ થયું તે બીજાથી નવિ થાય...' અદ્ભુત ઉપકાર ગુરૂનો છે, માટે જ મહોપાધ્યાય પૂજ્ય યશોવિજયજી મહારાજા સમકિત સડસઠ બોલની સજઝાયના પ્રારંભમાં જ જણાવે છે કે “સમકિતદાતા ગુરૂતણો પચ્યવયાર ન થાય ભવ કોડાકોડે કરી કરતા સર્વ ઉપાય....' સ્પષ્ટ દર્શન-સત્ય દર્શન અને નિર્મળ દર્શન કરાવનારા સદ્ગુરૂનો ઉપકાર કરોડો ભવો દરમ્યાન સર્વ પ્રકારે કે સર્વ ઉપાયથી પણ વાળી શકાય તેવો નથી. અને ગુરૂની તાકાતનું વર્ણન ભક્તિરસનિમગ્ન પૂજ્ય આનંદઘનજી મહારાજા શ્રી ધર્મનાથ પરમાત્માની સ્તવનામાં જુદી રીતે વર્ણવતા કહે છે કે પ્રવચન અંજન જો સદગુરૂ કરે, પામે પરમ નિધાન..'' યાકિની મહત્તા સૂનુ પૂજ્યપાદ આચાર્ય શ્રી હરિભદ્રસૂરિ મહારાજાનો તેનાથી પણ અદ્ભુત વાત પંચસૂત્ર પૈકીના ચોથા “પ્રવજ્યા પરિપાલના' સૂત્રમાં જણાવે છે. "आयओ गुरु बहुमाणो अवंझकारणत्तेण अओ परमगुरूसंजोगो' અર્થાત્ ગુરૂનો આદર જ મોક્ષનું અમોઘ-સફલ કારણ છે. આથી ગુરૂ આદર / ભક્તિ એ મોક્ષરૂપ જ છે. અને ગુરૂભક્તિથી-ગુરૂ આદરથી પરમગુરૂ એવા તીર્થંકર પરમાત્માની શુભ પ્રાપ્તિ થાય છે. ગુરૂભક્તિની તાકાતને નજર સામે રાખીને સદ્ગુરૂની વિનય-વૈયાવચ્ચ-સમર્પણવિગેરે કરવા દ્વારા ભક્તિ કરીને ભક્ત પોતે ભગવાન બને છે. આવું જ ગુરૂભક્તિનું વર્ણન પ્રસ્તુત પુસ્તકમાં કરવામાં આવ્યું છે. જ્ઞાનના અનેક ક્ષેત્રોમાં અગ્રેસર પ્રબુદ્ધ વિર્ય મુનિશ્રી રત્નબોધિવિજયજી મ.સા. એ સરળ ભાષામાં ગુરૂભક્તિનું સુંદર વર્ણન કર્યું છે. તે વાંચીને, અનુપ્રેક્ષા કરીને ગુરૂભક્તિમાં આગળ વધીને ગુરૂભક્તિના અંતિમ ફળ તરીકે સ્વરૂપની પ્રાપ્તિ કરીએ એજ મંગલ કામના... સરસ્વતીલબ્ધપ્રસાદ, રાષ્ટ્ર-સમાજ-સંઘહિતચિંતક પ.પૂ. આચાર્યદેવ ગુરૂદેવશ્રી રત્નસુંદરસૂરીશ્વરજી મ.સા.નો શિષ્યાણ પંન્યાસ સત્યસુંદરવિજય. Page #16 -------------------------------------------------------------------------- ________________ ( ગુરુ એટલે કોણ ?) ૧. અજ્ઞાનના અંધકારને દૂર કરે તે ગુરુ એક વિદ્યાર્થી પોતાના ગુરુની સાથે ફરવા નીકળ્યો. ચાલતા ચાલતા રસ્તામાં તેણે જૂના જોડાની જોડ પડેલી જોઇ. બાજુના ખેતરમાં કામ કરતા ગરીબ માણસના એ જોડા હતા. વિદ્યાર્થીએ ગુરુને કહ્યું, “આપણે આ માણસની મશ્કરી કરીએ. એના જોડા ઝાડીમાં સંતાડી દઇએ. પછી જોઇએ એ શું કરે છે ! ગુરુએ કહ્યું, “ગરીબ માણસની મશ્કરી ન કરાય. તું એના બન્ને જોડામાં એક-એક રૂપિયો મૂકી દે. પછી આપણે જોઇએ તે શું કરે છે.” વિદ્યાર્થીએ તેમ ક્યું. પછી બન્ને સંતાઇ ગયા. કામ પૂરું કરીને પેલો ગરીબ માણસ જોડા પહેરવા ગયો, ત્યાં તેમાંથી એક-એક રૂપિયો નીકળ્યો. તેણે આજુ-બાજુ જોયું. કોઇ દેખાયું નહીં. તેણે તે રૂપિયા ખિસ્સામાં મુક્યા. પછી શુંટણીએ બેસી આકાશ સામું જોઇ તે બોલ્યો, “હે પ્રભુ ! તારો પાડ માનું છું. તારી કૃપાથી મળેલા આ રૂપિયાથી મારી માંદી પત્ની અને ભૂખ્યા છોકરાઓ મરતા બચી જશે.” વિદ્યાર્થીની આંખમાં આંસુ આવી ગયા. ગુરુએ કહ્યું, “મશ્કરી કરતા આમાં વધુ મજા આવી ને ?' વિદ્યાર્થી બોલ્યો, “તમે મને જે બોધ આપ્યો છે એ હું કદી ભૂલીશ નહી. લેવા કરતા આપવામાં વધારે આનંદ આવે છે એ હું આજે સમજ્યો.” આપણને સાચો બોધ આપે તે ગુરુ. ગુરુ આપણા મગજમાં રહેલી ખોટી સમજણોને દૂર કરે છે. ગુરુ આપણને સાચો રસ્તો બતાવે છે. ઉપર જે વાત કહી તે એક શિક્ષક અને વિદ્યાર્થીની છે. અહીં આપણે જૈનશાસનના પંચમહાવ્રતધારી ગુરુભગવંતોની વાત કરવી છે. કોઇ ઓરડામાં અંધારું હોય તો ત્યાં રહેલી વસ્તુઓ આપણને દેખાતી નથી. તે ઓરડામાં ચાલતા આપણને અથડાવું પડે છે. કોઇ માણસ દીવો કે લાઇટ કરે એટલે તેના પ્રકાશથી બધું દેખાવા લાગે છે. આપણા આત્મામાં અજ્ઞાનનો અંધકાર ફેલાયેલો છે. તેથી જ જાતનું અને જગતનું સાચું સ્વરૂપ આપણે સમજી શકતા નથી. તેથી ઉધી પ્રવૃત્તિઓ કરીને આપણે સંસારમાં ભટકવું પડે છે. ગુરુ જ્ઞાનનો પ્રકાશ ફેલાવે છે. તેમાં જાતનું અને જગતનું સાચું સ્વરૂપ દેખાય છે. પછી ધર્મપ્રવૃત્તિઓમાં ઉદ્યમ અને પાપપ્રવૃત્તિઓમાં સમર્પણમ્ Page #17 -------------------------------------------------------------------------- ________________ પ્રમાદ દ્વારા આપણું સંસારપરિભ્રમણ અટકી જાય છે. આમ ગુરુ અજ્ઞાનનો નાશ કરે છે અને જ્ઞાનનો પ્રકાશ ફેલાવે છે. હ્રયોપનિષદ્ નામના ગ્રંથમાં કહ્યું છે, `गुशब्दस्त्वन्धकारः स्यात्, रुशब्दस्तन्निरोधकः । अन्धकारनिरोधित्वाद्, गुरुरित्यभिधीयते ||४|| અર્થ - ‘ગુ’ એટલે અંધકાર. ‘રુ’ એટલે અંધકારને અટકાવનાર. તેથી જે અજ્ઞાનના અંધકારને અટકાવે છે તે ‘ગુરુ’ કહેવાય છે. - (૨) ગુરુ એ જીવંત પરમાત્મા છે હાલ આ ભરતક્ષેત્રમાં પાંચમા આરામાં જીવંત પરમાત્માનો આપણને વિયોગ છે. અહીં થયેલા પરમાત્માઓ મોક્ષમાં ગયા છે. મહાવિદેહ ક્ષેત્રમાં જીવંત પરમાત્મા છે પણ તે અહીંથી ઘણા દૂર છે. વળી અહીંથી ત્યાં અવર-જવર શક્ય નથી. મંદિરમાં રહેલા પરમાત્મા મૂર્તિરૂપે છે. તેથી જીવંત પરમાત્માના વિરહવાળા આ કાળ અને આ ક્ષેત્રમાં આપણા માટે ગુરુ એ જ જીવંત પરમાત્મા છે. જીવંત પરમાત્મા પ્રત્યે જેવા અહોભાવ, ભક્તિ, વિનય, બહુમાન વગેરે આપણે કરીએ તેવા જ અહોભાવ, ભક્તિ, વિનય, બહુમાન વગેરે ગુરુ પ્રત્યે પણ ક૨વા. ગુરુને સાક્ષાત્ પરમાત્મા માનનારને ભવાંતરમાં સાક્ષાત્ પરમાત્મા ગુરુ તરીકે મળે છે. પંચસૂત્રના ‘પ્રવ્રજ્યાપરિપાલનસૂત્ર' નામના ચોથા સૂત્રમાં કહ્યું છે, 'अओ परमगुरुसंजोगो, ततो सिद्धी असंसयं ।' અર્થ - ગુરુબહુમાનથી પરમગુરુ (પરમાત્મા)નો સંયોગ થાય છે. તેથી નિશ્ચિત મોક્ષ થાય છે. પરમાત્માના ભક્તિ-બહુમાનથી જે ફળ મળે છે તે જ ફળ ગુરુને ૫૨માત્મા માની તેમના ભક્તિ-બહુમાનથી મળે છે. ગુરુને સામાન્ય મનુષ્ય ન માનવા. ગુરુની સાથે સામાન્ય મનુષ્ય જેવો વ્યવહા૨ ક૨ના૨ો ગુરુની ઘો૨ આશાતના કરે છે અને તેના પરિણામે ભવાંતરમાં દુર્ગતિમાં જાય છે. કહ્યું છે, ‘પ્રતિમાને પથ્થર માનનારો, મંત્રને અક્ષર માનનારો અને ગુરુને મનુષ્ય માનનારો નરકમાં જાય.’ (૩) ગુરુ પરમાત્માના પ્રતિનિધિ છે ભારતના પ્રતિનિધિઓ અને અન્ય દેશના પ્રતિનિધિઓની મંત્રણા થાય ત્યારે ભારતના પ્રતિનિધિનું બહુ ગુરુ ભક્તિ Page #18 -------------------------------------------------------------------------- ________________ માન એ ભારતનું બહુમાન છે અને ભારતના પ્રતિનિધિનું અપમાન એ ભારતનું અપમાન છે. ક્રિકેટની મેચમાં ભારતનું પ્રતિનિધિત્વ કરનારા ભારતના અગ્યાર ખેલાડીઓ જીતે એટલે ભારત જીત્યું એમ કહેવાય અને એ ખેલાડીઓ હારે એટલે ભારત હાર્યું એમ કહેવાય. એ જ રીતે ગુરુ એ પરમાત્માના પ્રતિનિધિ છે. મોક્ષમાં જતી વખતે પરમાત્મા ગુરુને પોતાના પ્રતિનિધિ બનાવી ગયા છે. ગુરુ પરમાત્માની આજ્ઞા મુજબ ચતુર્વિધ સંઘનું સંચાલન કરે છે. ગુરુ પરમાત્માના પ્રતિનિધિ હોવાથી ગુરુની આરાધના એ પરમાત્માની આરાધના છે અને ગુરુની આશાતના એ પરમાત્માની આશાતના છે. માટે ગુરુને પરમાત્માના પ્રતિનિધિ માની તેમના પણ પરમાત્મા જેવા ભક્તિ-બહુમાન કરવા. (૪) હિતનો ઉપદેશ આપે તે ગુરુ - જેનાથી આપણા આત્માનું કલ્યાણ થાય તેવી હિતકારી બાબતો ગુરુ આપણને સમજાવે છે. આપણા જીવનમાં થતી અહિતકારી પ્રવૃત્તિઓને ગુરુ અટકાવે છે. (૫) ગુરુ મોક્ષમાર્ગના ભોમિયા છે ભોમિયો રસ્તાનો જાણકાર હોય છે. લાંબા-ટૂંકા રસ્તાને તે જાણે છે. રસ્તામાં આવનારા ભયસ્થાનો, મુશ્કેલીઓ વગેરેને તે જાણે છે. તેથી પોતાની સાથે આવનારાઓને તે સુક્ષિત રીતે ઇષ્ટ સ્થાન સુધી પહોંચાડે છે. ભોમિયાની સોબત કરનારો ક્યારેય ભુલો નથી પડતો. તે ઇષ્ટ સ્થાને જલ્દીથી પહોંચી જાય છે. ગુરુ એ મોક્ષમાર્ગના ભોમિયા છે. તેમણે શાસ્ત્રો ભણીને મોક્ષમાર્ગને બરાબર જામ્યો છે. ક્યા સંયોગોમાં શું કરવું ? એ બધું તેઓ જાણે છે. મોક્ષ જવાના લાંબા-ટૂંકા રસ્તા તેઓ જાણે છે. મોક્ષમાર્ગે ચાલતા આવતા વિદ્ગો, મુશ્કેલીઓ વગેરે અને તેમને નિવારવાના ઉપાયો તેઓ જાણે છે. માટે મોક્ષે જવાની ઇચ્છાવાનાએ ગુરુને ભોમિયા માની તેમની સૂચના મુજબ જ મોક્ષમાર્ગે પ્રસ્થાન કરવું. તેથી તે ક્યાંય ભૂલો પડતો નથી, ક્યાંય અટવાતો નથી અને સુરક્ષિત રીતે જલ્દીથી મોક્ષે પહોંચે છે. (૫) પરમાત્મા અને ધર્મની ઓળખાણ કરાવનાર ગુરુ છે - ગુરુ આપણને પરમાત્માની ઓળખાણ કરાવે છે. ગુરુ આપણને પરમાત્માનું મહત્વ સમજાવે છે. પરમાત્માની ગેરહાજરીમાં ધર્મનું સ્વરૂપ પણ ગુરુ જ આપણને સમજાવે છે. ગુરુ સાથે સંબંધ બાંધીએ એટલે પરમાત્મા અને ધર્મ સાથે સમર્પણમ્ Page #19 -------------------------------------------------------------------------- ________________ આપણો સંબંધ બંધાઇ જ જાય. પરમાત્મા અને ધર્મ સાથેના આપણા સંબંધમાં ગુરુ કારણભૂત છે. કોઇ મોટા ઓફિસરની ઓળખાણ કરાવી આપણું કામ પાર પાડવામાં આપણને સહાય કરનારાના ઉપકારને આપણે ભૂલતાં નથી તો સંસારસાગરથી પાર ઉતારનારા પરમાત્મા અને ધર્મની ઓળખાણ કરાવી આપણને મોક્ષે જવામાં સહાય કરનારા ગુરુના ઉપકારને આપણે શી રીતે ભૂલી શકીએ ? ગુરુ દેવતત્ત્વ અને ધર્મતત્ત્વની ઓળખાણ કરાવતા હોવાથી જ તત્ત્વત્રયીમાં ગુરુતત્ત્વનું સ્થાન દેવતત્ત્વ અને ધર્મતત્ત્વની વચ્ચે છે. (૭) ગુરુ એ ધર્માચાર્ય છે સંસારના ભોગવિલાસોમાં ગળાડૂબ રહેનારા એવા આપણને ધર્મ પમાડનારા ગુરુ છે. માટે ગુરુ ધર્માચાર્ય પણ કહેવાય છે. (૮) પાંચ મહાવ્રતો અને છઠ્ઠા રાત્રિ ભોજનવિરમણ વ્રતને ધારણ કરે તે ગુરુ - ગુરુ પાંચ મહાવ્રતોને અને રાત્રિભોજનવિરમણવ્રતને ધારણ કરે છે. તે આ પ્રમાણે - ૧. સર્વથા પ્રાણાતિપાતવિરમણ મહાવ્રત જીવનભર માટે બધા જીવોની જીવનભર માટે બધા પ્રકારના અસ જીવનભર માટે બધા પ્રકારની ચોરીનો ત્યાગ. સર્વથા મૈથુનવિરમણ મહાવ્રત જીવનભર માટે બધા પ્રકારના મૈથુ નનો ત્યાગ. સર્વથા પરિગ્રહવિરમણ મહાવ્રત - જીવનભર માટે બધા પ્રકારના પરિગ્રહનો ત્યાગ. સર્વથા રાત્રિભોજનવિરમણ વ્રત જીવનભર માટે બધા પ્રકારના રાત્રિભોજનનો ત્યાગ. આમ ગુરુ આવી ભીષ્મ પ્રતિજ્ઞાઓને ધારણ કરે છે. ગુરુ જીવનભર આ મહાવ્રતોનો ભાર થાક્યા કે મૂક્યા વિના ઉંચકે છે. સામાન્ય માણસ માટે આ પ્રતિજ્ઞાઓ એક દિવસ માટે પણ પાળવી મુશ્કેલ છે. આમ આ કાળમાં આવું દુષ્ક૨ કાર્ય કરનારા ગુરુ આપણા કરતા અનેકગણા ચઢીયાતા છે. માટે તેમની ખૂબ ભક્તિ ક૨વી અને આશાતના ટાળવી. ૨. ૩. ૪. ૫. ૬. બધા પ્રકારની હિંસાનો ત્યાગ. સર્વથા મૃષાવાદવિરમણ મહાવ્રત ત્યનો ત્યાગ. સર્વથા અદત્તાદાનવિરમણ મહાવ્રત - - ગુરુ ભક્તિ Page #20 -------------------------------------------------------------------------- ________________ ગુરુના પ્રકારો જિનશાસનમાં ગુરુના મુખ્ય ત્રણ પ્રકાર છે. તે આ પ્રમાણે - (૧) આચાર્ય, (૨) ઉપાધ્યાય અને (૩) સાધુ. (૧) આચાર્ય – જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વર્યાચાર - આ પાંચ આચારોને જે સ્વયં પોતાના જીવનમાં પાળે અને બીજા પાસે પળાવે તે આચાર્ય. તીર્થંકર ભગવાનની ગેરહાજરીમાં આચાર્ય ભગવંતો જિનશાસનની ધુરાને વહન કરે છે. | ઉપદેશમાળામાં કહ્યું છે, 'कइयावि जिणवरिंदा, पत्ता अयरामरं पहं दाउं । आयरिओहिं पवयणं, धारिज्जइ संपर्य सयलं ||१२।।' અર્થ - જિનેશ્વર ભગવંતો મોક્ષમાર્ગ બતાવીને ક્યારના ય મોક્ષમાં ગયા. હાલ આચાર્યો સંપૂર્ણ જિનશાસનને ધારણ કરે છે. | તીર્થકર ભગવાનના વિરહમાં આચાર્ય ભગવંતો તીર્થકર સમાન છે. કહ્યું છે, “થિયરસમો સૂરી'. અર્થ - આચાર્ય તીર્થકર સમાન છે. આચાર્ય સૂરિ, મુનિપતિ, મુનિનાથ, મુનિનાયક, યતિપતિ, મુનિપ્રભુ વગેરે શબ્દોથી ઓળખી શકાય છે. તેઓ સૂરિમંત્રની સાધના કરે છે. (૨) ઉપાધ્યાય - જેઓ સ્વયં ભણે અને બીજાને ભણાવે તે ઉપાધ્યાય. તેઓ યુક્તિઓ, હેતુઓ, દષ્ટાંતો વગેરે દ્વારા શાસ્ત્રીય પદાર્થો શિષ્યોને બરાબર સમજાવે છે. તેઓ તપ અને સ્વાધ્યાયમાં રત હોય છે. તેઓ શાસ્ત્રોના જાણકાર હોય છે. તેઓ વાચક, પાઠક, પંડિત વગેરે શબ્દોથી ઓળખાય છે. (૩) સાધુ - જેઓ સંયમજીવનની સાધના કરે તે સાધુ. જેઓ અન્ય સાધુઓને સહાય કરે તે સાધુ. જેઓ સંયમજીવનમાં આવતા કષ્ટો, ઉપસર્ગો અને પરીષહોને સહન કરે તે સાધુ. જેઓ ગુરુ અને અન્ય મહાત્માઓની સેવા કરે તે સાધુ. જેઓ પાંચ પ્રહરનો સ્વાધ્યાય કરે તે સાધુ. જેઓ ગુરુને સમર્પિત હોય તે સાધુ. --- જેઓ સમતા રાખે તે સાધુ. સમર્પણમ્ Page #21 -------------------------------------------------------------------------- ________________ જેઓ સંસાર છોડી સંયમ સ્વીકારે તે સાધુ. જેઓ સ્પૃહાને છોડે તે સાધુ. જેઓ સાદુ જીવન જીવે તે સાધુ. --- જેઓ સાદુ ખાય, સાદુ પહેરે, સાદુ ઓઢ, સાદુ બોલે અને સીધા ચાલે તે સાધુ. સાધુને નીચેના શબ્દોથી ઓળખી શકાય છે. (૧) સાધુ - સાધુ ભગવંતો હંમેશા મોક્ષસાધક યોગોની સાધના કરતા હોય છે. તેથી તેમને સાધુ કહેવાય છે. (૨) મુનિ - સાધુ ભગવંતો હંમેશા સારા અને ખરાબ પુદ્ગલો અને પ્રસંગોમાં રાગ-દ્વેષ ન કરવા રૂપ મૌનને ધારણ કરે છે. તેમજ તેઓ હંમેશા જગતના સ્વરૂપનું મનન કરે છે એટલે કે વિચાર કરે છે. તેથી તેમને મુનિ કહેવાય છે. (૩) સંયમી - સાધુ ભગવંતો હંમેશા ઇન્દ્રિયો અને મનને નિયંત્રણમાં રાખવા રૂપ સંયમને પાળે છે. તેથી તેમને સંયમી કહેવાય છે. (૪) શ્રમણ - સાધુ ભગવંતો હંમેશા મોક્ષ માટે શ્રમ કરે છે એટલે કે મહેનત કરે છે. તેથી તેમને શ્રમણ કહેવાય છે. (૫) નિર્ચન્થ - સાધુ ભગવંતો બહારની અને અંદરની ગાંઠો વિનાના છે. તેથી તેને નિર્ચન્થ કહેવાય છે. બહારની ગાંઠ નવ પ્રકારની છે – (૧) ક્ષેત્રજમીન, (૨) વાસ્તુ-મકાન વગેરે, (૩) સોનું, (૪) ચાંદી, (૫) ધન, (૬) અનાજ, (૭) દાસી-દાસ, (૮) પશુ-પંખી અને (૯) વાસણ વગેરે ઘરવખરી. અંદરની ગાંઠ ચોદ પ્રકારની છે – (૧) મિથ્યાત્વ - જિનેશ્વર ભગવાનના વચનો પર અશ્રદ્ધા, (૨) ક્રોધ-અપ્રીતિ-અરુચિ, (૩) માન-પોતાની મોટાઇ-બીજાની હલકાઇ, (૪) માયા-અંદરથી જુદુ-બહારથી જુદુ, (પ) લોભતૃષ્ણા-ન હોય તે મેળવવાની ઇચ્છા, આસક્તિ-હોય તે ન છોડવાની ઇચ્છા, (૬) હાસ્ય, (૭) શોક, (૮) રતિ-પૌદ્ગલિક પ્રીતિ, (૯) અરતિ-પોદ્ગલિક અપ્રીતિ, (૧૦) ભય, (૧૧) જુગુપ્સા, (૧૨) પુરુષવેદ-સ્ત્રીને ભોગવવાની ઇચ્છા, (૧૩) સ્ત્રીવેદ-પુરુષને ભોગવવાની ઇચ્છા, (૧૪) નપુંસકવેદ-સ્ત્રીપુરુષ બન્નેને ભોગવવાની ઇચ્છા. (૬) ભિક્ષુ - સાધુ ભગવંતો ભિક્ષા દ્વારા ભોજન મેળવી પોતાના શરીરને ટકાવે છે. તેથી તેને ભિક્ષુ કહેવાય છે. ગાય ઉપર ઉપરનું ઘાસ ખાય ગુરુ ભક્તિ Page #22 -------------------------------------------------------------------------- ________________ છે. ઘાસને મૂળમાંથી ઉખડતી નથી. ભમરાઓ બધા ફુલોમાંથી થોડું થોડું મધ ચૂસે છે. તેમ સાધુ ભગવંતો ગૃહસ્થોના ઘરોમાંથી થોડી થોડી ભિક્ષા લે છે, બધું લઇ લેતા નથી. (૭) અણગાર - અગાર એટલે ઘર. સાધુ ભગવંતોએ ઘરને છોડ્યું છે. તેથી તેમને અણગાર કહેવાય છે. (૮) યતિ - સાધુ ભગવંતો હંમેશા મોક્ષ માટે યત્ન કરે છે. તેથી તેમને યતિ કહેવાય છે. સાધુપણુ આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ - આ ત્રણેમાં વ્યાપક છે. આચાર્ય પણ પહેલા સાધુ હોય છે, પછી આચાર્ય બને છે. આચાર્ય બન્યા પછી પણ તેમનામાં સાધુપણું તો હોય જ છે. ઉપાધ્યાય પણ પહેલા સાધુ હોય છે, પછી ઉપાધ્યાય બને છે. ઉપાધ્યાય બન્યા પછી પણ તેમનામાં સાધુપણું તો હોય જ છે. સાધુ ભગવંતોમાં તો સાધુપણું હોય જ છે. આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ - આ ત્રણે પ્રકારના ગુરુ ભગવંતો આપણા કરતા ઘણા ઘણા મહાન છે. માટે આપણે ખૂબ ભક્તિભાવપૂર્વક એમની ઉપાસના કરવી જોઇએ. સમર્પણમ્ Page #23 -------------------------------------------------------------------------- ________________ આચાર્યના ગુણો વ્યક્તિના ગુણો જાણ્યા પછી તેના પ્રત્યે અહોભાવ વધી જાય છે અને તેની ભક્તિ ક૨વા મન ઉત્કંઠિત બને છે. માટે હવે ગુરુ ભગવંતોના ગુણોનું વર્ણન કરીશું. તેમાં સૌ પ્રથમ આચાર્ય ભગવંતના ગુણોને જાણીએ. આચાર્ય ભગવંત અનેક ગુણોના સ્વામી છે. છતાં તેમના મુખ્ય છત્રીસ ગુણો છે. તે આ પ્રમાણે – (૧) પાંચ ઇન્દ્રિયોનું નિયંત્રણ કરનારા - સ્પર્શનેન્દ્રિય, રસનેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય અને શ્રોત્રેન્દ્રિય-આ પાંચ ઇન્દ્રિયો છે. સ્પર્શ, રસ, ગંધ, રૂપ અને શબ્દ-એ પાંચ ઇન્દ્રિયોના ક્રમશઃ પાંચ વિષયો છે. ઇન્દ્રિયોનો સારા કે ખરાબ વિષયોની સાથે સંપર્ક થતા આચાર્ય ભગવંતો તેમાં રાગ-દ્વેષ કરતા નથી. (૨) બ્રહ્મચર્યની નવ વાડોનું પાલન કરનારા ગાય-ભેંસ વગેરેનું રક્ષણ કરવા તેમની ચારે બાજુ વાડ કરાય છે. તેમ નવ વાડોથી બ્રહ્મચર્યનું રક્ષણ થાય છે. તે નવ વાડ આ પ્રમાણે છે – – (૧) વસતિ - સ્ત્રી, પશુ, નપુંસક રહિત સ્થાનમાં રહેવું તે. (૨) કથા - સ્ત્રીની સાથે કે સ્ત્રીસંબંધી કથા ન કરવી તે. (૩) નિષદ્યા - સ્ત્રીની સાથે એક આસન પર ન બેસવું, સ્ત્રીના ઉઠ્યા પછી પણ ત્યાં બે ઘડી સુધી ન બેસવું તે. (૪) ઇન્દ્રિય - સ્ત્રીના અંગોપાંગ નીરખવા નહીં તે. (૫) કુદંતર - જ્યાં ભીંતના અંતરે સ્ત્રી રહેતી હોય અને તેના શબ્દો સંભળાતા હોય તેવા સ્થાનમાં ન રહેવું તે. (૬) પૂર્વક્રીડિત - સ્ત્રીની સાથે પૂર્વે ગૃહસ્થાવસ્થામાં કરેલી કામક્રીડાનું સ્મરણ ન કરવું તે. કુતૂહલથી સ્ત્રીની સાથે કામક્રીડાના વિચારો ન કરવા. (૭) પ્રણીતભોજન - વિગઇઓથી ભરપૂર ભોજન ન કરવું તે. (૮) અતિમાત્રભોજન - અતિ ઘણો આહાર ન કરવો તે. (૯) વિભૂષા - શરીર, કપડા, પાત્રા વગેરેની વિભૂષા ન કરવી તે. આચાર્ય ભગવંત બ્રહ્મચર્યની આ નવે વાડોનું સુંદર પાલન કરે છે. (૩) ચાર કષાયોને વર્જનારા - આચાર્ય ભગવંતો ક્રોધ, માન, માયા અને લોભ-આ ચારે કષાયોથી રહિત હોય છે. ८ ગુરુ ભક્તિ Page #24 -------------------------------------------------------------------------- ________________ (૪) પાંચ મહાવ્રતોનું પાલન કરનારા - આચાર્ય ભગવંતો પૂર્વે કહેલા પાંચ મહાવ્રતોનું પાલન કરે છે. (૫) પાંચ પ્રકારના આચારનું પાલન કરનારા - આચાર્ય ભગવંતો પૂર્વે કહેલા પાંચ પ્રકારના આચારોનું પાલન કરે છે. (૬) પાંચ સમિતિનું પાલન કરનારા - શાસ્ત્રમાં કહેલી વિધિ મુજબ સારી પ્રવૃત્તિ કરવી તે સમિતિ. તે પાંચ પ્રકારની છે. તે આ પ્રમાણે - ૧) ઇર્યાસમિતિ - લોકોથી ખૂંદાયેલા, પ્રકાશવાળા રસ્તા ઉપર જીવોની રક્ષા માટે સાડા ત્રણ હાથ જેટલી ભૂમિને જોતા જોતા ઉપયોગપૂર્વક ચાલવું તે. ૨) ભાષાસમિતિ - મુહપત્તિના ઉપયોગપૂર્વક નિરવ (પાપ ન લાગે તેવા) વચનો બોલવા તે. આરંભની અનુમોદનાના વચનો, અસત્ય વચનો, આદેશના વચનો, જ-કારપૂર્વકના વચનો એ સાવદ્ય (પાપ લાગે તેવા) વચનો છે. તેનાથી વિપરીત વચનો તે નિરવદ્ય વચનો. ૩) એષણા સમિતિ - બેતાલીસ દોષ રહિત આહાર, પાણી વગેરે ગ્રહણ કરવા તે. ૪) આદાનભાંડમાત્રનિક્ષેપણાસમિતિ - વસ્તુ લેતા-મૂકતા, બારીબારણા ખોલતા-બંધ કરતા, પાટ-પાટલા ખસેડતા, બેસતા-ઊઠતા જોવું તથા પ્રમાર્જવું તે. ૫) પારિષ્ઠાપનિકાસમિતિ - મળ, મૂત્ર, કફ, થુંક, વમન, પરુ, લોહી, નાકનો મેલ, અશુદ્ધ આહાર-પાણી, નિરુપયોગી વસ્ત્ર વગેરેને વિધિપૂર્વક જીવરહિત ભૂમિમાં પરઠવવા (ત્યાગ કરવો) તે. આચાર્ય ભગવંતો પાંચ સમિતિનું પાલન કરે છે. (૭) ત્રણ ગુપ્તિનું પાલન કરનારા - મન-વચન-કાયાનું રક્ષણ કરવું તે ગુપ્તિ. તે ત્રણ પ્રકારે છે – ૧) મનગુપ્તિ - મનને અશુભ વિચારોથી રોકવું અને શુભવિચારોમાં પ્રવર્તાવવું તે. ૨) વચનગુપ્તિ - મીન રાખવું અથવા સાવદ્ય વચનનો ત્યાગ કરી મુહપત્તિના ઉપયોગપૂર્વક નિરવદ્યવચનો બોલવા તે. (૩) કાયગુપ્તિ - કાયાને સાવદ્ય પ્રવૃત્તિથી અટકાવવી અને નિરવદ્ય પ્રવૃત્તિમાં પ્રવર્તાવવી તે. બીજી રીતે પણ આચાર્યના છત્રીસ ગુણો છે. તે આ પ્રમાણેસમર્પણમ્ Page #25 -------------------------------------------------------------------------- ________________ ૧) દેશયુક્ત - આર્યદેશમાં જન્મેલા હોય તે. ૨) કુળયુક્ત - કુળ એટલે પિતૃપક્ષ. જેમનું કુળ વિશુદ્ધ હોય તે. ૩) જાતિયુક્ત - જાતિ એટલે માતૃપક્ષ. જેમની જાતિ વિશુદ્ધ હોય તે. ૪) રૂપયુક્ત - સુંદર રૂપવાળા હોય તે. ૫) સંઘયણયુક્ત - શરીરના વિશિષ્ટ સામર્થ્યવાળા હોય તે. ૬) ધૃતિયુક્ત - ધૃતિ એટલે મનોબળ. સંયમ વગેરેનો નિર્વાહ કરવામાં દઢ મનોબળવાળા હોય તે. ૭) આશંસારહિત - ધર્મકથા વગેરેની પ્રવૃત્તિમાં વસ્ત્ર, ભોજન વગેરેની આશંસા વિનાના હોય તે. ૮) અવિકથન - કોઇએ અતિશય જઘન્ય કોટિનો અપરાધ ર્યો હોય ત્યારે તુચ્છતાથી ફરી ફરી તેના અપરાધ કહેવાં તે વિકલ્થન વિકલ્થન વિનાના હોય તે. ૯) માયારહિત - માયા વિનાના હોય તે. ૧૦) સ્થિરપરિપાટી - સૂત્ર-અર્થને ભૂલે નહી તે. ૧૧) ગૃહીતવાક્ય - જેમનું વચન બીજા સ્વીકારે છે. ૧૨) જિતપર્ષ – મોટી પણ સભામાં ક્ષોભ ન પામે તે. ૧૩) જિતનિદ્ર – અલ્પનિદ્રાવાળા હોય તે. ૧૪) મધ્યસ્થ - રાગ-દ્વેષ વિનાના હોય તે. ૧૫) દેશ - દેશને જાણી ઔચિત્યપૂર્વક પ્રવૃત્તિ કરે તે. ૧૬) કાલા - કાળને જાણી ઔચિત્યપૂર્વક પ્રવૃત્તિ કરે તે. ૧૭) ભાવ - ભાવ એટલે બીજાનો અભિપ્રાય. બીજાના અભિપ્રાયને જાણીને ઔચિત્યપૂર્વક પ્રવૃત્તિ કરે તે. ૧૮) આસન્નલબ્ધપ્રતિભ - હાજરજવાબી, બીજા દર્શનવાળાને જલ્દી ઉત્તર આપવાની શક્તિવાળા હોય તે. ૧૯) નાનાવિધ દેશભાષાજ્ઞ – જુદા જુદા દેશોની ભાષાને જાણે તે. ૨૦) - ૨૪) પંચવિધ આચારયુક્ત – જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચાર નું પાલન કરતા હોય તે. ૨૫) સૂત્રાર્થતદુભયશ - સૂત્ર, અર્થ અને ઉભય (સૂત્ર + અર્થ) ને જાણે તે. ૨૬) આહરણનિપુણ - દૃષ્ટાંત આપવામાં હોશિયાર હોય તે. ૨૭) હેતુ નિપુણ – સાધ્યને સિદ્ધ કરવા ઉચિત હેતુ આપવામાં કુશળ હોય તે. હું ૧૦ ટક ગુરુ ભક્તિ Page #26 -------------------------------------------------------------------------- ________________ ૨૮) ઉપનયનિપુણ - દૃષ્ટાંતથી બતાવાયેલા અર્થને પ્રસ્તુતમાં જોડવો તે ઉપનય. ઉપનય કરવામાં કુશળ હોય તે. ૨૯) નયનિપુણ - નયોમાં કુશળ હોય તે. ૩૦) ગ્રાહણાકુશલ - બીજાને સમજાવવામાં હોંશિયાર હોય તે. ૩૧) સ્વસમયવેત્તા - સ્વદર્શનને જાણે તે. ૩૨) પરસમયવેત્તા - ૫રદર્શનને જાણે તે. ૩૩) ગંભીર - જેમના હૃદયના ભાવને બીજા જાણી ન શકે તે. ૩૪) દીપ્તિમાન – જેમની પ્રતિભાને બીજા દર્શનવાલા સહન ન કરી શકે તે. ૩૫) શિવ - વિદ્યા-મંત્ર વગેરેના સામર્થ્યથી ઉપદ્રવ દૂર કરે તે. ૩૬) સૌમ્ય - જેઓ ચંદ્ર જેવા સૌમ્ય હોય તે. ગુરુગુણષત્રિશત્મત્રિંશિકા ગ્રંથમાં ગુરુના ગુણોની છત્રીસ છત્રીસીઓ બતાવી છે. એટલે આચાર્યના ૧૨૯૬ ગુણ થાય. ગુરુના ગુણોની છત્રીસ છત્રીસીઓ સંક્ષેપમાં આ પ્રમાણે છે - (૧) ચાર પ્રકારની દેશનાઓમાં નિપુણ બુદ્ધિવાળા, ચાર પ્રકારની કથાઓમાં નિપુણ બુદ્ધિવાળા, ચાર પ્રકારના ધર્મમાં નિપુણ બુદ્ધિવાળા, ચાર પ્રકારની ભાવનાઓમાં નિપુણ બુદ્ધિવાળા, સારણા, વારણા, ચોયણા, પડિચોયણામાં નિપુણ બુદ્ધિવાળા અને ચાર પ્રકારના ચાર ધ્યાનોને જાણનારા. (કુલ ૧૬) એટલે કે ચાર પ્રકારના આર્તધ્યાન. ચાર પ્રકારના રોદ્રધ્યાન ચાર પ્રકારના ધર્મધ્યાન અને ચાર પ્રકારના શુકલધ્યાનને જાણનારા. (૨) પાંચ પ્રકારના સમ્યક્ત્વમાં રત, પાંચ પ્રકારના ચારિત્રમાં રત, પાંચ મહાવ્રતોમાં રત, પાંચ પ્રકારના વ્યવહારોમાં રત, પાંચ પ્રકારના આચારોમાં રત, પાંચ પ્રકારની સમિતિઓમાં રત, પાંચ પ્રકારના સ્વાધ્યાયમાં રત, અને એક સંવેગમાં રત. સમર્પણમ્ ૧૧ Page #27 -------------------------------------------------------------------------- ________________ (૩) પાંચ ઇન્દ્રિયોને નિયંત્રણમાં રાખનારા, પાંચ વિષયોમાં રાગ-દ્વેષ નહીં કરનારા, પાંચ પ્રમાદોને ત્યજનારા, પાંચ આસ્રવોને ત્યજનારા, પાંચ નિદ્રાઓને ત્યજનારા, પાંચ કુભાવનાઓને ત્યજનારા, અને છ કાયના જીવોની રક્ષા કરનારા (૪) છ પ્રકારના વચનના દોષો જાણનારા, છ પ્રકારની લેશ્યાઓ જાણનારા, છ પ્રકારના આવશ્યકો જાણનારા, છ પ્રકારના દ્રવ્યો જાણનારા, છ પ્રકારના દર્શનો જાણનારા અને છ પ્રકારની ભાષા જાણનારા (૫) સાત પ્રકારના ભયો રહિત, સાત પ્રકારની પિંડૈષણાથી યુક્ત, સાત પ્રકારની પાનૈષણાથી યુક્ત, સાત પ્રકારના સુખોથી યુક્ત, અને આઠ પ્રકારના મદસ્થાનોથી રહિત. (૬) આઠ પ્રકારના જ્ઞાનાચારને પાળનારા, આઠ પ્રકારના દર્શનાચારને પાળનારા, આઠ પ્રકારના ચારિત્રાચારને પાળનારા, આઠ પ્રકારના આચારવાન્ વગેરે ગુણોથી યુક્ત અને ચાર પ્રકારની બુદ્ધિથી સમૃદ્ધ (૭) આઠ પ્રકારના કર્મોને જાણનારા, યોગના આઠ અંગોને જાણનારા, આઠ મહાસિદ્ધિઓને જાણનારા, યોગની આઠ દૃષ્ટિઓને જાણનારા અને ચાર પ્રકારના અનુયોગમાં નિપુણ. ૧૨. ગુરુ ભક્તિ Page #28 -------------------------------------------------------------------------- ________________ (૮) નવ તત્ત્વને જાણનારા, બ્રહ્મચર્યની નવ વાડોનું પાલન કરનારા, નવ પ્રકારના નિયાણા વિનાના અને નવકલ્પી વિહાર કરનારા. (૯) દસ પ્રકારના અસંવરથી રહિત, દસ પ્રકારના સંકુલેશથી રહિત, દસ પ્રકારના ઉપઘાતથી રહિત અને હાસ્ય વગેરે છ થી રહિત. (૧૦) દસ પ્રકારની સામાચારી પાળનારા, દસ પ્રકારના ચિત્તસમાધિસ્થાનોને પાળનારા અને સોળ પ્રકારના કષાયોને ત્યજનારા (૧૧) દસ પ્રકારના પ્રતિસેવા દોષોને જાણનારા, દસ પ્રકારના આલોચનાના દોષોને જાણનારા, ચાર પ્રકારની વિનયસમાધિને જાણનારા, ચાર પ્રકારની શ્રુતસમાધિને જાણનારા, ચાર પ્રકારની તપસમાધિને જાણનારા અને ચાર પ્રકારની આચારસમાધિને જાણનારા. (૧૨) દસ પ્રકારની વૈયાવચ્ચને કહેનારા, દસ પ્રકારના વિનયને કહેનારા, દસ પ્રકારના ધર્મને કહેનારા અને છ અકલ્યોને વર્જનારા. (૧૩) સમ્યકત્વની દસ પ્રકારની રુચિમાં નિપુણ, બાર અંગોમાં નિપુણ, બાર ઉપાંગોમાં નિપુણ, અને બે પ્રકારની શિક્ષામાં નિપુણ. (૧૪) શ્રાવકની અગ્યાર પ્રતિમાનો સારી રીતે ઉપદેશ આપનારા, શ્રાવકના બાર વ્રતોનો સારી રીતે ઉપદેશ આપનારા અને તેર ક્રિયાસ્થાનોનો સારી રીતે ઉપદેશ આપનારા. સમર્પણમ્ Page #29 -------------------------------------------------------------------------- ________________ (૧૫) બાર પ્રકારના ઉપયોગને જાણનારા, દસ પ્રકારના પ્રાયશ્ચિત્તને આપવામાં હોંશિયાર, અને ચૌદ પ્રકારના ઉપકરણોને ધારણ કરનારા. (૧૬) બાર પ્રકારના તપમાં ઉદ્યમ કરનારા, સાધુની બાર પ્રતિમામાં ઉદ્યમ કરનારા, અને બાર ભાવનાઓમાં ઉદ્યમ કરનારા. (૧૭) ચોદ ગુણઠાણાઓને જાણનારા, પ્રતિરૂપ વગેરે ચૌદ ગુણોથી યુક્ત, અને આઠ પ્રકારના સૂક્ષ્મોનો ઉપદેશ આપનારા. (૧૮) પંદર પ્રકારના યોગને કહેનારા, પંદર પ્રકારની સંજ્ઞાઓને કહેનારા, ત્રણ ગારવનો ત્યાગ કરનાર અને ત્રણ શલ્યોને વર્જનારા. (૧૯) સોળ પ્રકારના ઉદ્ગમદોષથી રહિત આહાર કરનારા, સોળ પ્રકારના ઉત્પાદનદોષથી રહિત આહાર કરનારા અને ચાર પ્રકારના અભિગ્રહમાં તત્પર. (૨૦) સોળ પ્રકારના વચનોને જાણનારા, સત્તર પ્રકારના સંયમમાં ઉદ્યમવાળા અને ત્રણ પ્રકારની વિરાધના વિનાના. (૨૧) દીક્ષા માટે અયોગ્ય પુરુષના અઢાર દોષોને ત્યજનારા, અને અઢાર પાપDાનોને ત્યજનારા. (૨૨) અઢાર હજાર શીલાંગોને ધારણ કરનારા અને અઢાર પ્રકારના બ્રહ્મચર્યને પાળનારા. (૨૩) કાઉસ્સગ્નના ઓગણીસ દોષોને ત્યજનારા અને સત્તર પ્રકારના મરણનો ઉપદેશ આપનારા. (૨૪) વીસ અસમાધિસ્થાનોને ત્યજનારા, દસ એષણાદોષોને ત્યજનારા, પાંચ ગ્રામૈષણાદોષોને ત્યજનારા અને મિથ્યાત્વને ત્યજનારા. ૧૪ ઈ ગુરુ ભક્તિ Page #30 -------------------------------------------------------------------------- ________________ (૨૫) એકવીસ શબલોને ત્યજનારા અને શિક્ષાશીલના પંદર સ્થાનોને સ્વીકારનારા. (૨૬) બાવીસ પરીષદોને સહન કરનારા અને અંદરની ચોદ ગાંઠોને ત્યજનારા. (૨૭) પાંચ વેદિકાદોષોથી રહિત પડિલેહણ કરનારા, છ દોષોથી રહિત પડિલેહણ કરનારા અને પચીસ પ્રકારનું પડિલેહણ કરનારા. (૨૮) સાધુના સત્તાવીસ ગુણોથી વિભૂષિત અને નવે કોટીથી શુદ્ધ આહાર વગેરે ગ્રહણ કરનારા. (૨૯) અઠ્યાવીસ લબ્ધિવાળા અને આઠ પ્રકારનું પ્રભાવકપણું કરનારા. (૩૦) ઓગણત્રીસ પ્રકારના પાપશુતોને વર્જનારા અને આલોચનાના સાત ગુણોને જાણનારા. (૩૧) ત્રીસ પ્રકારના મોહનીયના બંધસ્થાનોને વર્જનારા અને અંદરના છ દુશ્મનોને નિવારનારા. (૩૨) સિદ્ધોના એકત્રીસ ગુણો કહેનારા અને પાંચ જ્ઞાનોને કહેનારા. (૩૩) બત્રીસ પ્રકારના જીવોની રક્ષા કરનારા અને ચાર પ્રકારના ઉપસર્ગોને જીતનારા. (૩૪) બત્રીસ દોષોથી રહિત વંદન કરવાને યોગ્ય અને ચાર પ્રકારની વિકથા વિનાના. (૩૫) તેત્રીસ આશાતનાઓ વર્જવાને યોગ્ય અને ત્રણ પ્રકારના વીર્યાચારને પાળનારા. (૩૬) ચાર પ્રકારની આઠ ગણિસંપદાઓથી યુક્ત અને ચાર પ્રકારના વિનયમાં પ્રવૃત્ત. આચાર્યના ગુણોની છત્રીસ છત્રીસીઓ અહીં સંક્ષેપમાં કહી છે. તેમનું વિશેષ સ્વરૂપ જાણવાની ઇચ્છાવાળાએ ગુરુગુણષત્રિંશત્પત્રિશિકા ગ્રંથ, તેની સ્વોપજ્ઞ ટીકા, તેની અમે રચેલ ટીકા અને તેના ભાવાનુવાદ જોવા. આમ આચાર્ય ભગવંત આટલા બધા ગુણરત્નોના ભંડાર છે. માટે આપણી માટે અવશ્ય પૂજ્ય છે. સમર્પણમ્ Page #31 -------------------------------------------------------------------------- ________________ ઉપાધ્યાયના ગુણો ઉપાધ્યાય ભગવંતો પણ અનેક ગુણોના સ્વામી છે. તેમના મુખ્ય ગુણો પચીસ છે. તે આ પ્રમાણે - (૧) શ્રીઆચારાંગસૂત્રના જ્ઞાતા. (૨) શ્રીસૂત્રકૃતાંગસૂત્રના જ્ઞાતા. (૩) શ્રીસ્થાનાંગસૂત્રના શાતા. (૪) શ્રીસમવાયાંગસૂત્રના જ્ઞાતા. (૫) શ્રીભગવતીસૂત્રના જ્ઞાતા. (૬) શ્રીજ્ઞાતધર્મકથાંગસૂત્રના જ્ઞાતા. (૭) શ્રીઉપાસકદશાંગસૂત્રના જ્ઞાતા. (૮) શ્રીઅંતકૃદ્દશાંગસૂત્રના જ્ઞાતા. (૯) શ્રીઅનુત્તરોપપાતિકદશાંગસૂત્રના શાતા. (૧૦) શ્રીપ્રશ્નવ્યાકરણસૂત્રના શાતા. (૧૧) શ્રીવિપાકસૂત્રના શાતા. (૧૨) શ્રીઉત્પાદપૂર્વના જ્ઞાતા. (૧૩) શ્રીઅગ્રાયણીયપૂર્વના જ્ઞાતા. (૧૪) શ્રીવીર્યપ્રવાદપૂર્વના જ્ઞાતા. (૧૫) શ્રીઅસ્તિપ્રવાદપૂર્વના જ્ઞાતા. (૧૬) શ્રીજ્ઞાનપ્રવાદપૂર્વના જ્ઞાતા. (૧૭) શ્રીસત્યપ્રવાદપૂર્વના જ્ઞાતા. (૧૮) શ્રીઆત્મપ્રવાદપૂર્વના જ્ઞાતા. (૧૯) શ્રીકર્મપ્રવાદપૂર્વના જ્ઞાતા. (૨૦) શ્રીપ્રત્યાખ્યાનપ્રવાદપૂર્વના જ્ઞાતા. (૨૧) શ્રીવિદ્યાપ્રવાદપૂર્વના જ્ઞાતા. (૨૨) શ્રીકલ્યાણપૂર્વના જ્ઞાતા. (૨૩) શ્રીપ્રાણાવાયપૂર્વના જ્ઞાતા. (૨૪) શ્રીક્રિયાવિશાલપૂર્વના જ્ઞાતા અને ૧૬ ગુરુ ભક્તિ Page #32 -------------------------------------------------------------------------- ________________ (૨૫) શ્રીલોકબિન્દુસારપૂર્વના જ્ઞાતા. આમ ઉપાધ્યાય ભગવંતો જ્ઞાનના દરિયા સમાન છે. કુવા કે નદી પાસે જનારા તરસ્યા માણસની તરસ અવશ્ય છીપે છે, તેમ ઉપાધ્યાય ભગવંતો પાસે જનારા જ્ઞાનના પિપાસુઓની જ્ઞાનપિપાસા અવશ્ય છીપે છે. ઉપાધ્યાય ભગવંતો વાત્સલ્યપૂર્વક જ્ઞાનદાન કરે છે. તેઓ જ્ઞાનની સાથે વિનય પણ શિખવે છે. તેમનું જ્ઞાન શુષ્ક નથી હોતું, પણ વૈરાગ્યથી તરબતર હોય છે. આમ જ્ઞાન, વિનય, વાત્સલ્ય, વૈરાગ્ય વગેરે અનેક ગુણોના માલિક ઉપાધ્યાય ભગવંતો આપણા માટે પૂજ્ય છે. સમર્પણમ્ Page #33 -------------------------------------------------------------------------- ________________ 'સાધુના ગુણો સાધુ ભગવંતો અનેક ગુણરત્નોથી વિભૂષિત છે. તેમના મુખ્ય સત્યાવીસ ગુણો છે. તે આ પ્રમાણે - (૧) પ્રાણાતિપાતવિરમણવ્રત પાલનારા. (૨) મૃષાવાદવિરમણવ્રત પાલનારા. (૩) અદત્તાદાનવિરમણવ્રત પાલનારા. (૪) મૈથુનવિરમણવ્રત પાલનારા. (૫) પરિગ્રહવિરમણવ્રત પાલનારા. (૬) રાત્રિભોજનવિરમણવ્રત પાલનારા. (૭) પૃથ્વીકાયની રક્ષા કરનારા. (૮) અપૂકાયની રક્ષા કરનારા. (૯) તેઉકાયની રક્ષા કરનારા. (૧૦) વાયુકાયની રક્ષા કરનારા. (૧૧) વનસ્પતિકાયની રક્ષા કરનારા. (૧૨) ત્રસકાયની રક્ષા કરનારા. (૧૩) કાનનો સંયમ ધરનારા. (૧૪) આંખનો સંયમ ધરનારા. (૧૫) નાકનો સંયમ ધરનારા. (૧૬) જીભનો સંયમ ધરનારા. (૧૭) સ્પર્શનો સંયમ ધરનારા. (૧૮) લોભનો નિગ્રહ કરનારા. (૧૯) ક્ષમા ધારણ કરનારા. (૨૦) શુભભાવના ભાવનારા. (૨૧) પડિલેહણ વગેરે ક્રિયાઓ શુદ્ધ રીતે કરનારા. (૨૨) સંયમયોગોથી યુક્ત. (૨૩) મનગુપ્તિનું પાલન કરનારા. (૨૪) વચનગુપ્તિનું પાલન કરનારા. (૨૫) કાયગુપ્તિનું પાલન કરનારા. ગુરુ ભક્તિ Page #34 -------------------------------------------------------------------------- ________________ (૨૬) બાવીસ પરીષહો સહન કરનારા. (૨૭) મરણાંત ઉપસર્ગો સહન કરનારા. સાધુ ભગવંતો ચરણસિત્તરી અને કરણસિત્તરીનું પાલન કરે છે. તપ, જપ, સ્વાધ્યાય, વિનય, વૈયાવચ્ચ, પ્રભુભક્તિ, ગ્લાનસેવા, વિહાર વગેરે અનેક યોગોને સાધુ ભગવંતો સેવે છે. આ બધા ગુણપુષ્પોથી તેમનું જીવન મઘમઘતા ઉપવન જેવું બને છે. તેમની નજીક આવનારાને તે ગુણપુષ્પોની સૌરભ માણવાનું સદ્ભાગ્ય સાંપડે છે. આમ આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ-આ ત્રણ પ્રકારના ગુરુ ભગવંતો વિશ્વના સર્વશ્રેષ્ઠ કોટીના ગુરુ ભગવંત છે. તેઓ કંચન અને કામિનીના સર્વથા ત્યાગી છે. તેઓ તેમને અડતા પણ નથી. તેઓ ક્યારેય વાહનમાં બેસતા નથી. તેઓ હંમેશા ખુલ્લા પગે વિહાર કરે છે. તેમણે માતા, પિતા વગેરે સ્વજનોનો હંમેશ માટે ત્યાગ ર્યો છે. તેઓ ક્યારેય પાણીથી દ્રવ્યસ્નાન કરતા નથી. છતા જ્ઞાનગંગામાં સ્નાન કરતા તેઓ હંમેશા પ્રકુલ્લિત રહે છે. તેમણે ઘર, દુકાન, ધંધો, નોકરી વગેરેનો હંમેશ માટે ત્યાગ કર્યો છે. તેઓ માથાના અને દાઢી-મૂછના વાળનો લોચ કરે છે. તેઓ ક્યારેય સચિત્ત પાણીને અડતા નથી. તેઓ ક્યારેય વિજળી, લાઇટ, દીવા, ચૂલા, ગેસ વગેરેનો ઉપયોગ કરતા નથી. તેઓ ક્યારેય પંખાનો ઉપયોગ કરતા નથી. તેઓ ક્યારેય વનસ્પતિને અડતા નથી અને તેની ઉપર ચાલતા નથી. તેઓ કોઇ પણ જીવને કોઇ પણ રીતે પીડતા નથી. તેઓ નાનામાં નાના જીવની પણ રક્ષા કરે છે. તેઓ ઠંડી, ગરમી, વરસાદ વગેરેને સમભાવે સહન કરે છે. તેઓ કોઇ પણ પાપ કરતા નથી. તેઓ સંપૂર્ણપણે નિષ્પાપ જીવન જીવે છે. તેમના જેવું જીવન જીવનારા દુનિયામાં બીજા કોઈ નથી. તેમનું જીવન નિર્દોષ અને પવિત્ર છે. તેઓ હંમેશા પ્રભુની આજ્ઞાને વફાદાર રહે છે. તેઓ લોકોને ધર્મનો ઉપદેશ આપે છે. આમ જિનશાસનના ગુરુભગવંતો અવલ કોટીના છે. આમ ગુરુનું સ્વરૂપ, પ્રકાર અને ગુણો આપણે જોયા. આના પરથી ગુરુનું મહત્ત્વ સમજી એમના ભક્તિ-બહુમાન કરવા અને આશાતનાઓ ટાળવી એ આપણું કર્તવ્ય બને છે. એટલે હવે આગળ ગુરુના ભક્તિ-બહુમાન શી રીતે કરવા અને તેમની આશાતનાઓ શી રીતે ટાળવી એ વિષે ઉદાહરણો સહિત આપણે વિચારીશું. સમર્પણમ્ ૧૯ Page #35 -------------------------------------------------------------------------- ________________ 'ગુરુવંદનના પ્રકારો ગુરુવંદનના ત્રણ પ્રકાર છે. તે આ પ્રમાણે - (૧) ફેટાવંદન, (૨) થોભનંદન અને (૩) દ્વાદશાવર્તવંદન. (૧) ફેટાવંદન - હાથ જોડી - જરાક માથુ નમાવી નમસ્કાર કરવા તે - (બે ઢીંચણ, બે હાથ અને મસ્તક-એમાંથી એક, બે, ત્રણ કે ચાર અંગો વડે) નમસ્કાર કરે તે ફેટાવંદન છે. ફેટાવંદન સંઘમાં પરસ્પર કરાય છે, એટલે કે સાધુ-સાધુએ પરસ્પર કરવું, સાધ્વી-સાધ્વીએ પરસ્પર કરવું, શ્રાવક-શ્રાવકે પરસ્પર કરવું અને શ્રાવિકાશ્રાવિકાએ પરસ્પર કરવું, અથવા શ્રાવક સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકાને ફેટાવંદન કરે, શ્રાવિકા સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકાને ફેટાવંદન કરે, સાધ્વી સાધુસાધ્વીને ફેટાવંદન કરે અને સાધુ સાધુને ફેટાવંદન કરે. રસ્તામાં મળે ત્યારે નાના-મોટા સાધુઓ એક-બીજાને “મર્થીએણ વંદામિ' કહે તે ફેટાવંદન. ગોચરીથી આવીને પોતાના ઉપાશ્રયમાં પેસતાં બધા સાધુઓને ઉદ્દેશીને “નિસાહિ નમો ખમાસમણા' કહેવાય છે અને પછી આચાર્ય કે વડિલ પાસે જઇને “મથએ વંદામિ' કહેવાય છે તે ફેટાવંદન છે. ગોચરી સિવાય પણ પોતાના ઉપાશ્રયમાં પેસતા વડિલોને “નમો ખમાસમણા” અને બાકીના સાધુઓને “મર્થીએણ વંદામિ' કહેવાય છે તે ફેટાવંદન છે. વંદન કરતા નાના સાધુ-સાધ્વી વગેરેને વંદન લેનાર રત્નાધિક સાધુ વગેરે સામું જે “મર્થીએણ વંદામિ' કહે છે તે ફેટાવંદન છે. મકાનમાંથી બહાર જતી વખતે વડિલને મત્યએણ વંદામિ' કહેવું તે ફેટાવંદન છે. બહાર જવા સાથે નીકળેલ સાધુઓથી છૂટા પડતા કે પછી સાથે ભેગા થતા “મFએણ વંદામિ' કહેવું તે ફેટાવંદન છે. આ રીતે સાધ્વીઓએ સાધ્વી માટે સમજવું. સાધ્વીઓએ રસ્તામાં સાધ્વીઓને “મર્થીએણ વંદામિ' કરવું પણ કોઇપણ સાધુને કરવાનું હોતું નથી. તેમ સાધુએ રસ્તામાં સાધ્વીને “મર્થીએણ વંદામિ' કરવાનું હોતું નથી. સાધ્વીઓ પર્વતિથિએ કે વાચના વખતે વંદન કરે ત્યારે વડિલને પહેલા હું ૨૦ ગુરુ ભક્તિ Page #36 -------------------------------------------------------------------------- ________________ ‘મત્થએણ વંદામિ’ કહે તે ફેટાવંદન છે. શ્રાવકોએ સાધુઓને અને શ્રાવિકાઓએ સાધ્વીઓને રસ્તામાં આ ફેટાવંદન કરવાનું હોય છે. શ્રાવકે સાધ્વીના ઉપાશ્રયમાં કારણે જાય ત્યારે તેમજ પોતાને ત્યાં વહોરવા આવ્યા હોય ત્યારે સાધ્વીજીને આ વંદન કરવાનું હોય છે. શ્રાવિકાએ સાધુ-સાધ્વીને પોતાને ઘરે વહો૨વા આવે ત્યારે આ વંદન કરવાનું હોય છે. શ્રાવક-શ્રાવિકા પરસ્પર એકબીજાને મળે ત્યારે પ્રણામ કે જય જિનેન્દ્ર કહે છે. (૨) છોભવંદન – પાંચે અંગો ભૂમિને અડે તે રીતે ખમાસપણ આપવાપૂર્વક વંદન કરવું તે છોભવંદન છે. સામાચારીથી આ વંદન બે ખમાસમણ, ઇચ્છકાર, ખમાસમણ (પદસ્થ હોય તો ખમાસમણ આપવું, પદસ્થ ન હોય તો ખમાસમણ ન આપવું), અબ્દુટ્ઠિયો ને ઉપર ખમાસમણ દેવા રૂપ છે. થોભવંદન પણ કહેવાય છે. આ આ છોભવંદન સાધુઓ વિડલ સાધુઓને કરે, સાધ્વીઓ બધા સાધુઓને અને વડિલ સાધ્વીઓને કરે, શ્રાવકો સાધુઓને કરે અને શ્રાવિકા સાધુ-સાધ્વીને કરે. રોજ પોતાના ઉપાશ્રયમાં રહેલા સાધુ કે સાધ્વીને એકવાર વંદન કરવું. અન્ય ઉપાશ્રયમાં રહેલા સાધુ કે સાધ્વીને પર્વતિથિએ વંદન કરવું. જેમ દૂત વંદન કરીને વાત જણાવે અને પછી જવાની રજા મળતા વંદન કરીને જાય તેમ ઇચ્છકાર પૂર્વે અને અબ્બુઢિઓ પછી ખમાસમણ છે. શ્રાવકોએ સાધ્વીઓને આ વંદન કરવાનું હોતું નથી. (૩) દ્વાદશાવર્ત વંદન આ વંદન સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા સાધુને કરે. નાના પર્યાયવાળા સાધુ મોટા પર્યાયવાળા સાધુને આ વંદન કરે. આ વંદનમાં વાંદણા સૂત્રમાં પોતાના હાથથી ગુરુના ચરણે અને પોતાના લલાટે સ્પર્શ કરતા બાર આવર્ત થાય છે. તેથી આ દ્વાદશાવર્તવંદન કહેવાય છે. - આ વંદનમાં ઇરિયાવહિ, ખમાસમણ, મુહપત્તિ, બે વાંદણા, ઇચ્છકાર, ખમાસમણ, અબ્યુટિયો, બે વાંદણા, બહુવેલના બે આદેશ આવે. મુખ્ય આચાર્ય કે પદસ્થ પાસે આ વંદનમાં લઘુ પ્રતિક્રમણ ભેગું કરીને વંદન કરવું, જે હાલમાં ‘રાઇમુહપત્તિ' તરીકે ઓળખાય છે. તેની સમર્પણમ ૨૧ Page #37 -------------------------------------------------------------------------- ________________ વિધિ-ઇરિયાવહિ, ખમાસમણ, મુહપત્તિ, બે વાંદણા, રાઇઅં આલોઉં, સવ સવિ, બે વાંદણા, ઇચ્છકાર, ખમાસમણ, અભુઢિઓ, બે વાંદણા, બહુવેલના બે આદેશ. દ્વારિકા નગરીમાં નેમિનાથ ભગવાન પધાર્યા. કૃષ્ણમહારાજ પ્રભુને વંદન કરવા ગયા. પ્રભુને વંદન કરીને તેમણે અઢાર હજાર સાધુ ભગવંતોને દ્વાદશાવર્ત વંદનથી વાંદ્યા. પછી પ્રભુ પાસે આવી તેઓ બોલ્યા, “પ્રભુ ! આજે થાકી ગયો.” પ્રભુએ કહ્યું, “આજે તારો થાક ઊતરી ગયો.” કૃષ્ણ પૂછ્યું, “શી રીતે ?' પ્રભુ બોલ્યા, “અઢાર હજાર સાધુઓને દ્વાદશાવર્ત વંદન કરવાથી તને ત્રણ લાભ થયા - (૧) તીર્થકર નામકર્મ બંધાયું, (૨) ક્ષાયિક સમ્યકત્વ મળ્યું અને (૨) તારી ચાર નરક તૂટી ગઈ, એટલે પહેલા તું સાતમી નરકમાં જવાનો હતો, હવે તારે ત્રીજા નરકમાં જવાનું છે.” આમ દ્વાદશાવર્ત વંદનનો આવો અચિંત્ય મહિમા છે. વંદન કરવાથી વંદનીયના ગુણોની અનુમોદના થાય છે અને એ ગુણો આપણામાં આવે છે. માટે ત્રણે પ્રકારના ગુરુવંદનમાં યથાશક્તિ અવશ્ય પ્રયત્નશીલ બનવું. હું ૨૨ 2 ગુરુ ભક્તિ Page #38 -------------------------------------------------------------------------- ________________ ગુરુવંદન કોને કરવું ? ગુરુવંદન આચાર્ય વગેરે પાંચ સુગુરુઓને ક૨વું. આચાર્ય વગેરે પાંચ સુગુરુઓનું સ્વરૂપ આ પ્રમાણે છે . - (૧) આચાર્ય - ગણના નાયક, સૂત્ર-અર્થના જાણકા૨ અને અર્થની વાચના આપનાર તે આચાર્ય. (૨) ઉપાધ્યાય ગણના નાયક થવાને યોગ્ય (નાયક સમાન), સૂત્ર-અર્થના જાણકા૨ અને સૂત્રની વાચના આપનાર તે ઉપાધ્યાય. (૩) પ્રવર્તક - સાધુઓને તપ, સંયમ વગેરે યોગોમાં યથાયોગ્ય રીતે પ્રવર્તાવે અને ગચ્છની ચિંતા કરે તે પ્રવર્તક. (૪) સ્થવિર - પ્રવર્તકે સાધુઓને જે તપ, સંયમ વગેરે યોગોમાં પ્રવર્તાવ્યા હોય તેમાં સીદાતા (ઉત્સાહ વિનાના) સાધુઓને આલોક-પરલોકના નુકસાનો બતાવીને તે તે યોગમાં સ્થિર કરે તે સ્થવિર. તે ત્રણ પ્રકારના છે. (૧) જ્ઞાનસ્થવિર - બહુશ્રુત હોય તે. (૨) વયસ્થવિર - ૬૦ વર્ષથી વધુ ઉંમરવાળા હોય તે. (૩) પર્યાયસ્થવિર - ૨૦ વર્ષથી વધુ દીક્ષાપર્યાયવાળા હોય તે. (૫) રત્નાધિક - દીક્ષાપર્યાયમાં મોટા હોય તે રત્નાધિક. તેમને ગણાવચ્છેદક પણ કહે છે. તે ગચ્છના કાર્ય માટે, ક્ષેત્ર-ઉપધિ વગેરેના લાભ માટે વિહા૨ ક૨ના૨ા હોય છે અને સૂત્ર-અર્થના જાણકાર હોય છે. આ પાંચેને અનુક્રમે વંદન ક૨વું. અથવા કેટલાક એમ કહે છે કે પહેલા આચાર્યને વંદન કરવું, પછી રત્નાધિકના ક્રમે વંદન કરવું. આચાર્ય વગેરે ચાર દીક્ષાપર્યાયથી નાના હોય તો પણ કર્મની નિર્જરા માટે તેમને વંદન કરવું. ગુરુવંદન કોને ન કરવું ? પાર્શ્વસ્થ વગેરે પાંચ કુગુરુઓને વંદન ન કરવા. પાર્શ્વસ્થ વગેરે પાંચ કુગુરુઓનું સ્વરૂપ આ પ્રમાણે છે - (૧) પાર્શ્વસ્થ - જે સાધુઓ જ્ઞાન, દર્શન, ચારિત્રની પાસે રહે, પણ તેમની આરાધના ન કરે તે પાર્શ્વસ્થ, અથવા જે સાધુઓ કર્મબંધના હેતુરૂપ સમર્પણમ ૨૩ Page #39 -------------------------------------------------------------------------- ________________ મિથ્યાત્વ વગેરેના પાશ(જાળ)માં રહે તે પાર્શ્વસ્થ. તેમના બે પ્રકાર છે - (૧) સર્વપાર્શ્વસ્થ - સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાન-સમ્યક્ચારિત્ર વિનાના, માત્ર વેષધારી હોય તે. (૨) દેશપાર્શ્વસ્થ - કારણ વિના શય્યાતરપિંડ, અભ્યાદ્ભુતપિંડ, રાજપિંડ, નિત્યપિંડ, અગ્રપિંડ વાપરે, કુલનિશ્રાએ વિચરે, સ્થાપનાકુળોમાં પ્રવેશે, સંખડી (જમણવાર)માં ફરે, ગૃહસ્થની સ્તવના કરે તે. શય્યાતરપિંડ – સાધુ મહારાજ જેના મકાનમાં ઊતર્યા હોય તેના ઘરના અન્ન વગેરે. અભ્યાહતપિંડ – સાધુ મહારાજને વહોરાવવા માટે સામેથી ઉપાશ્રયમાં લાવેલું હોય તે. રાજપિંડ રાજાના ઘરના અન્ન વગેરે. નિત્યપિંડ - નિત્ય એક ઘરેથી આહાર લેવો તે. - અગ્રપિંડ - ગૃહસ્થે પોતાની માટે આહાર કાઢ્યા પહેલા જ ભાત વગેરેનો પહેલો અગ્ર ભાગ ગ્રહણ કરવો તે. ફુલનિશ્રા- પોતાના ભાવિત કરેલા અમુક ફુલોમાંથી જ આહાર લેવો તે. સ્થાપનાકુળ - ગુરુ વગેરેની વિશેષ ભક્તિ કરનારા કુળો. બન્ને પ્રકારના પાર્શ્વસ્થ સાધુઓ વંદન કરવાને યોગ્ય નથી. (૨) અવસન્ન - જે સાધુઓ સાધુસામાચારીમાં શિથિલ (ખેદવાળા) હોય તે અવસન્ન. તેમના બે પ્રકાર છે. - ૧) સર્વાવસત્ર - ઋતુબદ્ધપીઠલકનો ઉપભોગી હોય, સ્થાપનાપિંડને ગ્રહણ કરે અને પ્રાકૃતિકાભોજી હોય તે. ૠતુબદ્ધપીઠફલકદોષ - ચોમાસામાં સંથારા માટે પાટ વગેરે ન મળે તો વાંસ વગેરેના ઘણા કકડાઓને દોરીથી બાંધી સંથારો કરવો પડે. પિòએ તેનું બંધન છોડી ફરી પડિલેહણ કરવું જોઇએ, તે કરે નહી. અથવા સૂવા માટે વારંવાર સંથારો કરે, અથવા સંથારો પાથરેલો રાખે અથવા ચોમાસા વિના શેષ કાળમાં પાટ-પાટલા વગેરે વાપરે. સ્થાપનાપિંડ – સાધુ માટે રાખી મૂકેલા આહાર વગેરે. પ્રાકૃતિકાદોષ – સાધુ મહારાજને વહોરાવવા માટે લગ્ન વગેરે પ્રસંગો ૨૪ ગુરુ ભક્તિ Page #40 -------------------------------------------------------------------------- ________________ વહેલા-મોડા કરવા, અથવા રાંધવાનો-જમવાનો સમય વહેલો-મોડો કરવો તે. ૨) દેશાવસન્ન- પ્રતિક્રમણ, સ્વાધ્યાય, પડિલેહણ, ભિક્ષાચર્યા, ધ્યાન, ઉપવાસ વગેરે, આગમન, નિર્ગમન, સ્થાન, બેસવું, સૂવું વગેરે બધી સાધુસામાચારી ન કરે, અથવા ઓછી કે વધુ કરે, અથવા ગુરુના કહેવાથી પરાણે કરે, અથવા ગુરુમહારાજ સમજાવે તો જેમ-તેમ જવાબ આપી દે છે. આગમન સામાચારી = ઉપાશ્રયમાં પ્રવેશ કરતી વખતે પગ પ્રમાજેવા, નિતીતિ કહેવી વગેરે વિધિ તે. નિર્ગમન સામાચારી-ઉપાશ્રયમાંથી નીકળતી વખતે આવસહી કહેવી વગેરે વિધિ તે. સ્થાન સામાચારી-કાઉસ્સગ્ય વગેરેમાં ઊભા રહેવાની વિધિ છે. બન્ને પ્રકારના અવસત્ર સાધુઓ વંદન કરવાને યોગ્ય નથી. (૩) કુશીલ - જે સાધુઓ ખરાબ આચારવાળા હોય તે કુશીલ. તેમના ત્રણ પ્રકાર છે. ૧) જ્ઞાનકુશીલ - કાળ, વિનય, બહુમાન વગેરે આઠ પ્રકારના જ્ઞાનાચારની વિરાધના કરે તે. ૨) દર્શનકુશીલ - નિસંકિય, નિષ્ક્રખિય વગેરે આઠ પ્રકારના દર્શન નાચારની વિરાધના કરે તે. ૩) ચારિત્રકુશીલ - સૌભાગ્ય માટે સ્નાન વગેરેનો ઉપદેશ આપે, મંત્રેલી રાખ આપે, ભૂત-ભાવિના લાભાલાભ કહે, સ્ત્રી-પુરુષના લક્ષણ વગેરે કહે, ભિક્ષાના લાભ માટે પોતાના જાતિ વગેરે કહે, યંત્ર-મંત્ર કરે, ચમત્કાર દેખાડે, સ્વપ્નફળ કહે, જ્યોતિષ ભાખે, ઔષધ વગેરે બતાવે, કામણ-વશીકરણ કરે, સ્નાન વગેરેથી શરીરની વિભૂષા કરે-આમ અનેક રીતે ચારિત્રની વિરાધના કરે તે. આ ત્રણ પ્રકારના કુશીલ સાધુઓ વંદન કરવાને યોગ્ય નથી. (૪) સંસકૃત – જે સાધુઓ ગુણ અને દોષ બન્નેના મિશ્રણવાળા હોય તે સંસકત. જેમ ગાય વગેરે ખાવાના ટોપલામાં એઠું અને સારું ભોજન મિશ્ર થયેલું ખાય છે તેમ સંસકૃત સાધુના પાંચ મહાવ્રતરૂપ મૂળગુણો અને આહારશુદ્ધિ વગેરે ઉત્તરગુણો તેમજ અન્ય ગુણો પણ દોષોથી મિશ્ર હોય છે. મમર્પણમ્ શું ૨૫૦ Page #41 -------------------------------------------------------------------------- ________________ તેમના બે પ્રકાર છે. - ૧) સંક્લિષ્ટ સંસકૃત – હિંસા, જૂઠ, ચોરી, મૈથુન, પરિગ્રહ રૂપ પાંચ આશ્રવોથી યુક્ત, ઋદ્ધિગારવ, રસગારવ, સાતાગારવરૂપ ત્રણ ગારવોથી યુક્ત, સ્ત્રી-ઘર વગેરેના મોહમાં બંધાયેલો હોય તે. ૨) અસંક્લિષ્ટ સંસકૃત - પાર્થસ્થ વગેરે પાસે જાય ત્યારે તેવી રીતે વર્તે અને સંવિગ્ન સાધુઓ પાસે જાય ત્યારે તેવી રીતે વર્તે, રાગ વગેરે વિશેષ સંક્લેશ વિનાનો હોય તે. . (૫) યથાશૃંદ – આગમની આજ્ઞા વિરુદ્ધ પોતાની ઇચ્છા મુજબ ચાલનારો, ઉસૂત્રપ્રરૂપણા કરે, પોતાની બુદ્ધિથી મન ફાવે તેવા અર્થોની કલ્પના કરે, ગૃહસ્થના કાર્યમાં પ્રવર્તે, ગમે તેમ બોલે, સાધુના અલ્પ અપરાધમાં ઘણો ગુસ્સો કરે, સુખ-સ્વાદ-વિગઇ-ગારવમાં આસક્ત હોય વગેરે અનેક લક્ષણોવાળો હોય તે યથાછંદ. યથાર્જીદ સાધુ વંદન કરવાને યોગ્ય નથી. પાર્શ્વસ્થ વગેરે પાંચ પ્રકારના સાધુઓને વંદન કરવાથી કીર્તિ કે કર્મનિર્જરા થતી નથી, પણ કાયક્લેશ અને કર્મબંધ જ થાય છે, તેમના પ્રમાદસ્થાનોની અનુમોદનાનું પાપ લાગે છે, બીજાને પ્રમાદમાં પ્રોત્સાહન મળે છે. માટે તેમને વંદન ન કરવા. જ્ઞાન વગેરેના કારણે કે સંઘ વગેરેના કારણે ક્યારેક વંદન કરવું પડે. પ્રથમ પરિચયે શ્રાવક સાધુના વંદન, વિનય વગેરે કરે. પછી તપાસ કરતા અવંદનીય લાગે તો વંદન, વિનય કે સત્કાર કંઇ પણ ન કરે. ( સાધુએ કોની પાસે વંદન ન કરાવવું ? સાધુએ ચાર વ્યક્તિઓ પાસે વંદન ન કરાવવું, એટલે એમનું વંદન ન લેવું. તે ચાર વ્યક્તિ આ પ્રમાણે છે - (૧) દીક્ષિત માતા (૨) દીક્ષિત પિતા (૩) દીક્ષિત મોટાભાઇ વગેરે (દાદા, દાદી, નાના નાની વગેરે) (૪) રત્નાધિક. રત્નાધિકનું વંદન લેવામાં જ્ઞાન વગેરેની આશાતના છે. બાકીના ગુરુ ભક્તિ Page #42 -------------------------------------------------------------------------- ________________ ત્રણના વંદન લેવામાં માતા-પિતા વગેરેને અપ્રીતિ થવી, લોકવિરુદ્ધ, લોકનિંદા વગેરે દોષો લાગે છે. રત્નાધિક સાધુ નાના સાધુ પાસે પાઠ લે તો પૂર્વકાળે વંદન કરવાનો શાસ્ત્રીય માર્ગ હતો. હાલમાં એના સ્થાને સ્થાપનાજીને વંદન કરી રત્નાધિકે પાઠ લેવો. એ રીતે માતા, પિતા, વડિલભાઇ કે મોટી બહેને પુત્ર, પુત્રી, નાના ભાઈ કે નાની બહેન પાસે પાઠ લેવાનો હોય ત્યારે સ્થાપનાજીને વંદન કરવું. ગૃહસ્થાવસ્થામાં રહેલ માતા, પિતા, મોટાભાઈ વગેરે પાસે વંદન કરાવી શકાય. (ગુરુવંદન કોણે કરવું ? દીક્ષિત માતા, દીક્ષિત પિતા, દીક્ષિત મોટાભાઈ વગેરે અને રત્નાધિક સિવાયના બાકીના બધા સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકાઓ વંદન કરી શકે. વંદન કરનાર કેવા ગુણોવાળો હોય ? એ સંબંધમાં આવશ્યક નિર્યુક્તિમાં કહ્યું છે, 'पंचमहव्वयजुर्ता, अणलस-माणपरिवज्जियमइओ, संविग्ग-निज्जरही, किइकम्मकरो हवइ साहू ||१९९७।।' અર્થ - વંદન કરનાર સાધુ પાંચ મહાવ્રતોવાળો, આળસ વિનાનો, અભિમાન વિનાનો, મોક્ષભિલાષી અને નિર્જરાનો અર્થી હોય. ઉપલક્ષણથી અન્ય ગુણો પણ જાણવા અને સાધ્વી તેમજ ગૃહસ્થો પણ વંદનના અધિકારી જાણવા. ગુરુવંદન ક્યારે ન કરવું અને ક્યારે કરવું ? નીચે કહેલા પાંચ અવસરે વંદન ન કરૂં - (૧) ગુરુ વ્યાક્ષિપ્તચિત્તવાળા હોય - ધર્મકાર્યવિચારણા વગેરેમાં ગુરુનું ચિત્ત અત્યંત વ્યગ્ર રોકાયેલું) હોય ત્યારે વંદન ન કરવું. (૨) ગુરુ પરમુખ હોય - ગુરુ સન્મુખ ન હોય, એટલે કે બીજી બાજુ મુખ રાખીને બેઠા હોય અથવા વંદન સ્વીકારવા સિવાયની બીજી કોઇ ઇચ્છાવાળા હોય, એટલે કે બીજા કાર્યની પ્રવૃત્તિવાળા હોઇ વંદન સ્વીકારવાની સમર્પણમ્ Page #43 -------------------------------------------------------------------------- ________________ માનસિક વગેરે તૈયારીવાળા ન હોય ત્યારે વંદન ન કરવું. (૩) ગુરુ પ્રમત્ત હોય - ગુરુ નિદ્રામાં, કષાયના આવેશમાં, અપ્રશાંતતામાં અને મમત્વમાં હોય ત્યારે વંદન ન કરવું. (૪)-(૫) ગુરુ આહાર-વિહાર કરતા હોય - ગુરુ આહાર-વિહાર (લઘુનીતિ, વડી નીતિ વગેરે) કરતા હોય કે કરવાની તૈયારીવાળા હોય ત્યારે વંદન કરવું. આવા વખતે વંદન કરવાથી ધર્મકાર્યમાં અંતરાય થાય, ધર્મકાર્યનો નાશ થાય, વંદન પ્રત્યે લક્ષ્ય ન હોય, ગુસ્સો આવે, અપ્રશાંતતામાં વૃદ્ધિ થાય, અપ્રીતિ થાય, અવિનય થાય, આહાર-વિહાર-નિદ્રામાં અંતરાય થાય, નિહારનું અનિર્ગમન (લઘુનીતિ, વડી નીતિ બરાબર ઊતરે નહી) થાય વગેરે દોષો લાગે. માટે આવી પરિસ્થિતિમાં વંદન કરવું નહી. નીચે કહેલા ચાર અવસરે વંદન કરવું - (૧) ગુરુ પ્રશાંત હોય - ગુરુનું મન અન્ય કાર્યમાં વ્યગ્ર ન હોવાથી પ્રશાંત હોય ત્યારે વંદન કરવું. (૨) ગુરુ આસન પર બેઠેલા હોય - ગુરુ ઊભા ન હોય, ચાલતા ન હોય, આહાર-વિહાર કરતા ન હોય અને કરવાની તૈયારીવાળા ન હોય, પોતાના આસન પર બેઠેલા હોય ત્યારે વંદન કરવું. (૩) ગુરુ ઉપશાંત હોય - ગુરુ ગુસ્સા, નિદ્રા વગેરેમાં ન હોય ત્યારે વંદન કરવું. (૪) ગુરુ ઉપસ્થિત હોય - ગુરુ વંદન સ્વીકારવાની અને વંદન વખતે શિષ્યને “છંદેણ” વગેરે વચનો કહેવાની તૈયારીવાળા હોય ત્યારે વંદન કરવું. વંદન કરનાર માટે જેમ ગુણીને વંદન કરવાની વિધિ છે તેમ વંદન લેનારની પણ ફરજ છે કે અતિમહત્ત્વનું કાર્ય કે વિશેષ વિક્ષેપ ન હોય તો સુખશાતાધર્મલાભ વગેરે જવાબ આપવો. આવા અવસરે ગુરુની રજા લઇને વંદન કરવું. રજા વિના સામાન્ય રીતે કોઇ કાર્ય થાય નહી, તો વંદન તો ન જ થાય, માટે રજા લઇને વંદન કરવું. ગુરુ ભક્તિ Page #44 -------------------------------------------------------------------------- ________________ ન શા માટે કરવું ? ગુરુવંદન કરવાના આઠ કારણો છે. તે આ પ્રમાણે - (૧) પ્રતિક્રમણ કરવા માટે વંદન કરવું - પ્રતિક્રમણમાં ચાર વાર વાંદણા આવે છે તે પ્રતિક્રમણ માટેના વંદનરૂપ છે. (૨) સ્વાધ્યાય માટે વંદન કરવું – ગુરુ પાસે વાચના લેતી વખતે ગુરુને સ્વાધ્યાય પ્રસ્થાપનાનું, પવેયણાનું અને પઠન બાદ કાળવેળાનું-એમ ત્રણ વાર વંદન કરવું. (૩) કાઉસ્સગ્ન કરવા માટે વંદન કરવું - યોગોહનમાં આયંબિલ છોડી નવિનું પચ્ચખાણ કરવા માટેના કાઉસગ્ગ માટે રજા માંગતા પહેલા વાંદણા આપવા તે, નંદીસૂત્ર સાંભળવા અંગેના કાઉસ્સગની રજા માંગતા પહેલા વાંદણા આપવા તે, એ જ રીતે બીજા કાઉસ્સગ્ગો માટે પણ રજા માંગતા પહેલા વાંદણા આપવા તે કાઉસ્સગ્ગ માટેના વંદનરૂપ છે. (૪) અપરાધ ખમાવવા માટે વંદન કરવું - ગુરુ પ્રત્યે થયેલા અપરાધને ખમાવવા માટે વંદન કરવું. (૫) પ્રાપૂર્ણક (મહેમાન સાધુ)ને વંદન કરવું - બહારથી નવા મહેમાન સાધુ આવે તો ઉપાશ્રયમાં રહેલા નાના સાધુઓએ આચાર્ય કે રત્નાધિકને વંદન કરી તેમને પૂછીને નવા આવેલા મહેમાન સાધુને વંદન કરવું. આવનારા સાધુ નાના હોય તો તે જ ઉપાશ્રયમાં રહેલા મોટા સાધુઓને વંદન કરે. (૬) આલોચના કરવા માટે વંદન કરવું - જેમને આલોચના આપવાની હોય અને જેમની પાસેથી પ્રાયશ્ચિત્ત લેવાનું હોય તેમને પહેલા વંદન કરવું. આલોચના-પ્રાયશ્ચિત્ત નાના સાધુ પાસે કરવાના હોય તો સ્થાપનાજીને વંદન કરવું અને તેમને વંદન રૂપે “મથએ વંદામિ' કહેવું. (૭) પચ્ચખાણ લેવા માટે વંદન કરવું - પચ્ચખાણ લેતા પૂર્વે વંદન કરવું, નાનું પચ્ચખ્ખાણ (એકાસણા વગેરેનું) લીધા પછી મોટું પચ્ચ દ્માણ (ઉપવાસ વગેરેનું) લેતા પૂર્વે વંદન કરવું, એકાસણા વગેરેમાં વાપર્યા પછી દિવસચરિમં પચ્ચખ્ખાણ લેતા પૂર્વે વંદન કરવું તે. (૮) અનશન કરવા માટે વંદન કરવું - અનશન સ્વીકારતા પૂર્વે ગુરુવંદન કરવું. આ આઠ કારણો ઉપલક્ષણરૂપ છે. તેથી કોઇપણ વિશેષ વાત પૂછવી કે કહેવી હોય તો વંદન કરીને પૂછવી કે કહેવી. આ કારણો માટે ગુરુને વંદન કરવું. સમર્પણ Page #45 -------------------------------------------------------------------------- ________________ ગુરુવંદતમાં છોડવાયોગ્ય દોષો. ગુરુવંદન કરતી વખતે ૩૨ દોષોનો ત્યાગ કરવો. તે ૩૨ દોષો આ પ્રમાણે છે - (૧) અનાદત - અનાદરપણે-ચિત્તની ઉત્સુકતા વિના વંદન કરવું તે. (૨) સ્તબ્ધ - જાતિમદ વગેરે મદો વડે અભિમાની થઇને વંદન કરવું તે. શરીર અક્કડ રહેવું તે દ્રવ્યસ્તબ્ધ. અભિમાન રાખવું તે ભાવસ્તબ્ધ. આ બેના ચાર ભાંગા છે - ૧) દ્રવ્યસ્તબ્ધ, ભાવસ્તબ્ધ. ૨) દ્રવ્યસ્તબ્ધ, ભાવઅસ્તબ્ધ. ૩) દ્રવ્યઅસ્તબ્ધ, ભાવસ્તબ્ધ. ૪) દ્રવ્યઅસ્તબ્ધ, ભાવઅસ્તબ્ધ. આમાં ચોથો ભાંગો શુદ્ધ છે. પહેલો અને ત્રીજો ભાંગો અશુદ્ધ છે. બીજા ભાંગામાં રોગ વગેરે કા૨ણે દ્રવ્યસ્તબ્ધ હોય તો શુદ્ધ છે, કારણ વિના દ્રવ્યસ્તબ્ધ હોય તો અશુદ્ધ છે. (૩) પ્રવિદ્ધ - વંદન કરતા કરતા અધુરું રાખીને ભાગી જવું તે. (૪) પરિપિંડિત - એક જ વંદનથી ઘણાને વંદન કરવું તે, અથવા અક્ષરો-આવર્તોને છૂટા ન કરવા તે, અથવા બે હાથ કેડ ઉપર રાખીને આવર્ત કરવા તે. (૫) ટોલગતિ – તીડની જેમ કૂદતા કૂદતા પાછળ જાય, આગળ આવેએ રીતે વંદન કરવું તે. (૬) અંકુશ - વંદન કરવા માટે ગુરુને કપડુ પકડીને વંદન કરવા તે, અથવા અંકુશથી આક્રાન્ત હાથીની જેમ મસ્તક ઊંચ-નીચું કરી વંદન કરવા તે. (૭) કચ્છપરિંગિત - વંદન કરતી વખતે ઊભો હોય ત્યારે કે બેઠો હોય ત્યારે કાચબાની જેમ શરીરને આગળ-પાછળ હલાવે તે. (૮) મત્સ્યોવૃત્ત - વંદન કરતી વખતે બેસતાં કે ઉઠતાં માછલાની જેમ એકદમ ઉછાળા મારતો બેસે કે ઊઠે તે, અથવા એક સાધુને વંદન ર્યા પછી બીજા સાધુને વંદન કરવા માટે બેઠા બેઠા જ શરીર ઘુમાવે તે. (૯) મનઃપ્રદુષ્ટ - વંદનીયના દોષ મનમાં લાવી અસૂયા-અરુચિપૂર્વક વંદન કરવું તે, અથવા સ્વપ્રત્યય કે પરપ્રત્યયથી થયેલા મનોદ્વેષપૂર્વક વંદન ગુરુ ભક્તિ ૩૦ Page #46 -------------------------------------------------------------------------- ________________ કરવું તે. સ્વપ્રત્યય એટલે ગુરુએ શિષ્યને કહ્યું હોય તે, પપ્રત્યય એટલે ગુરુએ શિષ્યના મિત્ર વગેરેની આગળ શિષ્યને કહ્યું હોય તે. (૧૦) વેદિકાબદ્ધ - વેદિકા એટલે હાથની રચના. બે હાથને બે ઢીંચણની ઉ૫૨ રાખવા, બે હાથને બે ઢીંચણની નીચે રાખવા, બે હાથને બે ઢીંચણની પડખે રાખવા, બે હાથને ખોળામાં રાખવા અને એક ઢીંચણને બે હાથની વચ્ચે રાખવો-આ પાંચ પ્રકારની વેદિકા છે. એ રીતે વંદન કરવું તે વેદિકાબદ્ધ દોષ છે. (૧૧) ભજંત - ગુરુ મને ભજે છે - અનુસરે છે અને જો વંદન કરીને ખુશ કરીશ તો ભવિષ્યમાં પણ મને ભજશે એવા અભિપ્રાયથી વંદન કરવું તે, અથવા ‘હે ગુરુજી ! અમે આપને વંદન કરવા ઉભા છીએ' એમ કહી વંદન કરવું તે. (૧૨) ભય વંદન નહી કરું તો ગુરુ મને સંઘ, કુળ, ગચ્છમાંથી કાઢી મુકશે, ઠપકો આપશે વગેરે ભયથી વંદન કરવું તે. (૧૩) ગૌરવ - બધા સાધુઓ જાણે કે, ‘આ વ્યક્તિ વંદન વગેરે સામાચારીમાં કુશળ છે' એવા ગર્વથી આવર્ત વગેરે વિધિપૂર્વક વંદન કરવું તે. (૧૪) મૈત્રી – ‘આ મારા મિત્ર છે, અથવા થશે' એમ વિચારી વંદન કરવું તે. કરવું તે. - (૧૫) કારણ વસ્ત્ર, પાત્રા સન્માન વગેરે માટે વંદન કરવું તે. (૧૬) સ્ટેન - ‘વંદન કરવાથી બીજા જોનારાઓમાં મારી લઘુતા થશે’ એમ વિચારી ચોરની જેમ છૂપા રહીને વંદન કરવું તે, અથવા કોઇ જુવે ન જુવે તેમ ઉતાવળથી વંદન કરવું તે. (૧૭) પ્રત્યેનીક - પૂર્વે કહેલા વંદનના અનવસરે વંદન કરવું તે. (૧૮) રુષ્ટ - ગુરુ ગુસ્સામાં હોય કે પોતે ગુસ્સામાં હોય ત્યારે વંદન જ્ઞાન-દર્શન-ચારિત્રના લાભ સિવાયના યા લોકના સમર્પણમ્ (૧૯) તર્જના - ‘હે ગુરુ ! લાકડાના શંક૨ની જેમ વંદન કરવાથી આપ ખુશ થતા નથી અને વંદન ન કરવાથી આપ ગુસ્સે પણ થતાં નથી. એટલે આપને વંદન કરીએ કે ન કરીએ બધું સરખું જ છે.’ એમ તર્જના કરીને ૩૧ Page #47 -------------------------------------------------------------------------- ________________ વંદન કરવું તે, અથવા આંગળી વગેરેથી તર્જના કરીને વંદન કરવું તે. (૨૦) શઠ – “વંદન કરીશ તો સાધુઓમાં અને શ્રાવકોમાં વિશ્વાસનું સ્થાન બનીશ” એમ વિચારીને ભાવ વિના પણ માયા-કપટથી વંદન કરવું તે, અથવા માંદગી વગેરેનું બહાનું કાઢી વિધિપૂર્વક વંદન ન કરવું તે. (૨૧) હીલિત - “હે ગુરુ ! આપને વંદન કરવાથી શું ?' વગેરે અવજ્ઞા કરીને વંદન કરવું તે. (૨૨) વિપરિકુંચિત - વંદનમાં વચ્ચે આડી-અવળી વિકથા વગેરે વાતો કરવી તે. (૨૩) ઇષ્ટદષ્ટ – ઘણા સાધુઓ વંદન કરતાં હોય ત્યારે કોઇ સાધુની આડમાં રહીને વંદન કરવું તે, અથવા અંધારામાં ગુરુ ન જુવે ત્યારે વંદન ન કરે, ગુરુ જુવે એટલે તરત વંદન કરે તે. (૨૪) શૃંગ - આવર્ત વખતે બે હાથ મસ્તકના મધ્યભાગે અડાડવાની બદલે લમણાના બે ભાગોમાં અડાડે તે. (૨૫) કર – વંદન કરવું એ ભગવાનનો કે ગુરુનો કરે છે એમ માનીને વંદન કરવું તે. (૨૬) કરમોચન - “સાધુ થવાથી લૌકિક કરથી તો છૂટ્યા, પણ અરિહંતરૂપી રાજાના વંદન કરવા રૂપ કરથી હજી છૂટ્યા નથી' એમ વિચારી કર ચૂકવવા જેવું સમજીને વંદન કરવું તે. (૨૭) આશ્લિષ્ટ-અનાશ્લિષ્ટ – આવર્ત વખતે બે હાથ રજોહરણને અને મસ્તકને અડે ન અડે તે રીતે વંદન કરવું તે. અહીં ચાર ભાંગા છે – (૧) બે હાથ રજોહરણને સ્પર્શ અને મસ્તકને સ્પર્શે. (૨) બે હાથ રજોહરણને ન સ્પર્શ અને મસ્તકને સ્પર્શે. (૩) બે હાથ રજોહરણને સ્પર્શે અને મસ્તકને ન સ્પર્શ. (૪) બે હાથ રજોહરણને ન સ્પર્શ અને મસ્તકને ન રૂ. આમાં પહેલો ભાગો શુદ્ધ છે. બાકીના ભાંગા અશુદ્ધ છે. (૨૮) જૂન - વંદનસૂત્રના અક્ષર, પદ, વાક્ય વગેરે ઓછા બોલે, આવશ્યક ઓછા કરે તે. (૨૯) ઉત્તરચૂડ – વંદન ર્યા પછી ખાસ જણાવવા માટે મોટે અવાજે “મયૂએણ વંદામિ' ચૂલિકારૂપે કહેવું તે. ગુરુ ભક્તિ Page #48 -------------------------------------------------------------------------- ________________ (૩૦) મૂક - મૂંગાની જેમ આલાવાનો ઉચ્ચાર કર્યા વિના મનમાં વિચારીને વંદન કરવું તે. (૩૧) ઢઢર - ઘણા મોટા અવાજે વંદનના આલાવા બોલી વંદન કરવું તે. (૩૨) ચૂડલિક - ચૂડલિક એટલે બળતું ઉંબાડિયું. જેમાં બાળકો બળતાં ઉંબાડિયાને છેડાથી પકડીને ગોળ ભમાવે છે તેમ રજોહરણને છેડાથી પકડીને વંદન કરવું તે, અથવા હાથ લાંબો કરીને વંદન કરું છું' એમ કહીને વંદન કરવું તે, અથવા હાથ લાંબો કરી ભમાવીને બધાને વંદન કરું છું' એમ કહીને વંદન કરવું તે. માણસ ચોખ્ખા કપડા પહેરે છે. મેલા વસ્ત્રો એને ગમતા નથી. માણસ ભોજન પણ શુદ્ધ જ કરે છે, કાંકરીવાળું નહીં. તેમ ગુરુવંદન પણ ૩૨ દોષોથી રહિત વિશુદ્ધ જ હોવું જોઇએ. ગુરુવંદન એ ગુરુનો એક પ્રકારનો વિનય છે. ગુરુવંદનની ક્રિયા નાની છે. પણ જો એ વિશુદ્ધ રીતે કરવામાં આવે તો તેનું અગણિત ફળ મળે છે. ૩૨ દોષરહિત ગુરુવંદન કરનાર શીધ્ર નિર્વાણ પામે છે અથવા વૈમાનિક દેવ થાય છે. માટે વંદન કરતી વખતે ઉપર કહેલા ૩૨ દોષો ટાળવા. સમર્પણામ ૩૩ ૩૩ Page #49 -------------------------------------------------------------------------- ________________ ગુરુવંદન કરવાથી થતાં લાભો અને ત ' કરવાથી થતાં નુકસાનો ગુરુવંદન કરવાથી છ લાભ થાય છે – (૧) વિનયગુણ ઉત્પન્ન થાય છે. (૨) અભિમાનનો નાશ થાય છે. (૩) અભિમાનરહિત વિનીતપણે વંદન કરવાથી ગુરુની પૂજા (સત્કાર) થાય છે. (૪) જિનેશ્વર ભગવાનની આજ્ઞાનું પાલન થાય છે, કેમકે “વિનય એ ધર્મનું મૂળ છે” એવી જિનેશ્વર ભગવાનની આજ્ઞા છે. (૫) વંદન પૂર્વક જ શ્રુત ગ્રહણ કરાય છે. માટે વંદન કરવાથી શ્રુતની આરાધના થાય છે. (૬) ગુરુવંદનથી પરંપરાએ મોક્ષ થાય છે. - ગુરુવંદન ન કરવાથી છ નુકસાન થાય છે - (૧) અભિમાન થાય છે. (૨) અવિનય થાય છે. (૩) ખિસા એટલે નિંદા અથવા લોકનો તિરસ્કાર થાય છે. (૪) નીચગોત્ર કર્મ બંધાય છે. (૫) સમ્યકત્વની પ્રાપ્તિ થતી નથી. (૬) સંસારની વૃદ્ધિ થાય છે. ગુરુ ભગવંત સમભાવમાં લીન હોય છે. વંદન કરનારા ઉપર ખુશ થઇને તેઓ તેને લાભ નથી કરતાં અને વંદન નહીં કરનારા ઉપર ગુસ્સે થઇને તેઓ તેને નુકસાન નથી કરતાં. વંદન કરનારને પોતાના શુભ ભાવથી જ ઉપર કહેલા છ લાભો થાય છે અને વંદન નહીં કરનારને પોતાના અશુભ ભાવથી જ ઉપર કહેલા છ નુકસાનો થાય છે. માટે ઉપાશ્રયમાં ગુરુ ભગવંત બિરાજમાન હોય ત્યારે અવશ્ય તેમને વંદન કરવા જવું. વંદન કરવામાં પ્રસાદ ન કરવો. જિનપૂજા ર્યા પછી ગુરુવંદન કરવા અવશ્ય ઉપાશ્રયે જવું. ઉપાશ્રયમાં મહાત્મા બિરાજમાન ન હોય તો છેવટે શ્રીગૌતમસ્વામીજીના ફોટાને પણ ૧ ૩૪ ગુરુ ભક્તિ Page #50 -------------------------------------------------------------------------- ________________ વંદન કરીને ગુરુવંદનની વિધિ સાચવવી. ગુરુવંદન કરવાથી નવા નવા મહાત્માઓનો પરિચય થાય, તેમના ગુણો જાણવા મળે, તે ગુણો જીવનમાં ઉતારવાનું થાય, તેમના ગુણોની અનુમોદનાનો લાભ મળે, તેમને કંઇ જરૂરિયાત હોય તો તેમની ભક્તિનો લાભ મળે, તેમને ગોચરી-પાણી વહો૨વા પધા૨વાની વિનંતિ થાય, તેમની પાસે જ્ઞાનનો અભ્યાસ થાય, તેમના સત્સંગથી વૈરાગ્ય વધે વગેરે અગણિત લાભો થાય છે. ઉપાશ્રયમાં બિરાજમાન માત્ર મુખ્ય મહાત્માને વંદન કરીને રવાના ન થવું, પણ બધા મહાત્માઓને વંદન કરવું. કોઇક મહાત્મા તપસ્વી હોય, કોઇક મહાત્મા જ્ઞાની હોય, કોઇક મહાત્મા પ્રભુભક્ત હોય, કોઇક મહાત્મા વૈયાવચ્ચી હોય. આમ વિવિધ મહાત્માઓ વિવિધ ગુણોના સ્વામી હોય. તેમને વંદન કરવાથી તે બધા ગુણો આપણામાં આવે. નહી. ગુરુથી કેટલે દૂર રહેવું ? રજા ન લીધી હોય તો ગુરુથી સાધુએ સાડા ત્રણ હાથ દૂર રહેવું. ગુરુથી શ્રાવકે સાડા ત્રણ હાથ દૂર રહેવું. ગુરુણીથી સાધ્વીએ સાડા ત્રણ હાથ દૂર રહેવું. ગુરુણીથી શ્રાવિકાએ સાડા ત્રણ હાથ દૂર રહેવું. ગુરુથી સાધ્વીએ તેર હાથ દૂર રહેવું. ગુરુથી શ્રાવિકાએ તેર હાથ દૂર રહેવું. ગુરુણીથી સાધુએ તેર હાથ દૂર રહેવું. ગુરુણીથી શ્રાવકે તેર હાથ દૂર રહેવું. આ સાડા ત્રણ હાથ કે તે૨ હાથની મર્યાદા અવગ્રહ કહેવાય છે. આ અવગ્રહમાં ગુરુ કે ગુરુણીની રજા લીધા વિના પ્રવેશ કરી શકાય અવગ્રહમર્યાદાના પાલનથી ગુરુનું સન્માન સચવાય છે, ગુરુની આશાતના ટળે છે, પોતાના શીલ-સદાચાર સારી રીતે સચવાય છે વગેરે અનેક લાભો થાય છે. સમર્પણમ્. ૩૫ Page #51 -------------------------------------------------------------------------- ________________ ' ગુરુના વિરહમાં ગુરુસ્થાપના વિનય એ ધર્મનું મૂળ છે. જિનશાસનમાં વિનયગુણને ખૂબ જ મહત્ત્વ અપાયું છે. માટે જ દરેક ક્રિયા ગુરુની આજ્ઞા લઇને કરાય છે. ગુરુ સાક્ષાત્ હાજર ન હોય ત્યારે ગુરુની ગેરહાજરીમાં ગુરુની સ્થાપના કરી એ સ્થાપનાગુરુની આજ્ઞા લઇને જ બધી ક્રિયા કરાય છે. જેમ ભગવાનની ગેરહાજરીમાં જિનપ્રતિમાની કરેલી સેવા પણ સફળ થાય છે, તેમ ગુરુમહારાજની ગેરહાજરીમાં ગુરુસ્થાપના સન્મુખ કરેલી ધર્મારાધના પણ સફળ થાય છે. સ્થાપનાગુરુ સમક્ષ ક્રિયાઓ કરતી વખતે સાક્ષાત્ ગુરુમહારાજ પાસે આદેશ માંગીએ છીએ અને સાક્ષાત્ ગુરુમહારાજ તેનો જવાબ આપે છે એમ માનવું જોઇએ. ગુરુની સ્થાપના બે પ્રકારની છે - (૧) સભૂત સ્થાપના – જેમાં ગુરુનો આકાર હોય તેવી સ્થાપના તે સદ્ભતસ્થાપના. દા.ત. લાકડાની મૂર્તિ, પાષાણની મૂર્તિ, પૂતળુ, ચિત્ર, ફોટા વગેરેમાં ગુરુના ૩૬ ગુણોની સ્થાપના કરવી તે. (૨) અસભૂત સ્થાપના - જેમાં ગુરુનો આકાર ન હોય તેવી સ્થાપના તે અસભૂત સ્થાપના. દા.ત. અક્ષ, કોડા, જ્ઞાન વગેરેના ઉપકરણો, નવકારવાળી વગેરેમાં ગુરુના ૩૬ ગુણોની સ્થાપના કરવી તે. અક્ષ એટલે વર્તમાનકાળે સાધુમહારાજ સ્થાપનાગુરુમાં રાખે છે તે. તે બેઇન્દ્રિય જીવનું અચિત્ત કલેવર છે, પણ શંખની જેમ શ્રેષ્ઠ પદાર્થ છે. આ બન્ને પ્રકારની ગુરુસ્થાપના બે પ્રકારની છે - (૧) વાવસ્કથિત સ્થાપના - વિધિપૂર્વક કરાયેલી કાયમી પ્રતિષ્ઠા તે યાવસ્કથિત સ્થાપના. (૨) ઇત્વરકથિત સ્થાપના- નવકાર-પંચેન્દ્રિયથી અલ્પ કાળ માટે સ્થપાયેલી હોય તે ઇત્વરકથિત સ્થાપના. હૃદયમાં જો ભાવ હોય તો સાક્ષાત્ ગુરુ પાસેથી જે ફળ મળવાનું હોય તે જ ફળ ગુરુસ્થાપના પાસેથી પણ મળે. એકલવ્ય સ્થાપનાગુરુના પ્રભાવે જ ધનુર્વિદ્યા શીખ્યો હતો. હૃદયમાં જો ભાવ ન હોય તો સાક્ષાત્ ગુરુ મળવા છતાં પણ કંઇ ફળ મળતું નથી. માટે ગુરુસ્થાપનાને પણ સાક્ષાત્ ગુરુ માનીને તેમની આરાધના કરવી જોઇએ. ગુરુ ભક્તિ Page #52 -------------------------------------------------------------------------- ________________ 'ગુરુની આશાતના આશાતના એટલે ગુરુ પ્રત્યેનો અવિનય. સામાન્યથી ગુરુની આશાતનાઓ તેંત્રીસ પ્રકારની છે. તે આ પ્રમાણે - (૧) પુરોગમન - કારણ વિના ગુરુની આગળ ચાલવું તે. કીડી વગેરે જોવા, માર્ગ બતાવવા વગેરે માટે આગળ ચાલે તો જયણા સમજવી. (૨) પક્ષગમન - ગુરુની બે બાજુમાંથી કોઇ પણ બાજુમાં સાથે ચાલવું તે. (૩) આસગમન - ગુરુની પાછળ અતિનજીકમાં ચાલવું તે. તેનાથી પગ અથડાય, શ્લેખ લાગે, વાયુ લાગે વગેરે આશાતના થાય. માટે જેટલા પાછળ રહેવાથી આવી આશાતના ન થાય તે રીતે ચાલવું. (૪) પુરસ્થાન - ગુરુની આગળ ઊભા રહેવું તે. (૫) પક્ષસ્થાન - ગુરુની બે બાજુમાંથી કોઇ પણ એક બાજુમાં ઊભા રહેવું તે. (૬) આસન્નસ્થાન - ગુરુની પાછળ અતિનજીકમાં ઊભા રહેવું તે. (૭) પુરોનિષાદન - ગુરુની આગળ બેસવું તે. (૮) પક્ષીનિષીદન - ગુરુની બે બાજુમાંથી કોઇ પણ એક બાજુમાં બેસવું તે. (૯) આસનિષદન - ગુરુની પાછળ અતિનજીકમાં બેસવું તે. (૧૦) આચમન - ગુરુની સાથે અંડિલ ગયેલો શિષ્ય ગુરુની પહેલા હાથ-પગની શુદ્ધિ કરે તે, વાપરતી વખતે ગુરુની પહેલા મુખ વગેરેની શુદ્ધિ કરવી તે. (૧૧) આલોચન - બહારથી ઉપાશ્રયે ગુરુની સાથે પાછા આવ્યા પછી ગુરુની પહેલા ઇરિયાવહિયા કરવી તે. (૧૨) અપ્રતિશ્રવણ - રાત્રે ગુરુ પૂછે, “કોણ જાગે છે ? કોણ સૂતું છે ?' ત્યારે શિષ્ય જાગતો હોવા છતાં જાણે સાંભળતો ન હોય તેમ જવાબ ન આપે તે. ' (૧૩) પૂર્વાલાપન - બહારથી આવેલા ગૃહસ્થ વગેરેની સાથે ગુરુની પહેલા પોતે વાતચીત કરવી તે. સમર્પણમ્ ૩૭ Page #53 -------------------------------------------------------------------------- ________________ (૧૪) પૂર્વાલોચન - ગોચરી વગેરે લાવીને પહેલા બીજા પાસે આલોવીને પછી ગુરુ પાસે આલોવવી તે. (૧૫) પૂર્વોપદર્શન - ગોચરી વગેરે લાવીને પહેલા બીજાને બતાવીને પછી ગુરુને બતાવવી તે. (૧૬) પૂર્વનિમંત્રણ - ગોચરી વાપરવા માટે ગુરુને પૂછ્યા વિના પહેલા બીજાને નિમંત્રણ કરવું અને પછી ગુરુને નિમંત્રણ કરવું તે. (૧૭) ખદ્ધદાન - ગુરુને પૂછ્યા વિના ગોચરીમાંથી જેને જે ઠીક લાગે તે ઉત્તમ દ્રવ્ય આપવું તે. . (૧૮) બદ્ધાદન - ગોચરીમાંથી ગુરુને થોડુ, વિરસ, રૂક્ષ, જેવું-તેવું આપીને વિગઇવાળુ અને મધુર પોતે વાપરવું તે. (૧૯) અપ્રતિશ્રવણ - દિવસે ગુરુ બોલાવે તો પણ ન સાંભળવું, જવાબ ન આપવો તે. (૨૦) ખદ્ધભાષણ - કર્કશ અવાજે મોટા ઘાંટા પાડીને ગુરુ સાથે ઘણું બોલવું તે. (૨૧) તત્રગતભાષણ - ગુરુ બોલાવે ત્યારે “મFએણ વંદામિ' કહી તેમના આસને જઇ નમ્રતાપૂર્વક તેઓ શું કહે છે તે સાંભળવું જોઇએ. તેની બદલે પોતાના આસન ઉપર બેઠો છતો જ જવાબ આપવો તે. (૨૨) કિંભાષણ - ગુરુ બોલાવે ત્યારે વિનયપૂર્વક “આજ્ઞા ફરમાવો” એમ કહેવું જોઇએ. તેની બદલે “કેમ ? શું છે ? શું કહો છો ?' વગેરે કહેવું તે. (૨૩) તું ભાષણ - ગુરુને “ભગવંત, પૂજ્ય, આપ' કહી બોલાવવા જોઇએ. તેની બદલે “તું, તારું, તારાથી' વગેરે એકવચન વાળા તોછડાઇવાળા શબ્દોથી બોલાવવા તે. (૨૪) તજ્જાતભાષણ - ગુરુ કંઇ સૂચન કરે કે શિખામણ આપે ત્યારે તે જ વાતને પ્રતિપ્રશ્નરૂપે કહીને સામો ઊલટો જવાબ આપવો તે. દા.ત. ગુરુ કહે કે, “આ ગ્લાન સાધુની વૈયાવચ્ચ કેમ કરતો નથી ?' ત્યારે સામો જવાબ આપે, “તમે પોતે જ વૈયાવચ્ચ કેમ કરતાં નથી ?” વગેરે. ગુરુ ભક્તિ Page #54 -------------------------------------------------------------------------- ________________ (૨૫) નોસુમન - ગુરુની વાણી, દેશના વગેરે સાંભળી પ્રસન્ન ન થયું, “અહો ! આપે ઉત્તમ દેશના આપી” એવી અનુમોદના ન કરવી, પણ “શું મારા કરતા પણ આમની દેશના વધુ સારી છે એવી ઇર્ષાથી મનમાં દુભાવું તે. (૨૬) નોસ્મરણ - ગુરુની દેશનામાં કંઇ ફેરફાર લાગે તો “તમને આ અર્થો યાદ નથી, એ આ રીતે નથી, પણ આ રીતે છે વગેરે કહેવું તે. | (૨૭) કથાકેદ - ગુરુ ધર્મકથા કરતાં હોય ત્યારે “આ કથા હું તમને પછી સારી રીતે સમજાવીશ” એમ કહીને કે તે કથા ફરી સમજાવીને ચાલતી કથાનો ભંગ કરવો તે. (૨૮) પરિષભેદ - ગુરુની ધર્મકથામાં સભા એકતાન થઇ હોય ત્યારે હવે ક્યાં સુધી કથા લંબાવવી છે ? વાપરવાનો સમય થયો. પોરસીનો સમય થયો.” વગેરે કહીને સભાજનોના રસનો ભંગ કરવો જેથી તેઓ ઊભા થઇને ચાલ્યા જાય છે, અથવા કંઇક એવું કહેવું કે જેથી સભા ભેગી જ ન થાય તે. (૨૯) અનુત્યિકથા - ગુરુએ ધર્મકથા કર્યા બાદ પર્ષદા ઊભી થાય તે પહેલા પોતાની હોશિયારી બતાવવા તે જ ધર્મકથા વિસ્તારથી કહેવી તે. (૩૦) સંથારપાદઘન - ગુરુના આસન, સંથારા વગેરેને પગ લગાડવો, આજ્ઞા વિના સ્પર્શ કરવો તથા તેમ કરીને માફી ન માંગવી તે. (૩૧) સંથારાવસ્થાન - ગુરુના આસન, સંથારા વગેરે ઉપર ઊભા રહેવું, બેસવું, સૂવું વગેરે કરવું તે. (૩૨) ઉચ્ચાસન - ગુરુ કરતા કે ગુરુની આગળ ઊંચા આસન, સંથારા વગેરે ઉપર બેસવું, સૂવું વગેરે કરવું તે. (૩૩) સમાસન - ગુરુ કરતા કે ગુરુની આગળ સમાન આસન, સંથારા વગેરે ઉપર બેસવું, સૂવું વગેરે કરવું તે. આ તેત્રીસ આશાતનાઓનું આ રીતે વિભાગીકરણ થઇ શકે છે - (૧) પહેલી ત્રણ આશાતનાઓ ગમન સંબંધી છે. (૨) બીજી ત્રણ આશાતનાઓ ઊભા રહેવા સંબંધી છે.) આ નવ આશાત(૩) ત્રીજી ત્રણ આશાતનાઓ બેસવા સંબંધી છે. | | નાઓ ક્ષેત્ર સંબંધી (૪) ૧૦મી આશાતના હાથ-પગ ધોવા સંબંધી છે. ) છે. સમર્પણ Page #55 -------------------------------------------------------------------------- ________________ (૫) ૧૧મી આશાતના ઇરિયાવહિયા વગેરે ક્રિયા પહેલા કરવા સંબંધી છે. (૬) ૧૨મી અને ૧૯મી આશાતનાઓ ગુરુના પ્રશ્નનો જવાબ ન આપવા સંબંધી છે. (૭) ૧૩મી થી ૧૭મી આશાતનાઓ ગૃહસ્થની સાથે વાતચીત કરવી, ગોચરી આલોવવી, બતાવવી, આપવી, નિમંત્રવી સંબંધી છે. (૮) ૧૮મી આશાતના પોતે સારી ગોચરી લેવા સંબંધી છે. (૯) ૨૦મી થી ૨૩મી આશાતનાઓ ગુરુ સાથે બોલવા સંબંધી છે. (૧૦) ૨૪મી આશાતના હિતશિક્ષામાં સામા આક્ષેપ સંબંધી છે. (૧૧) ૨૫મી થી ૨૯મી આશાતનાઓ ગુરુની ધર્મકથા સંબંધી છે. (૧૨) ૩૦મી અને ૩૧મી આશાતનાઓ ગુરુના સંથારા વગેરેને પગ લાગવો, વાપરવા વગેરે સંબંધી છે. (૧૩) ૩૨મી અને ૩૩મી આશાતનાઓ ગુરુ કરતા ઊંચા કે સમાન આસન વગેરે વાપરવા સંબંધી છે. આના ઉપરથી તારણ કરી શકાય કે ગુરુની આશાતના આવી રીતે થાય છે. (૧) ગુરુની અતિ નજીક રહેવાથી, (૨) ગુરુની સમાન કે વધુ મોભાથી રહેવાથી, (૩) ગુરુની વસ્તુને પગ વગેરે અડાડવાથી કે વા૫૨વાથી, (૪) ગુરુ કરતા પહેલા ક્રિયા કરવાથી કે પૂર્ણ કરવાથી, (૫) લાવેલ વસ્તુ વગેરે ગુરુને જણાવ્યા વિના, પૂછ્યા વિના બીજાને બતાવવા વગેરેના વ્યવહારથી, સારા-ખરાબ સમાચાર ગુરુ પહેલા બીજાને જણાવવાથી, (૬) ગુરુ બોલાવે ત્યારે જવાબ ન આપવાથી કે તોછડાઇવાળો જવાબ આપવાથી, (૭) ગુરુ સાથે કઠોર, નિઃસ્નેહ વાણીનો વ્યવહાર કરવાથી, (૮) ગુરુના બીજાની સાથેના વ્યવહારમાં, દેશના વગેરેમાં દખલ બીજી રીતે ગુરુની સંક્ષેપમાં ત્રણ પ્રકારની આશાતનાઓ છે. કરવાથી... ૪૦ ગુરુ ભક્તિ Page #56 -------------------------------------------------------------------------- ________________ (૧) જઘન્ય આશાતના ગુરુને કે ગુરુના ઉપકરણોને પગ લગાડવો તે. (૨) મધ્યમ આશાતના ગુરુને કે ગુરુના ઉપકરણોને થુંક લગાડવું તે. (૩) ઉત્કૃષ્ટ આશાતના ઃ ગુરુની આજ્ઞા ન માનવી તે. ત્રીજી રીતે ગુરુની આશાતના ત્રણ પ્રકારની છે. (૧) માનસિક આશાતના આપણા મનથી ગુરુની આશાતના કરવી તે. દા.ત. ગુરુ માટે ખરાબ વિચારવું, ગુરુ પ્રત્યે અસદ્ભાવ - દ્વેષ-અરૂચિ થવી, વગેરે. (૨) વાચિક આશાતનાઃ આપણા વચનથી ગુરુની આશાતના કરવી તે. દા.ત. ગુરુ સાથે કર્કશ-કઠોર અવાજે બોલવું, ગુરુને ઠપકો આપવો, ગુરુને ધમકાવવા, ગુરુને સામો જવાબ આપવો, ગુરુની નિંદા કરવી, ગુરુને અપશબ્દો કહેવા, ગુરુનો તિરસ્કાર કરવો, વગેરે. (૩) કાયિક આશાતનાઃ આપણી કાયાથી ગુરુની આશાતના કરવી તે દા.ત. ગુરુનો અનાદર કરવો, ગુરુને હેરાન કરવા, ગુરુને મારવા, ગુરુને હણવા, કાયાથી ગુરુને અનિષ્ટ પ્રવૃત્તિ કરવી, ગુરુને ગોચરી-પાણી ન વપરાવવા કે જેવા-તેવા વપરાવવા, ગુરુનો કાપ ન કાઢવો, ગુરુનું કાર્ય ન કરવું, વગેરે. ચોથી રીતે પણ ગુરુની ત્રણ પ્રકારની આશાતનાઓ છે (૧) માનસિક આશાતનાઃ ગુરુના મનની આશાતના કરવી તે. દા.ત. ગુરુની ઇચ્છાથી વિરૂદ્ધ કરવું, ગુરુ મનમાં દુભાય તેવી પ્રવૃત્તિ કરવી, ગુરુની ઇચ્છા પૂરી ન કરવી, વગેરે. (૨) વાચિક આશાતનાઃ ગુરુના વચનની આશાતના કરવી તે. દા.ત. ગુરુવચનનું પાલન ન કરવું, ગુરુનું કહ્યું ન કરવું, ગુરુનું સાંભળવું નહી, ગુરુવચનની અવગણના કરવી, વગેરે. (૩) કાયિક આશાતના ઃ ગુરુની કાયાની આશાતના કરવી તે. દા.ત. ગુરુને પગ કે શરીર અડાડવું, ગુરુને મારવું, ગુરુને હણવા, ગુરુને શારીરિક પીડા ઉપજાવવી, ગુરુ સાથે અથડાવું, ગુરુને પાડવા, ગુરુને ગોચરી-પાણી ન વપરાવવા કે જેવા-તેવા વપરાવવા, ગુરુનો કાપ ન કાઢવો. માંદગીમાં ગુરુની સેવા ન કરવી કે વેઠની જેમ કરવી, વગેરે. પાંચમી રીતે ગુરુની આશાતના નવ પ્રકારની છે (૧) માનસિક માનસિક આશાતના ઃ આપણા મનથી ગુરુના મનની સમર્પણમ્ Page #57 -------------------------------------------------------------------------- ________________ આશાતના કરવી તે. દા.ત. મનથી ગુરુની ઇચ્છાથી વિરૂદ્ધ વિચારવું, ગુરુ મનમાં દુભાય તેવું વિચારવું, ગુરુની ઇચ્છા પૂરી કરવા વિચાર ન કરવો, ગુરુ વડે કરાતી માનસિક આરાધનાથી મનમાં દુભાવું, તેની મનથી નિંદા કરવી, વગેરે. (૨) માનસિક વાચિક આશાતના ઃ આપણા મનથી ગુરુના વચનની આશાતના કરવી તે. દા.ત. ગુરુવચનનું પાલન કરવાનો વિચાર ન કરવો, ગુરુનું કહ્યું ન કરવાની ઇચ્છા કરવી, ગુરુવચન ઉપર વિચાર કરવો, ગુરુવચનની માનસિક અવગણના કરવી, ગુરુના પ્રવચન-વાચના વગેરેથી દુભાવું, તેમની મનમાં નિંદા કરવી, વગેરે. (૩) માનસિક કાયિક આશાતના ? આપણા મનથી ગુરુની કાયાની આશાતના કરવી તે. દા.ત. ગુરુને મારવાનો વિચાર કરવો, ગુરુને હણવાનો વિચાર કરવો, ગુરુને પગ લગાડવાનો કે અથડાવાનો કે પાડવાનો કે શારીરિક પીડા ઉપજાવવાનો કે ગોચરી પાણી ન વપરાવવાનો, જેવા-તેવા વપરાવવાનો કે ગુરુનો કાપ ન કાઢવાનો કે સેવા ન કરવાનો વિચાર કરવો, ગુરુની સેવાનો અવસર પામી મનમાં દુભાવું, ગુરુ વડે કરાતી કાયિક આરાધનાની મનથી નિંદા કરવી, વગેરે. (૪) વાચિક માનસિક આશાતના : આપણા વચનથી ગુરુના મનની આશાતના કરવી તે દા.ત. ગુરુનું મન દુભાય તેવું બોલવું, ગુરુને ઠપકો આપવો, ગુરુને ધમકાવવા, ગુરુની નિંદા કરવી, ગુરુને અપશબ્દો કહેવા, ગુરુનો તિરસ્કાર કરવો, ગુરુ વડે કરાતી માનસિક આરાધનાની વચનથી નિંદા કરવી, વગેરે. (૫) વાચિક વાચિક આશાતના ઃ આપણા વચનથી ગુરુના વચનની આશાતના કરવી તે. દા.ત. ગુરુની વાતને તોડી પાડવી, સામો જવાબ આપવો, ગુરુ સાથે કર્કશ-કઠોર અવાજે બોલવું, ગુરુના વચનની વચનથી અવગણના કરવી, ગુરુના ઉપદેશની નિંદા કરવી વગેરે. (૬) વાચિક કાયિક આશાતના ઃ આપણા વચનથી ગુરુની કાયાની આશાતના કરવી તે. દા.ત. વિહારમાં ગુરુને ખોટો રસ્તો કહેવો, માંદગીમાં ગુરુને ખોટી દવા કહેવી, એવું બોલવું કે જેથી બીજા ગુરુને મારે-હણે-પાડે-પીડા ઉપજાવે-અથડાય, બીજાને ગુરુની સેવા કરવાની ના પાડવી-અટકાવવા, ગુરુ વડે કરાતી કાયિક આરાધનાની વચનથી નિંદા કરવી, વગેરે. (૭) કાયિક માનસિક આશાતના ઃ આપણી કાયાથી ગુરુના મનની ગુરુ ભક્તિ Page #58 -------------------------------------------------------------------------- ________________ આશાતના કરવી તે. દા.ત. ગુરુનું મન દુભાય તેવી પ્રવૃત્તિ કરવી, ગુરુની ઇચ્છાથી વિરૂદ્ધ પ્રવૃત્તિ કરવી, ગુરુની ઇચ્છા પૂરી ન કરવી, ગુરુ વડે કરાતી માનસિક આરાધનામાં કાયાથી અંતરાય કરવો વગેરે. (૮) કાયિક વાચિક આશાતના : આપણી કાયાથી ગુરુના વચનની આશાતના કરવી તે દા.ત. ગુરુવચનનું પાલન ન કરવું, ગુરુનું કહ્યું ન કરવું, ગુરુ કહે તેથી વિપરીત કરવું, ગુરુના પ્રવચન-વાચના વગેરેમાં કાયાથી અવરોધ કરવો ! કાયાથી પ્રવચન-વાચના વગેરેમાં હાજર ન રહેવું વગેરે. (૯) કાયિક કાયિક આશાતના : આપણી કાયાથી ગુરુની કાયાની આશાતના કરવી તે. દા.ત. ગુરુને પગ કે શરીર અડાડવા, મારવા, હણવા, પાડવા, શારીરિક પીડા ઉપજાવવી, અથડાવું, ગોચરી-પાણી ન વપરાવવા કે જેવા તેવા વપરાવવા, કાપ ન કાઢવો, સેવા ન કરવી, ગુરુ વડે કરાતી કાયિક આરાધનામાં કાયાથી ખલેલ કરવી વગેરે. ગુરુની સર્વ પ્રકારની આશાતના ટાળવી. ગુરુ માટે એવો વિચાર પણ ન કરવો કે (૧) ગુરુ મહારાજ તો ચાર દિવાલની વચમાં રહેનારા, તેમને બહારના આગળ વધેલા જમાનાની શી ખબર પડે ? (૨) ગુરુ મહારાજ તો સંસાર છોડી બેઠા એટલે કહે, પણ આજે આપણે કેટલી ઉપાધિ છે એની એમને શી ખબર પડે ? (૩) એ સાધુ એટલે તો એમજ કહે ને ? આપણે આપણું જોવાનું. આવા વિચારો કરવાથી ગુરુ ભગવંતને ભલાભોળા, સમયના અજાણ અને મૂર્ખ જેવા માન્યા, એમના કહેવા તરફ અનાદર સૂચવ્યો. ગુરુ ભગવંતને રોફથી, ઠસ્સાથી વંદન ન કરવા. ગુરુ ભગવંત સાથે વાત કરતી વખતે એમના વડા સલાહકાર તરીકે વાત ન કરવી. ગુરુ ભગવંતને ઠપકો ન આપવો. ગુરુ ભગવંતને ખીસામાં ન રાખવા. આપણું કહ્યું એમણે માનવું જ પડે એવો વ્યવહાર ન રાખવો. આપણું કાર્ય તેમની પાસે ન કરાવવું. આપણી વાત તેમની પાસે ન મનાવવી. ગુરુ ભગવંતને ઘરના નોકર-ચાકરો પાસે ન વહોરાવવું, જાતે જ વહોરાવવું. 1. “સાધુ એટલે ઠીક મારા ભાઇ”, “સાધુ બહુ નિષ્ક્રિય છે, સમાજને બહુ સમર્પણ Page #59 -------------------------------------------------------------------------- ________________ લાભ નથી કરી આપતા,” “સાધુ સમાજ પર બોજારૂપ છે”, “સાધુપણામાં તો ભાઇ જલસા-મફતનું ખાવાનું અને મફતનું રહેવાનું'. - આવા વાણી-વિચાર સાધુ પ્રત્યે અનાદર, તોછડાઇ, અહત્વ વગેરેને સૂચવે છે. સાધુ ભગવંતો માટે ઉપર જણાવેલા કુતર્કો કરનારાઓને જવાબ સાધુઓ ઇન્દ્રોને પણ પૂજ્ય છે. તેઓ માત્ર વર્તમાનકાળના નહી, ત્રણે કાળના જાણકાર છે. તેઓ જગતના જીવોની વિવિધ આધિ, વ્યાધિ, ઉપાધિને સમજે છે. તેઓ ભગવાને કહેલાનો જ ઉપદેશ કરે છે. તેઓ શક્ય વસ્તુનો જ ઉપદેશ કરે છે. તેઓએ સંસારનો ત્યાગ કરવાનું મહાન પરાક્રમ કર્યું છે. તેઓ બ્રહ્મચર્ય-અહિંસા વગેરે ગુણમય, મહાન, પવિત્ર જીવન જીવે છે. તેથી તેઓ સંસારના, બાયડીના ગુલામ, વિષયના કિડા અને હિંસા વગેરે પાપો કરનારા સંસારી ગૃહસ્થો કરતાં અનંતગુણ ઊંચા છે. એમના વંદન, વિનય, ભક્તિ વગેરે કરવાને બદલે અનાદર, રોફ, અવગણના વગેરે કરનારા જીવો મોહમૂઢ અને અજ્ઞાનરૂપી પિશાચથી ગ્રસાયેલા છે. ગુરુને વંદન કર્યા વિના પચ્ચકખાણ કે એક ગાથા પણ ન લેવાય. પચ્ચકખાણ માંગતી વખતે તેમને પચ્ચખાણ આપવા ઓર્ડર ન કરવો પણ વિનંતિ કરવી. ટુંકમાં, ગુરુના અવ્વલ નંબરના સેવક બનીને રહેવાનું. જેમ ગુરુની આશાતનાઓ છે તેમ ગુરુ સ્થાપનાની પણ આશાતનાઓ છે. તે ત્રણ પ્રકારની છે (૧) જઘન્ય આશાતના સ્થાપનાચાર્યજીને પગ લગાડવો, ચળવિચળ કરવા તે. (૨) મધ્યમ આશાતના ઃ સ્થાપનાચાર્યજીને ભૂમિ ઉપર પાડવા, અવજ્ઞાથી જેમ-તેમ મૂકવા તે. (૩) ઉત્કૃષ્ટ આશાતના સ્થાપનાચાર્યજીનો નાશ કરવો તે. આ બધી આશાતનાઓથી ભયંકર કર્મો બંધાય છે. તે કર્મો ઉદયમાં આવે ત્યારે જીવોને સંસારમાં રખડાવે છે. શાસ્ત્રમાં સમ્યકત્વપ્રાપ્તિનું ઉત્કૃષ્ટ અંતર એટલે કે એકવાર સમ્યક્ત્વ આવીને ચાલ્યું જાય તે પછી મોડામાં મોડું ફરીથી સમ્યકત્વ પ્રાપ્ત થવાનો કાળ દેશોન અર્ધ પુદ્ગલપરાવર્તકાળ કહ્યો છે. નવું ૪૪ ) ગુરુ ભક્તિ Page #60 -------------------------------------------------------------------------- ________________ દેશોન અર્ધપગલપરાવર્ત કાળ એટલે અનંતકાળ. સમ્યકત્વનું આવું ઉત્કૃષ્ટ અંતર બે પ્રકારના જીવોને સંભવે- (૧) વિષયોની તીવ્ર આસક્તિવાળા જીવો અને (૨) દેવ-ગુરુની આશાતના કરનારા જીવો. તેમાં પણ વિષયોની તીવ્ર આસક્તિ વડે સંસારમાં આટલો લાંબો કાળ રખડીને આ અંતર પૂરું કરનારા જીવો કરતા દેવ-ગુરુની આશાતના કરીને સંસારમાં આટલો લાંબો કાળ રખડીને આ અંતર પૂરું કરનારા જીવો વધુ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે દેવ-ગુરુની આશાતના દ્વારા જીવ અનંતકાળ સુધી સંસારમાં રખડે છે અને સમ્યકત્વ પણ તેના માટે દુર્લભ બની જાય છે. માટે દેવ-ગુરુની આશાતના બધી રીતે વર્જવી. ઉપર બતાવેલી ગુરુની અને ગુરુસ્થાપનાની બધી આશાતનાઓ પણ અવશ્ય ત્યજવી. એ સિવાયની અન્ય આશાતનાઓ પણ ત્યજવી, આશાતના કરવાથી આપણને કોઇ લાભ નથી થતો, પણ એકાંતે નુકસાન જ થાય છે. ગુરુ આપણને અતિમહાન લાગવા જોઇએ અને આપણી જાત આપણને અતિઅધમ લાગવી જોઇએ. આવું લાગશે ત્યારે ગુરુની બધી આશાતનાઓ આપણા જીવનમાંથી રવાના થઇ જશે. ગુરુ એ શ્રેષ્ઠ તત્ત્વ છે. એમની આરાધનાથી મોક્ષ મળે છે. એમની આશાતનાથી સંસારમાં ભટકવું પડે છે. કદાચ ગુરુની આરાધના ન થાય એ હજી ચાલે પણ ગુરુની આશાતના તો કોઇ રીતે ન ચાલે. માટે બધા પ્રયત્નોપૂર્વક ગુરુની આશાતના વર્જવી. સમર્પણમ્ સમર્પણમ્ Page #61 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્યdદત-ભાવવંદન દ્રવ્યવંદન : ભાવ વિના માત્ર વંદનની બાહ્ય ક્રિયા કરવારૂપ વંદન તે દ્રવ્યવંદન. ભાવવંદનઃ અંદરના ભાવોલ્લાસપૂર્વક યથાશક્તિ વંદનની બાહ્ય ક્રિયા કરવા રૂ૫ વંદન તે ભાવવંદન. દ્રવ્યવંદનથી સામાન્ય લાભ થાય છે. ભાવવંદનથી અચિંત્ય લાભ થાય છે, લખલૂટ કર્મનિર્જરા થાય છે, કેવળજ્ઞાન અને મોક્ષ થાય છે. દ્રવ્યવંદન અને ભાવવંદનના સ્વરૂપ અને ફળની ભિન્નતા નીચેના દૃષ્ટાંત ઉપરથી સમજાશે. (૧) શ્રીપુર નગરના શીતલ રાજાએ ધર્મઘોષસૂરિજી પાસે દીક્ષા લીધી. ગુરુએ અનુક્રમે તેમને આચાર્યપદવી આપી. તેઓ શીતલાચાર્ય નામથી પ્રસિદ્ધ થયા. તેમના સંસારી ચાર ભાણેજોએ પણ કોઇ સ્થવિર પાસે દીક્ષા લીધી. તેઓ ગીતાર્થ બન્યા. એકવાર ગુરુની આજ્ઞા લઇ તેઓ મામા મહારાજને વંદન કરવા ગયા. તેઓ સાંજે પહોંચ્યા એટલે નગર બહાર રોકાઈ ગયા. કોઇક શ્રાવક દ્વારા મામા મહારાજને સમાચાર પહોંચાડ્યા. રાત્રે ચારે મહાત્માઓને કેવળજ્ઞાન થયું. સવારે તેઓ શીતલાચાર્ય પાસે ન ગયા એટલે શીતલાચાર્ય પોતે જ તેમની પાસે આવ્યા. મહાત્માઓ કેવળી હોવાથી તેમણે શીતલાચાર્યનો સત્કાર ન કર્યો. એટલે શીતલાચાર્યે તેમને ગુસ્સાથી વંદન કર્યું. મહાત્માઓએ કહ્યું, “આ તો દ્રવ્યવંદન થયું, હવે ભાવવંદન કરો.” શીતલાચાર્યે પૂછ્યું, “શી રીતે જાણ્યું ?' મહાત્માઓ-કેવળજ્ઞાનથી' શીતલાચાર્યે મહાત્માઓને ખમાવ્યા. ચારે મહાત્માઓને તેમણે ફરી વંદન કર્યા. પછી શુભ ધ્યાનમાં ચઢતા તેમને પણ કેવળજ્ઞાન થયું. શીતલાચાર્યનું ગુસ્સાપૂર્વકનું વંદન તે દ્રવ્યવંદન. તેમનું બીજી વારનું વંદન તે ભાવવંદન. (૨) કૃષ્ણ મહારાજાએ અઢાર હજાર સાધુ ભગવંતોને ભાવથી દ્વાદશાવર્ત વંદન કર્યા. તેમના વીરક નામના રાજસેવકે કૃષ્ણની અનુવૃત્તિથી બધા સાધુઓને વંદન કર્યા. કૃષ્ણ મહારાજાને વંદન તે ભાવવંદન. વીરકનું વંદન તે દ્રવ્યવંદન. ગુરુ ભક્તિ Page #62 -------------------------------------------------------------------------- ________________ કૃષ્ણ મહારાજાએ તે ભાવવંદનના પ્રભાવે તીર્થંકર નામકર્મ બાંધ્યું, ક્ષાયિક સમ્યકત્વ પ્રાપ્ત કર્યું અને પોતાની ચાર નરક તોડી. (૩) બે ગામમાં રહેતા બે રાજસેવકોને ગામની સીમા બાબત ઝગડો થયો. ન્યાય માટે તેઓ રાજદરબારમાં જવા નીકળ્યા. રસ્તામાં તેમને મહાત્માના દર્શન થયા. એક રાજસેવકે “મહાત્માના દર્શનથી મારું કાર્ય સિદ્ધ થશે” એમ વિચારી ત્રણ પ્રદક્ષિણા આપી ભાવથી વંદન કર્યું. બીજા રાજસેવકે તેનું અનુકરણ કરીને ભાવ વિના દ્રવ્યવંદન કર્યું. બન્ને રાજદરબારમાં પહોંચ્યા. ભાવવંદન કરનારો જીત્યો. દ્રવ્યવંદન કરનારો હાર્યો. (૪) એકવાર કૃષ્ણ વાસુદેવે શામ્બ અને પાલક નામના પોતાના પુત્રોને કહ્યું, “કાલે પ્રભુને જે પહેલા વંદન કરશે તેને હું મારો ઘોડો આપીશ.” શાખે સવારે ઊઠીને પોતાની શય્યામાં રહીને જ ભાવથી વંદન કર્યા. પાલકે વહેલા ઊઠીને ઘોડા પર બેસીને પ્રભુને વંદન કર્યા. કૃષ્ણ પ્રભુને પૂછ્યું, આપને પહેલા કોણે વંદન કર્યા ?' પ્રભુ બોલ્યા, “દ્રવ્યવંદન પાલકે પહેલા કર્યું અને ભાવવંદન શાખે પહેલા કર્યું.” કૃષ્ણ શામ્બને ઘોડો આપ્યો. કાયાથી વંદનની ખમાસમણા, આવશ્યકો વગેરે બધી ક્રિયાઓ વિધિ સહિત કરવાપૂર્વક, વચનથી વંદનના સૂત્રના શુદ્ધ અને સ્પષ્ટ ઉચ્ચારણપૂર્વક અને મનથી અત્યંત ભાવોલ્લાસપૂર્વક કરેલું વંદન અઢળક પુણ્ય બંધાવનારું અને લખલૂટ કર્મનિર્જરા કરાવનારું બને છે. માટે આ રીતે મન-વચન-કાયાની એકાગ્રતાપૂર્વક વંદન કરવું. છે સમર્પણમ્ Page #63 -------------------------------------------------------------------------- ________________ ' ગુરુ વિનયતા પ્રકારો જેનાથી આઠ પ્રકારના કર્મો દૂર થાય તે વિનય, વિનય એટલે નમ્રભાવ. નદીનો પ્રવાહ મોટા પર્વતોને તોડી નાંખે છે, પણ નેતરની સોટીને તોડી શકતો નથી, કેમકે પર્વતો અક્કડ રહે છે અને નેતરની સોટી નમી જાય છે. તેમ જે વિનય કરે છે તે મોક્ષમાર્ગમાં ટકી જાય છે અને જે અક્કડ રહે છે તે મોક્ષમાર્ગમાંથી ફેંકાઈ જાય છે. વિનય કરનારો શીધ્ર મોક્ષમાં પહોંચી જાય છે. અભિમાન કરનારો સંસારમાં રખડતો થઇ જાય છે. ગુરુનો વિનય અનેક રીતે થઇ શકે. શાસ્ત્રોમાં ગુરુવિનયના આઠ પ્રકાર બતાવ્યા છે. તે આ પ્રમાણે (૧) અભ્યથાન : અભ્યત્થાન એટલે ઊભા થવું. ગુરુ આપણી નજીક આવે ત્યારે કે ગુરુના દર્શન થાય ત્યારે ઊભા થવું. ગુરુ ઊભા હોય અને આપણે બેઠા હોઇએ એ અવિનય છે. ગુરુ આપણા આસને આવે ત્યારે પણ ઊભા થવું. ગુરુ આપણને કંઇ પૂછે કે આપણી સાથે કંઇ વાતચીત કરે ત્યારે આપણા આસનેથી ઊભા થઇ તેમની પાસે જઇને જવાબ આપવો કે વાતચીત કરવી, આપણા આસન ઉપર બેસીને નહી. (૨) અંજલિબંધઃ ગુરુને કંઇ પૂછવું હોય, કંઇ કહેવું હોય ત્યારે બે હાથ જોડી મસ્તકે અંજલિ કરીને પછી પૂછવું કે કહેવું. (૩) આસનપ્રદાન : ગુરુને બેસવા માટે આસન આપવું. (૪) અભિગ્રહઃ ગુરુના આવશ્યક કાર્યોને કરવાનો નિશ્ચય કરવો અને સાક્ષાત્ તે કાર્ય કરવું. (૫) કૃતિકર્મ સૂત્રના અર્થનું શ્રવણ કરવું વગેરે પ્રસંગે ગુરુને વંદન કરવું. (૬) શુશ્રુષાઃ ગુરુની બહુ નજીકમાં ન રહેવું અને બહુ દૂર ન રહેવું. એ રીતે મર્યાદાથી વિધિપૂર્વક ગુરુની સેવા કરવી. (૭) અનુગમનઃ ગુરુ આવતા હોય ત્યારે સામે લેવા જવું. ગુરુ આવતા હોય ત્યારે અન્ય કાર્યો ગૌણ કરીને એમને સામે લેવા જવું જોઇએ. તેમાં સમય બગડતો નથી પણ સમયનો સદુપયોગ થાય છે. ગુરુ આવે છે એવી ખબર પડ્યા પછી સામે લેવા ન જઇએ તો ઉપેક્ષાકૃત અનાદર થાય છે. ગુરુ ભક્તિ Page #64 -------------------------------------------------------------------------- ________________ (૮) સંસાધન ઃ ગુરુ જતા હોય ત્યારે વળાવવા જવું જોઇએ. તેની પણ ઉપેક્ષા ન કરવી. બીજી રીતે ગુરુવિનયના પાંચ પ્રકાર છે. (૧) ભક્તિઃ ગુરુની ભક્તિ કરવી. ભક્તિ એટલે નમસ્કાર કરવો, સેવા કરવી, આસન આપવું, વિહારમાં ઉપધિ ઉચકવી, ગોચરી-પાણી લાવીને વપરાવવા, કાપ કાઢવો, વહોરાવવું, શારીરિક શુશ્રુષા કરવી, સામે લેવા જવું, વળાવવા જવું વગેરે બાહ્ય સેવા. (૨) બહુમાન : ગુરુ પ્રત્યે હૃદયમાં બહુમાન પ્રગટાવવું. બહુમાન એટલે મનમાં ઘણી પ્રીતિ થવી, દર્શન થવાથી જ શ્રેષ્ઠ આનંદ થવો. (૩) વર્ણવાદ કરવા ગુરુની પ્રશંસા કરવી, ગુણાનુવાદ કરવા. વર્ણવાદ કરવાથી સમ્યકત્વની પ્રાપ્તિ થાય છે. સ્થાનાંગસૂત્રમાં કહ્યું છે "पंचहिं ठाणेहिं जीवा सुलहबोहिताए कम्मं पकरंति, तं जहा-अरहंताणं वण्णं वयमाणे, अरहंतपन्नतस्स धम्मस्स वण्णं वयमाणे, आयरियउवज्झायाणं वण्णं वयमाणे, चाउव्वण्णस्स संघस्स वण्णं वयमाणे, विविक्कतवबंभचेराणं देवाणं वण्णं वयमाणे ।" અર્થઃ પાંચ સ્થાનો (કારણો) વડે જીવો સુલભબોધિપણાનું કર્મ બાંધે છે. તે આ પ્રમાણે-અરિહંતોની પ્રશંસા કરવાથી, અરિહંતોએ કહેલા ધર્મની પ્રશંસા કરવાથી, આચાર્ય-ઉપાધ્યાયની પ્રશંસા કરવાથી, ચતુર્વિધ સંઘની પ્રશંસા કરવાથી, એકાંતમાં તપ અને બ્રહ્મચર્ય પાળીને દેવો થયેલાની પ્રશંસા કરવાથી.” ગુરુના ગુણાનુવાદ કરવાથી એ ગુણો આપણામાં આવે છે, લોકોમાં ગુરુનું મહત્ત્વ સ્થાપિત થાય, લોકોને ગુરુ પ્રત્યે અહોભાવ થાય છે, લોકો ગુરુનો સત્સંગ કરી આત્મકલ્યાણ કરે છે. આ બધો લાભ ગુણાનુવાદ કરનારને મળે છે. (૪) અવર્ણવાદનો નાશ કરવો ઃ કોઇ ગુરુની નિંદા કરતું હોય તો તેને અટકાવવો. જિનશાસનની હલના થાય તેવું કોઇ અકાર્ય ગુરુથી થયું હોય તો તે છુપાવવું, જાહેર ન કરવું, ગુપ્ત રીતે તેનું નિરાકરણ કરવું. ઉપદેશમાળામાં કહ્યું છે કે, "साहूण चेइयाण य, पडिणीयं तह अवण्णवायं च | जिणपवयणस्स अहियं, सव्वत्थामेण वारेइ ।।२४२।।" અર્થ : “સાધુઓ અને ચૈત્યોના દુશ્મનને અને જિનશાસનનું અહિત કરનારી નિંદાને સર્વ શક્તિથી અટકાવે. સમર્પણમ્ Page #65 -------------------------------------------------------------------------- ________________ (૫) આશાતનાનો ત્યાગ કરવો : પૂર્વે કહેલી ગુરુની આશાતનાઓનો ત્યાગ કરવો. ત્રીજી રીતે વિનયના સાત પ્રકારો છે. તે આ પ્રમાણે - (૧) અભ્યાસાસન – સૂત્ર વગેરે મેળવવાની ઇચ્છાવાળાએ હંમેશા ગુરુની નજીકમાં બેસવું. ‘ગુરુ કંઇક કાર્ય સોંપશે' એવા ભયથી શિષ્યે ગુરુથી બહુ દૂર ન બેસવું. (૨) છંદોડનુવર્તન – શિષ્ય બધી બાબતોમાં ગુરુની ઇચ્છાને અનુસરવું. શિષ્યે પચ્ચક્ખાણ પણ ગુરુની ઇચ્છા મુજબનું કરવું. શિષ્ય શાસ્ત્રાભ્યાસ પણ ગુરુની ઇચ્છા મુજબ ક૨વો. શિષ્ય-વિહાર પણ ગુરુની ઇચ્છા મુજબ કરવો. શિષ્ય યોગોની આરાધના પણ ગુરુની ઇચ્છા મુજબ ક૨વી. ટુંકમાં, શિષ્યે પોતાની સ્વતંત્ર કોઇ ઇચ્છા ન રાખવી, ગુરુની ઇચ્છાને જ પોતાની ઇચ્છા માની તે મુજબ વર્તવું. મારા ગુરુદેવ પરમ પૂજ્ય વૈરાગ્યદેશનાદક્ષ આચાર્યદેવશ્રીમદ્ વિજયહેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજાના એક વયોવૃદ્ધ શિષ્ય પૂજ્ય મુનિરાજ શ્રી હિતવર્ધનવિજયજી મહારાજે પોતાના જીવનનો એક મંત્ર બનાવેલો-‘આપ કહો તેમ'. ગુરુદેવશ્રી તેમને કંઇ પણ પૂછે ત્યારે તેમનો એક જ જવાબ હોય ‘આપ કહો તેમ.’ તેઓ પોતાનું જીવન ગુરુદેવશ્રીની ઇચ્છા મુજબ જીવ્યા. તેથી જ તેઓ ગુરુદેવશ્રીના હૃદયમાં વસી ગયેલા. આજે પણ ગુરુદેવશ્રી તેમને ઘણીવાર યાદ કરે છે. સમર્પણભાવના પ્રભાવે જ તેઓ મોટી ઉંમરે ચારિત્ર લઇ એક વર્ષમાં ચાર માસક્ષમણ કરી સંયમની ઉચ્ચ સાધના કરી પોતાનું જીવન સફળ કરી ગયા. સાધનામાર્ગે ચાલનારા શિષ્યે પોતાનું અસ્તિત્વ ગુરુમાં વિલીન કરી દેવાનું હોય છે. તેણે પોતાનું સ્વતંત્ર રાખવાનું હોતું નથી. સંસાર છોડીને તે સાધુ બને છે. તે જ્યારે મનને છોડે છે ત્યારે તે શિષ્ય બને છે. જે ગુરુની ઇચ્છા મુજબ વર્તે છે. ભવિષ્યમાં તેની બધી ઇચ્છાઓ પૂરી થાય છે અને બધા તેની ઇચ્છા મુજબ વર્તે છે. જે પોતાની ઇચ્છા મુજબ વર્તે છે, ભવિષ્યમાં તેની ઇચ્છાઓ પૂરી થતી નથી અને તેણે બીજાની ઇચ્છાઓ માનવી પડે છે. મોક્ષમાં જવાનો આ સરળ માર્ગ છે-ગુરુની ઇચ્છાને અનુસરવું. માટે સર્વ કાર્યોમાં ગુરુની ઇચ્છાને અનુસરવા પ્રયત્નશીલ બનવું. (૩) કૃતપ્રતિકૃતિ : ‘ગુરુની ભક્તિ કરવાથી મને નિર્જરા થશે’-માત્ર આવા ભાવથી જ ગુરુની ભક્તિ ન કરવી પણ ભક્તિથી ખુશ થયેલા ગુરુ સૂત્રઅર્થ વગેરે આપીને મારી ઉપર ઉપકાર કરશે એવા પણ ભાવથી ગુરુની સેવા કરવી. ગુરુ ભક્તિ ૫૦ Page #66 -------------------------------------------------------------------------- ________________ 'જે અઢાર પાપસ્થાનકોથી સાધુ ભગવંત મુક્ત છે. ||||ত্রি। अदत्तान परिग्रह હૃદ્યાર્થિ 1 છે ( (કત. माया Page #67 -------------------------------------------------------------------------- ________________ याख्यान J नरति SA જે અઢાર પાપસ્થાનકોથી સાધુ ભગવંત મુક્ત છે. द्वेष पैशुन्य माया- भुषा artion Jhum @ कलह पर-परिवाद मिथ्यादर्शन.. शल्य इसमें ही सच्चा सख Page #68 -------------------------------------------------------------------------- ________________ | JIO || Pjlerbla કટાક lablaß ઊIle Page #69 -------------------------------------------------------------------------- ________________ ગુરૂ આશાતનાથી સાતમી નરકમાં પહોંચ્યા મને Page #70 -------------------------------------------------------------------------- ________________ (૪) કારિતનિમિત્તકારણઃ ગુરુએ જેને ભણાવ્યો હોય એવા શિષ્ય વિશેષ રીતે ગુરુનો વિનય કરવો જોઇએ અને તેમનું કહ્યું કરવું જોઇએ. એક અક્ષર પણ જેણે ભણાવ્યો હોય તેના ઉપકારનો બદલો વળી શકાતો નથી તો ગુરુએ તો શિષ્ય ઉપર ઘણા ઉપકારો કર્યા છે-તેને ચારિત્ર આપ્યું, તેને શાસ્ત્રો ભણાવ્યા, તેના ગુણોનો વિકાસ કર્યો, તેને હિતશિક્ષા-વાચનાઓ આપી, તેની બધી રીતે કાળજી કરી વગેરે. આવા અગણિત ઉપકારો કરનારા ગુરુના ઉપકારો તો શું ભૂલાય ? માટે ગુરુએ કરેલા ઉપકારોને યાદ કરીને શિષ્ય જીવનભર ગુરુની ખૂબ સેવા કરવી જોઇએ. (૫) દુઃખાર્તગવેષણઃ ગુરુ કે અન્ય સાધુ માંદગીમાં હોય ત્યારે તેમને દવા આપવી, તેમના માટે પથ્ય વસ્તુ લાવવી વગેરે વડે તેમની ખૂબ કાળજી કરવી જોઇએ. સ્વાધ્યાય વગેરેના લોભથી ગ્લાનની ઉપેક્ષા ન કરવી જોઇએ. ગ્લાનને બધી રીતે સમાધિ આપવા ઉદ્યમશીલ બનવું. () દેશ-કાલજ્ઞાન : શિષ્ય દેશ, કાળ વગેરેને જાણીને તે મુજબ વર્તવું, એટલે કે અવસરને જાણીને તે મુજબ વર્તવું. કોઇ એક બાબતનો કદાગ્રહ ન રાખવો, પણ જે વખતે જે ઉચિત જણાય તે વખતે તે કરવું. (૭) સર્વત્રાનુમતિઃ શિષ્ય બધા વિષયોમાં ગુરુને અનુકૂળ બનવું. તેણે ગુરુથી પ્રતિકૂળ ન વર્તવું. તેણે પોતે અગવડ વેઠીને પણ ગુરુને સગવડ કરી આપવી. ગુરુને અનુકૂળ બનનારને આખું વિશ્વ અનુકૂળ બને છે. ગુરુને પ્રતિકૂળ બનનારને આખું વિશ્વ પ્રતિકૂળ બને છે. ગુરુને પ્રતિકૂળ બનીને મોક્ષમાર્ગની આરાધના કરનારા ઊંધા રસ્તે છે. ગુરુને અનુકૂળ બનવું એ જ મોક્ષમાર્ગની આરાધના છે. વિનયના આવા અનેક પ્રકારો છે. તે સ્વયં વિચારવા. આમ વિવિધ રીતે ગુરુનો વિનય કરી શિષ્ય ગુરુની આરાધના કરવી. જૈન સાધુના લોકોત્તર વિનયનું દષ્ટાંત એક રાજા અને આચાર્ય ભગવંતનો વાર્તાલાપ થયો. રાજાએ કહ્યું, “રાજપુત્રોનો વિનય અદ્વિતીય હોય છે. આચાર્ય ભગવંતે કહ્યું, “અમારા સાધુઓનો વિનય સર્વ શ્રેષ્ઠ હોય છે. કોનો વિનય ચઢિયાતો છે ? એનો નિર્ણય કરવા એક રાજપુત્ર અને એક જૈન સાધુની પરીક્ષા કરવાનું નક્કી થયું. રાજાએ રાજપુત્રને બોલાવીને કહ્યું, “વત્સ, ગંગા કઇ દિશા તરફ વહે છે એની સમર્પણમ્ Page #71 -------------------------------------------------------------------------- ________________ તપાસ કરી આવ.' તેણે પહેલાં જ કહી દીધું, “એમાં તપાસ શું કરવાની ? આખી દુનિયા જાણે છે કે ગંગા પૂર્વદિશા તરફ વહે છે.” રાજાએ માંડ માંડ સમજાવીને તેને મોકલ્યો. તે મિત્રો પાસે રાજાની નિંદા કરી થોડે સુધી જઇને પાછો આવ્યો. તેણે રાજાને કહ્યું, “હું ત્યાં જઇને જોઇ આવ્યો છું. મારું વચન બરાબર છે. ગંગા પૂર્વ દિશા તરફ વહે છે.” પછી સૂરિજીએ સાધુ ભગવંતને કહ્યું, “વત્સ, ગંગા કઇ દિશા તરફ વહે છે તેની તપાસ કરી આવ.” તેણે વિચાર્યું, “ગંગા પૂર્વદિશા તરફ વહે છે એવું બધા જાણે છે, ગુરુદેવ પણ જાણે છે. છતાં ગુરુદેવે આમ કહ્યું છે એટલે નક્કી આમાં કોઇક કારણ હોવું જોઇએ. કારણ તો ગુરુદેવ જાણે. મારે તો ગુરુદેવે કહ્યું તે કરવાનું છે. આમ વિચારીને તે જાણતો હોવા છતાં તપાસ કરવા ગંગા તરફ ગયો. ગંગા પાસે જઇ તેણે તેને પૂર્વદિશા તરફ વહેતી જોઈ. તેમાં પડેલા પાંદડા વગેરે પણ પૂર્વદિશા તરફ વહેતા હતા. ત્યાંના લોકોને પણ તેણે પૂછ્યું. તેમણે પણ ગંગા પૂર્વ દિશા તરફ વહેતી હોવાનું કહ્યું. આમ પાકી તપાસ કરીને તે ગુરુદેવ પાસે આવ્યો. તે કહ્યું, ગુરુદેવ ! મેં બરાબર તપાસ કરી છે. ગંગા પૂર્વ દિશા તરફ વહે છે છતાં આપ જે કહો તે પ્રમાણ” રાજાએ બન્નેની પાછળ ગુપ્તચરો મોકલેલા. તેમણે રાજાને આવીને બન્નેની પ્રવૃત્તિઓ કહી. રાજાએ સ્વીકાર્યું કે જૈન સાધુનો વિનય સર્વશ્રેષ્ઠ હોય છે. તે પ્રતિબોધ પામ્યો. આમ જૈન સાધુનો વિનય સર્વશ્રેષ્ઠ હોવાથી આપણામાં તેવો વિનય લાવવા ઉદ્યમશીલ બનવું. 'ગુરુવિનયનું માહાસ્ય (૧) પુષ્પમાળામાં કહ્યું છે'अमयसमो नत्थि रसो, न तरु कप्पडुमेण परितुल्लो । विनयसमो नत्थि गुणो, न मणी चिंतामणिसरिच्छो ॥४०८॥' અર્થ : જેમ અમૃત સમાન કોઇ રસ નથી, કલ્પવૃક્ષ સમાન કોઇ વૃક્ષ નથી, ચિંતામણિ સમાન કોઇ રત્ન નથી તેમ વિનય સમાન કોઇ ગુણ નથી. અર્થાત્ જેમ બધા રસોમાં અમૃત મુખ્ય છે, બધા વૃક્ષોમાં કલ્પવૃક્ષ મુખ્ય છે, બધા રત્નોમાં ચિંતામણિ મુખ્ય છે તેમ બધા ગુણોમાં વિનય મુખ્ય છે. 'चंदणतरुण गंधो, जुण्हा ससिणो सियत्तणं संखे । सहनिम्मियाइं विहिणा, विणओ य कुलप्पसूयाणं ॥४०९।।' ગુરુ ભક્તિ Page #72 -------------------------------------------------------------------------- ________________ અર્થ : જેમ ચંદનવૃક્ષમાં ઉત્પત્તિના સમયથી જ સુગંધ હોય છે, જેમ ચંદ્રમાં ચાંદની સાથે જ હોય છે, જેમ શંખમાં સફેદ રંગ શરૂઆતથી જ હોય છે તેમ સારા કુળમાં ઉત્પન્ન થયેલાઓમાં જન્મથી જ વિનય હોય છે. 'होज्ज असज्झं मन्ने, मणिमंतोसहिसुराणवि जयम्मि । नत्थि असज्झं कज्जं, किंपि विणीयाण पुरिसाणं ||४१०|| અર્થ ઃ મણિ, મંત્ર અને મહાઔષધિઓનો પ્રભાવ અચિંત્ય છે. દેવોને મનથી કાર્યસિદ્ધિ થાય છે. તેથી મણિ વગેરેને કંઇપણ અસાધ્ય નથી, અર્થાત્ એવું કોઇ કાર્ય નથી કે જે મણિ વગેરેથી ન થાય. તો પણ હું માનું છું કે જગતમાં તેમને પણ કોઇક કાર્ય અસાધ્ય હોય, અર્થાત્ તેમનાથી પણ કોઇક કાર્ય ન થાય. પણ વિનીતપુરૂષોને તો કોઇપણ કાર્ય અસાધ્ય નથી, અર્થાત્ વિનીતપુરૂષના બધા જ કાર્યો સિદ્ધ થાય છે. કેમકે વિનીતપુરૂષ તો સ્વર્ગ અને મોક્ષને પણ સાધે છે. મણિ વગેરે તેમને સાધી શકતા નથી. 'इहलोए च्चिय विणओ, कुणइ विणीयाण इच्छियं लच्छिं । ખદ સીદ્દાર્ફન, સુ' નિમિત્તે = પરનોÇ Il૪૧૧૫’ અર્થ : વિનય સિંહ૨થ વગેરેની જેમ વિનીતપુરૂષોને આલોકમાં જ ઇચ્છિત લક્ષ્મીને આપે છે અને પરલોકમાં સદ્ગતિ આપે છે. किं बहुणा ? विणओ च्चिय, अमूलमंतं जए वसीकरणं । તોયપાનોયનુાળ, મળવયિાળ ।।૪૧૨।।’ ઃ અર્થ : વધારે શું કહેવું ? જગતમાં કોઇને મૂળિયા ખવડાવીને વશ કરાય છે. કોઇને મંત્રના પ્રયોગથી વશ કરાય છે. વિનય કરનાર મૂળિયા અને મંત્ર વિના આરોગ્ય, લક્ષ્મી, યશ, સૌભાગ્ય, સ્વર્ગ, રાજ્ય, મોક્ષ વગેરે આલોકપરલોકના બધા મનવાંછિત સુખોને વશ કરી શકે છે. વિનયથી દેવો પણ વશ થાય છે. (૨) પ્રશમરતિમાં કહ્યું છે : 'कुलरुपवचनयौवन-धनमित्रैश्वर्यसम्पदपि पुंसाम् । विनयप्रशमविहीना, न शोभते निर्जलेव नदी ||६७ || અર્થ : મનુષ્યની પાસે ગમે તેવું ઉચ્ચ કુલ હોય, કામદેવ જેવું રૂપ હોય, મધ જેવા મીઠા વચનો હોય, આકર્ષક થનગનતું યૌવન હોય, ધનના ઢગલા હોય, મિત્ર સમુદાય હોય, ઐશ્વર્ય હોય, પણ વિનય અને પ્રશમ ૫૩ સમર્પણમ્ Page #73 -------------------------------------------------------------------------- ________________ વૈરાગ્ય ન હોય, તો તે બધું પાણી વિનાની નદીની જેમ શોભતું નથી. અર્થાત્ જેમ પાણી વિનાની નદી શોભતી નથી તેમ વિનય અને વૈરાગ્ય વિનાનો મનુષ્ય શોભતો નથી. 'न तथा सुमहाय॑रपि, वस्त्राभरणैरलङ्कृतो भाति । श्रुतशीलमूलनिकषो, विनीतविनयो यथा भाति ॥६८||' અર્થ : અત્યંત વિનીત જેવો શોભે છે તેવો ઘણા કિંમતી વસ્ત્રો અને આભૂષણોથી અલંકૃત મનુષ્ય શોભતો નથી. વિનય એ શ્રુતજ્ઞાન અને સદાચારની કસોટી છે. એટલે કે વિનીતમાં શ્રુતજ્ઞાન અને સદાચાર હોય છે. અવિનીતમાં શ્રુતજ્ઞાન અને સદાચાર હોતા નથી. અવિનીતનું શ્રુતજ્ઞાન એ શ્રુતજ્ઞાન નથી અને સદાચાર એ સદાચાર નથી. 'विनयफलं शुश्रूषा, गुरुशुश्रूषाफलं श्रुतज्ञानम् । ज्ञानस्य फलं विरति-र्विरतिफलं चावनिरोधः ॥७२।। संवरफलं तपोबल-मथ तपसो निर्जरा फलं द्रष्टम् । तस्माक्रियानिवृतिः क्रियानिवृत्तेरयोगित्वम् ॥७३।। योगनिराधाद्भवसन्ततिक्षयः सन्ततिक्षयान्मोक्षः । तस्मात्कल्याणानां, सर्वेषां भाजनं विनयः ||७४।।' અર્થ : વિનયનું ફળ ગુરુની સેવા છે. ગુરુસેવાનું ફળ શ્રુતજ્ઞાન છે. જ્ઞાનનું ફળ વિરતિ છે. વિરતિનું ફળ આશ્રવોનો નિરોધ (સંવર) છે. સંવરનું ફળ તપની શક્તિ છે. તપનું ફળ નિર્જરા છે. નિર્જરાથી ક્રિયાની નિવૃત્તિ થાય છે. ક્રિયાની નિવૃત્તિથી યોગનિરોધ (અયોગીપણું) થાય છે. યોગનિરોધથી ભવની પરંપરાનો ક્ષય થાય છે. ભવપરંપરાના ક્ષયથી મોક્ષ થાય છે. માટે બધા કલ્યાણોનું ભાજન/આધાર વિનય છે. (૩) ઉપદેશમાળામાં કહ્યું છે : 'विणओ सासणे मूलं, विणीओ संजओ भवे । विणयाओ विप्पमुक्कस्स, कओ धम्मो को तवो ? ||३४१।।' અર્થઃ જિનશાસનનું મૂળ વિનય છે. વિનીત નથી તે સંમત ન થઇ શકે. કદાચ બાહ્ય વેષથી તે સંમત હોય તો પણ તેના જીવનમાં ધર્મ અને તપ ન હોય. 'विणओ आवहइ सिरिं, लहइ विणीओ जसं च कित्तिं च । न कयाइ दुव्विणीओ, सकज्जसिद्धिं समाणेइ ||३४२।।' ગુરુ ભક્તિ Page #74 -------------------------------------------------------------------------- ________________ અર્થ : વિનય લક્ષ્મીને લાવે છે. વિનીત આત્મા યશ અને કીર્તિ પામે છે. દુર્વિનીત જીવ ક્યારેય પોતાના કાર્યની સિદ્ધિ પામતો નથી. અર્થાત્ દુર્વિનીતનું કાર્ય ક્યારેય સિદ્ધ થતું નથી. (૪) ચંદાવેજઝય પયશામાં ઃ કહ્યું છે 'जो परिभवइ मणूसो आयरियं, जत्थ सिक्खए विज्जं । तस्स गहिया वि विज्जा, दुक्खेण वि अप्फला होइ ||४||' અર્થ : જેની પાસે જ્ઞાન ભણે તે આચાર્યનો જો મનુષ્ય પરાભવ (અવિનય) કરે, તેનું મુશ્કેલીથી મેળવાયેલું જ્ઞાન પણ ફળ આપતું નથી. 'थद्धो विणयविहूणो न लभइ, कित्तिं जसं च लोगम्मि | जो परिभवं करेइ गुरुण, गुरुयाए कम्माणं ॥५।।' અર્થ અભિમાનથી અક્કડ અને વિનય વિનાનો જે મનુષ્ય ભારેકર્મીપણાને લીધો ગુરુનો પરાભવ (અવિનય) કરે છે તેને લોકમાં કીર્તિ ને યશ મળતા નથી. 'सव्वत्थ लभेज्ज नरो विस्संभं , सच्चयं च कित्तिं च । जो गुरुजणोवइटुं विज्जं विणएण गेण्हेज्ज ।।६।।' અર્થ : જે મનુષ્ય ગુરુએ સમજાવેલા જ્ઞાનને વિનયપૂર્વક ગ્રહણ કરે છે તે બધે વિશ્વાસપાત્ર બને છે, સાચો પૂરવાર થાય છે અને કીર્તિ પામે છે. 'अविणीयस्स पणस्सइ, जइ वि न नस्सइ न नज्जइ गुणेहिं। विज्जा सुसिक्खिया विहु, गुरुपरिभवबुद्धिदोसेणं ।।७।।' અર્થ : ગુરુનો પરાભવ કરવારૂપ બુદ્ધિના દોષથી અવિનીતનું સારી રીતે ભણાયેલું જ્ઞાન પણ નાશ પામે છે, કદાચ નાશ ન પામે તો પણ તેનાથી ગુણોની પ્રાપ્તિ થતી નથી. 'सिक्खाहि ताव विणयं, किं ते विज्जाइ दुव्विणीयस्स | दुस्सिक्खिओ हु विणओ, सुलभा विज्जा विणीयस्स ।।११।।' અર્થ: પહેલા વિનય તો શીખ, દુર્વિનીત એવા તને જ્ઞાનથી શું લાભ થશે ? વિનય જ મુશ્કેલીથી શીખાય એવો છે. વિનીતને તો જ્ઞાન સુલભ છે. 'पव्वइयस्स गिहिस्स व, विणयं चेव कुसला पसंसति । नहु पावइ अविणीओ, कितिं च जसं च लोगम्मि ||१५||' સમર્પણમ્ Page #75 -------------------------------------------------------------------------- ________________ અર્થ : તીર્થંકરો અને ગણધરો સાધુના કે ગૃહસ્થના વિનયની જ પ્રશંસા કરે છે. અવિનીત મનુષ્યલોકમાં કીર્તિ અને યશ પામતો નથી. 'विणओ मोक्खद्दारं, बिणयं मा हू कयाइ छड्डेज्जा । अप्पसुओ वि हु पुरिसो, विणएण खवेइ कम्माई || ५४ || ' અર્થ : વિનય એ મોક્ષનું દ્વાર છે. વિનયને ક્યારેય છોડવો નહીં. અલ્પ જ્ઞાનવાળો પુરૂષ પણ વિનયથી કર્મો ખપાવે છે. 'सव्वे य तवविसेसा, नियमविसेसा य गुणविसेसा य । नत्थि हु विणओ जेसिं मोक्खफलं निरत्थयं तेसिं ||६०||' અર્થ : જેનું ફળ મોક્ષ છે એવો વિનય જેમની પાસે નથી તેમના બધા ય વિશેષ પ્રકારના તપો, વિશેષ પ્રકારના નિયમો અને વિશેષ પ્રકારના ગુણો નકામા છે. 'जो विणओ तं नाणं, जं नाणं सो उ वुच्चेई विणओ । विणण लहइ नाणं, नाणेण विजाणई विणयं ||६२|| અર્થ : જે વિનય છે તે જ્ઞાન છે. જે જ્ઞાન છે તે જ વિનય કહેવાય છે. વિનયથી જ્ઞાન મળે છે. જ્ઞાનથી વિનયને જાણે છે. 'सव्वो चरितसारो, विणयम्मि पइट्ठिओ मणूसाणं । नहु विणयविप्पहीणं, निग्गंथरिसी पसंसंति ॥६३॥' અર્થ : મનુષ્યોના ચારિત્રનો બધો સાર વિનય ઉ૫૨ પ્રતિષ્ઠિત છે. નિગ્રંથ ઋષિઓ વિનયરહિતની પ્રશંસા કરતા નથી. " 'बहु पि सुयमहीयं किं काही विणयविप्पहीणस्स ? | अंधस्स जह पलित्ता, दीवसयसहस्सकोडी वि ||६६॥' અર્થ : જેમ લાખો-કરોડો પ્રગટેલા દીવા પણ આંધળાને કંઇ લાભ ઃ કરતા નથી, તેમ વિનયરહિતે ભણેલું ઘણું પણ જ્ઞાન તેને શું લાભ કરશે ? અર્થાત્ કંઇ લાભ નહી કરે. (૫) વીરભદ્રાચાર્ય રચિત આરાધનાપતાકામાં કહ્યું છે 'विणएण विप्पहीणस्स, होइ सिक्खा निरत्थिया तस्स । विणओ सिक्खामूलं, तीइ फलं सव्वकल्लाणं ||१४|| અર્થ : વિનયરહિતનું જ્ઞાન નકામું જાય છે. વિનય એ જ્ઞાનનું મૂળ છે. જ્ઞાનનું ફળ બધા કલ્યાણો છે. ૫૬ ગુરુ ભક્તિ Page #76 -------------------------------------------------------------------------- ________________ (૬) ધર્મરત્નપ્રકરણમાં કહ્યું છે'विणओ सव्वगुणाणं मूलं, सन्नाणदंसणाईणं । मोक्खस्स य ते मूलं, तेण विणीओ इह पसत्थो ||२५।।' અર્થ : સમ્યજ્ઞાન, સમ્યગ્દર્શન વગેરે બધા ગુણોનું મૂળ વિનય છે. મોક્ષનું મૂળ તે ગુણો છે. તેથી અહીં વિનીત જીવ સારો (પ્રશંસાપાત્ર) છે. (૭) દ્વાન્નિશદ્ધાત્રિશિકામાં કહ્યું છે :'विनयेन विना न स्याज्जिनप्रवचनोन्नतिः । पयःसेकं विना किं वा वर्धते भुवि पादपः ।।१७।।' અર્થ : વિનય વિના જિનપ્રવચન (જિનશાસન)ની ઉન્નતિ ન થાય. શું ભૂમિમાં પાણી સિંચ્યા વિના વૃક્ષ વધે છે ? અર્થાત્ નથી વધતો. 'विनयस्य प्रधानत्व-द्योतनायैव पर्षदि । તીર્થ તીર્થપતિર્નવા, તાfપ વગ્યા નો રૂ|| અર્થ જેમના બધા પ્રયોજન પૂર્ણ થયા છે એવા કૃતાર્થ તીર્થકર ભગવાને પણ વિનયની પ્રધાનતા બતાવવા માટે જ પર્ષદામાં તીર્થને નમીને દેશના આપી. 'छिद्यते विनयो यैस्तु, शुद्धोञ्छादिपरैरपि । तैरप्यग्रेसरीभूय, मोक्षमार्गो विलुप्यते ||३१।।' અર્થ : નિર્દોષ ગોચરીમાં તત્પર એવા પણ જેઓ વિનયને છેદે છે તેઓ પણ અગ્રેસર થઇને મોક્ષમાર્ગનો વિલોપ (નાશ) કરે છે. 'नियुङ्क्ते यो यथास्थान-मेनं तस्य तु सन्निधौ । स्वयंवराः समायान्ति, परमानन्दसम्पदः ||३२||' અર્થ : જે ઉચિત સ્થાનમાં વિનય કરે છે, તેની પાસે પરમાનંદની સંપત્તિઓ સ્વયં વરવા આવે છે. (૮) ઉપદેશકલ્પવલ્લીમાં કહ્યું છે :'विद्या-विज्ञान-विश्वास-विभूति-विभुतादिकम् । ગુખાનામગ્રી: સર્વ, વિધર્ત વિનય વિશાત્ II૧૧રપા' અર્થ ગુણોમાં અગ્રેસર એવો વિનય મનુષ્યોને વિદ્યા, વિજ્ઞાન, વિશ્વાસ, ઐશ્વર્ય અને પ્રભુતા વગેરે બધું આપે છે. સમર્પણ ( ૫૭ પ૭ Page #77 -------------------------------------------------------------------------- ________________ આમ શાસ્ત્રોમાં ઠે૨ ઠે૨ વિનયનું બહુ જ મહત્ત્વ બતાવ્યું છે. વિનય મોક્ષનું દ્વાર છે, વિનય જિનશાસનનું મૂળ છે, વિનય ધર્મનું મૂળ છે, વિનય બધા ગુણોનું મૂળ છે. વગેરે વિનયનું મહત્ત્વ બરાબર સમજી માનકષાયનો નિગ્રહ કરી ગુરુવિનયને આત્મસાત્ કરવો. (૧૦) ધર્મરત્નકદંડકમાં કહ્યું છે ઃ · 'गुर्वादिषु शुभं चित्तं विनयो मानसो मतः । हितं मितं प्रियं वाक्यं, विनयस्तेषु वाचिकः ||२९४|| कायिकश्च यथाशक्ति, तत्कार्याणां प्रसाधकः । सर्वथाऽऽशातनात्यागः सर्वदा नीचवर्तिता ||२९५||' અર્થ : ગુરુ વગેરેને વિષે સારૂં મન(ભાવ)રાખવું તે માનસિકવિનય છે. ગુરુ વગેરેને વિષે હિતકારી, પરિમિત અને પ્રિય વાક્ય બોલવું તે વાચિકવિનય છે. ગુરુ વગેરેના કાર્યો કરવા, બધી રીતે તેમની આશાતનાનો ત્યાગ કરવો, હંમેશા નમ્ર બનીને રહેવું તે કાયિક વિનય છે. ૫૮ ગુરુ ભક્તિ Page #78 -------------------------------------------------------------------------- ________________ વિનય-બહુમાનની ચતુર્ભાગી. વિનય એટલે ગુરુની બાહ્ય સેવા. બહુમાન એટલે ગુરુ સાથેનો અંદરનો પ્રેમભર્યો સંબંધ. વિનય અને બહુમાનના ચાર ભાંગા થાય છે. તે આ પ્રમાણે (૧) વિનય પણ હોય અને બહુમાન પણ હોય. દા.ત. કુમારપાળ મહારાજા વગેરે. (૨) વિનય હોય પણ બહુમાન ન હોય. દા.ત. પાલકકુમાર વગેરે. (૩) વિનય ન હોય પણ બહુમાન હોય. દા.ત. શાંખકુમાર વગેરે. (૪) વિનય પણ ન હોય અને બહુમાન પણ ન હોય. દા.ત. કપિલા દાસી, કાલસૌરિક કસાઇ વગેરે. (૧) પહેલા ભાંગાનું ઉદાહરણ ગૌતમસ્વામી વગેરે સાધુ ભગવંતો છે. તેઓ ગુરુની બાહ્ય સેવા પણ કરે છે અને અંદરથી ગુરુ પ્રત્યે પ્રેમવાળા પણ હોય છે. (૨) બીજા ભાંગાનું ઉદાહરણ વિનયરત્ન વગેરે સાધુઓ છે. તેઓ ગુરુને ખુશ કરવા ગુરુની બાહ્ય સેવા કરે છે, પણ માયા કે અજ્ઞાનને લીધે અંદરમાં ગુરુ પ્રત્યે ભાવ વિનાના હોય છે. (૩) ત્રીજા ભાંગાનું ઉદાહરણ તેવા રોગ વગેરેથી ઘેરાયેલા સાધુઓ છે. તેઓ રોગ વગેરેને લીધે ગુરુની બાહ્ય સેવા કરી શકતા નથી, પણ અંદરમાં ગુરુ પ્રત્યે ઉછળતા ભાવવાળા હોય છે. (૪) ચોથા ભાંગાનું ઉદાહરણ કુલવાલકમુનિ વગેરે સાધુઓ છે. તેઓ ગુરુની બાહ્ય સેવા કરતા નથી અને અંદરથી ગુરુ પ્રત્યે પ્રેમ વિનાના હોય છે. ચોથા ભાંગાના સાધુઓ હકીકતમાં શિષ્ય જ નથી, પણ શિષ્યાભાસ છે. એટલે બહારથી શિષ્ય જેવા દેખાય છે. - આ ચાર ભાંગાઓમાંથી પહેલો ભાંગો શુદ્ધ છે. કારણે ત્રીજો ભાંગો પણ શુદ્ધ છે. બીજા અને ચોથો ભાંગો અશુદ્ધ જ છે. તેમાં પણ ચોથો ભાંગો સંપૂર્ણ રીતે અશુદ્ધ છે. બીજા ભાંગાવાળો સાધુ બહુમાનરહિત વિનય કરવા વડે થોડું અનુબંધ રહિત પુણ્ય બાંધે છે, પણ તે ભાવ વિનાનો હોવાથી વિશિષ્ટ પુણ્યબંધ અને કર્મનિર્જરા કરી શકતો નથી. ત્રીજા ભાંગાવાળા સાધુઓ રોગ સમર્પણમ્ Page #79 -------------------------------------------------------------------------- ________________ વગેરેના કારણે બાહ્ય વિનય કરી શકતા નથી છતાં પણ વિનય કરવાનો તેનો હાર્દિકભાવ તો અખંડ જ હોય છે. તેથી તે પણ પહેલા ભાંગાવાળા સાધુ જેટલું જ ફળ પામે છે, કેમકે બધે ભાવ જ પ્રધાન છે. આપણે બીજા અને ચોથા ભાંગામાંથી આપણી બાદબાકી કરવાની છે. આપણે પહેલા ભાંગાવાળા સાધુઓ જેવા બનવાનું છે. તેવો અસાધ્ય રોગ આવે ત્યારે જ ત્રીજા ભાંગામાં પ્રવેશ કરવો, બાકી હંમેશા પહેલા ભાંગામાં જ રહેવું. 'ગુરુ પ્રત્યે ભક્તિ અને હાર્દિક બહુમાન ' ઊભાં કરવાના ઉપાયો ધર્માચાર્યબહુમાનકુલકમાં ગુરુ પ્રત્યે ભક્તિ અને બહુમાન પેદા કરવાના વિવિધ ઉપાયો બતાવ્યા છે. તે આ પ્રમાણે – (૧) જ્ઞાન વગેરે ગુણોથી યુક્ત એવા ગુરુ સંપૂર્ણ વિશ્વમાં પૂજ્ય છે. શિષ્યો માટે તો ગુરુ નજીકના ઉપકારી છે. તેથી શિષ્યો માટે તો ગુરુ અવશ્ય પૂજ્ય છે. (૨) કદાચ એવું બને કે શિષ્યમાં અધિક ગુણો હોય અને ગુરુમાં ઓછા ગુણો હોય તો પણ અધિક ગુણવાળા શિષ્ય અલ્પગુણવાળા ગુરુની આજ્ઞા મસ્તકે ચઢાવવી. (૩) કદાચ ગુરુ શિષ્યના નાના અપરાધમાં પણ મોટો દંડ કરે. કદાચ ગુરુ શિષ્યના થોડા અવિનયમાં પણ એની ઉપર ઘણો ગુસ્સો કરે. કદાચ ગુરુ શિષ્યને કઠોર વચનોથી પ્રેરણા કરે. કદાચ ગુરુ શિષ્યને લાકડીથી મારે. કદાચ ગુરુ ઓછા જ્ઞાનવાળા હોય. કદાચ ગુરુ સુખશીલિયા હોય. કદાચ ગુરુ થોડા પ્રમાદી હોય. છતાં પણ શિષ્ય આવા ગુરુને ભગવાનની જેમ પૂજવા. (૪) નોકર શેઠની આજ્ઞાનું પાલન કરે છે. શિષ્ય પણ જો માત્ર ગુરુની આજ્ઞાનું જ પાલન કરતો હોય તો તે પણ નોકર જ છે. સાચો શિષ્ય તો તે છે જે ગુરુના ઇંગિત(હાવભાવ)ને જાણીને ગુરુનું કાર્ય કરે. (૫) બીજા સાધનોથી કરાયેલી રેખાઓ સમય જતા ભૂસાય જાય છે. વજથી કરાયેલી રેખા ક્યારેય ભૂસાતી નથી. શિષ્યના હૃદયમાં પણ ગુરુભક્તિ વજની રેખાની જેમ વસવી જોઇએ, એટલે કે તે ક્યારેય ઘટવી ન જોઇએ અને જતી ન રહેવી જોઇએ. જો શિષ્યના હૃદયમાં ગુરુભક્તિ વજની રેખાની જેમ ન વસી ગુરુ ભક્તિ Page #80 -------------------------------------------------------------------------- ________________ હોય તો તે શિષ્યનું શિષ્યપણુ-સાધુપણુ વિડંબણારૂપ છે, એટલે કે નકામુ છે. તેનાથી શું ફાયદો ? (૬) જે ગુરુની સામે કે ગુરુની પીઠ પાછળ ગુરુની નિંદા કરે છે તેને બીજા ભવમાં જિનશાસન મળતું નથી. (૭) ગુરુભક્તિ વૃક્ષ જેવી છે. શિષ્યોને સંસારમાં મળતી ઋદ્ધિઓ ગુરુભક્તિરૂપી વૃક્ષના ફૂલ જેવી છે. (૮) એક ગ્લાસ પાણી આપનારના ઉપકારનો બદલો પણ વાળી શકાતો નથી. ગુરુ તો સંસારસાગરથી તારે છે. તેમના ઉપકારને યાદ કરી હંમેશા ગુરુભક્તિમાં અપ્રમત રહેવું. (૯) ઘરના આંગણા પરથી ઘરની અંદરની સંપત્તિની ખબર પડે છે. માયાવી શિષ્ય ગુરુને ખુશ કરવા માત્ર વચનથી ગુરુને કહે છે કે, “તમારા ચરણોની સેવા એ જ મારું જીવન છે.” તેના આ વચન પરથી તેની અંદર રહેલી માયા, ભાવશૂન્યતા વગેરેની ખબર પડી જાય છે. બોલવા માત્રથી જીવનમાં ગુરુભક્તિ આવી નથી જતી. ગુરુભક્તિને જીવનમાં લાવવા તો ઘણી મહેનત કરવી પડે છે. જેના જીવનમાં ગુરુભક્તિ હોય છે એનું જીવન જ એની ગુરુભક્તિને કહી આપે છે, એણે કહેવાની જરૂર પડતી નથી કે, “ગુરુભક્તિ એ જ મારું જીવન છે.” (૧૦) શિષ્ય ગુરુના મનને અનુકૂળ વર્તે એ જ શ્રેષ્ઠ કળા છે, એ જ શ્રેષ્ઠ ધર્મ છે અને એ જ શ્રેષ્ઠ તત્ત્વ છે. (૧૧) ગુરુનું વચન યોગ્ય જ હોય. કદાચ નસીબજોગે ગુરુનું વચન અયોગ્ય હોય તો પણ એ તીર્થરૂપ છે. તેનાથી જે પણ થાય તે કલ્યાણરૂપ જ થાય. (૧૨) જેને ફાંસીના માચડે ચઢાવવાનો છે એવા ચોરને અલંકારો પહેરાવવાથી કંઇ લાભ થતો નથી. તેમ ગુરુની ઇચ્છાને અવગણીને શિષ્યોને જે ઋદ્ધિ મળે છે તેનાથી તેમને કંઇ લાભ થતો નથી. (૧૩) શિષ્ય ખંજવાળવું, ઘૂંકવું, શ્વાસ લેવો વગેરે નાના કાર્યોની રજા ગુરુ પાસેથી બહુવેલ'ના બે આદેશો દ્વારા લઇને પછી તે કાર્યો કરવા. બાકીના મોટા દરેક કાર્યો શિષ્ય ગુરુને પૂછીને જ કરવા. એટલે શિષ્ય ગુરુને પૂછડ્યા વિના કંઇ પણ ન કરવું. (૧૪) એક કાર્યની ગુરુ પાસેથી રજા લઇને બીજા બે-ત્રણ કાર્યો શિષ્ય ન સમર્પણમ્ Page #81 -------------------------------------------------------------------------- ________________ કરવા. નાના પણ કાર્યોમાં સુસાધુઓની આ મર્યાદા છે કે દરેક કાર્ય ગુરુને પૂછીને જ કરવું. (૧૫) જે શિષ્યો મોટું પણ કાર્ય કરીને ગુરુને કહેતા નથી, ગુરુ પૂછે તો પણ છુપાવે છે તેમને ગુરુકુલવાસથી શું લાભ થાય ? અર્થાત્ કંઇ લાભ ન થાય. (૧૬) કોઇ શિષ્યની યોગ્યતા વધુ હોય, તેથી ગુરુ તેને વધુ માન આપે. કોઇ શિષ્યની યોગ્યતા ઓછી હોય, તેથી ગુરુ તેને ઓછું માન આપે. આવા કોઇ પણ કારણે ગુરુ શિષ્યોને ઓછું-વધુ સન્માન આપે. શિષ્યો પણ હંમેશા બધા એકસરખા સ્વભાવવાળા નથી હોતા. આ હકીકત જાણીને ઓછું-વધુ માન આપનારા ગુરુ ઉપર ક્યારેય ખેદ ન કરવો, એટલે કે બહુમાન ઘટાડવું નહી. (૧૭) કાળને અનુસારે શાસ્ત્રોને અનુસરનારા જે ગુરુઓ છે તેમની ગૌતમસ્વામીની જેમ સેવા કરવી. જો મોક્ષે જવાની ઇચ્છા હોય તો ગુરુ માટે ખરાબ વિચારો નહીં કરવા. (૧૮) જેઓ ગુરુભક્તિ કરે છે તેમને ચક્રવર્તીપણું, ઇન્દ્રપણું, ગણધરપદ, અરિહંતપદ વગેરે સારા પદો મળે છે અને બીજું પણ તેમણે મનમાં ઇચ્છેલું બધું થાય છે. (૧૯) ગુરુની આરાધનાથી ચઢિયાતું બીજું કોઇ અમૃત નથી. ગુરુની વિરાધનાથી ચઢીયાતું બીજું કોઇ ઝેર નથી. (૨૦) શિષ્ય ગુરુની ભક્તિ કરીને ગુરુના હૃદયમાં સ્થાન મેળવવું જોઇએ. “ગુરુની ભક્તિથી મારો પરભવ સુધરી જશે' એવા ભાવથી કે “ગુરુની ભક્તિથી મારા આ ભવના કાર્યો પૂરા થશે' એવા ભાવથી, હૃદયના ભાવથી કે બીજાના દબાણથી કોઇપણ રીતે શિષ્ય જેમ ભમરો કમળમાં પોતાને સ્થિર કરે છે તેમ ગુરુના મનમાં પોતાના આત્માને સ્થાપવો જોઇએ. જે શિષ્ય આવું નથી કરતો તેના જીવન, જન્મ કે દીક્ષાથી શું ફાયદો ? અર્થાત્ તેવા શિષ્યના જીવન, જન્મ અને દીક્ષા ત્રણે નકામા છે. ગચ્છાચાર પયજ્ઞામાં કહ્યું છે-ગીતાર્થ ગુરુના વચનથી ઝેર પીવું પણ અગીતાર્થના વચનથી અમૃત ન પીવું. ગીતાર્થ ગુરુના વચનથી પીધેલું ઝેર પણ અમૃત જેવું છે. કેમકે કે અમર બનાવે છે. અગીતાર્થના વચનથી પીધેલું અમૃત પણ ઝેર જેવું છે, કેમકે તે મારે છે. ગુરુ ભક્તિ Page #82 -------------------------------------------------------------------------- ________________ પ્રશમરતિમાં કહ્યું છે (૧) બધા શાસ્ત્રોનું જ્ઞાન ગુરુને આધીન છે. માટે હિતને ઇચ્છનારાએ ગુરુની આરાધનામાં તત્પર બનવું. (૨) ગરમીથી માણસ ઉકળાટ અનુભવે છે. મલય પર્વત પર ઊગેલા ચંદનના રસના સ્પર્શથી તે માણસને ઠંડક થાય છે. તેમ અહિતનું આચરણ એ ગરમી જેવું છે. ગુરુનું મુખ મલયપર્વત જેવું છે. ગુરુનું વચન એ ચંદનના રસ જેવું છે. ગુરુના મુખરૂપી મલય પર્વતમાંથી નીકળેલ વચન રૂપી ચંદનનો રસ શિષ્યના જીવનમાંથી અહિતના આચરણ રૂ૫ ગરમીને દૂર કરે છે. ગુરુની આવી વચનપ્રસાદી ભાગ્યશાળીને જ મળે છે. કમભાગીને મળતી નથી. (૩) આ લોકમાં માતા-પિતા, માલિક અને ગુરુના ઉપકારનો બદલો મુશ્કેલીથી વળે છે. તેમાં પણ ગુરુના ઉપકારનો બદલો તો આ ભવમાં અને પરભવમાં ખૂબ જ મુશ્કેલીથી વળે છે. ઉપદેશમાળામાં કહ્યું છે-કદાચ કોઇક કારણસર ગુરુ કાગડાને ધોળો કહે તો પણ શિષ્ય “કોઇક કારણ હોવું જોઇએ એમ માનીને ગુરુનું વચન સ્વીકારે, પણ એને તોડી ન પાડે. કદાચ ગુરુ શિષ્યને સાપને આંગળીથી માપવાનું કે એના દાંત ગણવાનું કહે તો પણ શિષ્ય “કારણ ગુરુ જાણે એમ વિચારી ગુરુનું કાર્ય અવશ્ય કરે. આ બધા ઉપાયોને બરાબર સમજી, તેમને વારંવાર ઘુંટી ગુરુ પ્રત્યે ભક્તિ અને બહુમાન પ્રગટ કરવા ઉદ્યમ કરવો. જે ગુરુની ભક્તિ કરે છે તેની ભક્તિ આખું જગત કરે છે, તેને કોઇની સેવા કરવી પડતી નથી. જે ગુરુની ભક્તિની ઉપેક્ષા કરે છે તેને આખા જગતની સેવા કરવી પડે છે, તેની સેવા કોઇ કરતું નથી. અનાદિકાળથી સંસારમાં ભમતાં આપણે પતિની, પત્નીની, પુત્રની, પુત્રીની, મિત્રોની, સ્વજનોની, માતાની, પિતાની, માલિકની, રાજાની, શેઠની, ઇન્દ્રની વગેરે અનેક વ્યક્તિઓની સેવા સંસારના સ્વાર્થ માટે કે ફરજ રૂપે ઘણીવાર કરી. પણ તેનાથી આપણો મોક્ષ ન થયો. હવે આ ભવમાં નિ:સ્વાર્થભાવે ગુરુની ભક્તિ આપણે કરવાની છે. તેનાથી ટુંક સમયમાં આપણો મોક્ષ થઇ જશે. સંસારી માણસ થોડા પૈસા માટે કે થોડા સંસારના સુખ માટે કેટલી મજૂરી કરે છે, માલિકની ગાળો પણ સાંભળે છે. માલિકના કડવા વચનો પણ સાંભળે છે, માલિકનું કામ પણ કરે છે, માલિકનો પડતો બોલ ઝીલે છે, માલિકને ખુશ કરે છે. ગુરુ તો આપણને કર્મનિર્જરા અને મોક્ષ આપે છે. માટે સમર્પણમ્ Page #83 -------------------------------------------------------------------------- ________________ તેમની તો આપણે અવશ્ય મજૂરી કરતા પણ વધુ ભક્તિ કરવી જોઇને, તેમના બધા વચનો સહન કરવા જોઇએ. તેમનું બધું કાર્ય કરવું જોઇએ. તેમનો પડતો બોલ ઝીલવો જોઇએ. તેમને બધી રીતે ખુશ રાખવા જોઇએ. ગુરુની ભક્તિથી આપણી મુક્તિ નિકટ થાય છે. માટે ગુરુની ભક્તિમાં જરાય આળસ કે પ્રમાદ કરવા નહી. ગુરુને ભક્તિની અપેક્ષા નથી હોતી. પણ ગુરુની ભક્તિ કરવી એ આપણું કર્તવ્ય બને છે. ગુરુભક્તિ કંઇ ગુરુ ઉપર ઉપકાર કરવા માટે નથી કરવાની, પણ આપણા આત્માનું કલ્યાણ કરવા માટે કરવાની છે. તેથી ગુરુની ભક્તિ એ હકીકતમાં આપણા આત્માની જ ભક્તિ છે. ગુરુની ભક્તિની ઉપેક્ષા કરીને કુશિષ્યો જે બાહ્ય ફળો મેળવવા ઝંખે છે તે બધા બાહ્ય ફળો ગુરુની ભક્તિના આનુષંગિક ફળ (byproduct) તરીકે મળવાના જ છે, પણ સાથે કર્મનિર્જરાનો મહાન લાભ પણ થાય છે. કશિષ્યો તો ઉભયભ્રષ્ટ થાય છે. ગુરુભક્તિની ઉપેક્ષા કરીને મેળવવા ઇચ્છેલ બાહ્ય ફળો તેમને મળતા નથી, કેમકે ગુરુભક્તિની ઉપેક્ષા કરવાથી તેમનું પુણ્ય ઘટી જાય છે, અને ગુરુભક્તિ ન કરી હોવાથી તેમને કર્મનિર્જરા પણ થતી નથી. આમ ગુરુભક્તિ કરનારને બમણો લાભ થાય છે અને ગુરુભક્તિની ઉપેક્ષા કરનારને બમણું નુકસાન થાય છે. ટુંકમાં, બધા ઉપાયોથી ગુરુના ભક્તિ અને બહુમાન કરવા. ગુરુ ભક્તિ Page #84 -------------------------------------------------------------------------- ________________ 'વૈયાવચ્ચના પ્રકારો વૈયાવચ્ચ એટલે ગુરુના કાર્યમાં રોકાયેલા રહેવું, એટલે કે ગુરુની સેવા કરવી. વૈયાવચ્ચ એક વિશેષ પ્રકારનો વિનય છે. વૈયાવચ્ચના દસ પ્રકાર છે. તે આ પ્રમાણે (૧) આચાર્યની વૈયાવચ્ચઃ પંચાચાર પાળે અને પળાવે તે આચાર્ય. તેમની વૈયાવચ્ચ કરવી જોઇએ. (૨) ઉપાધ્યાયની વૈયાવચ્ચઃ શાસ્ત્રો ભણે અને ભણાવે તે ઉપાધ્યાય. તેમની વૈયાવચ્ચ કરવી જોઇએ. (૩) સ્થવિરની વૈયાવચ્ચઃ શિથિલ થતાં સાધુઓને સંયમમાં સ્થિર કરે તે સ્થવિર. તેમની વૈયાવચ્ચ કરવી જોઇએ. (૪) કુળની વૈયાવચ્ચઃ એક આચાર્યનો સાધુસમુદાય તે કુળ. તેની વૈયાવચ્ચ કરવી જોઇએ. (૫) ગણની વૈયાવચ્ચઃ ઘણા કુળોનો સમુદાય તે ગણ. તેની વૈયાવચ્ચ કરવી જોઇએ. (૬) સંઘની વૈયાવચ્ચઃ સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા રૂપ ચતુર્વિધ સંઘની વૈયાવચ્ચ કરવી જોઇએ. (૭) તપસ્વીની વૈયાવચ્ચ : અઠ્ઠમથી ઉપરના વિકૃષ્ટ તપો કરે તે તપસ્વી. તેની શારીરિક શુશ્રષાથી અને પારણામાં પૌષ્ટિક આહાર વગેરે વહોરાવીને વૈયાવચ્ચ કરવી જોઇએ. (૮) પ્લાનની વૈયાવચ્ચ રોગથી પીડાતો હોય તે ગ્લાન. તેની ઔષધ, પથ્ય, વૈદ્ય, ડોકટર, દવાખાના, હોસ્પિટલો વગેરેથી વૈયાવચ્ચ કરવી જોઇએ. (૯) સાધર્મિકની વૈયાવચ્ચ : સાધુ-સાધ્વીની અપેક્ષાએ સાધુ-સાધ્વી સાધર્મિક છે. શ્રાવક-શ્રાવિકાની અપેક્ષાએ શ્રાવક-શ્રાવિકા સાધર્મિક છે. સાધર્મિકની આહાર વગેરેથી વૈયાવચ્ચ કરવી જોઇએ. (૧૦) શૈક્ષકની વૈયાવચ્ચ ? જેની નવી દીક્ષા થઈ હોય તે શિક્ષક. તેની બધી રીતે વૈયાવચ્ચ કરવી જોઇએ. તેને બધું શીખવાડવું એ પણ તેની વૈયાવચ્ચ સમર્પણ Page #85 -------------------------------------------------------------------------- ________________ આ દસેની આહાર, પાણી, વસ્ત્ર, પાત્રા, મકાન, ઉપકરણો, ઔષધ, પથ્ય વગેરે સાધુએ લાવીને અને ગૃહસ્થ વહોરાવીને વૈયાવચ્ચ કરવી જોઇએ. સાધુએ તેમના કાપ કાઢવા, શરીર દબાવવું વગેરે વૈયાવચ્ચ કરવી જોઇએ. જેની માટે જે જે ઉચિત હોય તે તે વસ્તુથી વૈયાવચ્ચ કરવી જોઇએ. 'વૈયાવચ્ચનું માહાભ્ય (૧) એક પણ સાધુની ભક્તિથી પંદર કર્મભૂમિના બધા સાધુઓની ભક્તિ થાય છે. એક સાધુની હલનાથી પંદર કર્મભૂમિના બધા સાધુઓની હીલના થાય છે. સાધુની ભક્તિથી જ્ઞાન વગેરે ગુણો જ પૂજાય છે. જ્ઞાન વગેરે ગુણો બધા સાધુઓમાં સમાન છે. તેથી જ્ઞાન વગેરે ગુણોવાળા આ સાધુની ભક્તિ કરૂં' એવી બુદ્ધિથી કરાયેલી એક પણ સાધુની ભક્તિથી જ્ઞાન વગેરે ગુણોવાળા બધા ય સાધુઓની ભક્તિ થાય છે, કેમકે ભક્તિ કરનારનો સામાન્યથી જ્ઞાન વગેરે ગુણોની પૂજાનો જ ભાવ હોય છે. જ્ઞાન વગેરે ગુણોવાલાની હાલના અવિવેકી જ કરે છે. જે એક સાધુમાં રહેલા જ્ઞાન વગેરે ગુણોની હલના કરે છે તે બધાય સાધુઓમાં રહેલા જ્ઞાન વગેરે ગુણોની હલના કરે છે. કેમકે તેનો અવિવેક બધે એકસરખો છે. (૨) વર્તમાનકાળે પંદરે કર્મભૂમિઓમાં જઘન્યથી પણ બે હજાર કરોડથી નવ હજાર કરોડ સાધુ ભગવંતોની ભક્તિ થાય છે અને ત્રણે કાળની અપેક્ષાએ અનંત સાધુ ભગવંતોની ભક્તિ થાય છે. એ જ રીતે એક સાધુની હીલનાથી વર્તમાનકાળની અપેક્ષાએ બે હજાર કરોડથી નવ હજાર કરોડ સાધુ ભગવંતોની હાલના થાય છે અને ત્રણે કાળની અપેક્ષાએ અનંત સાધુ ભગવંતોની હાલના થાય છે. આમ એક સાધુની ભક્તિથી અનંતગુણ લાભ થાય છે અને એક સાધુની હલનાથી અનંતગુણ નુકસાન થાય છે. માટે સાધુની ભક્તિ હંમેશા દિલ દઇને કરવી અને સાધુની હલના ક્યારેય ન કરવી. (૩) જ્ઞાન, દર્શન, ચારિત્ર વગેરે ઉત્તમ ગુણોને ધારણ કરનારા ગુરુ ભગવંતોની હંમેશા વૈયાવચ્ચ કરવી જોઇએ, કેમકે બીજું બધું નાશ પામે છે પણ વૈયાવચ્ચ નાશ પામતી નથી. જો કે જેમ દીક્ષા છોડી દેવાના કારણે કે મૃત્યુ પામવાના કારણે અવિરતિને પામેલાનું ચારિત્ર નાશ પામે છે અને પરાવર્તન ગુરુ ભક્તિ Page #86 -------------------------------------------------------------------------- ________________ ન કરવાથી શ્રુત નાશ પામે છે તેમ એ અવસ્થામાં વૈયાવચ્ચ પણ નાશ પામે છે એટલે કે વૈયાવચ્ચ થતી નથી, છતાં અહીં ચારિત્ર, શ્રુત અને વૈયાવચ્ચ શબ્દોથી ચારિત્ર, શ્રુત અને વૈયાવચ્ચથી ઉપાર્જેલા શુભ સંસ્કાર લેવાના છે. કહેવાનું તાત્પર્ય આવું છે-જીવે ચારિત્ર અને શ્રુત દ્વારા જે શુભ સંસ્કાર ઉપાર્જ્ય છે, તે જીવ જ્યારે દીક્ષાત્યાગ વગેરે અવસ્થામાં અવિરતિવાળો થાય ત્યારે પ્રમાદાદિથી / સાંસારિક પ્રવૃત્તિઓમાં રચ્યા પચ્યા રહેવા આદિથી તે ગુણના સંસ્કારો નાશ પામી શકે છે, જ્ઞાન-ચારિત્રના પરિણામો નષ્ટ થઇ શકે છે, જ્યારે વૈયાવચ્ચમાં આવું થતું નથી. વૈયાવચ્ચથી ઉપાર્જેલા શુભ સંસ્કારો એ વૈયાવચ્ચ અપ્રમાદરૂપ હોવાના કારણે કોઇ પણ અવસ્થામાં નાશ પામતા નથી. બીજા ભવમાં પણ સાથે આવે છે, કારણ કે વૈયાવચ્ચ અપ્રતિપાતી ગુણ છે. આ અપેક્ષાએ જ કહ્યું કે, ‘બીજુ બધું નાશ પામે છે પણ વૈયાવચ્ચ નાશ પામતી નથી.’ આમ વૈયાવચ્ચનું આવું માહાત્મ્ય સમજીને વૈયાવચ્ચમાં હંમેશા ઉદ્યમ કરવો જોઇએ, પણ વૈયાવચ્ચમાં પ્રમાદ ન કરવો જોઇએ. (૪) ગુરુવૈયાવચ્ચ એ ભાવશ્રાવકનું લિંગ છે. ગુરુવૈયાવચ્ચ આત્મામાં રહેલા ભાવશ્રાવકપણાને જણાવે છે. ધર્મરત્નપ્રકરણમાં કહ્યું છે વાધ્યાય વચ્ચે સ્વ ઓગણ ( (૫) ઉત્તરાધ્યયનસૂત્રના ‘સમ્યક્ત્વપરાક્રમ’ નામના અધ્યયનમાં ગૌતમસ્વામીજીએ પ્રભુવીરને પ્રશ્નો પૂછ્યા છે અને પ્રભુએ સચોટ જવાબો આપ્યા છે. ગૌતમસ્વામીજીએ પ્રશ્નોમાં વિવિધ આ 'कयवयकम्मो तह सीलवं च गुणवं च उज्जुववहाढलृ गुरुसुस्सूसो पवयणकुसलो खलु सावगो भावे ||३||' અર્થ : જેણે વ્રત લીધા હોય, શીલવાન હોય, ગુણવાન હોય, વ્યવહારમ સરળ હોય, ગુરુની સેવા કરતો હોય, પ્રવચનમાં કુશળ હોય. આવો ભાવ પક્ષ હોય. અને ગુણોના ફળો પણ પૂછ્યા છે અને પ્રભુએ જવાબોમાં ફળો બતાવ્યા છે. માત્ર એક જ પ્રશ્નના જવા નામકર્મ બંધાય.’ બીજા કોઇ પ્રશ્નના જવાબ એ પ્રશ્ન છે- ‘હે પ્રભુ ! વૈયાવચ્ચથી જીવને સમર્પણમ્ ૬૭ Page #87 -------------------------------------------------------------------------- ________________ છે-“હે ગૌતમ ! વૈયાવચ્ચથી જીવ તીર્થકર નામકર્મ બાંધે છે.” ઉત્તરાધ્યયનસૂત્રમાં તે પ્રશ્ન-જવાબ આ રીતે બતાવ્યા છે વેગાવળે મત ! નીવે જિં નવું ?' वेयावच्चेणं तित्थयरनामगो कम्मं निबंधइ ॥४३॥' આમ વૈયાવચ્ચથી તીર્થકર નામકર્મ બંધાય છે. તીર્થંકરપદવી એટલે આ વિશ્વની સર્વશ્રેષ્ઠ પદવી. તીર્થકર નામકર્મ એટલે આ વિશ્વનું સર્વશ્રેષ્ઠ પુણ્યકર્મ. તીર્થકરો બાહ્ય-અત્યંતર અનંત સમૃદ્ધિના સ્વામી હોય છે. વૈયાવચ્ચથી બંધાયેલા તીર્થકર નામકર્મના ઉદયે આવા તીર્થકર બનવાનું સૌભાગ્ય મળે છે. આમ વૈયાવચ્ચનો આવો પ્રભાવ જાણીને પણ વૈયાવચ્ચ કરવામનના ભાવો ઉલ્લસિત કરવા. () બધા ગુરુ ભગવંતોની વૈયાવચ્ચેથી ઉત્તમ લાભ થાય છે. છતાં તપસ્વી, વિહાર કરીને આવેલા, ગ્લાન, શાસ્ત્રોનો અભ્યાસ અને સર્જન કરનારા અને લોચ કરાવેલા-આ પાંચ ગુરુ ભગવંતોની વૈયાવચ્ચથી વિશેષ લાભ થાય છે. માટે આ પાંચ ગુરુ ભગવંતોની વિશેષ પ્રકારે વૈયાવચ્ચ કરવામાં હંમેશા તત્પર બનવું. (૭) “પહેલા સ્વાધ્યાય કરીને પછી બચેલા સમયમાં વૈયાવચ્ચ કરવાની ' એવું નથી. પણ વૈયાવચ્ચ કરતાં કરતાં વચ્ચે મળતાં સમયમાં સ્વાધ્યાય ને છે. એટલે વૈયાવચ્ચ અને સ્વાધ્યાય બેમાંથી એકને પ્રધાનતા આપવાની પહેલા વૈયાવચ્ચ કરાય અને પછી સ્વાધ્યાય કરાય. વૈયાવચ્ચની વાધ્યાય કરનારને જ્ઞાનાવરણીય કર્મ બંધાય છે. વૈયાવચ્ચ માટે કાય, પણ સ્વાધ્યાય માટે વૈયાવચ્ચ પડતી ન મૂકાય. આમ તા ચઢીયાતી છે. માં તાત્કાલિક પૈસા મળે છે. ઉધાર વેપારમાં થોડા પાવચ્ચ રોકડા વેપાર જેવી છે. અન્ય ગુણોની વચ્ચથી બીજાને સાતા આપવાનો તાત્કાલિક દ્વારા બીજા જીવો ઉપર ઉપકાર કરવારૂપ થાય છે. તેથી તેમના અંદરના પામ ગુરુ ભક્તિ Page #88 -------------------------------------------------------------------------- ________________ આશીર્વાદ મળે છે. એ આશીર્વાદથી જ્ઞાનાભ્યાસ, તપશ્ચર્યા વગેરે અન્ય આરાધનાઓ આપણને મહેનત વિના, વિઘ્ન વિના અને અલ્પ સમયમાં સિદ્ધ થાય છે. સર્વગુણસંપન્ન બનવા માટે તૈયાવચ્ચ એ shortcut છે. વૈયાવચ્ચની ઉપેક્ષા કરી અન્ય ગુણો મેળવવા પ્રયત્નો કરવા એ longcut છે. વૈયાવચ્ચમાં સમય બગડતો નથી પણ સમયનો સદુપયોગ થાય છે. (૧૦) ગુરુ ભગવંતની ઇચ્છા હોય કે ન હોય, તો પણ આપણે માત્ર વચનથી નહીં, પણ આદરપૂર્વક ગોચરી-પાણી દ્વારા તેમની ભક્તિ કરવી. કદાચ ગુરુ ભગવંત આપણા ગોચરી-પાણી ન લે તો પણ આપણો પ્રયત્ન નિષ્ફળ જતો નથી, પણ વૈયાવચ્ચ કરવાના સાચા અને ઉછળતાં ભાવો હૃદયમાં હોવાથી આપણને એકાંતે કર્મનિર્જરા થાય છે, કેમકે બંધ અને નિર્જરામાં મુખ્ય કારણ ભાવની અશુદ્ધિ અને શુદ્ધિ છે, બાહ્ય વસ્તુઓ તો માત્ર સહકારી કારણ છે. (૧૧) ગુરુભગવંતની વૈયાવચ્ચ એ સમ્યકત્વનું લિંગ છે. ગુરુવૈયાવચ્ચથી આત્મામાં રહેલું સમ્યકત્વ જણાય છે. સમ્યકત્વના સડસઠ બોલની સક્ઝાયમાં મહોપાધ્યાય શ્રી યશોવિજયજીએ કહ્યું છે. વૈયાવચ્ચ ગુરુદેવનું રે, ત્રીજું લિંગ ઉદાર, વિદ્યાસાધક પરિકરે રે, આલસ નવિય લગારરે, પ્રાણી !ધરીએ સમકિત રંગ.૧૪' વિદ્યાસાધક વિદ્યાની સાધનામાં જરાય પ્રમાદ કરતો નથી. તેને ખબર છે કે થોડા પ્રમાદથી મારી બધી મહેનત નિષ્ફળ જશે, મને વિદ્યા સિદ્ધ નહીં થાય. માટે તે અપ્રમત્ત બનીને વિદ્યાને સાધે છે. એ રીતે કરવાથી તેને વિદ્યા સિદ્ધ થાય છે. આપણે પણ મોક્ષને સાધવાનો છે. મોક્ષ ગુરુકૃપાથી મળવાનો છે. ગુરુકૃપા ગુરુની અપ્રમત્તભાવે સેવા કરવાથી મળે છે. ગુરુની વૈયાવચ્ચમાં પ્રમાદ કરનારની બાકીની બધી મહેનત નિષ્ફળ જાય છે. અપ્રમત્તભાવે ગુરુવૈયાવચ્ચ કરનારને ટુંક સમયમાં મોક્ષ મળે છે. દરરોજ પ્રયત્નપૂર્વક ગુરુ ભગવંતોની આહાર, પાણી, ઔષધ વગેરેથી વૈયાવચ્ચ જ કરવી. જગતમાં જન્મ, મરણ અને રોગોથી વિનાશશીલ આ શરીરથી વૈયાવચ્ચ સિવાય બીજું કંઇ સાધ્ય નથી. આમ વૈયાવચ્ચનું માહાસ્ય સમજી તેમાં સતત પ્રયત્ન કરવો. સમર્પણ, Page #89 -------------------------------------------------------------------------- ________________ (વૈયાવચ્ચ પર ભવનતિલક મુનિનું દ્રષ્ટાંત ] કુસુમપુરમાં ધનદ નામનો રાજા રાજ્ય કરતો હતો. તેનો ભુવનતિલક નામે પુત્ર હતો. પૂર્વભવમાં તેણે સાધુઓ ઉપર દ્વેષ કરી, તેમને હેરાન કરી અશુભ કર્મ બાંધ્યું હતું. તેનાથી તે સંસારમાં ઘણું ભમીને ભુવનતિલક રાજકુમાર થયો હતો. તે અશુભકર્મોદયે તેને ભયંકર રોગ થયો. તે કર્મનો ક્ષય થતાં તે રોગમુક્ત થયો. તેણે ચારિત્ર લીધું. તે ગીતાર્થ થયા. પૂર્વે કરેલા મહાઘોર સાધુદ્વેષને યાદ કરીને તેમણે બધા સાધુઓની વૈયાવચ્ચ કરવાનો નિયમ લીધો. પછી સૂર્યોદયથી પ્રતિદિન માંડીને તે આચાર્ય, ગ્લાન, બાળ અને વૃદ્ધ વગેરે સાધુ ભગવંતોને જેને આહાર, પાણી, ઔષધ વગેરે જે કાંઇ જોઇતું હોય તેને તે લાવીને આપે છે. આ પ્રમાણે આખો દિવસ તે વૈયાવચ્ચ કરે છે. આંખના પલકારા જેટલા સમય માટે પણ તેમને આરામ મળતો નથી. ગુરુ તેની અનુમોદના કરે છે, “પૂર્વભવમાં સાધુપ્રઢેષરૂપી પાણીથી વધારેલા સંસારવૃક્ષને વૈયાવચ્ચભક્તિરૂપી તીક્ષ્ણ કુહાડીથી તેં મૂળથી છેદી નાંખ્યો છે. રાજવૈભવ છોડીને દીક્ષા લઇને રંક સાધુઓની આ પ્રમાણે વૈયાવચ્ચ કરવી અતિદુષ્કર છે.' છતાં તે મુનિ મધ્યસ્થ રહે છે. તે પોતાની પ્રતિજ્ઞાને અખંડ રીતે પાળે છે. તેમના દિવસો વૈયાવચ્ચમાં પસાર થાય છે. ઇન્દ્ર અને દેવો પણ અનેકવાર તેમની પ્રશંસા કરે છે. છતાં તેમને જરાય અભિમાન આવતું અથી. તેમના શુભ ભાવો વધે છે. ૮ લાખ પૂર્વનું આયુષ્ય પાળી અંતે પાદપોપગમન અનશન કરી શુભભાવથી કેવળજ્ઞાન પામી સર્વકર્મનો ક્ષય કરી તેઓ મુક્તિસુખને પામે છે. આમ વૈયાવચ્ચના પ્રભાવે ભુવનતિલક મુનિની દેવો અને ઇન્દ્રો પ્રશંસા કરતા હતા અને તેમની મુક્તિ થઇ. વૈયાવચ્ચનો આ પ્રભાવ જાણીને વૈયાવચ્ચમાં ઉદ્યમશીલ બનવું. 'વૈયાવચ્ચ પર બાહુમુનિ-સુબાહુમુનિનું દ્રષ્ટાંત ગૃહસ્થાવસ્થામાં રાજકુમારો હોવા છતાં સામાન્ય અથવા દરિ પરિવારમાંથી દીક્ષિત મહાત્માઓની ગોચરી-પાણી વગેરેથી કરેલી વૈયાવચ્ચથી બંધાયેલા પુણ્યથી બાહુમુનિનો જીવ ભરત ચક્રવર્તી થયા. તેમને વિપુલ ભોગસામગ્રી મળી. તેમને છ ખંડનું સામ્રાજ્ય મળ્યું. સુબાહુમુનિનો જીર ન્ ૭૦ ગુરુ ભક્તિ Page #90 -------------------------------------------------------------------------- ________________ | મહાત્માઓની શારીરિક સેવાથી બંધાયેલા પુણ્યથી બાહુબલીજી થયા. તેમને - વિપુલ બાહુબળ મળ્યું. ચક્રવર્તી કરતા પણ વધુ બાહુબળ તેમને મળ્યું. ભરત ચક્રવર્તી (અને બાહુબલીજી બન્ને અંતે કેવળજ્ઞાન પામીને મોક્ષે ગયા. આમ મહાત્માઓની વૈયાવચ્ચના પ્રભાવે બાહુમુનિ અને સુબાહુમુનિને ભવાંતરમાં ચક્રવર્તીપણું, ભોગસામગ્રી, બાહુબળ, ઋદ્ધિ વગેરે મળ્યા અને અંતે મોક્ષ મળ્યો. આમ વૈયાવચ્ચેના આ અચિંત્ય પ્રભાવને જાણીને આપણે પણ વૈયાવચ્ચમાં તત્પર બનવું જોઇએ. 'વૈયાવચ્ચ ૫ર નંદિપેણ મુનિનું દ્રષ્ટાંત નંદીગામમાં નંદિષેણ નામનો બ્રાહ્મણપુત્ર રહેતો હતો. નાનપણમાં જ તેના માતા-પિતા મરી ગયા હતા. તે મામાને ત્યાં રહેતો હતો. તે યુવાન થયો. તે કદરૂપો હતો, તેથી કોઇ સ્ત્રી તેને ઇચ્છતી ન હતી. મામાની દીકરીઓએ પણ તેનો તિરસ્કાર કર્યો. તેથી વૈરાગ્ય પામી તેણે ચારિત્ર લીધું. છઠ્ઠના પારણે છઠ્ઠ, પારણે આયંબિલ કરવાનો અભિગ્રહ લીધો. શાસ્ત્રો ભણીને અને બધી ક્રિયાઓ શીખીને તેમણે પાંચસો સાધુઓના ગચ્છની વૈયાવચ્ચ કરવાનો અભિગ્રહ લીધો. ઘણા કાળ સુધી ઉત્સાહપૂર્વક તેમણે વૈયાવચ્ચ કરી. એકવાર ઇન્દ્ર પોતાની સભામાં નંદિષેણ મુનિની વૈયાવચ્ચની પ્રશંસા કરી. એક દેવે સાધુના વેષમાં આવી તેમની પરીક્ષા કરી. તેણે કહ્યું, “જંગલમાં એક માંદા સાધુ છે.” તે સાંભળી છઠ્ઠના પારણે હાથમાં પહેલો કોળીયો લઇને બેઠેલા નંદીષેણ મુનિ વાપરવાનું છોડી માંદા સાધુ માટે ઔષધ, પાણી લેવા ગયા. દેવે બધે ઔષધ વગેરે દોષિત કર્યા. છતાં ખેદ કર્યા વિના લાભાંતરાયના ક્ષયોપશમથી નિર્દોષ ઔષધ લઇ તે જંગલમાં ગયા. ત્યાં તેમણે અપવિત્ર, બીભત્સ અને કઠોર-કર્કશ શબ્દોમાં રાડો પાડતા એક સાધુને જોયા. પછી કમભાગીએ આ મહામુનિના મનમાં ખેદ કરાવ્યો. કેવી રીતે આ સાજા થશે ?' એમ વિચારીને તેમણે તેમનું શરીર ધોયું. “ધીરજ રાખો, આપને સાજા કરીશ, ઉપાશ્રયે આવો.” એમ મીઠા વચનોથી નંદિષેણ મુનિએ તેમને આશ્વાસન આપ્યું. તેઓ બોલ્યા, “અરે પાપી ! તું મારી અવસ્થા જાણતો નથી ? હું એક ડગલું પણ ચાલી શકું તેમ નથી.' એટલે નંદિષેણ મુનિએ તેમને પોતાના ખભા પર બેસાડીને ચાલવાનું શરૂ કર્યું. તે મુનિ પણ દુર્ગધી અશુચિ કાઢે છે અને “અરે દુષ્ટાત્મા ! તને ધિક્કાર થાવ, તું સમર્પણમ્ ૧૬૭૧ કઈ Page #91 -------------------------------------------------------------------------- ________________ મારા વેગને અટકાવે છે.” વગેરે વચનો વડે તેમનો તિરસ્કાર કરે છે. મંદિષણ મુનિ પણ મનમાં શુભ ભાવોને વધારતાં અને “આ મહાત્મા શી રીતે સાજા થાય' એમ વિચારતાં “મિચ્છામિ દુક્કડ, હવે બરાબર ચાલીશ” એમ કહીને આગળ જાય છે. તેમના ચારિત્રથી ખુશ થયેલ તે દેવને ઇન્દ્રના વચન પર વિશ્વાસ બેઠો. તેણે તે માયા સંતરીને મુનિને ખમાવ્યા અને સાચી હકીકત કહી. આમ નંદિષણ મુનિએ એવી વૈયાવચ્ચ કરી કે ઇન્દ્ર પણ તેમની પ્રશંસા કરી. વૈયાવચ્ચ કરવાના તેમના ભાવો એવા ઉત્કૃષ્ટ હતા કે તેઓ દેવની પરીક્ષામાંથી પાર ઉતરી ગયા, તેમણે જરાય ગુસ્સે થયા વિના અને અસદ્ભાવ કર્યા વિના ગ્લાન મહાત્માની વૈયાવચ્ચ કરી. અન્યોએ પણ મગજને શાંત રાખીને અને બધું સહન કરીને વૈયાવચ્ચ કરવી. વૈયાવચ્ચ કરનારે બધું સહન કરવાની તૈયારી રાખવી પડે. તો જ તે વૈયાવચ્ચ કરી શકે. વૈયાવચ્ચ કરનારે સેવ્યને અનુકૂળ થઇને વૈયાવચ્ચ કરવી જોઇએ, મન ફાવે તેમ નહી. -Thi ૭ર. ગુરુ ભક્તિ Page #92 -------------------------------------------------------------------------- ________________ ગુરુભક્તિના પ્રકારો ગુરુભક્તિના ત્રણ પ્રકાર છે. તે આ પ્રમાણે - (૧) જઘન્ય ગુરુભક્તિ : ગુરુના ગોચરી-પાણી લાવવા, કાપ કાઢવો, શારીરિક સેવા કરવી વગેરે કાર્યો કરવા તે જઘન્ય ગુરુભક્તિ છે. આ ગુરુની કાયિક ભક્તિ પણ કહેવાય. (૨) મધ્યમ ગુરુભક્તિ ઃ ગુરુના વચનનું પાલન કરવું તે મધ્યમ ગુરુભક્તિ છે. ગુરુના વચન મુજબ બીજાની સેવા કરવી, બીજા યોગોની આરાધના કરવી, બીજાનું કે ગુરુનું કાર્ય કરવું તે મધ્યમ ગુરુભક્તિ છે. આ ગુરુની વાચિક ભક્તિ પણ કહેવાય. (૩) ઉત્કૃષ્ટ ગુરુભક્તિ : ગુરૂની ઇચ્છા મુજબનું જીવન બનાવવું એ ગુરુની ઉત્કૃષ્ટ ભક્તિ છે. આ ગુરુની માનસિક ભક્તિ પણ કહેવાય. ટુંકમાં, ગુરુની કાયાની આરાધના તે જઘન્ય ગુરુભક્તિ કે કાયિક ગુરુભક્તિ. ગુરુના વચનની આરાધના તે મધ્યમ ગુરુભક્તિ કે વાચિક ગુરુભક્તિ. ગુરુના મનની આરાધના તે ઉત્કૃષ્ટ ગુરુભક્તિ કે માનસિક ગુરુભક્તિ. જઘન્ય ગુરુભક્તિ કરતા મધ્યમ ગુરુભક્તિ ચઢે અને મધ્યમ ગુરુભક્તિ કરતા ઉત્કૃષ્ટ ગુરુભક્તિ ચઢે. બીજી રીતે ગુરુભક્તિ ત્રણ પ્રકારની છે. તે આ પ્રમાણે – : (૧) કાયિક ગુરુભક્તિ કાયાથી ગુરુની ભક્તિ કરવી તે કાયિક ગુરુભક્તિ. દા.ત. ગોચી-પાણી લાવવા, કાપ કાઢવો, કાર્ય કરવું વગેરે. (૨) વાચિક ગુરુભક્તિ : વચનથી ગુરુની ભક્તિ કરવી તે વાચિક ગુરુભક્તિ. ગુરુની સામે અને બીજાની સામે ગુરુના ગુણાનુવાદ કરવા તે વાચિક ગુરુભક્તિ છે. (૩) માનસિક ગુરુભક્તિ ઃ મનથી ગુરુની ભક્તિ કરવી તે માનસિક ગુરુભક્તિ દા.ત. ગુરુના ઉપકારો યાદ કરવા, ગુરુ પ્રત્યે ઉછળતું બહુમાન રાખવું, ગુરુના ગુણો વિચારવા વગેરે. ત્રીજી રીતે ગુરુભક્તિ નવ પ્રકારની છે. તે આ પ્રમાણે – (૧) માનસિક માનસિક ગુરુભક્તિ : આપણા મનથી ગુરુના મનની સમર્પણમ્ ૭૩ Page #93 -------------------------------------------------------------------------- ________________ આરાધના કરવી તે. દા.ત. ગુરુની ઇચ્છા પ્રમાણે વિચારવું, ગુરુનું મન પ્રસન્ન થાય તેમ વિચારવું, ગુરુની ઇચ્છા પૂરી કરવાનો વિચાર કરવો, ગુરુ વડે કરાતી માનસિક આરાધનાની મનથી અનુમોદના કરવી, વગેરે. (૨) માનસિક વાચિક ગુરુભક્તિ ઃ આપણા મનથી ગુરુના વચનની આરાધના કરવી તે. દા.ત. ગુરુવચન સાંભળીને ખુશ થવું, ગુરુવચનનું પાલન કરવાનો વિચાર કરવો, ગુરુનું કહ્યું. કરવાની ઇચ્છા કરવી, ગુરુવચનને મનથી સ્વીકારવું, ગુરુના પ્રવચન-વાચના વગેરેની મનથી અનુમોદના કરવી વગેરે. (૩) માનસિક કાયિક ગુરુભક્તિ : આપણા મનથી ગુરુની કાયાની આરાધના કરવી તે. દા.ત. ગુરુના ગોચરી-પાણી લાવવાનો, કાપ કાઢવાનોશારીરિક સેવા કરવાનો વિચાર કરવો, ગુરુની શારીરિક સેવાનો અવસર પામીને આનંદ થવો, ગુરુ વડે કરાતી કાયિક આરાધનાની મનથી અનુમોદના કરવી, વગેરે. (૪) વાચિક માનસિક ગુરુભક્તિ : આપણા વચનથી ગુરુના મનની આરાધના કરવી તે, દા.ત. ગુરુ પ્રસન્ન થાય તેવું બોલવું, ગુરુની અનુમોદના કરવી, ગુરુના ગુણાનુવાદ કરવા, ગુરુની ઇચ્છા જાણી વચનથી તે કાર્ય કરવાની પ્રતિજ્ઞા કરવી, ગુરુ વડે કરાતી માનસિક આરાધનાની વચનથી અનુમોદના કરવી, વગેરે. (૫) વાચિક વાચિક ગુરુભક્તિઃ આપણા વચનથી ગુરુના વચનની આરાધના કરવી તે, દા.ત. ગુરુની વાત વચનથી સ્વીકારવી, ગુરુ સાથે મીઠાનમ્ર વચનોથી બોલવું, ગુર્વાજ્ઞાને “તહત્તિ' કહી સ્વીકારવી, ગુરુના પ્રવચનવાચના વગેરેની વચનથી અનુમોદના કરવી, વગેરે. (૬) વાચિક કાયિક ગુરુભક્તિ : આપણા વચનથી ગુરુની કાયાની આરાધના કરવી તે, દા.ત. વિહારમાં ગુરુને સાચો-સારો ટુંકો રસ્તો કહેવો, માંદગીમાં ગુરુને યોગ્ય દવા કહેવી, બીજા ગુરુની સેવા કરે એવું બોલવું, બીજા પાસે ગુરુની સેવા કરાવવી, ગુરુ વડે કરાતી કાયિક આરાધનાની વચનથી અનુમોદના કરવી, વગેરે. (૭) કાયિક માનસિક ગુરુભક્તિ : આપણી કાયાથી ગુરુના મનની આરાધના કરવી તે. દા.ત. ગુરુ પ્રસન્ન થાય તેવી પ્રવૃત્તિ કરવી, ગુરુની ઇચ્છા ૭૪ ગુરુ ભક્તિ Page #94 -------------------------------------------------------------------------- ________________ મુજબ પ્રવૃત્તિ કરવી, ગુરુની ઇચ્છા પૂરી કરવી, ગુરુ વડે કરાતી માનસિક આરાધનાની કાયાથી સહાય કરવી, વગેરે. (૮) કાયિક વાચિક ગુરુભક્તિ : આપણી કાયાથી ગુરુના વચનની આરાધના કરવી તે. દા.ત. ગુરુવચનનું પાલન કરવું, ગુરુનું કહ્યું કરવું, ગુરુની પ્રવચન-વાચના વગેરેમાં કાયાથી હાજરી આપવી વગેરે. (૯) કાયિક કાયિક ગુરુભક્તિ ઃ આપણી કાયાથી ગુરુની કાયાની આરાધના કરવી તે. દા.ત. ગુરુને ગોચરી-પાણી વપરાવવા, ગુરુનો કાપ કાઢવો, ગુરુની શારીરિક સેવા કરવી, ગુરુ વડે કરાતી કાયિક આરાધનામાં કાયાથી સહાય કરવી, વગેરે. આમ ગુરુભક્તિના વિવિધ પ્રકારો જાણી બધી રીતે ગુરુભક્તિ કરવી. ગુની ભક્તિ કરનારો બધે સફળ થાય છે, ક્યાંય નિષ્ફળ જતો નથી. સમર્પણ, '૦૫ Page #95 -------------------------------------------------------------------------- ________________ (ગુરુની ભક્તિ કરનારા તરી ગયા (૧) ગૌતમસ્વામી આનંદ શ્રાવકની વિશિષ્ટ અવધિજ્ઞાનની મર્યાદાના વિષયમાં સૌથી જ્યેષ્ઠ ગણધર ગૌતમસ્વામિને પ્રભુએ મિચ્છામિ દુક્કડું આપવાનું કહ્યું, ત્યારે તેમને પ્રભુ પ્રત્યે દુર્ભાવ ન થયો. ઉપરથી અહોભાવ વધી ગયો. આમ બધાય શિષ્યોએ ગુરુની પાસે ગૌતમસ્વામીની જેમ નાના બાળક જેવા થવું. ગૌતમસ્વામીની ગુરુભક્તિ અજોડ હતી. તેમણે પોતાના મન-વચનકાયા સંપૂર્ણપણે ગુરુને સોંપી દીધા હતા. તેઓ ગુરુઆજ્ઞાથી વિપરીત કંઇ પણ કરતા ન હતા. તેઓ હંમેશા ગુરુની નજીકમાં જ રહેતા હતા. હંમેશા તેઓ ગુરુભક્તિ કરવા ઉત્સુક રહેતા હતા. બધા કાર્યો તેઓ ગુરુને પૂછીને જ કરતા હતા. ગુરુની આજ્ઞા ઉપર તેઓ વિચાર કરતા ન હતા. ગુરુમાં તેમને અંધશ્રદ્ધા ન હતી, અગાધશ્રદ્ધા હતી. પોતે ચાર જ્ઞાનના ધણી હોવા છતાં તેઓ ક્યારેય પોતાના જ્ઞાનનો ઉપયોગ મૂકતા ન હતા. ક્યારેક શંકા પડે તો તેઓ ગુરુને જ તેનું સમાધાન પૂછતાં હતા. પોતે જાણતા હોવા છતાં ગુરુનું વચન તેઓ હર્ષિત હૃદયે સાંભળતાં હતા. ગુરુએ કહેલું કોઇ પણ કાર્ય તેઓ નાનું નહોતા માનતા, પણ ગુરુના મુખમાંથી નીકળેલા વચનને ગુરુકૃપારૂપ માનતા હતા. જ્યારે ગુરુ તેમના સિવાય પોતાના બીજા શિષ્યના ગુણો વખાણતાં ત્યારે તેઓ મનમાં જરાય દુભાતાં નહોતા, પણ તેઓ મનને પ્રમોદભાવથી પુલકિત રાખતા હતા. સ્વયં છઠ્ઠના પારણે છઠ્ઠ કરતા હોવા છતાં, અંતર્મુહૂર્તમાં દ્વાદશાંગીની, રચના કરનારા હોવા છતાં, પ્રભુવીરે ધન્ના અણગાર (કાકંદી)ને ૧૪,૦૦૦ સાધુમાં સર્વશ્રેષ્ઠ બતાવ્યા ત્યારે પણ પ્રભુ પ્રત્યેના ભક્તિભાવમાં ઘટાડો ન થયો, પરંતુ પ્રભુનું સત્યવચન સાંભળી રાજી થયા, અહોભાવયુક્ત થયા. એકવાર બીજા શિષ્યો હોવા છતાં પ્રભુએ દેવશર્મા બ્રાહ્મણને પ્રતિબોધ કરવા ગૌતમસ્વામીને મોકલ્યા. ત્યારે બીજા શિષ્યો હોવા છતાં પ્રભુ શા માટે મને જ કહે છે એમ વિચારી તેઓના મનમાં ખેદ ન થયો પણ બીજા શિષ્યો હોવા છતાં પ્રભુનો મારી ઉપર વધુ પ્રેમ છે, પ્રભુને મારી ઉપર વિશ્વાસ છે, માટે જ મને કહે છે. મને તો પ્રભુની આજ્ઞાનું પાલન કરવાથી મહાન લાભ થશે.” એમ વિચારી તેઓ દેવશર્માને પ્રતિબોધ કરવા ગયા. આમ ગૌતમસ્વામીની ગુરુભક્તિ સૌથી શ્રેષ્ઠ હતી. ગુરુ ભક્તિ Page #96 -------------------------------------------------------------------------- ________________ ગુરુભક્તિના ફળ સમાન ઋદ્ધિઓ પણ ગૌતમસ્વામી પાસે ઘણી અને અજોડ હતી. પોતે છબસ્થ હોવા છતાં તેઓ જેને જેને દીક્ષા આપતા તેને તેને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થતી. “તેમની પાસે કેવળજ્ઞાન આપવાની લબ્ધિ હતી.” એમ કહીએ તો ચાલે. અક્ષણમહાનસલબ્ધિથી તેમણે ખીરના એક પાત્રાથી પંદરસો ત્રણ તાપસમુનિઓને પારણું કરાવ્યું હતું. ગૌતમસ્વામીના નામના સ્મરણમાત્રથી સાધુઓ ભિક્ષામાં ઘણા આહાર-પાણી પામે છે. ગૌતમસ્વામીના નામના સ્મરણમાત્રથી બધા કાર્યો સિદ્ધ થાય છે. અને બધા વિનો નાશ પામે છે. તેમની આ બધી ઋદ્ધિઓનું મૂળ કારણ તેમની ગુરુભક્તિ હતી. માટે બધા શિષ્યોએ ગૌતમસ્વામીની જેમ ગુરુભક્તિ કરવી. (૨) પુષ્પચૂલા સાધ્વીજી ઃ કદાચ શિષ્યને કેવળજ્ઞાન થઇ જાય અને ગુરુ છવાસ્થ હોય તો પણ જ્યાં સુધી ગુરુને શિષ્યના કેવળજ્ઞાનની ખબર ન પડે અને ગુરુ શિષ્યને ના ન પાડે ત્યાં સુધી કેવળજ્ઞાની શિષ્ય પણ છદ્મસ્થ ગુરુની ભક્તિ કરે. પુષ્પચૂલા સાધ્વીજીએ ગુરુની વૈયાવચ્ચના પ્રભાવે કેવળજ્ઞાન મેળવ્યું અને કેવળજ્ઞાન મળ્યા પછી પણ ગુરુને ખબર ન પડી ત્યાં સુધી ગુરુની વૈયાવચ્ચ કરી. આમ જો કેવળજ્ઞાની શિષ્ય પણ છબસ્થ ગુરુની સેવા કરતા હોય તો છબસ્થ શિષ્ય તો ગુરુની સેવા અવશ્ય કરવી જોઇએ. (૩) સમ્મતિ મહારાજા : સમ્રતિ મહારાજાએ પૂર્વભવમાં પોતાને દીક્ષા આપીને મહાન ઉપકાર કરનારા ગુરુ આર્યસુહસ્તિસૂરિજીના ઉપકારનો બદલો વાળવા ગુરુવચનથી જિનધર્મ સ્વીકાર્યો, સવા લાખ જિનમંદિરો બંધાવ્યા, પાષાણની સવા કરોડ જિનપ્રતિમાઓ બનાવડાવી, છત્રીસ હજાર જિનાલયોના જીર્ણોદ્ધાર કરાવ્યા, પિત્તળની પંચાણું હજાર જિનપ્રતિમાઓ બનાવડાવી અને લાખો દાનશાળાઓ ખોલી. વળી તેમણે અનાર્ય દેશોમાં સાધુવેષધારી પુરુષોને મોકલ્યા. તેમણે અનાર્યોને શીખવ્યું કે સાધુઓને ૪૨ દોષરહિત વસ્ત્ર, પાત્રા, આહાર, પાણી, મકાન વગેરે આપવા. આમ સંપ્રતિરાજાએ બુદ્ધિથી યુક્ત શક્તિથી અનાર્ય દેશોને પણ સાધુના વિહારને યોગ્ય બનાવ્યા. તેમણે વસ્ત્ર, પાત્રા, અન્ન, દહીંવગેરે અચિત્ત વસ્તુઓ વેચનારાઓને કહ્યું કે, “તમારે સાધુઓને જોઇતી બધી વસ્તુઓ આપવી. તેનું મૂલ્ય રાજ્યની તિજોરીમાંથી ચૂકવાશે.” સમર્પણમ્ Page #97 -------------------------------------------------------------------------- ________________ આમ સંપ્રતિ મહારાજાએ વિવિધ રીતે ઘણી ગુરુભક્તિ કરી. (૪) પૂજ્ય પ્રેમસૂરીશ્વરજી મહારાજ ઃ ગુરુ ગુસ્સામાં હોય અને ઠપકો આપતાં હોય ત્યારે ગુરુની સામે ન બોલવું. પોતે સાચો હોય તો ખુલાસો પણ ન કરવો. કેમકે તેમ કરવાથી ગુરુને ખોટા પાડવાથી તેમની આશાતના થાય છે. આ વિષયમાં પૂજ્ય સિદ્ધાંતમહોદધિ પ્રેમસૂરીશ્વરજી મહારાજાનું દ્રષ્ટાંત જાણવા યોગ્ય છે. પૂજ્ય દાનસૂરીશ્વરજી મહારાજના સમુદાયમાં કોઇક સાધુએ એક મુમુક્ષુને એના માતા-પિતાની રજા વિના ખાનગી દીક્ષા આપી દીધી. પૂજ્ય દાનસૂરિ મ. ને કોઇએ કહ્યું-આ દીક્ષા ઉપાધ્યાય પ્રેમવિજયજી એ આપી છે. તેથી તેઓ ગુસ્સે થયા. પ્રેમવિજયજીને બોલાવી તેમણે તેમને ખૂબ ઠપકો આપ્યો. છતાં પ્રેમવિજયજી હાથ જોડી ગુરુ સામે ઊભા રહ્યા. તેમણે ગુરુદેવને કંઇ પણ સામો જવાબ ન આપ્યો પણ મૌનપણે શાંતિથી ગુરુદેવનો ઠપકો સાંભળ્યો. “મારા કારણે ગુરુદેવને ગુસ્સો કરવો પડ્યો.” એમ વિચારી તેમનું હૃદય ભરાઈ ગયું. આંખમાં ઝળઝળીયા આવી ગયા. તેમણે મનમાં ગુરુદેવ માટે કોઇ ખરાબ વિચાર ન કર્યો કે પોતે નિર્દોષ હોવાનો બચાવ ન કર્યો. ગુરુદેવને રડતી આંખે મિચ્છામિ દુક્કડમ્ આપી તેઓ પોતાના આસને ગયા. બપોરે વાપર્યા પછી ગુરુદેવ દાનસૂરીશ્વરજી મહારાજ પ્રેમવિજયજીના શિષ્ય મુનિ હેમંતવિજયજીની સાથે અંડિલભૂમિએ ગયા. રસ્તામાં હેમંતવિજયજીએ દાદાગુરુદેવને કહ્યું, “ગુરુદેવ ! આજે આપે મારા ગુરુદેવને ઠપકો આપ્યો.' દાદાગુરુદેવ બોલ્યા, “તેણે ભૂલ કરી હતી. તેથી તેને સુધારવા મેં ઠપકો આપ્યો હતો. તે તારો ગુરુ છે, મારો તો શિષ્ય જ છે ને !' હેમંતવિજયજી બોલ્યા, ‘ગુરુદેવ ! મારા ગુરુદેવે ભૂલ કરી હોત અને આપે ઠપકો આપ્યો હોત તો બરાબર ગણાત. પણ આપે છે બાબતમાં એમને ઠપકો આપ્યો એ બાબતની એમને કશી ખબર જ નથી. આ દીક્ષા એમણે નથી આપી. એટલું જ નહીં પણ આ દીક્ષા કોણે આપી ? એની પણ એમને ખબર નથી.” દાદાગુરુદેવ બોલ્યા, “તો પછી તેણે મને કહ્યું કેમ નહીં ?' હેમંતવિજયજી બોલ્યા, “ગુરુદેવ ! એ મારા ગુરુદેવના સ્વભાવમાં નથી. તેઓ સાક્ષાત્ વિનયની મૂર્તિ સમા છે. “ગુરુ ઠપકો આપતાં હોય ત્યારે સામું કંઇ પણ ન બોલવું.” આ સિદ્ધાંત તેમણે આત્મસાત્ કર્યો છે. તેઓ ગુરુ ભક્તિ Page #98 -------------------------------------------------------------------------- ________________ આપની સામે ક્યારેય નહી બોલે. તેઓ આપને ક્યારેય ખોટા નહી પાડે. તેઓ આપની સામે પોતાનો બચાવ કે ખુલાસો નહી કરે.' દાદા ગુરુદેવને મનમાં આશ્ચર્ય સાથે પસ્તાવો થયો, ‘મેં એને નકામો ઠપકો આપ્યો.’ ઉપાશ્રયમાં આવી તેઓએ પ્રેમવિજયજીના આસને જઇ તેમને મિચ્છામિ દુક્કડમ્ આપ્યું.' તેમણે પ્રેમવિજયજીને કહ્યું, ‘તેં મને કહ્યું કેમ નહીં કે આ વિષયમાં મને કંઇ ખબર નથી.’ પ્રેમવિજયજી બોલ્યા, ‘ગુરુદેવ ! આ શું કરો છો ? આપે માફી માંગવાની ન હોય. આપને તો મને કહેવાનો અધિકાર છે. આપની સામે મારે શું જીભ ચલાવવી ?' ગુરુદેવ પોતાના આસને ગયા. આમ પ્રેમવિજયજીની જેમ ગુરુનો ઠપકો સહન કરવો. ગુરુ ઠપકો આપે ત્યારે પોતાનો દોષ હોય કે ન હોય પણ જો શિષ્ય પોતાની ભૂલ સમજીને ગુરુ પાસે માફી માંગે છે તો તેને એકાંતે લાભ છે. ન (૫) પૂજ્ય ત્રિલોચનસૂરીશ્વરજી મહરાજા : ગુરુની આપણને ગમતી વાત તો આપણે માનીએ છીએ પણ ખરો શિષ્ય તો તે કહેવાય કે જે ગુરુની પોતાને અણગમતી વાત પણ માને. ગુરુની આજ્ઞા ઉપર ‘આનાથી મને લાભ થશે કે નુકસાન' એવો વિચાર કરવો એ તુચ્છતા છે. ગુરુની આજ્ઞાથી મને એકાંતે લાભ જ થવાનો છે. એવી મજબૂત શ્રદ્ધા રાખી ગુરુની આજ્ઞા સ્વીકારવી અને તેનું પાલન કરવું. ગુરુની આપણને ગમતી આશા જેટલી પ્રસન્નતાથી સ્વીકારીએ તેટલે જ પ્રસન્નતાથી આપણને ન ગમતી આશા પણ સ્વીકારવી. એથી આગળ વધીને કહું તો ગુરુની અમુક આજ્ઞા આપણને ગમે અને અમુક આજ્ઞા આપણને ન ગમે એ આપણી ક્ષુદ્રતા છે. ગુરુની બધી ય આજ્ઞા આપણને ગમવી જ જોઇએ. ગુરુના આજ્ઞાપાલનથી શિષ્યને અણધારી સિદ્ધિઓ સિદ્ધ થાય છે. આ વિષયમાં પૂજ્ય ત્રિલોચનસૂરિ મહારાજાનું ઉદાહરણ જાણવા યોગ્ય છે. સિદ્ધાંતમહોદધિ પૂજ્ય પ્રેમસૂરીશ્વરજી મહારાજાના પ્રશિષ્ય પૂજ્ય યશોદેવસૂરીશ્વરજી મહારાજાના શિષ્ય પૂજ્ય ત્રિલોચનસૂરીશ્વરજી મહારાજા દરરોજ એકાસણા કરતા હતા. એકવાર તેમને શરીરમાં તાવ જેવું લાગ્યું. ઢીલાશ લાગી. એટલે ગુરુદેવ પાસે તેમણે નવકારશીનું પચ્ચક્ખાણ માંગ્યું. ગુરુદેવે કહ્યું, ‘નવકારશી કરવાથી તાવ દૂર નહી થાય. ઊલ્ટું અનેક વાર વા૫૨વાથી તાવ વધી જશે. ઉપવાસ એ તાવને દૂ૨ ક૨વાનું અમોઘ સાધન છે. સમર્પણમ્ ૭૯ Page #99 -------------------------------------------------------------------------- ________________ જો તમારે સાજા થવું હોય તો ઉપવાસ કરો.” ત્રિલોચનસૂરિ મહારાજ બોલ્યા, “જેમ આપ કહો તેમ.” ગુરુદેવે કહ્યું, “સોળ ઉપવાસ કર’ શિષ્ય કહ્યું, “ભલે ગુરુદેવે એકસાથે સોળ ઉપવાસનું પચ્ચકખાણ આપ્યું. શિષ્ય પ્રસન્નતાપૂર્વક પચ્ચકખાણ લીધું. ગુરુ માટે તેમને જરાય ખરાબ વિચાર ન આવ્યો. તેમણે ઉપવાસ ચાલુ કર્યા. જોતજોતામાં સોળ ઉપવાસ પૂરા થઇ ગયા. તાવ પણ જતો રહ્યો. શરીર સ્વસ્થ બન્યું. ઉપવાસ ખૂબ સાતાપૂર્વક થયા. સત્તરમા દિવસે ગુરુદેવ પાસે પચ્ચકખાણ લેવા આવ્યા. ગુરુદેવે પૂછ્યું, “શું કરવું છે ?' શિષ્ય કહ્યું, “આપ કહો એ ગુરુદેવ બોલ્યા, “અડધા ઉપવાસ તો થઇ ગયા. હવે અડધા જ રહ્યા. બીજા સોળ ઉપવાસ કરો એટલે માસક્ષમણ પૂરું થઇ જાય.' શિષ્ય ‘તહત્તિ' કહી ગુરુદેવનું વચન સ્વીકાર્યું. ગુરુદેવે બીજા સોળ ઉપવાસનું એકસાથે પચ્ચકખાણ આપ્યું. શિષ્ય ખૂબ જ પ્રસન્નતાપૂર્વક પચ્ચકખાણ લીધું. બીજા સોળ ઉપવાસ પણ ખૂબ સાતાપૂર્વક થયા. તેત્રીસમા દિવસે ગુરુદેવની આજ્ઞાથી તેમણે પારણું કર્યું. આમ જેમના શરીરમાં તાવ હતો અને જેમને એકાસણાની બદલે નવકારશી કરવાની ભાવના હતી, એમણે માત્ર ગુરુદેવના વચનથી બત્રીસ ઉપવાસ કર્યા. તેમને ત્રણ લાભ થયા-તાવ ગયો, માસક્ષમણ થયું અને ગુર્વાજ્ઞાનું પાલન થયું. એકવાર ત્રિલોચનસૂરિ મહારાજે પર્યુષણમાં અઢાઇ કરી. તેઓ એકદમ ઢીલા પડી ગયા હતા. આઠમા દિવસે સંવત્સરી પ્રતિક્રમણ પૂરું થયા પછી મારા ગુરુદેવ પૂજ્ય હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજા (ત્યારે મુનિ હેમચન્દ્રવિજયજી) તેમના પગ દબાવવા અને સાતા પૂછવા ગયા. હેમચન્દ્રવિજયજીએ તેમને કહ્યું, “કાલે આપને પારણું છે.' ત્યારે તેમનું શરીર ખૂબ અસ્વસ્થ હતું. તેઓ ઊઠી પણ નહોતા શકતા. તેમને ખૂબ ઢીલાશ લાગતી હતી. છતાં તેમણે કહ્યું, “મારા ગુરુદેવની ઇચ્છા છે કે હું નવ ઉપવાસ કરું. માટે કાલે મારે પારણું નથી. કાલે હું નવમો ઉપવાસ કરીશ. તેમણે નવમો ઉપવાસ કરીને દસમા દિવસે પારણું કર્યું. આમ તેમણે પોતાના શરીર સામે ન જોયું પણ ગુરુની ઇચ્છા સામે જોયું. ગુરુની ઇચ્છા પૂરી કરવા તેમણે નવમો ઉપવાસ કર્યો. આમ અન્ય શિષ્યોએ પણ ગુરુના વચન અને ઇચ્છાનું પાલન કરીને ગુરુની ખૂબ ભક્તિ કરવી. ૯ ૮૦ ટક ગુરુ ભક્તિ Page #100 -------------------------------------------------------------------------- ________________ (૬) પૂજ્ય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજ ગુરુની ભક્તિ કરનારા આગળ વધીને ખૂબ મહાન બને છે. ગુરુની હાજરીમાં તો ગુરુ પ્રત્યે ભક્તિભાવ હોય પણ ગુરુના કાળધર્મ પછી પણ તેમના પ્રત્યે પહેલા જેવો જ ભક્તિભાવ હોવો જોઇએ. આ સંબંધમાં પૂજ્ય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજાનું અને પંન્યાસ પવવિજયજી મહારાજાનું ઉદાહરણ જાણવા યોગ્ય છે. ભાનુવિજયજી અને પવિજયજીએ દીક્ષા લીધા બાદ પોતાના ગુરુદેવ પૂજ્ય કર્મસાહિત્યનિષ્ણાત પ્રેમસૂરીશ્વરજી મહારાજાની બધી ભક્તિ પોતે કરવાનો નિશ્ચય કર્યો. ગુરુદેવના ગોચરી-પાણી તેઓ લાવતા. વિહારમાં ગુરુદેવની ઉપધિ તેઓ ઉંચકતા, વિહારમાં તેઓ ગુરુદેવની સાથે ને સાથે ચાલતા. વિહારમાં તેઓ પાણી ભરેલા ઘડા ઉંચકતા. સાંજે સૂર્યાસ્ત પૂર્વે ગુરુદેવને પાણી વપરાવતા. નવા ગામમાં સામૈયામાં ગુરુદેવની સાથે ફરતા. ગુરુદેવના કહેવાથી વ્યાખ્યાન પણ આપતા. સાધુઓની માંડલી વ્યવસ્થા સંભાળી તેઓ ગુરુદેવને ચિંતામુક્ત રાખતા. ગોચરી આવ્યા પછી બધા સાધુઓને ગોચરી વહેંચીને પછી તેઓ વાપરતા. ગુરુદેવના કપડાનો કાપ પણ તેઓ કાઢતા. ગુરુદેવના બધા કાર્યો પણ તેઓ સંભાળતા. ગુરુદેવને બધી બાબતોમાં તેઓ સહાયક બનતા. એકવાર તેમણે ગુરુદેવના કપડાનો કાપ કાઢીને સુકવી દીધા, પછી ભાનુવિજયજીને લાગ્યું કે ગુરુદેવના કપડા હજી બરાબર ચોખ્ખા થયા નથી. તો ફરી કાપ કાઢી તેમણે કપડાને એકદમ ચોખ્ખા કરીને પછી સુકવ્યા. છેલ્લી ઉંમરમાં જ્યારે ગુરુદેવનું જંઘાબળ ક્ષીણ થયું ત્યારે સાધુઓ ગુરુદેવને સ્ટ્રેચરમાં ઉંચકીને વિહાર કરતા. એ વખતે ભાનવિજયજી પણ પંન્યાસ પદ પર આરૂઢ થયેલા હોવા છતાં પણ અને અનેક શિષ્યોના ગુરુ હોવા છતાં પણ ગુરુદેવનું સ્ટ્રેચર ખભે ઉંચકતા. ગુરુદેવના કાળધર્મ બાદ એકવાર સાધુઓએ ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજાના સંથારામાં ઘણા આસનો પાથર્યા. તેમણે તે કાઢી નાંખ્યા. શિષ્યોએ કારણ પૂછ્યું. ત્યારે તેમણે કહ્યું કે, “મારા ગુરુદેવ બેથી વધુ આસન વાપરતાં નહોતા, તો મારે બેથી વધુ આસનો કેમ વપરાય? જો હું વધુ આસનો વાપરું તો ગુરુદેવની આશાતના થાય.” આમ ગુરુદેવની હાજરીમાં અને ગેરહાજરીમાં કરેલી ગુરુની આવી ભક્તિના પ્રભાવે જ ભાનુવિજયજી જિનશાસનના ધુરંધર આચાર્ય બન્યા, સમર્પણમ્ Page #101 -------------------------------------------------------------------------- ________________ અનેક શિષ્યોના ગુરુ બન્યા અને અઢીસો સાધુઓના ગચ્છાધિપતિ બન્યા. ગુરુભક્તિના પ્રભાવે તેઓ ખૂબ મહાન બન્યા. અન્ય શિષ્યોએ પણ આવી જ રીતે ઉલ્લાસપૂર્વક ગુરુભક્તિ કરવી. (૭) પંન્યાસ પદાવિજયજી મહારાજ ઃ શિષ્ય પ્રતિકૂળતા સહન કરીને પણ ગુરુની ભક્તિ કરવી જોઇએ. આ વિષયમાં પૂજ્ય પંન્યાસ પદાવિજયજી મહારાજાનું દ્રષ્ટાંત જાણવા યોગ્ય છે. કાંતિલાલ અને પોપટલાલ સગા ભાઇઓ હતા. દીક્ષા લઇ તેઓ ભાનવિજયજી અને પવિજયજી બન્યા. ભાનુવિજયજી, પ્રેમસૂરિ મહારાજના શિષ્ય બન્યા અને પવિજયજી, ભાનુવિજયજીના શિષ્ય બન્યા. સગા ભાઇ હોવા છતાં અને સાથે દીક્ષા થઇ હોવા છતાં દીક્ષા વખતે ગુરુ-શિષ્યનો જે સંબંધ નક્કી થયો તેને પવિજયજી જીવનભર સમર્પિત રહ્યા. તેઓ ભાનવિજયજીની એક અદના સેવકની જેમ સેવા કરતાં. એકવાર ગુરુ-શિષ્યએ મહાનિશીથસૂત્રના જોગ સાથે કર્યા. તેમાં એકદિવસ ભાનુવિજયજીના ઉપરના પાતરામાં રહેલું કરિયાતું નીચેના રોટલીના પાતરામાં ઢોળાઇ ગયું; એટલે બધી રોટલીઓ કરીયાતાવાળી થઇ ગઇ. જોગમાં ગોચરી પરઠવે તો દિવસ પડે. પદ્યવિજયજીએ કહ્યું કે, “એ બધું હું વાપરી જઇશ. આપના માટે નવી ગોચરી લઇ આવું છું.” એમ કહી તેઓ ગુરુદેવ માટે નવી ગોચરી લાવ્યા અને ગુરુદેવને તે વપરાવી. પોતે કરિયાતાવાળી ઠંડી થયેલી ગોચરી વાપરી. પવવિજયજી પોતે સારું પ્રવચન આપી શકતા હોવા છતાં ગુરુદેવના પ્રવચનો ખૂબ ઉલ્લાસથી સાંભળતા. પવિજયજીને ગળાનું કેન્સર થયેલું. એકવાર ગુરુદેવ ભાનુવિજયજીએ સુરેન્દ્રનગરમાં એક વૈદ્યની દવા તેમને ચાલુ કરાવી. આ બાજુ વૈદ્યની દવા ઊંધી પડી, તકલીફ વધી ગઇ. છતાં તેમણે દવા ન છોડી. શ્રાવકોએ દવા છોડી દેવા આગ્રહ કર્યો. ત્યારે પવિજયજી બોલ્યા, “ગુરુદેવે દવા શરૂ કરાવી છે, ગુરુદેવને પૂછયા વિના દવા કેમ છોડાય ?' તરત શ્રાવકોએ પાલીતાણા રહેલ ગુરુદેવને પૂછાવ્યું. ગુરુદેવે દવા છોડી દેવાનો સંદેશો મોકલ્યો, પછી જ પદ્યવિજયજીએ દવા છોડી. ગુરુ ભક્તિ Page #102 -------------------------------------------------------------------------- ________________ આમ સમાન પર્યાયવાળા અને સહદીક્ષિત ગુરુની પણ પવિજયજીએ અજોડ ભક્તિ કરી. અન્ય શિષ્યોએ પણ ગુરુદેવની આવી ભક્તિ કરવી. (૮) પૂજ્ય જયઘોષસૂરીશ્વરજી મહારાજઃ ગુરુ પ્રત્યે ભક્તિભાવવાળો શિષ્ય પોતાનો વિચાર નથી કરતો, પણ ગુરુનો જ વિચાર કરે છે. આ સંબંધમાં પૂજ્ય જયઘોષસૂરીશ્વરજી મહારાજનું ઉદાહરણ જાણવા જેવું છે. એકવાર પ્રેમસૂરિ મહારાજા શિષ્યવૃંદ સાથે એક ગામમાં પધાર્યા. બપોરે સાધુઓ ગોચરી લાવ્યા. બધા વાપરવા બેઠા. પ્રેમસૂરિ મહારાજ સાત મિનિટમાં એકાસણું કરતા હોવાથી તેમનું વાપરવાનું જલ્દી પતી ગયું. વાપર્યા પછી તેમનો અંડિલભૂમિ જવાનો નિયમ હતો. જે બાજુ વિહાર હતો તે બાજુ જ તેઓ સ્પંડિલભૂમિએ ગયેલા. નજીકમાં જગ્યા ન મળતા થોડે દૂર જવું પડ્યું. સાંજના વિહારનું અડધું અંતર કપાઇ ગયેલું. તેથી તેમણે એક શ્રાવકને કહ્યું, ‘તમે ગામમાં રહેલા અમારા સાધુઓને કહેજો કે ગુરુદેવ આગળ ગયા છે. તમે બધા ઉપધિ બાંધીને આવી જજો.” આમ કહી તેઓ ધીમે ધીમે ચાલવા લાગ્યા. શ્રાવક ઉપાશ્રયે આવી સાધુઓને સમાચાર આપ્યા. તે સાંભળી તાવગ્રસ્ત જયઘોષવિજયજી મહારાજ તરત ઊભા થઈ ગયા. કામળી-દાંડો લઈને નીકળી ગયા. અન્ય સાધુઓને પોતાની ઉપાધિ લેતા આવવાનું કહી ઝડપથી ચાલી તેઓ ગુરુદેવની સાથે થઇ ગયા. થાણામાં ભુવનભાનુસૂરિ મહારાજને દૂધનો પ્રયોગ ચાલતો હતો. આખો દિવસ માત્ર દૂધ પર રહેવાનું. ત્યારે થાણામાં ઘરો ઓછા અને છૂટાછવાયા હતા. જયઘોષવિજયજી બે કલાક સુધી ફરીને ગુરુદેવ માટે પૂરતા પ્રમાણમાં દૂધ લઇ આવતા. પૂ. જયઘોષવિજયજીએ પિતા મહારાજ પૂ.ધર્મઘોષવિજયજીની માંદગીમાં તેમની પણ ખૂબ સેવા કરેલી. તેમણે સાધુઓની પણ ગોચરી-પાણીથી ખૂબ ભક્તિ કરેલી. ગુરુભક્તિ અને સાધુભક્તિના પ્રભાવે આજે તેઓ બહુશ્રુત અને ગચ્છાધિપતિ બન્યા છે. જે ગુરુનું ધ્યાન રાખે છે તેનું ધ્યાન કુદરત રાખે છે. જે માત્ર પોતાનો જ વિચાર કરે છે તેનું ધ્યાન કોઇ રાખતું નથી. માટે શિષ્યોએ અન્ય વિચારોને પડતાં મૂકી એકમાત્ર ગુરુભક્તિમાં પોતાની બધી શક્તિનો ઉપયોગ કરવો. સમર્પણ Page #103 -------------------------------------------------------------------------- ________________ (૯) પંન્યાસ ચન્દ્રશેખરવિજયજી મહારાજ : ગુરુને પ્રસન્ન કરવા શિષ્ય બધું જ કરી છૂટવું જોઇએ. આ વિષયમાં પંન્યાસ ચન્દ્રશેખરવિજયજી મહારાજનું દ્રષ્ટાંત જાણવા યોગ્ય છે. ચન્દ્રશેખરવિજયજીના અભ્યાસથી પ્રેમસૂરિ મહારાજ ખૂબ ખુશ થતા. તેથી ગુરુદેવને ખુશ કરવા તેઓ ખૂબ ભણતાં. એકવાર ડોકટ૨ને પૂછીને તેમણે ઊંઘ ન આવે તેવી ગોળીઓ મંગાવી લીધી. રોજ એ ગોળીઓ લઇને રાત્રે પણ તેઓ ભણતાં. આવી રીતે જરાય ઊંઘ્યા વિના એક મહિના સુધી તેઓ રાતદિવસ સતત ભણ્યા. તેથી ગુરુદેવ ખૂબ પ્રસન્ન થયા. ગુરુદેવને પ્રસન્ન કરવા તેમણે પોતાની ઊંઘ પણ છોડી દીધી. ગુરુદેવની છેલ્લી અવસ્થામાં તેમણે પોતાનું બધું ભણવાનું મૂકી દીધું અને ચોવીશ કલાક ગુરુદેવની સેવામાં લાગી ગયા. ગુરુદેવના દવા, અનુપાન, ગોચરી, પાણી લાવવા-વપરાવવાનું તેઓ સંભાળતાં. ગુરુદેવને માથામાં પીડા થતી, એટલે ચન્દ્રશેખરવિજયજી કોપરેલ તેલથી ગુરુદેવના માથે માલીશ કરતાં. ગુરુદેવને ઊંઘ ન આવે ત્યાં સુધી કલાક-દોઢ કલાક-બે કલાક તેઓ માલીશ કરતાં. તેમાં તેઓ થાકતાં નહી. પોતાના થાકનો વિચાર કર્યા વિના તેઓ એકમાત્ર ગુરુદેવને સાતા આપવાનું ઝંખતા. તેઓ અલકાલકની વાતો કરી ગુરુદેવને ખુશ રાખતાં. તેઓ ગુરુદેવને કહેતાં, ‘આપ આપની બધી ઇચ્છાઓ મને કહી દો. હું આપની બધી ઇચ્છાઓ પૂરી કરીશ. આપ જરાય ચિંતા કરશો નહીં.' આમ ચન્દ્રશેખરવિજયજી બધી રીતે ગુરુદેવને પ્રસન્ન કરવા પ્રયત્ન કરતાં. તેમણે કરેલી ગુરુભક્તિના પ્રભાવે તેઓ અજોડ પ્રવચનકાર અને અનેક શિષ્યોના ગુરુ બન્યા. (૧૦) પૂજ્ય હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજ : ગુરુનું બધું કાર્ય સંભાળી લેવું અને તેમને ચિંતામુક્ત કરવા એ પણ ગુરુભક્તિ છે. જે ગુરુને ચિંતામુક્ત કરે છે તે બધી ચિંતાઓથી મુક્ત થાય છે. જે ગુરુને ચિંતાતુર કરે છે તેને ચિંતાઓ કોતરી ખાય છે. આ વિષયમાં મારા ગુરુદેવ પૂજ્ય હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજાનું ઉદાહરણ જાણવા જેવું છે. પૂજ્ય પ્રેમસૂરીશ્વરજી મહારાજનું અંતિમ ચાતુર્માસ ખંભાતમાં હતું. ત્યારે ત્યાં ઘણા સાધુઓ હતા. તે વખતે બધા મહાત્માઓની ગોચરી, પાણી ગુરુ ભક્તિ ૮૪ Page #104 -------------------------------------------------------------------------- ________________ વગેરે માંડલી વ્યવસ્થા હેમચન્દ્રવિજયજીએ સંભાળેલી. તે વખતે પૂજ્યશ્રીની આજ્ઞાથી પ્રવચનો પણ તેઓ કરતાં. પૂજ્યશ્રીનો બધો પત્રવ્યવહાર પણ તેઓ સંભાળતાં. આમ એ ચાતુર્માસમાં પૂજ્યશ્રીની બધી જવાબદારી પોતાના માથે લઇ તેમને સફળતાપૂર્વક નિભાવેલી. તેમણે પૂજ્યશ્રીને ચિંતામુક્ત કર્યા હતા, તેથી પૂજ્યશ્રી હળવાફૂલ થઇ આરાધના કરી શકતા હતા. એ અંતિમ ચાતુર્માસમાં કરેલી પૂજ્યશ્રીની ભક્તિના પ્રભાવે આજે તેઓ અનેક શિષ્યોના ગુરુ છે અને અનેક શાસનપ્રભાવનાના કાર્યો કરી રહ્યા છે. (૧૧) મૂંગો શિષ્ય ઃ ગુરુની દેખીતી રીતે જીવલેણ લાગતી આજ્ઞાના પાલનથી મહાન લાભ થાય છે. આ વિષયમાં મૂંગા શિષ્યનું ઉદાહરણ જાણવા જેવું છે. એક મૂંગા શિષ્યને ગુરુએ કહ્યું, ‘વત્સ ! સામે રહેલા સર્પની લંબાઇ તારી આંગળીઓથી માપી આવ. શિષ્યે ‘તહત્તિ’ કહીને સર્પની પાસે જઇ સાપની લંબાઇ માપવા હાથ લાંબો કાર્યો. ત્યારે ગુસ્સે થયેલા સાપે ભયંકર ફુંફાડો માર્યો. તેથી શિષ્ય ખૂબ જ ડરી ગયો. તેના મોઢામાંથી તીણી ચીસ સાથે શબ્દો નીકળ્યા, ‘ગુરુદેવ ! બચાવો,' તેનો અવાજ સાંભળી ગુરુએ તેને બોલાવી લીધો. શિષ્યને પણ આશ્ચર્ય થયું. જન્મથી મૂંગો તે હવે બોલી શકતો હતો. તેની જીભ બરાબર થઇ ગઇ હતી. આમ તે શિષ્ય ગુરુ ઉ૫૨ વિશ્વાસ રાખી તેમની આજ્ઞાનું પાલન કર્યું તો તેનું મૂંગાપણું કાયમ માટે જતું રહ્યું. જો તેણે ખોટા વિચારો કરી ગુર્વાશાનું ઉલ્લંઘન કર્યું હોત તો તે જીવનભર મૂંગો રહેત. (૧૨) સંન્યાસીનો શિષ્ય ઃ દેખીતી રીતે જીવલેણ લાગતી ગુરુની પ્રવૃત્તિ પણ શિષ્યના લાભ માટે જ હોય છે. આ વિષયમાં સંન્યાસીના શિષ્યનું દ્રષ્ટાંત જાણવા યોગ્ય છે. એક સંન્યાસી અને તેનો શિષ્ય આશ્રમમાં સુતા હતા. અડધી રાતે ત્યાં એક રાક્ષસ આવ્યો. ગુરુ જાગી ગયા. શિષ્ય ઉંઘમાં હતો. ગુરુએ રાક્ષસને પૂછ્યું, ‘તું કેમ આવ્યો છે ?’ તે બોલ્યો, ‘આ તમારો શિષ્ય પૂર્વભવમાં મારો દુશ્મન હતો. તેથી તેને ખાવા આવ્યો છું.' ગુરુએ તેને શિષ્યને છોડી દેવાનો ઉપાય પૂછ્યો. તે બોલ્યો, ‘જો તેના કાળજાનું થોડું માંસ આપશો તો છોડી દઇશ.’ ગુરુ છરી લઇ શિષ્યની છાતી પર બેસી ગયા. શિષ્યની આંખ ખુલી સમર્પણમ્ ૮૫ Page #105 -------------------------------------------------------------------------- ________________ ગઇ. સામે છરી હાથમાં લઇને બેઠેલા ગુરુને જોયા. તેણે પાછી આંખો મીંચી દીધી. ગુરુએ શિષ્યના હૃદયનો ભાગ ચીરીને કાળજાનું થોડું માંસ કાઢી રાક્ષસને આપ્યું. છતાં શિષ્ય ઉંહકારો પણ ન કર્યો. રાક્ષસ ખુશ થઇને જતો રહ્યો. ગુરુએ સંરોહણી ઔષધિથી શિષ્યનો ઘા રુઝવી નાંખ્યો. સવારે ગુરુએ શિષ્યને પૂછ્યું, ‘રાતે મેં તારા શરીર પ૨ છી ચલાવી ત્યારે તને શું વિચાર આવ્યો ?' શિષ્ય કહ્યું, ‘આપને જોઇને મેં વિચાર્યું, ‘ગુરુ જે કરશે તે મારા સારા માટે જ કરશે.’ મેં કોઇ ખરાબ વિચાર કર્યો નહોતો. પછી હું નિશ્ચિંત થઇ સૂઇ ગયો.' ગુરુ તેની ઉપર પ્રસન્ન થયા. આમ તે શિષ્ય ગુરુ ઉપર શ્રદ્ધા રાખી તો તે બચી ગયો. (૧૩) રામજી ગંધાર : ગૃહસ્થના હૃદયમાં ગુરુ પ્રત્યેનો ભક્તિભાવ એવો ઉછળતો હોય કે, તે અવસરે અવસરે ગુરુનો મહાન સત્કાર કરે. ગુરુનો ઠાઠમાઠપૂર્વક દબદબાભર્યો નગરપ્રવેશ કરાવે. અરે ! ગુરુના આગમનની વધામણી આપનારને પણ એવો ન્યાલ કરી દે કે ચારે બાજુ ગુરુની મહાનતાની સુવાસ ફેલાઇ જાય. પોતાના ગુરુ જગદ્ગુરુ આચાર્યશ્રી હીરસૂરીશ્વરજી મહારાજાના આગમનના સમાચાર આપનારને રામજી ગંધારે ચાવીના ઝૂડામાંથી કોઇપણ ચાવી લેવા કહી. પેલાએ મોટી ચાવી રાખી. તેમાંથી દોરડા નીકળ્યા. તે વેચતા આવેલા ૧૧ લાખ રૂપિયા ગુરુના આગમનની વધામણી આપનારને શેઠે આપ્યા. શેઠને ગુરુની ઉપાસના કરવી હતી. તેથી ગુરુના આગમનની વધામણી એમને બહુ કિંમતી લાગી. આવી રીતે ગુરુનું ગૌરવ વધારવું એ પણ ગુરુભક્તિ છે. (૧૪) મંત્રીશ્વર વસ્તુપાળ : ગુરુનાં અન્ય દ્વારા થતા અપમાન, હેરાનગતિ, તિરસ્કાર વગેરેને નિવારવા એ પણ એક પ્રકારની ગુરુભક્તિ છે. એ માટે અઢળક સંપતિનો વ્યય કરવો પડે કે જાનની બાજી લગાવવી પડે તો પણ તેમાં પાછા પડવું નહી. વસ્તુપાળ મંત્રીએ ગુરુ ભગવંતો માટે સાત માળની પૌષધશાળા બનાવી હતી. એકવાર એક મહાત્માએ કાજો લઇ અવિધિથી પરઠવ્યો. કાજાની ધૂળ નીચેથી પસાર થતા વીરધવલ રાજાના સિંહ નામના મામાના માથા પર પડી. તેમણે ગુસ્સે થઇને તે મહાત્માને નિર્દય રીતે માર માર્યો. આ વાતની મંત્રીને જાણ થતા તેમને પણ ગુસ્સો આવ્યો. તેમણે સિંહરાજાના હાથ કપાવી નંખાવ્યા. ગુરુ ભક્તિ ૮૬ Page #106 -------------------------------------------------------------------------- ________________ સિંહના મનમાં જૈનધર્મ પ્રત્યે દ્વેષ થયો. તેણે સૈન્ય સહિત મંત્રીના ઘરને ઘેરો ઘાલ્યો. મંત્રી પણ યુદ્ધ કરવા તૈયાર થયા. પરસ્પર યુદ્ધ થયું. રાજગુરુએ રાજાને સમજાવ્યા. રાજાએ યુદ્ધ અટકાવ્યું, રાજાએ મામાને મંત્રીના પગમાં પડાવ્યો, અને મંત્રી અને મામા વચ્ચે સંધી કરાવી. મંત્રીએ રાજાને કહ્યું, ‘દેવગુરુના દ્વેષીને હું આપની સમક્ષ પણ શિક્ષા કરીશ.’ રાજાએ કહ્યું, ‘કોઇએ જૈન મુનિઓનું જરાય પણ અપમાન કરવું નહી. એ મુનિઓ સત્ય, શીલ અને તપોનિષ્ઠ હોવાથી જગતમાં પૂજ્ય છે.' આમ જૈનધર્મની મોટી પ્રભાવના થઇ. (૧૫) સર્વાનુભૂતિમુનિ-સુનક્ષત્રમુનિ : શિષ્ય પોતે તો ગુરુની હીલના ન જ કરવી જોઇએ, પણ બીજા દ્વારા થતી ગુરુની હીલનાની ઉપેક્ષા પણ ન ક૨વી જોઇએ, પ્રાણના ભોગે પણ તેણે ગુરુની હીલના અટકાવવી જોઇએ. ગુરુની બીજા દ્વારા થતી હીલનાની ઉપેક્ષા એ પણ ગુરુની આશાતના છે. બીજા દ્વારા થતી ગુરુની હીલનાને અટકાવવી એ પણ ગુરુભક્તિ છે. શ્રાવસ્તીમાં પધારેલા પ્રભુ વીરે ગોશાળો જિન-સર્વજ્ઞ નથી આ સત્ય ઉઘાડુ પાડતા દ્વેષથી અને રોષથી ધમધમતો ગોશાળો ત્યાં આવીને પ્રભુને અવજ્ઞાજનક વચનો બોલે છે. તે સહન નહીં થતા, પ્રભુની મનાઇ છતાં સુનક્ષત્ર અને સર્વાનુભૂતિ નામના સાધુઓ ક્રમશઃ ગોશાળાને ગુરુનિંદા કરતા અટકાવવાના પ્રયત્ન કરે છે તેમાં ગોશાળો તેજોલેશ્યા છોડી તેમને બાળી નાખે છે. સર્વાનુભૂતિમુનિ અને સુનક્ષત્રમુનિ બન્ને ગોશાળાના સામર્થ્યને જાણતા હતા. પ્રભુએ બધાને વચ્ચે આવવાની ના પાડી હતી. છતાં આ બન્ને મહાત્માઓનો ગુરુ પ્રત્યેનો ભક્તિભાવ એવો પરાકાષ્ઠાનો હતો કે તેમનાથી રહેવાયું નહીં. તેમણે બીજો કશો વિચાર કર્યા વિના ગોશાળાને પ્રભુનો તિરસ્કાર કરતો અટકાવ્યો. નિરુત્તર થવાના કારણે ગોશાળાએ ગુસ્સે થઇને તેજોલેશ્યાથી તેમને બાળી નાંખ્યા. છતાં તેમનું સત્ત્વ ચલિત ન થયું. તેઓ વૈમાનિક દેવલોકમાં મોટી ઋદ્ધિવાળા દેવ થયા અને પછીના ભવે મોક્ષે જશે. • ‘મા રુષ અને મા તુષ' એ છ અક્ષરનું વાક્ય પણ જેને યાદ નહોતું રહેતું એ મહાત્મા ગુરુવચનને વળગીને અખંડ ૧૨ વર્ષ પુરુષાર્થ કરવાથી કેવળજ્ઞાન પામી ગયા. • ગુરુ ચંડરૂદ્રાચાર્યના અતિતીવ્રક્રોધાવેશના કારણે અનિચ્છા છતાં દીક્ષા લેવી પડી, ગુરુને ઉંચકીને રાત્રે વિહાર કરવો પડ્યો, આટલી વિષમ સ્થિતિમાં સમર્પણમ ८७ Page #107 -------------------------------------------------------------------------- ________________ અંધારામાં ન દેખાતા ખાડાને કારણે પગ વાંકોચૂંકો થવાથી ગુરુ ડાંડાનો મારમારી લોહીલુહાણ કરી નાખે, છતાં ઉત્કૃષ્ટ ગુરુભક્તિથી શિષ્ય કેવળજ્ઞાન મેળવી લીધું. પોતાની નહિવત્ ભૂલ છતાં ઠપકો આપનાર ચંદનબાળાજી પ્રત્યે અહોભાવ અને ક્ષમાયાચનાની તીવ્ર ભાવનાથી મૃગાવતીજી કેવળજ્ઞાન પામી ગયા.... • સાધુજીવનની આચારસંપન્નતાથી સાવ રહિત એવા પણ ગુરુને બહુમાનપૂર્વક ઉપાસી રહેલા પંથકમુનિએ પોતાનું અને ગુરુનું જીવન અજવાળી દીધું. મોક્ષ માટે ગુરુ સર્વગુણસંપન્ન ન જોઇએ, મનમાં ગુરુની છાપ સર્વગુણસંપન્નની જોઇએ. • અર્જુન પ્રત્યે પક્ષપાતી ગુરુ પ્રત્યે પણ મનમાં સમર્પણ જીવંત રાખ્યું તો એકલવ્ય સવાયો ધનુર્ધર થયો. • સાધુઓની ઉછળતી ભક્તિ કરીને અને ઘીથી ખરડાયેલા પાત્રને પોતાની કિંમતી સાડીથી લૂછીને અનુપમાદેવી બીજા ભવે બાલવયમાં કેવળજ્ઞાની બની ગયા. પૂ. આ. હરિભદ્રસૂરિ મ. ની રાત્રે પણ શાસ્ત્રસર્જનયાત્રા ચાલુ રાખવાની ભાવના પરિપૂર્ણ કરવા લલ્લિગે ખૂબ મોટી રકમ (પ્રાયઃ મોટા ભાગનું ધન) ખર્ચીને રાત્રે પ્રકાશ આપતું રત્ન ઉપાશ્રયમાં લગાવ્યું અને ગુરુની પ્રસન્નતાને વધારી. આમ જેણે જેણે ગુરુભક્તિ કરી તે બધાને એકાંતે લાભ થયો છે. તે બધાનું એકાંતે કલ્યાણ થયું છે. તે બધાએ પોતાના જન્મ અને જીવનને સફળ કર્યા છે. અમુકના દ્રષ્ટાંતો જ અમે ઉપર ટાંક્યા છે. બાકી શાસ્ત્રમાં આવા અઢળક દ્રષ્ટાંતો આલેખાયેલા છે. બીજી આરાધના ઓછી-વતી હોય તો હજી ચાલે, પણ ગુરુભક્તિ વિના તો ન જ ચાલે. ગુરુબહુમાન વિના કોઇનો મોક્ષ થયો નથી, થતો નથી અને થવાનો નથી. ગુરુબહુમાન એ મોક્ષનું દ્વાર છે. પંચસૂત્રમાં કહ્યું છે, 'માયો ગુરુવકુમાળો, ગવંવરબ્લેિખ | ગુરુબહુમાન એ જ મોક્ષ છે, કેમકે ગુરુબહુમાન એ મોક્ષનું અવંધ્ય સફળ કારણ છે. ગુરુબહુમાન હોય તો મોક્ષ થાય. ગુરુબહુમાન ન હોય તો મોક્ષ ન થાય. ભક્તિ Page #108 -------------------------------------------------------------------------- ________________ ગુરુબહુમાન એ મોક્ષનું મુખ્યકારણ છે. આ ભવમાં જે ગુરુની પરમાત્માની જેમ ભક્તિ કરે છે તેને ભવાંતરમાં પરમાત્મા ગુરુ તરીકે મળે છે. પછી તેનો મોક્ષ હાથવેંતમાં જ હોય છે. તે શીધ્ર મુક્તિગામી બને છે. પંચસૂત્રમાં કહ્યું છે, 'મમો પરમગુરુસંગોનો, તો સિદ્ધી મસંસ’ ગુરુબહુમાનથી પરમાત્માનો સંયોગ થાય છે, પછી તેનો નિશ્ચિત મોક્ષ થાય છે. ગુરુભક્તિ વિનાની એકલી પરમાત્મભક્તિ એ દંભ છે. તેને ગુરુભક્તિ નથી ગમતી, કેમકે ગુરુ તેની ઇચ્છા વિરૂદ્ધ કરે છે કે કહે છે. પરમાત્મભક્તિ તેને ગમે છે, કેમકે પરમાત્મા કંઇ કહેતા કે કરતા નથી. જો પરમાત્મા પણ તેની ઇચ્છા વિરૂદ્ધ કરે કે કહે તો પરમાત્માનું છોડી દેતા ય તેને વાર ન લાગે. માટે જેના જીવનમાં ગુરુભક્તિ છે તે જ સમર્પિત છે. તે જ પરમાત્માની ખરી ભક્તિ કરી શકે છે. માટે ગુરુભક્તિવાળાને જ પરમાત્માનો સંયોગ થાય છે. પરમાત્માનો સંયોગ થયા પછી તેમની આજ્ઞા મુજબ સુંદર આરાધના કરી તે મોક્ષે જાય છે. આમ મોક્ષનું મૂળ ગુરુભક્તિ છે. બધા કલ્યાણોનું મૂળ ભક્તિ છે. આલોકપરલોકની બધી સમૃદ્ધિઓનું મૂળ ગુરુભક્તિ છે. માટે બીજા કોઇ આડાઅવળા વિચારો કર્યા વિના એકમાત્ર ગુરુભક્તિમાં ઓતપ્રોત બની જવું. 2 ક 4 . સમર્પરાયું સમર્પણમ્ ૯૯ ર Page #109 -------------------------------------------------------------------------- ________________ ગુરુની આશાતના કરનારા ડૂબી ગયા ગુરુની ભક્તિ કરનારાને થનારા લાભો પ્રસંગો સહિત સમજાવીને ગુરુભક્તિનું મહત્ત્વ બતાવ્યું. હવે ગુરુની આશાતના કરનારાને થનારા નુકસાનો પ્રસંગો સહિત સમજાવીને ગુરુભક્તિનું મહત્ત્વ સમજાવીશું. (૧) ફૂલવાલક મુનિ : ગુરુની આશાતના કરનારો ચારિત્રથી ભ્રષ્ટ થાય છે. એક બાજુ ઉંચામાં ઉંચી ચારિત્રની સાધના કરે અને બીજી બાજુ ગુરુની અવજ્ઞા કરે તેની ચારિત્રની બધી સાધના ધૂળધાણી થઇ જાય છે. તે ચારિત્રની સાધના કરે છે એ પણ પોતાની ઇચ્છાથી, ગુરુની ઇચ્છાથી નહી. ગુરુ પ્રત્યે તેને સમર્પણભાવ નથી. તેને પોતાની ઇચ્છાનો કદાગ્રહ છે. સ્વાગ્રહ મોહના ઉદયથી થાય છે. અષ્ટપ્રકરણમાં કહ્યું છે, 'न मोहोद्रिक्तताऽभावे, स्वाग्रहो जायते क्वचित् । गुणवत्पारतन्त्र्यं हि, तदनुत्कर्षसाधनम् ॥२२/४॥' અર્થ : મોહના ઉદય વિના ક્યાંય સ્વાગ્રહ થતો નથી. ગુણવાન ગુરુની પરાધીનતા એ મોહને ઘટાડવાનું સાધન છે. આ મોહનો ઉદય એક દિવસ તેને ચારિત્રની બધી સાધનાઓથી ભ્રષ્ટ કરે છે. સુંદર ચારિત્ર પાળવું હોય તો મોહને દૂર કરવો પડે. મોહને દૂર કરવા ગુણવાન ગુરુને પરાધીન બનવું પડે. આમ ગુણવાન ગુરુની ભક્તિથી મોહ દૂર થાય છે. તેથી સુંદર ચારિત્ર પળાય છે. તેથી શીઘ્ર મોક્ષ થાય છે. આમ ચારિત્રની સફળતાનું મુખ્ય કારણ પણ ગુરુભક્તિ છે. જે ગુરુની આશાતના કરે છે તેનું ચારિત્ર સફળ થતું નથી, તે નિષ્ફળ જાય છે. એક આચાર્યમહારાજનો એક શિષ્ય વાંદરાની જેમ અસ્થિર હતો. તેની ભૂલ થતી ત્યારે ગુરુ સા૨ણા-વારણા વગેરે કરતાં તો તે ગુસ્સે થતો, પણ ગુરુની વાત માનતો ન હતો. એકવાર સૂરિજી શિષ્યો સાથે ઉજ્જયંતગિરિની જાત્રા કરવા ગયા. ઊતરતી વખતે ગુરુ આગળ હતા અને પેલો આવનીત શિષ્ય પાછળ હતો. ગુરુની વારંવારની હિતશિક્ષાને લીધે તેના મનમાં ગુરુ પ્રત્યે દ્વેષ હતો. તે ગુરુનું ખરાબ કરવા લાગ શોધતો હતો. તેણે પાછળથી ગુરુ તરફ મોટો પથ્થર ગબડાવ્યો. અવાજથી ગુરુને ખબર પડી ગઇ કે શિષ્યે પથ્થર ગબડાવ્યો છે. ગુરુએ પાછળ જોયું. ખરેખર ધસમસતો આવતો પથ્થર જોયો. ખસવાનો સમય ન હતો. એટલે ગુરુએ બે પગ પહોળા કર્યા. પથ્થર વચ્ચેથી ૯૦ ગુરુ ભક્તિ Page #110 -------------------------------------------------------------------------- ________________ જતો રહ્યો. ગુરુ બચી ગયા. ગુરુના મોઢામાંથી શબ્દો નીકળ્યા, “સ્ત્રીથી તારા વ્રતનો ભંગ થશે.” શિષ્ય બોલ્યો, “આપના શાપને નિષ્ફળ કરીશ. એવા સ્થળે રહીશ કે જ્યાં સ્ત્રી દેખાશે પણ નહી.” આમ કહી તે ગુરુને છોડીને નિર્જન વનમાં ગયો. નદીના કિનારે તેણે કાઉસ્સગ્ન કર્યો. પંદર દિવસે-મહિને મુસાફરો પાસેથી તે પારણું કરતો. ચોમાસું આવ્યું. ધોધમાર વરસાદ પડ્યો. નદી ભરાઇ ગઇ. નદીની અધિષ્ઠાત્રી દેવીએ મુનિને બચાવવા નદીનો પ્રવાહ વાળ્યો. તેથી તેનું નામ કૂલવાલક પડી ગયું. આ બાજુ કોણિક અને ચેડારાજાનું યુદ્ધ ચાલુ હતું. ચેડારાજા કેમે કરીને જીતાતા ન હતા. તેથી કોણિક અત્યંત ચિંતાતુર હતો. ત્યારે આકાશમાં રહેલ દેવતાએ કોણિકને ઉદ્દેશીને કહ્યું, “જો માગધિકા ગણિકા ફૂલવાલકની પાછળ લાગીને તેને અહીં લઇ આવશે તો અશોકચંદ્ર (કોણિક) વૈશાલીનગરીને તાબે કરી શકશે.' આ સાંભળીને કોણિકે માગધિકા ગણિકાને આદેશ કર્યો, “હે ભદ્ર ! તું ફૂલવાલક મુનિને અહીં લઇ આવ.” તે કપટ શ્રાવિકા બની. એક આચાર્ય મહારાજને તેણીએ “કૂલવાલક મુનિ કોણ છે ? અને ક્યાં છે ?' એ પૂછ્યું. તેણીના ભાવને નહીં જાણતાં આચાર્ય મહારાજે સાચી વાત કરી. તે કપટશ્રાવિકા બની ચૈત્યોને વંદન કરતી કરતી મુનિ પાસે આવી. મુનિને વંદન કરીને તે બોલી, “હે ભગવંત ! પતિ પરલોકવાસી થતાં હું તીર્થયાત્રા કરવા જતી હતી. આપ અહીં તપશ્ચર્યા કરો છો એવું સાંભળી આપને વંદન કરવા અહીં આવી છે. આજે જંગમ તીર્થસ્વરૂપ આપને જોવાથી મારો દિવસ સફળ થયો. હવે ભિક્ષા ગ્રહણ કરીને આપ મારી ઉપર કૃપા કરો.” તેણીના આગ્રહથી ફૂલવાલક ભિક્ષા લેવા ગયો. તેણીએ દુષ્ટદ્રવ્યથી મિશ્રિત મોદક વહોરાવ્યા. તે મોદક વાપરીને કૂલવાલકને ઝાડા થયા. તેથી તે બહુ અશક્ત બન્યો. તે પડખું પણ ફેરવી શકતો નથી. તેણીએ કહ્યું, “અરે ! મારા કારણે આપની આવી અવસ્થા થઇ છે. આપ મને વૈયાવચ્ચ કરવાની અનુજ્ઞા આપો. જે કાંઇ દોષ લાગે તેની આપ આલોચના લઇ લેજો' ફૂલવાલકે તેણીને રજા આપી. તેણી મુનિની સારવાર કરવા લાગી. શરીર દબાવવા અને દવા આપવા તે ક્ષણે ક્ષણે નજીક સરકતી. તે બધું તે તે રીતે કરતી કે જેથી પોતાના શરીરનો સંપૂર્ણ સ્પર્શ મુનિના શરીરને થાય. ધીમે ધીમે તેણીએ તેને સાજો કર્યો. તેણીના કટાક્ષો, શરીરનો સ્પર્શ અને મીઠા વચનોથી મુનિનું મન ચલિત થયું. તે બન્નેના પરસ્પર શયન-આસન વગેરેથી પતિ-પત્નીનો વ્યવહાર થયો. પછી તેણી ફૂલવાલકને કોણિક પાસે લઇ ગઇ. ફૂલવાલકની સહાયથી કોણિકે સમર્પણમ્ Page #111 -------------------------------------------------------------------------- ________________ ચેડારાજાની વૈશાલીનગરી જીતી. આમ કૂલવાલકમુનિએ ગુરુની ઘોર આશાતના કરી. તેણે ગુરુને મારી નાંખવાનો પ્રયત્ન કર્યો. ગુરુની હિતશિક્ષાઓ તેને કડવી લાગી. ગુરુ પ્રત્યે તેને દ્વેષ અને ગુસ્સો હતો. ગુરુની આવી વિરાધના કરવાથી તેનું દ્રવ્યચારિત્ર અને ભાવચારિત્ર બન્ને નાશ પામ્યા. તે નદીદેવતાને ખુશ કરી શક્યો પણ ગુરુને ખુશ ન કરી શક્યો. તે નદીના પ્રવાહને વાળી શક્યો પણ પોતાના મનને ન વાળી શક્યો. આમ ગુરુની આશાતનાના ભયંકર ફળો જોઇ બીજાઓએ ગુરુની આશાતના ટાળવી અને ગુરુભક્તિમાં તત્પર બનવું. (૨) ગોશાળો : ગુરુની આશાતના કરનારો રીબાઇ રીબાઇને મરે છે અને અનેક ભવો સુધી દુર્ગતિમાં રખડે છે. આ સંબંધમાં ગોશાળાનું દ્રષ્ટાંત સમજવા જેવું છે. વિરપ્રભુના માસખમણના પારણે પાંચ દિવ્ય થયા જોઇને ખંખલીઝંખનો દિકરો ગોશાળો મુખ અને માથાનું મુંડન કરાવી. “હું તમારો શિષ્ય છું, આપની દીક્ષા મને મળો.' એમ કહી પ્રભુનો શિષ્ય બની ગયો. પાછળથી ભવિતવ્યતાવશ પ્રભુ પાસેથી જ તેજોવેશ્યાની વિધિ જાણી, પાર્શ્વપ્રભુના શિષ્ય પાસેથી અષ્ટાંગનિમિત્ત ભણી પોતાની જાતને સર્વજ્ઞા કહેવડાવતો વિચરે છે. શ્રાવસ્તીમાં પ્રભુએ તેની સર્વજ્ઞતાનું ખંડન કરતાં ગુસ્સે થઇ પ્રભુ પર તેજોલેગ્યા છોડી. પ્રભુને પ્રદક્ષિણામાં દઇ પાછી ફરેલી તેજલેશ્યાથી ગોશાળો સાત દિવસમાં મર્યો. મરતાં મરતાં ગોશાળો સમ્યકત્વ પામ્યો એટલે બારમા દેવલોકમાં ગયો. ત્યાંથી ચ્યવી તે મહાપા નામનો રાજપુત્ર થઈ સાધુઓની નિંદા કરશે, હિલના કરવી, મારવા-બાંધવા-હણવા-એમ હેરાન કરશે. એકવાર તે કારણ વિના ગુસ્સે થઇ રથના અગ્ર ભાગથી એક મુનિને વારંવાર પાડશે. તેથી મુનિ તે જોવેશ્યાથી તેને બાળી નાંખશે. મરીને તે બધી નરકોમાં બે-બે વાર જશે. પછી તિર્યંચની બધી જાતિઓમાં વારંવાર ઉત્પન્ન થશે. બધે શસ્ત્રથી અને દાહથી મરશે. આમ અનંતકાળ સુધી દુઃખ ભોગવશે. (૩) જમાલિમુનિ : પોતાની બુદ્ધિથી ન સમજાતું પણ ગુરુવચન માનવું અને તેને સમજવા પ્રયત્ન કરવો. જો આપણી બુદ્ધિમાં ન બેસવા માત્રથી ગુરુવચન અવગણીએ તો ગુરુની આશાતના થવાથી આપણો અનંતસંસાર વધી જાય. પંચાશકમાં કહ્યું છે ગુરુ ભક્તિ Page #112 -------------------------------------------------------------------------- ________________ 'छडट्ठमदसमदुवालसेहिं मासद्धमासखमणेहिं । अकरितो गुरुवयणं अणंतसंसारिओ होति ||५/४६।।' । અર્થ : છઠ્ઠ, અટ્ટમ, ચાર ઉપવાસ, પાંચ ઉપવાસ, ૧૫ ઉપવાસ, માસખમણથી યુક્ત એવો પણ જીવ જો ગુરુવચનનું પાલન ન કરે તો અનંત સંસારી થાય. જમાલિમુનિએ પોતાની બુદ્ધિમાં નહી બેસતું સાચું પણ પ્રભુવચન માન્યું નહી અને અલગ પંથ સ્થાપ્યો તેથી તેમનો સંસાર વધ્યો. માટે ગુરુવચન ક્યારેય ઉત્થાપવું નહી. (૪) પીઠમુનિ-મહાપીઠ મુનિ ઃ ગુરુ બીજા શિષ્યોની પ્રશંસા કરે અને આપણી પ્રશંસા ન કરે તો પણ ગુરુ પ્રત્યેનો ભક્તિભાવ ઘટાડવો નહી. આપણું કર્તવ્ય છે, “કોઇ પણ સંયોગમાં ગુરુભક્તિભાવને ટકાવી રાખવો અને વધારવો.' ગુરુનું કર્તવ્ય જો આપણે વિચારીએ તો આપણે ગુરુના ય ગુરુ બની ગયા. ગુરુનું કર્તવ્ય વિચારીએ તો આપણને ગુરુ પ્રત્યે અસદ્ભાવ થાય. આપણે ગુરુને સો ટચના સોના જેવા જ માનવાના. ગુરુ જે કરે છે તે બરાબર જ છે એવી મજબૂત શ્રદ્ધા અંદરમાં ઊભી કરવી. “ગુરુ પક્ષપાત કરે છે.” એમ વિચારી ગુરુના દોષો ન જોવા, પણ “મારી અયોગ્યતા છે' એમ વિચારી પોતાના દોષો જોવા. ગુરુ બીજાની પ્રશંસા કરે ત્યારે ઇર્ષ્યાથી બળી ન મરવું, પણ પ્રમોદભાવ રાખી આનંદ પામવો. સંસારથી કંટાળેલા મુમુક્ષુએ ગુરુ ઉપર દ્વેષ કરવો ઉચિત નથી. જીવવાની ઇચ્છાવાળો કોણ અમૃતનો દ્વેષ કરે ? ગુરુ ઉપર દુર્ભાવ કરનારનું સમ્યકત્વ જતું રહે છે. ગુરુ વિના ધર્મ પોતાના સાધ્યને સિદ્ધ ન કરી શકે. ખલાસી વિના વહાણ મુસાફરને સામે કિનારે ન લઇ જાય. સાધુ ઉપરનો દ્વેષ પણ સંસારમાં પાડે છે, તો ગુરુ ઉપરના ષ માટે શું કહેવું ? ગુરુ ઉપર દુર્ભાવ રાખી જે મોક્ષ માટે ક્રિયા કરે છે તે ભૂખ શમાવવા ઝેરવાળું ભોજન કરે છે. પીઠમુનિ અને મહાપીઠમુનિએ ચારિત્રની, જ્ઞાનની અને તપની ઊંચી સાધના કરી હતી, છતાં તેમને વૈયાવચ્ચ કરનારા બાહુ-સુબાહુ મુનિની વિશેષ થતી પ્રશંસાના કારણે ગુરુ પ્રત્યે માનસિક અપ્રીતિ થઇ હતી. તેનું પ્રાયશ્ચિત્ત લીધું ન હતું. તેથી તેમને સ્ત્રીનો અવતાર લેવો પડ્યો. આમ ગુરુ પ્રત્યેની માનસિક અરૂચિ પણ કડવા ફળ આપે છે, તો વાણીથી ગુરુની સામે જેમ-તેમ બોલવું અને કાયાથી ગુરુને નુકસાન કરવું એ તો કેવું ભયંકર ફળ આપે. માટે મન-વચન-કાયાથી ગુરુની આશાતના ન કરવી, પણ આરાધના કરવી. સમર્પણમ્ Page #113 -------------------------------------------------------------------------- ________________ (૫) દત્તમુનિ દુષ્ટ શિષ્યો ગુરુના ખોટા દોષો જુવે છે. તેઓ ગુરુની અવજ્ઞા, તિરસ્કાર, પરાભવ વગેરે કરે છે. આ શિષ્યો ઉપર દેવતા કોપાયમાન થાય છે અને ગુરુની અવજ્ઞાનું ફળ તેમને ચખાડે છે. આ સંબંધમાં દત્તમુનિનું ચરિત્ર જાણવા જેવું છે. કોલ્લપુરમાં ભવિષ્યનો દુકાળ જાણીને સંગમસૂરિએ બધા શિષ્યોને અન્ય દેશમાં મોકલી દીધા. જંઘાબળ ક્ષણ થયું હોવાથી પોતે ત્યાં જ રહ્યા. ત્યાં રહેવા છતાં તેઓ અપ્રમત્તપણે આરાધના કરતા હતા. તેથી નગરદેવતા તેમની ઉપર પ્રસન્ન થઇ. એકવાર દત્ત નામનો તેમનો શિષ્ય ગુરુના સમાચાર જાણવા નગરમાં આવ્યો. સંયોગવશ ગુરુને પહેલાના ઉપાશ્રયમાં જ રહેલા જોઇને તેણે વિચાર્યું, ‘વસતિની યતના પણ ગુરુ કરતા નથી. નક્કી તેઓ શિથીલ થઇ ગયા લાગે છે.” આમ વિચારી તે જુદા ઉપાશ્રયમાં રહ્યો. તેણે ગુરુના બધા સમાચાર મેળવ્યા. તે ગુરુ સાથે ગોચરીએ ગયો. અંતમાકુળોમાં ઘણું ફરતા તે થાકી ગયો. ત્યારે ગુરુએ સંયમબળથી રેવતી વિદ્યાથી ગ્રસ્ત રડતા બાળકને સ્વસ્થ કરી, ભરપૂર આહાર-પાણી વહોરાવડાવ્યા. સાંજે પ્રતિક્રમણ વખતે ગુરુએ દત્તને કહ્યું, “આજ ગોચરીમાં ધાત્રીપિંડ વાપર્યો તેની આલોચના કર.” ત્યારે દત્ત અણગમાથી કટાક્ષમાં બોલ્યો, “અહો ! આપ ઘણું ઝીણું ઝીણું જુવો છો. એક સ્થાનમાં વરસો રહેવાનો પોતાનો મોટો દોષ આપને દેખાતો નથી. અને મારા નાના નાના દોષો આપ જુવો છો.” આમ કહી પ્રતિક્રમણ કરી તે પોતાના ઉપાશ્રયમાં ગયો. આચાર્ય મહારાજ ઉપર પ્રસન્ન થયેલી નગરદેવતાએ “આને ગુરુનો પરાભવ કરવાનું ફળ બતાવું.” એમ વિચારી દત્તના ઉપાશ્રયમાં ભયંકર અંધારું કર્યું અને પ્રચંડ પવન અને હિમનો વરસાદ કર્યો. દત્ત ડરીને બૂમો પાડવા લાગ્યો. ગુરુએ તેને કહ્યું, “આ તરફ આવ.” તે બોલ્યો, “મને દરવાજો દેખાતો નથી.” ગુરુએ આંગળી ઘસીને દેદીપ્યમાન આંગળીથી પ્રકાશ કર્યો. દત્તે વિચાર્યું, “ગુરુ પાસે દીવો પણ છે. તે ગુરુ પાસે આવ્યો. દેવતાએ તેને શિખામણ આપી, “આ મહાત્માનો પરાભવ કરીશ તો તું દુર્ગતિમાં પડીશ. ગુરુ તારા ભલા માટે બધું કરે છે. તને તેમાંય દોષો દેખાય છે. ગુરુની અવજ્ઞા કરવાનો પોતાનો ભયંકર દોષ તને દેખાતો નથી અને ગુરુમાં તું દોષો શોધ્યા કરે છે. તારા ગુરુ તો ખૂબ ઊંચું ચારિત્ર પાળી રહ્યા છે. તેમનામાં દોષો જોવા એ દુધમાંથી પોરા કાઢવા જેવું છે. તેમની આશાતનાથી તને ભયંકર નુકસાન થશે. માટે હજી પણ માફી માગીને સુધરી જા.” દેવતાની વાણીથી ગુરુ ભક્તિ Page #114 -------------------------------------------------------------------------- ________________ દત્તને પસ્તાવો થયો. તે ગુરુના ચરણોમાં પડ્યો. તેણે ગુરુને ખમાવ્યા ને ગુરુ પાસે પ્રાયશ્ચિત્ત લઇ પોતાની શુદ્ધિ કરી. ગુરુની અવજ્ઞા કરનારને દેવતા, કર્મસત્તા વગેરે પરચો બતાવે છે. કદાચ ગુરુના દોષો જોવાઇ જાય, ગુરુની નિંદા, અવજ્ઞા વગેરે થઇ જાય તો પણ ગુરુ પાસે તેની માફી માગી શુદ્ધિ કરવી. () ચૌદપૂર્વધર પુંડરીક મુનિ ઃ અલ્પજ્ઞાની પણ જો ગુરુને સમર્પિત હોય તો સંસારસાગરને સહેલાઇથી તરી જાય છે. મહાજ્ઞાની પણ જો ગુરુની અવજ્ઞા કરે તો સંસારમાં ડૂબી જાય છે. મોક્ષે જવા જ્ઞાન કરતા સમર્પણભાવ વધુ આવશ્યક છે. જ્ઞાન ઓછું-વતું હોય તો હજી ચાલે પણ સમર્પણભાવની કચાશ તો જરાય ન ચાલે. ગુરુની આશાતના કરનારા ચૌદ પૂર્વધરો પણ નિગોદમાં રવાના થઇ ગયા. બ્રહ્મપુરમાં સુનંદ શેઠનો પુંડરીક નામે પુત્ર રહેતો હતો. તે બહુ બુદ્ધિશાળી હતો. તે થોડા જ દિવસોમાં બધી કળાઓ શીખી ગયો. તેણે કોઇ સાધુને પૂછ્યું, “કળાઓનો મહાન વિસ્તાર શેમાં છે ?' તેમણે કહ્યું, “ચૌદ પૂર્વોમાં.” પુંડરીક-ચૌદ પૂર્વો કેટલા મોટા છે ?' સાધુ-“ગુરુદેવને પૂછ' તેણે ગુરુદેવને પૂછ્યું. ગુરુદેવે ચૌદ પૂર્વોનું સ્વરૂપ અને વિસ્તાર કહ્યો. પુંડરીક“મને ચૌદ પૂર્વો ભણાવો.” ગુરુદેવ-“સાધુઓ જ તેને ભણી શકે, ગૃહસ્થ નહીં.” પુંડરીક-“મને દીક્ષા આપો'. માતા-પિતાની રજા લઇ તેણે ચારિત્ર લીધું. થોડા જ દિવસોમાં તે ચૌદપૂર્વે ભણી ગયો. તે રોજ તેનું પુનરાવર્તન કરે છે. થોડા દિવસ પછી તે આળસુ બન્યો પુનરાવર્તનની તેની રૂચિ ઓછી થઈ ગઈ. સૂત્રના અર્થનું ચિંતન કરવામાં તેને કંટાળો આવવા લાગ્યો. આમ બે-ત્રણ દિવસ થયા. એટલે ગુરુએ તેને પ્રેરણા કરી. તે ફરી પાઠ કરવા લાગ્યો. થોડા દિવસ પછી પાઠ કરતાં તેને બગાસા આવવા લાગ્યા. તે પીઠ મરડવા લાગ્યો, તે હાથ ઉંચા-નીચા કરવા લાગ્યો, તે આંગળીઓ વાળવા લાગ્યો. પાઠ કરતાં કરતાં તે ઢળી પડ્યો. ગુરુએ તેને કહ્યું, “પાઠ વિના બધુ ભૂલાઇ જશે. માટે પ્રમાદ છોડી બરાબર પાઠ કર.” ફરી તેણે પાઠ ચાલુ કર્યો. થોડા દિવસ પછી તો પ્રતિક્રમણ કરીને તે સંથારા વિના જ સુઈ જતો. સવારે પણ માંડ માંડ ઊઠતો. આમ ઘણા દિવસ ચાલ્યું. એટલે ગુરુએ કડક શબ્દોમાં તેને કહ્યું, “હવે પાઠ નહીં કરે તો શિક્ષા થશે.” તેથી શિક્ષાના ડરથી તે પાઠ કરવા લાગ્યો. પણ થોડા દિવસ પછી ફરી પાઠ છૂટી ગયો. તે ઘસઘસાટ ઉંઘવા સમર્પણમ્ Page #115 -------------------------------------------------------------------------- ________________ લાગ્યો. તેથી ગુરુદેવે તેને કહ્યું, “તેં ભણવા માટે ચારિત્ર લીધું. તેં સારો અભ્યાસ પણ કર્યો. હવે નિદ્રામાં આસક્ત થઇ શા માટે બધુ હારી જાય છે.” તે બોલ્યો, “હું ક્યાં ઊંઘું છું. હું તો રોજ બરાબર પાઠ કરું છું.” ગુરુદેવે વિચાર્યું, “એક તો ઊંઘે છે અને પાછું જૂઠ બોલે છે. એક દિવસ તે ઊંઘતો હતો ત્યારે ગુરુદેવે મોટેથી બૂમ પાડી. છતાં તેણે ન સાંભળી. એટલે ગુરુદેવે તેને ઉઠાડીને કહ્યું, “તું કહે છે કે હું સૂતો નથી. આ શું છે ? તને મારી બૂમ પણ ન સંભળાઇ.” તે બોલ્યો, “હું ઊંડું ચિંતન કરતો હતો. હું ઊંઘતો ન હતો. થોડા દિવસ બાદ ગુરુદેવે તેને ઉઠાડીને પાઠ કરવા ફરી પ્રેરણા કરી. થોડી અરૂચિ સાથે તે બોલ્યો, “આજે સૂવા દો, કાલે પાઠ કરીશ.” થોડા દિવસ પછી ફરી ગુરુદેવે પ્રેરણા કરી. તે બોલ્યો, “શું આ રોજ રોજ ટક ટક કરો છો ? મને બધું યાદ જ છે. અમે કંઇ નાના બાળક છીએ કે વારંવાર કહ્યા કરો છો.” ગુરુદેવની બોલતી બંધ થઇ ગઇ. થોડા દિવસ પછી ફરી ગુરુદેવને કરૂણા આવી એટલે પ્રેરણા કરી. તેણે ગુસ્સાથી કહ્યું, “આપ માણસ છો કે રાક્ષસ ? નિરાંતે ઊંઘવા પણ દેતા નથી. હું એકલો જ ઊંઘું છું ? આ બધા પણ ઊંઘે છે. છતાં આપ એમને કશું જ કહેતા નથી. આપ મને જ કહ્યા કરો છો.” ગુરુદેવને આઘાત લાગ્યો. છતાં પોતાની જાતને સંભાળીને તેઓ બોલ્યા, “વત્સ ! આ અન્ય સાધુઓ ઓછું ભણેલા છે. તેમનો પાઠ થઇ ગયો છે. પાઠના અભાવે તેમને બહુ નુકસાન નહીં થાય. તારી પાસે અગાધ જ્ઞાન છે. જો તું પાઠ નહી કરે તો તારી બધી મહેનત પાણીમાં જશે. માટે તારા ઉપરની હિતબુદ્ધિથી તને વારંવાર કહું છું, તને હેરાન કરવા નહીં. તને ન ગમતું હોય તો હવેથી નહીં કહું ?' પુંડરીક બોલ્યો, “હા, હવેથી તમારે મને એક શબ્દ પણ કહેવો નહી.” ગુરુદેવે કહેવાનું બંધ કર્યું. પુંડરીકનો પ્રસાદ વધ્યો. તેનું જ્ઞાન ઘટ્યું. તેનું ચારિત્ર પણ ગયું. તેનું સમ્યકત્વ પણ ગયું. તે મિથ્યાત્વ પામ્યો. મરીને તે નિગોદમાં ગયો. અનંતકાળ સુધી તેણે ત્યાં દુઃખ ભોગવ્યું. ગુરુ આપણી ભૂલ કાઢે છે તે આપણને સુધારવા, નહીં કે આપણું અપમાન કરવા. ગુરુ આપણી ભૂલ કાઢે એ આપણને ન ગમે, આપણે એને ન સ્વીકારીએ, ગુસ્સે થઇ જઇએસામો જવાબ આપીએ તો ગુરુ આપણી ભૂલ કાઢવાનું બંધ કરી દેશે. તેથી એમને નુકસાન નહીં થાય, પણ આપણને જ નુકસાન થશે. ગુરુ આપણી ભૂલ નહીં કાઢે તો બીજુ કોણ કાઢશે ? જો કોઇ આપણી ભૂલ નહીં કાઢે તો આપણી ભૂલો સુધરશે નહી. જો આપણી ભૂલો ગુરુ ભક્તિ Page #116 -------------------------------------------------------------------------- ________________ નહીં સુધરે તો મોક્ષમાર્ગે આપણી પ્રગતિ શી રીતે થશે ? જો મોક્ષમાર્ગે આપણી પ્રગતિ નહીં થાય તો મોક્ષમાં આપણો પ્રવેશ શી રીતે થશે ? આમ ગુરુ આપણી ભૂલ કાઢે છે તે આપણા હિત માટે જ છે. આપણને મોક્ષમાં પ્રવેશ કરાવવા જ ગુરુ આપણી ભૂલ કાઢે છે. આવા ઉપકારી ગુરુની અવગણના કરવી એ તો કૃતજ્ઞતા છે. માટે ગુરુ આપણી ભૂલ કાઢે ત્યારે દુઃખી ન થવું પણ આનંદ પામવો અને તે ભૂલ સુધારવી. (૭) નાગશ્રી ઃ ગુરુભગવંતને ઉત્તમ અન્ન-પાણી વહોરાવવા જોઇએ. તેમને ફેંકી દેવા માટે કાઢેલું અર્થાત્ એઠું, વધેલું, પડેલું, બગડેલું, સડેલું, ઝેરીલું, ઊતરી ગયેલું ભોજન કદી વહોરાવવું નહી. તેમને વહોરાવતી વખતે ખરાબ ઇરાદો સેવવો નહી, ગુસ્સે થવું નહી. ગુરુ ભગવંતને શુભભાવથી નિર્દોષ આહાર વહોરાવવો. ગુરુ ભગવંતને ખરાબ વસ્તુ કે ખરાબ ઇરાદાથી વહોરાવવાથી ભયંકર પાપ બંધાય છે અને તેના પરિણામે દુર્ગતિઓમાં સબડવાનું થાય છે. ચંપાનગરીમાં ત્રણ ભાઇઓ રહેતા હતા. ત્રણે પરણેલા હતા. મોટા ભાઇની પત્નીનું નામ નાગશ્રી હતું. ત્રણે ભાઇઓ પરિવાર સહિત વારાફરતી એક ભાઇને ત્યાં જમતા હતા. એકવાર મોટા ભાઇને ત્યાં જમવાનો વારો હતો. નાગશ્રીએ બધા માટે રસોઇ બનાવી. તેણીએ તુંબડીનું શાક બનાવ્યું. તે ચાખતાં કડવું લાગ્યું. તેથી તે શાક એક બાજુ મૂકી રાખ્યું અને બધાને બીજી વાનગી વગેરે જમાડી. બધા જમીને ગયા પછી માસખમણના તપસ્વી ધર્મરૂચિ અણગાર વહોરવા ત્યાં આવ્યા. નાગશ્રીએ પેલુ કડવું શાક મુનિના પાત્રમાં ઠાલવી દીધું. મુનિએ ગોચરી ગુરુને બતાવતા શુદ્ધ સ્થળ પરઠવવા કહ્યું. મુનિ વનમાં ગયા. એક ટીપું નીચે પડ્યું. તેમાં અનેક કીડીઓ મરી ગઇ. મુનિએ વિચાર્યું, “હવે શું કરવું ?' ઊંડો વિચાર કરી મુનિએ તે ઝેરી શાક પોતાના પેટમાં પરઠવી દીધું. શુભ ધ્યાનમાં કાળ કરી તેઓ સર્વાર્થસિદ્ધ વિમાનમાં ગયા. આ બાજુ નગરમાં વાત ફેલાઇ ગઇ. પતિએ નાગશ્રીને ઘરમાંથી કાઢી મૂકી. તે જંગલમાં ગઇ. ત્યાં દાવાનળમાં તે જીવતી સળગી ગઈ. ત્યાંથી તે છઠ્ઠી નરકમાં ગઈ. પછી તે બે વાર સાતમી નરકમાં ગઈ. પછી અનંતકાળ સુધી સંસારમાં ભમી. (૮) ગોવાળઃ પોતાના બળદોને નહીં સાચવતા પ્રભુ ઉપર ગોવાળે ગુસ્સો કર્યો, કાનમાં ખીલ્યા ઠોક્યા, તેથી તેને સાતમી નરકમાં જવું પડ્યું. સમર્પણમ્ Page #117 -------------------------------------------------------------------------- ________________ તેણે પ્રભુને થોડા સમય માટે પીડા આપી. નરકમાં તેને અસંખ્ય કાળ સુધી પીડા ભોગવવી પડશે. | (૯) દુર્ગધા રાણી : ગુરુના મેલા વસ્ત્રો અને શરીરની દુર્ગછા ન કરવી. “વસ્ત્રો ધોવાથી અને સ્નાન કરવાથી થતી જીવવિરાધનાથી ગુરુ અટકેલા છે.' એમ વિચારી તેમની અનુમોદના કરવી. મેલા વસ્ત્રો અને મેલું શરીર તો. ગુરુનો આચાર છે, ગુરુના આભૂષણ છે. ગુરુ પર દુર્ગછા કરવાથી ભયંકર ફળો ભોગવવા પડે છે. વહોરવા આવેલા મેલા અને પરસેવાવાળા કપડા પહેરનારા મુનિની દુર્ગછા કરવાથી ધનશ્રીને બીજા ભવમાં ગણિકાને ત્યાં જન્મ, “મા” ને જ અનિષ્ટપણું અને અસહ્ય શારીરિક દુર્ગધ આ બધું ભોગવવું પડયું. આના પરથી બોધ લઇ બીજાઓએ ક્યારેય પણ કોઇ પણ મહાત્માની દુર્ગછા ના કરવી. “મહાત્માઓ શીલની સુગંધવાળા હોય છે. તેઓ જ્ઞાનગંગામાં સ્નાન કરે છે. તેઓ યોગો દ્વારા આત્માને શુદ્ધ કરે છે. માટે તેમને બાહ્ય સ્નાન, વસ્ત્રશુદ્ધિ કે બાહ્ય સુગંધની જરૂર પડતી નથી.' આમ વિચારી મહાત્માઓની અનુમોદના કરવી. (૧૦) સીતાજી ઃ ગુરુ ઉપર આળ મૂકવું એ ગુરુની ભયંકર આશાતના છે. વેગવતી નામની એક બ્રાહ્મણપુત્રીએ એક મુનિને કાઉસ્સગ્નધ્યાનમાં ઉભેલા જોયા. મુનિ ત્યાગી અને તપસ્વી હતા. તેથી ગામના બધા લોકો તેમને વંદના કરવા આવતા હતા. આ જોઇને વેગવતીએ કુતૂહલવૃત્તિથી લાંબો વિચાર કર્યા વિના વાત વહેતી મૂકી, “આ તો ઢોંગી સાધુ છે. તમે બધા એમને કેમ નમો છો ? મેં એમને બીજા ગામમાં સ્ત્રી સાથે જોયા છે. લોકોએ આ સાંભળી મુનિને વંદન કરવાનું બંધ ક્યું. પોતાના પર આરોપ મૂકાયો જાણી મુનિએ વેગવતી ઉપર દ્વેષ ન કર્યો, પણ કલંક ન ઊતરે ત્યાં સુધી કાઉસ્સગધ્યાનમાં ઉભા રહી ગયા. તેથી દેવતાએ વેગવતીનું મોટું કાળુ અને વાંકુ કરી દીધું. પછી તે દીક્ષા લઇ પાંચમા દેવલોકમાં ગઇ. ત્યાંથી ચ્યવીને તે જનકરાજાની દીકરી સીતા થઇ. રામની સાથે લગ્ન થયા બાદ વનવાસ દરમ્યાન રાવણે સીતાનું અપહરણ કર્યું. રામ યુદ્ધ કરી સીતાને પાછા લાવ્યા. લોકોએ સીતા ઉપર ખોટો આરોપ મૂક્યો, “રાવણના ઘરે આટલા દિવસો સુધી એકલી રહેલી સીતા સતી શી રીતે હોઇ શકે ?' રામે આ સાંભળી સીતાનો જંગલમાં ત્યાગ કરાવ્યો. પછી સીતાએ અગ્નિદિવ્ય કર્યું. પછી ચારિત્ર લઇ તે બારમા દેવલોકના ઇન્દ્ર થયા. ગુરુ ભક્તિ Page #118 -------------------------------------------------------------------------- ________________ (૧૧) હરિશ્ચંદ્ર તારામતી : ગુરુ ઉપર આરોપ ચડાવવો, તેમને મારવા, કારાવાસમાં પૂરવા વગેરેથી ભયંકર પાપ બંધાય છે અને તે જીવને ખૂબ દુ:ખી કરે છે. એક નગરમાં રાજા અને રાણી રહેતા હતા. નગરમાં બે મુનિઓ પધાર્યા. તેમને જોઇને રાણીની કામવાસના ભડકી ઊઠી. તેથી મુનિઓને ડગાવવાના ઘણા પ્રયત્નો કર્યા. પણ મુનિઓ સ્થિર રહ્યા. તેથી છંછેડાયેલી નાગણની જેમ એ રાણીએ હાહાકાર મચાવી દીધો, ‘આ દુરાચારી સાધુઓએ મારા શીલ ઉપ૨ આક્રમણ કર્યું છે ! બચાવો ! બચાવો !!' સૈનિકો મુનિઓને પકડી રાજા સામે લાવ્યા. રાજાએ તેમને કારાવાસની અને રોજના સો-સો હંટર મારવાની સજા ફટકારી. એક મહિના પછી સાચી બીના જાણી રાજાએ તેમને મુક્ત કર્યા. રાજા-રાણી ત્યાંથી મરી હરિશ્ચંદ્ર રાજા અને તારામતી રાણી બન્યા. ત્યાં બાર વર્ષ સુધી તેમને ચંડાલના ઘરે રહેવું પડ્યું. હરિશ્ચંદ્રને માથે ઊંચકીને પાણી લાવવું પડ્યું. તારા રાણી ઉપર રાક્ષસીનો આરોપ મૂકાયો અને પુત્રનો અસહ્ય વિયોગ સહન કરવો પડ્યો. પૂર્વભવે મુનિઓની આશાતના કરીને બાંધેલા ઘો કર્મોના ઉદયે હરિશ્ચંદ્ર રાજા અને તારામતી રાણીને ઘણા દુઃખો સહન કરવા પડ્યા. (૧૨) મમ્મણ શેઠ : ગુરુભક્તિ કર્યા પછી તેનો પસ્તાવો ન કરવો. ગુરુને વહોરાવેલી વસ્તુ પાછી ન માંગવી. ગુરુભક્તિ કર્યા પછી પસ્તાવો કરવાથી, વસ્તુ પાછી માંગવાથી અંતરાય કર્મ બંધાય છે. એક શ્રાવકે પ્રભાવનામાં મળેલો સિંહકેસરિયો લાડવો ઘરે પધારેલા મહાત્માને વહોરાવી દીધો. પાડોશીએ લાડવાના ગુણ ગાયા. વાસણમાં રહેલા લાડવાના કણીયા ચાટી તે મહાત્મા પાસે ગયો. લાડવો પાછો માંગ્યો, મહાત્માએ લાડવો ધૂળમાં રગદોળી નાંખ્યો. તે પસ્તાવો કરતો પાછો આવ્યો. આથી તેણે ઘોર અંતરાયકર્મ બાંધ્યું. બીજા ભવમાં તે મમ્મણ શેઠ થયો. તેની પાસે શ્રેણિક રાજા કરતા પણ વધુ સંપત્તિ હતી. છતાં પૂર્વભવમાં બાંધેલા અંતરાય કર્મના ઉદયથી તે તેને ભોગવી શકતો ન હોતો. તે માત્ર ચોળા અને તેલ વાપરતો હતો. આમ જેમણે જેમણે ગુરુની આશાતના કરી તે બધાને નુકસાન જ થયું છે, કંઇ લાભ થયો નથી. તડકામાં ચાલનારને તાપ જ મળે છે. આંખ બંધ કરીને ચાલનાર પડે જ છે. અપથ્યનું સેવન કરનાર માંદો પડે છે. તેમ ગુરુની આશાતના ક૨ના૨ સંસારમાં ભમે જ છે. મોક્ષે જવું હોય તેણે ગુરુની આશાતના ટાળવી જોઇએ. ગુરુની આરાધના કરવી જોઇએ. સમર્પણમ્ ૯૯ Page #119 -------------------------------------------------------------------------- ________________ ગુરુભક્તિનું માહાભ્ય વિવિધ શાસ્ત્રોમાં ગુરુભક્તિનું માહાત્મ વિવિધ રીતે બતાવ્યું છે. તે આ પ્રમાણે (૧) ધર્મરત્નકરંડકમાં કહ્યું છે गुरुभक्तिर्भवाम्भोधे-स्तारिका दुःखवारिका । धन्यानां वर्तते चित्ते, प्रत्यहं नौरिव दृढा ||७७|| અર્થ ગુરુભક્તિ નાવડી જેવી છે. તે સંસાર સમુદ્રથી તારે છે અને દુઃખોને વારે છે. જેમના મનમાં હંમેશા દૃઢ ગુરુભક્તિ હોય છે. તેઓ ધન્ય છે (૭૭) पापोपहतबुद्धीनां, येषां चेतसि न स्थिता । गुरुभक्तिः कुतस्तेषां, सम्यग्दर्शनमुत्तमम् ||८०|| અર્થ પાપથી હણાયેલી બુદ્ધિવાળા જે જીવોના મનમાં ગુરુભક્તિ રહેલી નથી તેમનામાં ઉત્તમ એવું સમ્યગ્દર્શન ક્યાંથી હોય? અર્થાત્ ન હોય. (૮૦) गौरव्या गुरवो मान्या, धर्ममार्गोपदेशकाः । सेवनीयाः प्रयत्नेन, संसाराम्बुधिसेतवः ||८७|| અર્થ : ગુરુ ધર્મમાર્ગનો ઉપદેશ આપનારા છે અને સંસાર સાગરથી પાર ઉતારવા સેતુ (પુલ) સમા છે. આવા ગુરુનું ગૌરવ કરવું જોઇએ, તેમને માનવા જોઇએ અને પ્રયત્નપૂર્વક તેમની સેવા કરવી જોઇએ. (૮૭) सर्वदा मानसे येषां, गुरुभक्तिर्गरीयसी । पुण्यानुबन्धिपुण्येन, तेषां जन्मेह गीयते ||९४|| અર્થ : જેમના મનમાં હંમેશા મોટી એવી ગુરુભક્તિ હોય છે તેમનો અહીં જન્મ પુણ્યાનુબંધી પુણ્યના ઉદયથી થયો કહેવાય છે. (૯૪) औदासीन्यं गुरौ येषा-मृद्धयादि च विलोक्यते । पापानुबन्धिपुण्येन, तेषां जन्म निगद्यते ||९५।। અર્થ : જેઓ ગુરુ પ્રત્યે ઉદાસીન હોય એટલે કે તેમની ભક્તિ વગેરે ન કરતા હોય અને છતાં તેમના ઋદ્ધિ વગેરે દેખાતા હોય તો તેમનો જન્મ પાપાનુબંધી પુણ્યના ઉદયથી થયો કહેવાય છે. (૯૫) अभक्तिर्मानसे येषां, गुरौ भवति भूयसी । पापानुबन्धिपापेन, तेषां जन्मेति लक्ष्यते ||९६|| વજુ ૧૦૦) ગુરુ ભક્તિ Page #120 -------------------------------------------------------------------------- ________________ અર્થ : જેમના મનમાં ગુરુ ઉપર ઘણી અભક્તિ હોય એટલે કે આશાતના, અવજ્ઞા વગેરે હોય તેમનો જન્મ પાપાનુબંધી પાપથી થયો છે એમ જણાય છે. (૯૬). पूर्व कृता करिष्यामः, साम्प्रतं व्याकुला वयम् । गुरुभक्ति प्रति प्रोचु-र्ये तेषां ननु विस्मृता ||९७|| कालरात्रिर्यकारूढा, अविज्ञातसमागमा । समाप्यते क्षणादेव, यस्यां कार्यपरम्परा ||९७|| અર્થ ગુરુભક્તિ માટે જેઓ એમ કહે છે કે, “અમે પહેલા ઘણી ગુરુભક્તિ કરી છે, એટલે હવે અમારે ગુરુભક્તિ કરવાની જરૂર નથી.” અથવા “હમણા અમે બહુ કામમાં છીએ, એટલે ગુરુભક્તિ કરવાનો અમારી પાસે સમય નથી, અમે ભવિષ્યમાં ગુરુભક્તિ કરીશું.” તેઓ ખરેખર કાળરાત્રી (મરણની રાત) ને ભૂલી ગયા છે કે જેનો આવવાનો સમય જણાતો નથી અને જેમાં બધા કાર્યો એક ક્ષણમાં પૂરા થઇ જાય છે. (૯૭-૯૮). किं बहुना विचारेण, यदि कार्यं सुखैर्जनाः । तत्सर्वकुग्रहत्यागाद्-गुरुभक्तिर्विधीयताम् ॥९९।। અર્થ : હે લોકો ! બહુ વિચાર કરવાથી શું ? જો સુખ જોઇતું હોય તો બધા કદાગ્રહો છોડીને ગુરુભક્તિ કરો. (૯૯) ૨) યોગદષ્ટિસમુચ્ચયમાં કહ્યું છે गुरुभक्तिप्रभावेन, तीर्थकृद्दर्शनं मतम् । समापत्यादिभेदेन, निर्वाणकनिबन्धनम् ॥६४।। અર્થ : ગુરુભક્તિના પ્રભાવથી સમાપત્તિ આદિની ભેદથી પ્રભુનું દર્શન થાય છે, આ રીતે ગુરુભક્તિના પ્રભાવથી થતું તીર્થંકરનું દર્શન મોક્ષનું સફળ કારણ છે. (૬૪) ૩) ઉપદેશકલ્પવલ્લીમાં કહ્યું છેगुर्वाज्ञां मुकुटीकुर्वन्, गुरूक्तं कर्णपूरयन् । गुरुभक्ति धरन् हारं, सुशिष्यः शोभते भृशम् ॥१७७|| અર્થઃ ગુરુની આજ્ઞાને મુગટની જેમ મસ્તકે ધારણ કરનારો, ગુરુવચનને કુંડલની જેમ કાનમાં ધારણ કરનારા અને ગુરુભક્તિને હારની જેમ હૃદયમાં ધારણ કરનારો સુશિષ્ય ખૂબ શોભે છે. (૧૭૭). સમર્પણ, ન ૧૦૧) Page #121 -------------------------------------------------------------------------- ________________ ૪) અધ્યાત્મસારમાં કહ્યું છેगुर्वाज्ञापारतन्त्र्येण, द्रव्यदीक्षाग्रहादपि । વીર્યોનીનીસ્ત્રાપ્તા, વડવઃ પર પમ્ 1ર/રoll. અર્થ : દ્રવ્યથી દીક્ષા લઇને પણ ગુર્વાજ્ઞાને પરાધીન રહીને ક્રમશઃ વીર્યનો ઉલ્લાસ થવાથી ઘણા પરમપદને પામ્યા. (૨/૨૭) गुरुप्रसादीक्रियमाणमथ गृह्णाति नासद्ग्रहवांस्ततःकिम् । द्राक्षा हि साक्षादुपनीयमानाः क्रमेलकः कण्टकमुङ् न भुङ्क्ते ||१४/१०|| અર્થ : કદાગ્રહવાળો જીવ ગુરુવડે કહેવાતા અર્થને ગ્રહણ કરતો નથી, તેથી શું ? કેમકે કાંટા ખાનારો ઊંટ સાક્ષાત્ સામે લવાતી દ્રાક્ષને ખાતો નથી. (૧૪/૧૦) ૫) અહંગીતામાં કહ્યું છે गुरुर्नेत्रं गुरुर्दीपः, सूर्याचन्द्रमसौ गुरुः । गुरुर्देवो गुरुः पन्था, दिग्गुरुः सद्गतिर्गुरुः ||१५|| અર્થ ગુરુ આંખ છે, ગુરુ દીવો છે, ગુરુ સૂર્ય-ચન્દ્ર છે, ગુરુ દેવ છે, ગુરુ માર્ગ છે, ગુરુ દિશા છે, ગુરુ સદ્ગતિ છે. (૧૫) नकाशनस्य भङ्गः स्या-दुत्थानं कुर्वता नराः । गुरोविनयसिद्ध्यर्थं, सिद्धयर्थी तद् गुरुं भजेत् ।।१६।। અર્થ : ગુરુનો વિનય કરવા ઊભા થવાથી એકાસણાનો ભંગ થતો નથી. તેથી મોક્ષને ઇચ્છનારાઓએ ગુરુને ભજવા. (૧૬) ૬) ષોડશકપ્રકરણમાં કહ્યું છે गुरुपारतन्त्र्यमेव च तद्-बहुमानात्सदाशयानुगतम् । परमगुरुप्राप्तेरिह बीजं तस्माच्च मोक्ष इति ॥२/१०|| અર્થ : ગુરુ બહુમાન અને “આ ગુરુ મારા સંસારનો નાશ કરનાર છે.” એવા શુભ પરિણામથી યુક્ત એવું ગુરુની આજ્ઞામાં રહેવાપણું એ આ જગતમાં પરમાત્માની પ્રાપ્તિનું બીજ છે અને પરમાત્માની પ્રાપ્તિથી મોક્ષ થાય છે. માટે સાધુએ અવશ્ય ગુરુની આજ્ઞામાં રહેવું જોઇએ. (૨(૧૦) ૭) માર્ગ પરિશુદ્ધિપ્રકરણમાં કહ્યું છેगुरपरतन्त्रस्यातो, माषतुषादेः पुमर्थसंसिद्धिः । स्फटिक इव पुष्परूपं, तत्र प्रतिफलति गुरुबोधः ||१२|| - ૧૦૨ - ગુરુ ભક્તિ Page #122 -------------------------------------------------------------------------- ________________ અર્થઃ ગુરુની આજ્ઞામાં રહેલા માપતુષ મુનિ વગેરેને ગુરુકુલવાસ વગેરે વ્યવહારના આચણથી કેવળજ્ઞાન વગેરેની પ્રાપ્તિ થઇ, કેમકે જેમ સ્ફટિકમાં ફૂલના રંગનું પ્રતિબિંબ પડે છે તેમ ગુરુની આજ્ઞામાં રહેલા શિષ્યમાં ગુરુના જ્ઞાનનું પ્રતિબિંબ પડે છે. (૧૨) इभ्यो नृपमिव शिष्यः, सेवेत गुरुं ततो विनयवृद्धया । सद्दर्शनानुरागा-दपि शुद्धिरौतमस्येव ||११३|| અર્થ : જેમ ધનવાન ઐશ્વર્યને વધારવા માટે રાજાની સેવા કરે છે તેમ માંડલીમાં પ્રવેશ થયા પછી શિષ્ય ચારિત્રધનને વધારવા માટે અને ગુરુની સેવા એ પ્રભુની આજ્ઞા છે' એવા સમ્યગ્દર્શનની પ્રીતિથી વિનય વધારવાપૂર્વક ગુરૂની સેવા કરે. ગુરુસેવાથી જ ગૌતમસ્વામીની જેમ જ્ઞાન વગેરેની શુદ્ધિ થાય છે. (૧૧૩) गुरुसेवाऽभ्यासवतां शुभानुबन्धो भवे परत्रापि । तत्परिवारो गच्छस्तद्वासे निर्जरा विपुला ||११४|| અર્થ ગુરુની સેવાના અભ્યાસવાળા સુશિષ્યોને આ ભવમાં અને પરભવમાં શુભનો અનુબંધ થાય છે. ગુરુનો પરિવાર તે ગચ્છ. તેમાં રહેવાથી પુષ્કળ નિર્જરા થાય છે. (૧૧૪) ૮) ઉપદેશપ્રદીપમાં કહ્યું છેसर्वथा त्यागशीलच, सर्वथा ब्रह्मधारकः । एतादृक्षश्च संसेव्यः, सद्गुरुर्भवतारकः ||३५४|| અર્થ : બધી રીતે ત્યાગ કરવાના સ્વભાવાળા, બધી રીતે બ્રહ્મચર્યને ધારણ કરનારા, સંસારથી તારનારા, આવા સગુરુની સારી રીતે સેવા કરવી. (૩૫૪) गुरुः पिता गुरुर्माता, गुरुर्बन्धुः सखा सुहृत् । ગુરુદેવ સવા સેવ્ય , સંસરાવતાર: Il399l. અર્થ ગુરૂ પિતા છે, ગુરુ માતા છે, ગુરુ ભાઇ છે, ગુરુ સારા હૃદયવાળો મિત્ર છે. સંસારસાગરથી તારનારા ગુરુની જ હંમેશા સેવા કરવી જોઇએ. (૩૫૫) यथाऽपि मणिसंसर्गा-द्रुक्मतां याति भाषते । मूढोऽपि गुरुसद्रष्टया, विद्वत्सु मुकुटायते ॥३५६।। અર્થ : જેમ પારસમણિના સ્પર્શથી લોઢું સોનું બની જાય છે, તેમ ગુરુની શુભદૃષ્ટિથી મૂર્ખ પણ બોલવા લાગે છે અને વિદ્વાનોમાં મુગટ સમાન બને છે એટલે કે મુગટની જેમ મસ્તકે ધારણ કરાય છે. (૩૫૬) સમર્પણમ્ હું ૧૦૩ Page #123 -------------------------------------------------------------------------- ________________ गुरोरेकाग्रयमातन्वन्, गणेषु प्रथमः श्रिये । गुरोरतिक्रमे दुःखं, वक्रतायां च जन्मिनाम् ||२४/१९।। અર્થ : ગુરુને એકતાન કરનાર શિષ્ય ગણોમાં પ્રથમ આવે છે અને તે તેની સંપતિ માટે થાય છે. ગુરુને ઓળંગવામાં અને ગુરુથી વાંકા ચાલવામાં જીવોને દુઃખ મળે છે. (૨૪/૧૯). गुरुः पोतो दुस्तरेऽब्धौ , तारकः स्याद् गुणान्वितः । साक्षात् पारगतः श्वेत-पटरीतिं समुन्नयन् ॥२४/२०|| અર્થ : સફેદ કપડાને ધારણ કરનાર, સાક્ષાત્ પરમાત્મા, ગુણોથી યુક્ત એવા ગુરુ દુઃખેથી તરાય એવા સંસારસમુદ્રમાં તારનાર જહાજ છે. (૨૪૨૦) स्यादक्षरपदप्राप्ति-द्वैधापि गुरुयोगतः । गुरुरूपेण भूभागे, प्रत्यक्षः परमेश्वरः ||२४/२१|| અર્થ ગુરુના યોગથી બન્ને ય રીતે અક્ષર પદ (જ્ઞાન અને મોક્ષ)ની પ્રાપ્તિ થાય છે, પૃથ્વી પર ગુરુના રૂપમાં સાક્ષાત્ પરમાત્મા અવતર્યા છે. (૨૪/૨૧) ૯) હિંગુલપ્રકરણમાં કહ્યું છે अयोमयोऽपि यो मर्त्यः, सुवर्णमुकुटोपमः । कृतो यद्गुरुणा नालं, तस्योपकारपूर्तये ||१७३|| અર્થ : જે મનુષ્ય લોઢા જેવો હતો તેને પણ જે ગુરુએ સોનાના મુગટ જેવો કર્યો તે ગુરુના ઉપકારનો બદલો વાળી શકાય નહી. (૧૭૩) गुरुः प्रवहणं सम्यक, संसारार्णवतारणे | - यथा केशीकुमारोऽभूत्, प्रदेशीनृपतारकः ||१७४।। અર્થ : જેમ કેશીકુમાર પ્રદેશ રાજાને તારનારા થયા તેમ ગુરુ સંસાર સાગરથી તારવા સારા વહાણ સમાન છે. (૧૭૪) ૧૦) દાનપ્રકરણમાં કહ્યું છેव्याख्यानादन्यदाप्येषां, चेतसे यन्न रोचते । अपथ्यमिव दूरेण, हितैषी तद्विवर्जयेत् ||२/४१।। અર્થ : વ્યાખ્યાન સિવાયના કાળમાં પણ એમના (ગુરુના) ચિત્તને જે ન ગમે તેને હિતને ઇચ્છનાર મનુષ્ય અપથ્યની જેમ દૂરથી વર્ઝ. (૨/૪૧) चित्तानुवर्ती सर्वत्र, प्रविष्ट इव चेतसि । प्रवर्तेत निवर्तेत, हितकारी प्रियङ्करः ||२/४२।। ૧૦૪ ગુરુ ભક્તિ Page #124 -------------------------------------------------------------------------- ________________ અર્થ શિષ્ય જાણે કે ગુરુના મનમાં પ્રવેશી ગયો હોય તેમ બધી બાબતોમાં ગુરુના ચિત્તને અનુસાર પ્રવૃત્તિ અને નિવૃત્તિ કરે, ગુરુનું હિત કરે, ગુરુને પ્રિય કરે (૨/૪૨) यथा पूर्व तथा पश्चाद्, यथाऽग्रे पृष्ठतस्तथा । નિવ્યનવૃત્તિઃ પૂષાના, સુરવીવુડન્મનઃ સવા ||૨/૪રૂ II અર્થ શિષ્ય જેવો પહેલા હોય તેવો પછી હોય, જેવો આગળ હોય તેવો પાછળ હોય. આમ કપટવૃત્તિ વિનાનો શિષ્ય ગુરુના મનને હંમેશા સુખી કરે. (૨/૪૩) गुरूपकारः शक्येत, नोपमातमिहापरैः । उपकारैर्जगज्ज्येष्ठो, जिनेन्द्रोऽन्यनरैर्यथा ||२/४६।। અર્થ : જેમ જગતમાં શ્રેષ્ઠ એવા જિનેશ્વર ભગવાનની બીજા મનુષ્યોની સાથે ઉપમા ન થઇ શકે તેમ આ જગતમાં બીજા ઉપકારોની સાથે ગુરુના ઉપકારની ઉપમા ન થઇ શકે. (૨/૪૬) ૧૧) પ્રબોધચિંતામણિમાં કહ્યું છે गुरूपदेशबाह्या ये, स्वैराचारा निरङ्कुशाः । वेषान्तरितमेषानां, तेषां जन्म निरर्थकम् ॥४/२५६।। " અર્થ : જેઓ ગુરુના ઉપદેશને માનતા નથી, સ્વચ્છંદ આચારવાળા છે, અંકુશ વિનાના છે, વેષથી ઢંકાયેલા ઘેટા જેવા તેમનો જન્મ નકામો છે. (૪)૨૫૬). ૧૨) ગુરુતત્ત્વવિનિશ્ચયમાં કહ્યું છે गुरुआणाए मुक्खो, गुरुप्पसाया ३ अट्ठसिद्धीओ । મુમતી વિના-સારને રૂ fonયનેot ||૧રાઈ અર્થ : ગુરુની આજ્ઞાના પાલનથી મોક્ષ થાય છે. ગુરુની કૃપાથી આઠ સિદ્ધિઓ મળે છે. ગુરુની ભક્તિથી અવશ્ય વિદ્યા સફળ થાય છે. (૧૨) सरणं भव्वजिआणं, संसारांडविमहाकडिल्लम्मि | मुत्तूण गुरुं अन्नो, णत्थि ण होही ण विय हुत्था ||१/३।। અર્થ સંસારરૂપી અટવીના મહાસંકટમાં ભવ્યજીવોને ગુરુ સિવાય બીજું કોઇ શરણ નથી, નહોતું અને થશે પણ નહી. (૧/૩) जह कारुणिओ विज्जो, देइ समाहिं जणाण जरिआणं । तह भवजरगहिआणं, धम्मसमाहिं गुरु देइ ||१/४|| સમર્પણમ્ ૧૦૫). Page #125 -------------------------------------------------------------------------- ________________ અર્થ : જેમ કરુણાવાળો વૈદ્ય તાવવાળા મનુષ્યોને સમાધિ આપે છે તેમ ગુરુ સંસારરૂપી તાવવાળા જીવોને ધર્મરૂપી સમાધિ આપે છે. (૧/૪). जह दीवो अप्पाणं, परं च दीवेइ दित्तिगुणजोगा | तह रयणत्तयजोगा, गुरु वि मोहधयारहरो ||१/५।। અર્થ : જેમ દીવો દીપ્તિગુણના યોગથી પોતાને અને બીજાને પ્રકાશિત કરે છે તેમ ગુરુ પણ રત્નત્રયના યોગથી મોહના અંધકારને હરે છે. (૧૫) उज्झियघरवासाण वि, जं किर कट्टस्स णत्थि साफल्लं । तं गुरुभत्तीए च्चिय, कोडिन्नाईण व हविज्जा ||१/७|| અર્થ : જેમણે ઘરવાસ છોડ્યો છે એવા જીવોનું કષ્ટ જે સફળ નથી થતું તે ગુરુભક્તિથી કૌડિન્ય વગેરેની જેમ સફળ થાય છે. (૧૭) दुहगब्भि मोहगब्भे, वेरग्गे संठिया जणा बहवे | गुरुपरतंताण हवे, हंदि तयं नाणगभं तु ||१/८|| અર્થ: ઘણા લોકો દુઃખગર્ભિત અને મોહગર્ભિત વૈરાગ્યમાં રહેલા છે. ગુરુની આજ્ઞામાં રહેનારને જ્ઞાનગર્ભિત વૈરાગ્ય થાય છે. (૧/૮) ૧૩) ધર્મપરીક્ષામાં કહ્યું છે एयारिसो खलु गुरु, कुलवहुणाएण व मोतव्यो । एयस्स उ आणाए, जइणा धम्मम्मि जइअव्वं ||९४|| અર્થ : જેમ કુળવધૂ પોતાના પતિને છોડતી નથી તેમ આવા ગુરુને ન જ છોડવા. એમની આજ્ઞાપૂર્વક સાધુએ ધર્મમાં યત્ન કરવો જોઇએ. (૯૪) गुरुआणाइ ठियस्स य, बज्झाणुट्ठाणसुद्धचित्तस्स । अज्झप्पज्झाणम्मि वि, एगग्गत्तं समुल्लसइ ||९५।। અર્થ: બાહ્ય અનુષ્ઠાનોમાં શુદ્ધ ચિત્તવાળા અને ગુરુની આજ્ઞામાં રહેલાને અધ્યાત્મના ધ્યાનમાં પણ એકાગ્રતા આવે છે. (૯૫) ૧૪) યતિલક્ષણસમુચ્ચયમાં કહ્યું છે गुरुआणाए चाए, जिणवरआणा न होइ जियमेण । सच्छंदविहाराणं, हरिभद्देणं जओ भणिअं ||१४३।। एअम्मि पश्चित्ते, आणा खलु भगवओ परिच्चत्ता । तीए च परिच्चाए, दुण्ह वि लोगाण चाओ त्ति ||१४४|| અર્થ ગુજ્ઞાનો ત્યાગ કરીને સ્વચ્છંદ રીતે વિહાર કરનારાઓને જિનવરની આજ્ઞાનું અવશ્ય પાલન થતું નથી, કેમકે હરિભદ્રસૂરિએ કહ્યું છે-ગુરુકુલવાસના વ૬ ૧૦૬ ગુરુ ભક્તિ Page #126 -------------------------------------------------------------------------- ________________ ત્યાગમાં ખરેખર ભગવાનની આજ્ઞાનો ત્યાગ છે અને ભગવાનની અજ્ઞાના ત્યાગમાં બન્ને લોકોનો ત્યાગ છે. (૧૪૩-૧૪૪) ૧૫) પંચવસ્તુમાં કહ્યું છે गुरुपरिओसगएणं, गुरुभत्तीए तहेव विणएणं । इच्छिअसुत्तत्थाणं, खिप्पं पारं समुवयंति ||१००८|| અર્થ : શિષ્યો ગુરુની પ્રસન્નતાથી, ગુરુભક્તિથી અને ગુરુના વિનયથી ઇષ્ટ સૂત્ર-અર્થોનો પાર શીઘ પામે છે. (૧૦૦૮) ૧૬) યતિશિક્ષાપંચાશિકામાં કહ્યું છે गुरुसेवा चेव फडं, आयारंगस्स पढमसुत्तम्मि | इय नाउं निअगुरुसे-वणम्मि कह सीअसि सकण्ण ? અર્થ : આચારાંગના પહેલા સૂત્રમાં સ્પષ્ટ રીતે ગુરુસેવા જ કહી છે. એમ જાણીને હે પંડિત ! તું શા માટે પોતાના ગુરુની સેવામાં સીદાય છે. (૫) धन्ना ते जीअलोए, गुरवो निवसति जाण हिययंमि | धन्नाणवि सो धन्नो, गुरुण हिअए निवसइ जो | ३ ॥ અર્થ : જેમના હૃદયમાં ગુરુ વસે છે, તે જીવો જગતમાં ધન્ય છે, ગુરુના હૃદયમાં વસે છે તે ધન્યાતિધન્ય છે. ગુરુને હૃદયમાં વસાવવા હજી સહેલા છે. આપણને ગુરુ ગમે તો ગુરુ આપણા હૃદયમાં વસે. ગુરુના હૃદયમાં વસવું મુશ્કેલ છે. ગુરુના હૃદયમાં વસાવવા આપણે આપણી બધી ઇચ્છાઓ છોડી ગુરુને સો ટકા સમર્પિત બનવું પડે. આમ શાસ્ત્રોમાં ઠેર ઠેર ગુરુભક્તિનું મહત્ત્વ બતાવ્યું છે. બધા શાસ્ત્રો એક જ વાત કહે છે-“ગુરુભક્તિ વિના મુક્તિ શક્ય નથી.” ગુરુભક્તિની ઉપેક્ષા કરી મોક્ષ-માર્ગે ચાલનારો અવળે માર્ગ છે. ગુરુભક્તિ એ મોક્ષે જવા માટેનું પહેલું પગથીયું છે. માટે ગુરુભક્તિનું મહત્ત્વ સમજીને ગુરુભક્તિને રગેરગમાં વણી લેવી. ગુરુભક્તિ એ શ્રાવકનું દૈનિક કર્તવ્ય છે. તેણે પોતાની દિનચર્યામાં ગુરુભક્તિ સ્થાન અવશ્ય રાખવું. તેણે પોતાનો જીવન વ્યવહાર પણ ગુરુભગવંતને અનુકૂળ બનાવવો. તેણે પોતાના ઘરના દરેક સભ્યને ગુરુભક્તિમાં જોડવા. ગુરુ ભગવંત પાર્સે જતાં અચકાવું કે ડરવું નહી. સમર્પણમ્ ૧૦૭ Page #127 -------------------------------------------------------------------------- ________________ ગુરુને અન્ન-પાણી કેવી રીતે વહોરાવવા ભોજનનો સમય થાય ત્યારે શ્રાવકે ઉપાશ્રયે જઇને સાધુ ભગવંતને ભક્તિપૂર્વક ગોચરી માટે પ્રાર્થના કરવી જોઇએ. તેમને આદરપૂર્વક પોતાના ઘરે લઇ આવવા જોઇએ. સ્પર્ધા, મહત્તા, ઇર્ષ્યા, સ્નેહ, લજ્જા, ભય, દાક્ષિણ્ય, બદલાની ઇચ્છા, માયા, વિલંબ, અનાદર વગેરે દોષોથી રહિત દાન વિનયપૂર્વક ગુરુ ભગવંતને કરવું જોઇએ. આ દાન કરતી વખતે પોતાના આત્માને તારવાના જ વિચાર કરવા જોઇએ. આ દાન પોતાના હાથે પણ કરી શકાય અને બાજુમાં રહી સ્વજન દ્વારા પણ કરાવી શકાય. જો કોઇ સાધુ ભગવંત સ્વેચ્છાએ પોતાના આંગણે પધાર્યા હોય તો તેમનું વિનયપૂર્વક સ્વાગત કરવું જોઇએ. તેમને આવતા જોઇ સામા તેડવા જવું જોઇએ. પછી તેમને દોષરહિત દાન કરવું જોઇએ. દાન ર્યા પછી તેમને વંદના કરી અમુક અંતર સુધી વળાવવા જવું જોઇએ. ગામમાં સાધુ મહારાજ ન હોય તો ભોજન સમયે ઘરની બહાર નીકળી આજુ-બાજુ જોઇને વહોરાવવાની ભાવના ભાવીને પછી ભોજન કરવું. ૧) ગુરુ ભગવંતને વહોરાવતી વખતે : • હર્ષના આંસુ આવવા જોઇએ, • રોમરાજી ખડી થવી જોઇએ, • બહુમાનપૂર્વક આપવું જોઇએ, • મીઠા વચનો બોલવા જોઇએ અને અનુમોદના કરવી જોઇએ. ૨) ગુરુ ભગવંતને વહોરાવતી વખતે • વિલંબ ન કરવો જોઇએ, • મોં બગાડવું ન જોઇએ, • કડવા વચન ન બોલવા જોઇએ અને પસ્તાવો ન કરવો જોઇએ. ૩) દાન કરવા યોગ્ય ભોજનની કોઇ પણ સામગ્રી ન દેવાની વૃત્તિથી • કે ઉતાવળથી પૃથ્વી, વનસ્પતિ, અગ્નિ વગેરે ઉપર મૂકવી ન જોઇએ. ૧૦૮ ગુરુ ભક્તિ Page #128 -------------------------------------------------------------------------- ________________ ૪) દાન ન દેવાની વૃત્તિથી આહારને સચિત્ત વસ્તુથી ઢાંકવો ન જોઇએ. ૫) ભોજનના યોગ્ય સમયે સાધુઓને નિમંત્રણ કરવું જોઇએ, ભોજનના સમયની પહેલા કે પછી નહી. ૬) ગુસ્સો કરીને વહોરાવવું ન જોઇએ, સાધુનું અપમાન કરીને વહોરાવવું ન જોઇએ. ૭) સાધુ મહારાજ કોઇ વસ્તુ યાચે અને તે ઘરમાં હોય તો તેની ના ન પાડવી જોઇએ. ૮) બીજાએ વહોરાવ્યું હોય તો “હું કાંઇ તેનાથી ઉતરતો છું ?' એવી અસૂયાવૃત્તિ (બીજાનું સારું ન જોઇ શકવાની, બીજાની ઉન્નતિ સહન ન કરી શકવાની વૃત્તિ) થી વહોરાવવાનું નથી. ૯) નહિ આપવાની બુદ્ધિથી આપવા યોગ્ય વસ્તુ પોતાની હોવા છતાં બીજાની છે એમ ન કહેવું જોઇએ. આપવાની બુદ્ધિથી વસ્તુ બીજાની હોવા છતાં પોતાની છે એમ ન કહેવું જોઇએ. ૧૦) ગુરુ ભગવંતને વહોરાવ્યા પહેલા કે પછી હાથ કે વાસણ કાચા પાણીથી ધોવા ન જોઇએ. ૧૧) ગુરુ ભગવંતને ઢોળતાં ઢોળતાં વહોરાવવું ન જોઇએ. ૧૨) ગુરુ ભગવંત વહોરવા પધારે ત્યારે તેમના નિમિત્તે કોઇ પણ વિરાધના કરવી ન જોઇએ દા.ત. સચિત્ત મીઠું વગેરે પૃથ્વીકાયને આધુ-પાછું ન કરવું, પાણીના ગ્લાસ-બોટલ-ડોલ વગેરે આઘા-પાછા ન કરવા, ચૂલા-ગેસ-લાઇટ-ટી.વી. ટેપ વગેરે ચાલુ-બંધ ન કરવા, પંખા વગેરે ચાલુ-બંધ ન કરવા, વનસ્પતિ-અનાજફલ-ફૂલ વગેરે આઘા-પાછા ન કરવા, કીડી-મંકોડા વગેરે પર પગ ન મુકવો. ૧૩) ગુરુ ભગવંતને એઠા હાથે ન વહોરાવવું. ૧૪) ગુરુ ભગવંત માટે જ બનાવેલી વસ્તુ ન વહોરાવવી. ૧૫) ગુરુ ભગવંત માટે અને પોતાની માટે એમ બન્ને માટે બનાવેલી વસ્તુ ગુરુ ભગવંતને ન વહોરાવવી. ૧૬) દોષિત આહારને નિર્દોષ આહાર સાથે ભેગો કરીને ન વહોરાવવો. ૧૭) બધા માંગનારા વગેરેને ઉદ્દેશીને બનાવેલું ગુરુભગવંતને ન વહોરાવવું. ૧૮) ગુરુ ભગવંત માટે રાખી મૂકીને તેમને ન વહોરાવવું. ૧૯) ગુરુ ભગવંતને વહોરાવવા માટે બાળક વગેરેને ભોજન આપવાનો સમય કે લગ્ન વગેરે પ્રસંગો વહેલા-મોડા ન કરવા. ૨૦) લાઇટ વગેરે કરીને ન વહોરાવવું૨૧) ગુરુ ભગવંત માટે ખરીદેલું, ઉછીનું લીધેલું, બીજા સાથે બદલાવેલું, સામેથી ઉપાશ્રયમાં લાવેલું ગુરુભગવંતને ન વહોરાવવું. સમર્પણમ્ ૧૦૯ Page #129 -------------------------------------------------------------------------- ________________ ૨૨) સીલ કે પેકીંગ તોડીને ન વહોરાવવું. ૨૩) માળીયા પરથી ઉતારીને ન વહોરાવવું. ૨૪) બીજા પાસેથી ઝુંટવીને લીધેલું, બીજાએ રજા નહી આપેલું ન વહોરાવવું. ૨૫) પોતાના માટે રંધાતા આહારમાં ગુરુ ભગવંત માટે ઉમેરીને ન વહોરાવવું. ૨૬) વહોરાવવા માટે વાસણ ખાલી કરવા તેમાં રહેલી વસ્તુ પૃથ્વીકાય વગેરે ઉપર ન નાંખવી. ૨૭) સચિત્તથી મિશ્રિત, અચિત્ત નહીં થયેલ, અકથ્ય વસ્તુથી ખરડાયેલી વસ્તુ ન વહોરાવવી. ૨૮) બેડીમાં બંધાયેલ, કાંપતો, જોડા પહેરેલ, છઠ્ઠીનું ધાવણ પીતો બાળક, સીતેર વર્ષની ઉપરની વયવાળો, આંધળો, નપુંસક, દારૂના નશાવાળો, કુજ, પાંગળો, રોગી, ખાંડતો, પીસતો, લોઢતો, પીંજતો (રૂ ને કોમળ બનાવતો), કાંતતો (રૂમાંથી દોરા બનાવતો), દહી વગેરે મથતો, માસિકકાળવાળી સ્ત્રી, સ્તનપાન કરતા બાળકવાળી સ્ત્રી, આઠ મહિનાના ગર્ભવાળી સ્ત્રી-આવા દાતાએ ન વહોરાવવું. ઉપરની વાતો સામાન્યથી ઉત્સર્ગના સંયોગોમાં સમજવી. ક્યારેક અપવાદના સંયોગોમાં ગુરુને જરુર હોય, અથવા તેઓ કહે તો વહોરાવવું. ૨૯) ગુરુ ભગવંતને ઊભા ઊભા બે હાથથી બહુમાનપૂર્વક વહોરાવવું. ૩૦) ગુરુ ભગવંતને ભોજન માટેની બધી સામગ્રીની વિનંતિ કરવી. ૩૧) ગુરુ ભગવંતને વિધિપૂર્વક, એટલે કે દેશ, કાળ, શ્રદ્ધા, સત્કાર, ક્રમ અને કલ્પનીયના ઉપયોગપૂર્વક વહોરાવવું. (૧) દેશ - આ દેશમાં અમુક વસ્તુ સુલભ છે કે દુર્લભ છે વગેરે વિચાર કરીને દુર્લભ વસ્તુ અધિક પ્રમાણમાં વહોરાવવી વગેરે. દેશને અનુરૂપ વસ્તુ વહોરાવવી. (૨) કાળ - સુકાળ છે કે દુકાળ છે વગેરે વિચાર કરીને વહોરાવવું. દુકાળ હોય અને પોતાને સુલભ હોય તો સાધુઓને અધિક પ્રમાણમાં વહોરાવવું. શિયાળો, ઉનાળો, ચોમાસુ વગેરે ઋતુને અનુકૂળ વસ્તુ વહોરાવવી. ક્યા કાળે કેવી વસ્તુની અધિક જરૂર પડે, વગેરે વિચાર કરીને તે પ્રમાણે વહોરાવવું વગેરે. (૩) શ્રદ્ધા - વિશુદ્ધ ભાવથી આપવું. આપવું પડે છે માટે આપો એવી બુદ્ધિથી નહી, પણ આપવું એ આપણી ભક્તિ છે, એમનો આપણી ઉપર મહાન ઉપકાર છે, આપણે પણ એ રસ્તે જવાનું છે, તેમને આપવાથી આપણે એ માર્ગે જવા સમર્થ બની શકીએ, તેમને આપવાથી આપણાં અનેક પાપો બળી જાય વગેરે શુભ ભાવનાથી વહોરાવવું. (૪) સત્કાર - નિમંત્રણ કરવા જવું, આદરથી આપવું, ઓચિંતા ઘરે આવે તો ૬ ૧૧૦ ગુરુ ભક્તિ Page #130 -------------------------------------------------------------------------- ________________ ખબર પડતાં સામે લેવા જવું, વહોરાવ્યા પછી થોડે સુધી વળાવવા જવું, વગેરે સત્કારપૂર્વક વહોરાવવું. (૫) ક્રમ - શ્રેષ્ઠ વસ્તુ પ્રથમ આપવી, પછી સામાન્ય વસ્તુ આપવી. અથવા દુર્લભ વસ્તુનું કે તે કાળે જરૂરી વસ્તુનું પ્રથમ નિમંત્રણ કરવું. પછી બીજી વસ્તુઓનું નિમંત્રણ કરવું. અથવા જે દેશમાં જે ક્રમ હોય તે ક્રમે વહોરાવવું. (૬) કલ્પનીય - આધાકર્મ વગેરે દોષોથી રહિત, સંયમમાં ઉપકારક વગેરે ગુણોથી યુક્ત એવી કલ્પનીય વસ્તુ વહોરાવવી. ૩૨) ગુરુ ભગવંતને અન્ન, પાણી, વસ્ત્ર, પાત્રા વગેરે શ્રેષ્ઠ વસ્તુઓ વહોરાવવી. ૩૩) ગુરુ ભગવંતને વહોરાવનાર દાતા પ્રસન્નચિત્ત, આદર, હર્ષ, શુભાશયઆ ચાર ગુણોથી યુક્ત હોવો જોઇએ અને વિષાદ, સંસારસુખની ઇચ્છા, માયા અને નિયાણું-આ ચાર દોષોથી રહિત હોવો જોઇએ. (૧) પ્રસન્નચિત્ત – ગુરુ ભગવંત પોતાના ઘરે વહોરવા આવે ત્યારે હું પુણ્યશાળી છું, જેથી તપસ્વીઓ મારા ઘરે પધારે છે' એમ વિચારે અને ખુશ થાય, પણ “આ તો રોજ અમારા ઘરે આવે છે, વારંવાર આવે છે” એમ વિચારી કંટાળી ન જાય. (૨) આદર - વધતા આનંદથી “પધારો ! પધારો ! અમુકનો જોગ છે, અમુકનો લાભ આપો” એમ આદરપૂર્વક વહોરાવે. (૩) હર્ષ – ગુરુ ભગવંતને જોઇને અથવા ગુરુ ભગવંત કોઇ વસ્તુ માંગે ત્યારે હર્ષ પામે, વહોરાવતાં હર્ષ પામે, વહોરાવ્યા પછી પણ અનુમોદના કરે. (૪) શુભાશય - પોતાના આત્માને સંસારથી તારવાના આશયથી વહોરાવે. (૫) વિષાદનો અભાવ - વહોરાવ્યા પછી “મેં ક્યાં વહોરાવી દીધું ! વધારે વહોરાવી દીધું ! બધું વહોરાવી દીધું !' એમ પશ્ચાતાપ ન કરે, પણ ગુરુ ભગવંતના ઉપયોગમાં આવે એ જ મારું છે, મારી વસ્તુ ગુરુ ભગવંતના પાત્રામાં ગઇ એ મારું અહોભાગ્ય છે ! એમ અનુમોદના કરે. (૬) સંસારસુખની ઇચ્છાનો અભાવ - વહોરાવીને તેના ફળરૂપે કોઇ પણ જાતના સંસારસુખની ઇચ્છા ન રાખે...' (૭) માયાનો અભાવ-વહોરાવવામાં કોઇ જાતની માયા ન કરે, સરળભાવથી વહોરાવે. (૮) નિયાણાનો અભાવ - વહોરાવવાના ફળરૂપે પરલોકમાં દેવલોક વગેરેના સુખની માંગણી ન કરે. જેટલા અંશે વિધિ સચવાય, દ્રવ્ય ઉત્તમ હોય ને દાતા શુભભાવવાળો હોય, એટલા અંશે વહોરાવવાથી વિશેષ-વિશેષ લાભ થાય. માટે યોગ્ય દાતાએ ઉત્તમ ભાવથી સંપૂર્ણ વિધિપૂર્વક ઉત્તમ દ્રવ્યો ગુરુભગવંતને વહોરાવવા જોઇએ. સમર્પણમ્ ૧૧૧ Page #131 -------------------------------------------------------------------------- ________________ ગુરુભક્તિ શા માટે કરવાની ? ૧) ગુરુ ભગવંત અરિહંતની ઓળખાણ કરાવે છે. ૨) ગુરુ ભગવંત ધર્મનો ઉપદેશ આપે છે. ૩) ગુરુ ભગવંત મોક્ષમાર્ગ બતાવે છે. ૪) ગુરુ ભગવંત આપણા અનન્ય ઉપકારી છે. ૫) ગુરુ ભગવંત મહાન ત્યાગી છે. તેમણે સંસારના વૈભવ, સુખસગવડો અને કુટુંબસ્નેહ વગેરેને સ્વેચ્છાએ છોડવાનું સાચું અદ્ભુત પરાક્રમ ર્યું છે. દુનિયાના લોકો બાહ્ય પરાક્રમ કરનારને પૂજે છે. આપણે અત્યંતર પરાક્રમ કરનારા ગુરુ ભગવંતને પૂજવાના છે. ૬) ગુરુ ભગવંત જ્ઞાન, ધ્યાન, તપ, ત્યાગ, ભક્તિ વગેરે અનેક પ્રકારની સાધનાઓ કરે છે. ૭) ગુરુ ભગવંતનું જીવન ગુણમય અને પવિત્ર છે. તેમના આલંબનથી આપણને પ્રેરણા મળે છે. ૮) ગુરુ ભગવંત ભવિષ્યમાં પણ આપણને ધર્મસાધના કરાવી મહાન ઉપકાર કરે છે. ૯) ગુરુ ભગવંત આપણને તત્ત્વોનું જ્ઞાન આપે છે. ૧૦) ગુરુ ભગવંત આપણને ધર્મમાં વાળે છે, આગળ વધારે છે. ૧૧) ગુરુ ભગવંત આપણને પાપથી બચાવે છે. ૧૨) ગુરુ ભગવંત આપણને માર્ગદર્શન આપે છે. ૧૩) સાંસારિક જીવનમાં કષાયવશ જીવોની વચમાં રહેવાના પ્રસંગથી તેમજ પોતાના કર્મના ઉદયથી આપણને કંઇક ને કંઇક મનદુઃખ, દુર્ધ્યાન વગેરે ક૨વાનું બને છે. ગુરુ ભગવંતના સાંનિધ્યથી તેને ઓછું કરવાનું, દૂર કરવાનું સરળ બને છે. તેથી આપણે ભયંકર કર્મબંધથી બચી જઇએ છીએ. ગુરુ ભગવંત પાસેથી તત્ત્વનો બોધ મળવાથી પહેલા અજ્ઞાનતાને લીધે થતાં નકામા પાપોની ઓળખાણ થાય છે અને તેમને અટકાવી શકાય છે. સાથે સાથે બીજી નવી નવી માનસિક-વાચિક-કાયિક ધર્મસાધનાઓ જીવનમાં આચરવાનું ચાલુ ગુરુ ભક્તિ ૧૧૨ Page #132 -------------------------------------------------------------------------- ________________ થાય છે. ૧૪) બ્રહ્મચારી અને મહાવ્રતધારી સંયમી મહાત્માઓના દર્શન થાય છે. ૧૫) સુપાત્રદાનનો મહાલાભ મળે છે. ૧૬) ગુરુ ભગવંત શાસનપ્રભાવના કરે છે. ૧૭) ગુરુ ભગવંત ભગવાનની આજ્ઞાનું પાલન કરે છે. ૧૮) ગુરુ ભગવંત બધા જીવોની રક્ષા કરે છે. ૧૯) ગુરુ ભગવંત શાસ્ત્રોના સંશોધન, સર્જન વગેરે કરે છે. ૨૦) ગુરુ ભગવંત નિષ્પાપ જીવન જીવે છે. ૨૧) ગુરુ ભગવંત આપણને સંસારમાંથી નીકળવાની પ્રેરણા કરે છે અને બહાર કાઢે છે. ૨૨) ગુરુ ભગવંત સામાન્ય માણસને માનવામાં ન આવે તેવું કઠોર, અનાસક્ત જીવન જીવે છે. ૨૩) ગુરુ ભગવંત પગપાળા વિહાર કરે છે. ૨૪) ગુરુ ભગવંત લોચ કરાવે છે. ૨૫) ગુરુ ભગવંત પ્રતિકૂળતાઓ સહન કરે છે. ૨૬) ગુરુ ભગવંત સાદુ જીવન જીવે છે. ૨૭) ગુરુ ભગવંત ગૃહસ્થો કરતા ઘણું ઊંચું જીવન જીવે છે. ૨૮) ગૃહસ્થોને સાધુના માતા-પિતા કહ્યા છે. ૨૯) ગુરુભક્તિથી અઢળક પુણ્ય બંધાય છે અને વિપુલ કર્મનિર્જરા થાય છે. ૩૦) ગુરુભક્તિથી ગુરુ ભગવંત સંયમના યોગો સારી રીતે આરાધી શકે છે. ૩૧) ગુરુ ભગવંત ધર્મની રક્ષા કરે છે. ગુરુભક્તિ કરવાના આવા અનેક કારણો છે. ગુરુભક્તિથી આવા અનેક લાભો થાય છે. માટે ગુરુભક્તિ કરવાની છે. સમર્પણમ્ ગ ૧૧૩) Page #133 -------------------------------------------------------------------------- ________________ (ગુરુભક્તિ કઇ કઇ રીતે કરવી ? (આમાં અમુક શ્રાવક | શ્રાવિકા માટે છે, અમુક સાધુ-સાધ્વી માટે છે, ને કેટલાક ઉભય માટે છે.) ૧) ગુરુ ભગવંતને ગોચરી વહોરાવવી. ૨) ગુરુ ભગવંતને પાણી વહોરાવવું. ૩) ગુરુ ભગવંતને વસ્ત્ર વહોરાવવું. ૪) ગુરુ ભગવંતને પાત્રા વહોરાવવા. (૫) ગુરુ ભગવંતને રહેવાનું સ્થાન આપવું. ૬) ગુરુ ભગવંતને પાટ, પાટલા, ઘડા, પરાત, ડોલ, તપેલા, ટેબલ વગેરે આપવા. ૭) ગુરુ ભગવંતને પુસ્તક, નોટ, પેન વગેરે આપવા. ૮) ગુરુ ભગવંતને દવા, ઔષધ, પથ્ય, અનુપાન વગેરે આપવા. ૯) વિહારમાં ગુરુભગવંતની વ્યવસ્થા કરવી. ૧૦) ગુરુ ભગવંતની સાથે રહેલા સેવકો વગેરેને વેતન વગેરે આપવા. ૧૧) ગુરુ ભગવંત માટે ગોચરી, પાણી વગેરે લાવવા. ૧૨) ગુરુ ભગવંતનો કાપ કાઢવો. ૧૩) ગુરુ ભગવંત બહાર જાય ત્યારે, વિહાર કરે ત્યારે, દેરાસર વગેરે જાય ત્યારે તેમની સાથે રહેવું. ૧૪) ગુરુ ભગવંતનું પડિલેહણ કરવું. ૧૫) ગુરુ ભગવંતને ગોચરી-પાણી વગેરે વપરાવવા. ૧૬) ગુરુ ભગવંતના વાપર્યા પછી તેમના પાત્રા લુછવા. ૧૭) ગુરુ ભગવંતના સ્પંડિલ-માત્રુ પરઠવવા. ૧૮) ગુરુ ભગવંતના સ્ટ્રેચર, ડોળી વગેરે ઉંચકવા. ૧૯) ગુરુ ભગવંતને જ્ઞાનભંડારમાંથી પુસ્તકો આપવા, બીજા જ્ઞાનભંડારો માંથી પુસ્તકો મંગાવી આપવા. ૨૦) ગુરુ ભગવંતનું કાર્ય કરવું. - ૧૧૪ ગુરુ ભક્તિ Page #134 -------------------------------------------------------------------------- ________________ ૨૧) ગુરુ ભગવંતનો સત્સંગ કરવો. ૨૨) ગુરુ ભગવંતની શારીરિક શુશ્રુષા કરવી. ૨૩) ગુરુ ભગવંતની બિમારીમાં સેવા ચાકરી કરવી. ૨૪) ગુરુ ભગવંતના અજ્ઞાનીઓથી થતાં અપમાન, નિંદા, હીલના, તિર સ્કાર વગેરે યથાશક્તિ અટકાવવા. ૨૫) ગુરુ ભગવંત પર અત્યંત બહુમાન રાખવું. ૨૬) ગુરુ ભગવંતને વંદન કરવું-સુખશાતા પૂછવી. ૨૭) ગુરુ ભગવંતને કોઇ વસ્તુની જરૂરિયાત અંગે પૂછવું અને તે લાવી આપવી. ૨૮) ગુરુ ભગવંતને ગોચરી માટે નિયંત્રણ કરવું, ઘરે લઇ જવા. ૨૯) ગુરુ ભગવંતનો સત્કા૨ ક૨વો. ૩૦) ગુરુ ભગવંતના પ્રવેશમહોત્સવ, સામૈયું વગેરે કરવા. ૩૧) ગુરુ ભગવંતની મૂર્તિ, પગલા, ફોટા વગેરેને વંદન, પૂજન વગેરે કરવું. ૩૨) ગુરુ ભગવંતના ગુણાનુવાદ કરવા, કરાવવા, સાંભળીને આનંદ થવો. ૩૩) ગુરુ ભગવંતની નિંદા ન કરવી, ન સાંભળવી. ૩૪) ગુરુ ભગવંતની હીલના ન કરવી, બીજા કરતા હોય તો અટકાવવી, બીજાએ કરેલી જાણી દુઃખ થવું. ૩૫) લોકોને ગુરુ ભગવંત પ્રત્યે આકર્ષિત કરવા. ૩૬) ગુરુ ભગવંતના દર્શન કરવા. ૩૭) ગુરુ ભગવંતનો વિનય કરવો. ૩૮) ગુરુ ભગવંતની હિતશિક્ષા સાંભળવી. ૩૯) ગુરુ ભગવંતનું કહ્યું કરવું. ૪૦) ગુરુ ભગવંતની ઇચ્છા પૂરી કરવી. ૪૧) ગુરુ ભગવંતની આજ્ઞા પાળવી. ૪૨) ગુરુ ભગવંતનું ગૌરવ વધારવું. ૪૩) ગુરુ ભગવંતની આશાતના ટાળવી. સમર્પણમ્ ૧૧૫ Page #135 -------------------------------------------------------------------------- ________________ ૪૪) ગુરુ ભગવંત આવે ત્યારે લેવા જવું. ૪૫) ગુરુ ભગવંત જાય ત્યારે મૂકવા જવું. ૪૬) ગુરુ ભગવંત આવે ત્યારે ઊભા થવું. ૪૭) ગુરુ ભગવંત આવે ત્યારે બેસવા આસન આપવું. ૪૮) ગુરુ ભગવંતની નજીકમાં રહેવું. ૪૯) બધુ ગુરુ ભગવંતને પૂછીને કરવું. ૫૦) ગુરુ ભગવંત માટે અશુભ ને વિચારવું. ૫૧) ગુરુ ભગવંતના ઉપકારનો બદલો વાળવા પ્રયત્ન કરવો. પ૨) ગુરુ ભગવંતના ઠપકો, પ્રહાર વગેરે સહન કરવા. પ૩) ગુરુ ભગવંતનો દોષ ન જોવો. ૫૪) ગુરુ ભગવંતની સામે ન બોલવું. ૫૫) ગુરુ ભગવંતનું દુઃખ દૂર કરવું. ૫૬) શિથિલ ગુરુ ભગવંતને સંયમમાં સ્થિર કરવા. ૫૭) ગુરુ ભગવંતને સર્વસ્વ સમર્પણ કરવું. ૫૮) સમય, શક્તિ, સત્તા, સંપત્તિ, સંતતિ, સમૃદ્ધિ વગેરે ગુરુભક્તિમાં વાપરવા. ૫૯) ગુરુ ભગવંતના આગમનની વધામણી આપનારને દાન આપવું. ૬૦) ગુરુ ભગવંતનો પરાભવ સહન ન કરવો. ૬૧) ગુરુ ભગવંતને હણવા નહી. ૬૨) ગુરુ ભગવંતની આપત્તિ નિવારવી. ૬૩) ગુરુ ભગવંતને પક્ષપાતી ન સમજવા. ૬૪) પોતાની વાત ગૌણ કરી ગુરુભગવંતની વાત માનવી. ૬૫) પોતાની વાતનો કદાગ્રહ ન રાખવો. ૬૬) ગુરુ ભગવંત દ્વારા થતી બીજાની પ્રશંસા સાંભળી આનંદ થવો. ૬૭) ગુરુ ભગવંતને ખરાબ અન્ન-પાણી વગેરે ન વહોરાવવા. ૬૮) ગુરુ ભગવંતને વહોરાવીને પછી વાપરવું. ૬૯) ગુરુ ભગવંતની ભક્તિમાં સંપત્તિને ન જોવી. ગુરુ ભક્તિ Page #136 -------------------------------------------------------------------------- ________________ ૭૦) ગુરુ ભગવંતનું ધ્યાન રાખવું, કાળજી રાખવી. ૭૧) ગુરુ ભગવંતના સારવાર, ઓપરેશન, ટ્રીટમેન્ટ વગેરે કરવા-કરાવવા. ૭૨) ગુરુ ભગવંતને રહેવા માટે ઉપાશ્રયોનું નિર્માણ કરવું. ૭૩) ગુરુ ભગવંતની ભક્તિ કરનારની અનુમોદના કરવી. ૭૪) ગુરુભગવંતનો ઉપદેશ સાંભળવો. ૭૫) ગુરુ ભગવંતને વહોરાવીને પછી તપનું પારણું કરવું. ૭૬) ગુરુ ભગવંતને તપનું પારણું કરાવવું. ૭૭) ગુરુ ભગવંતને વહોરાવતી વખતે વિધિ સાચવવી, અવિધિ ટાળવી. ૭૮) ગુરુ ભગવંતની દુર્ગછા ન કરવી. ૭૯) ગુરુ ભગવંત પર આરોપ ન ચડાવવો. ૮૦) ગુરુ ભગવંતને કારાવાસમાં ન પૂરવા. ૮૧) ગુરુ ભગવંતને લાકડી, ચાબુક વગેરેથી મારવા નહી. ૮૨) ગુરુ ભગવંતને હેરાન ન કરવા. ૮૩) ગુરુ ભગવંતને વહોરાવ્યા પછી પાછું ન માંગવું. ૮૪) ગુરુ ભગવંતને અનુકૂળ બનવું. ૮૫) ગુરુ ભગવંતના ચિંતા-સંક્લેશ દૂર કરવા. ૮૬) દીક્ષા પ્રસંગે નૂતન દીક્ષિતને ઉપકરણો વહોરાવવાની ઉછામણી બોલી તેમને ઉપકરણો વહોરાવવા. ૮૭) ગોચરીના ૪૨ દોષો શીખી લઇ તે દોષોથી રહિત ગોચરી-પાણી વગેરે ગુરુભગવંતને વહોરાવવા અને વપરાવવા. ૮૮) ગુરુ પાસે સંસારની નકામી વાતો ન કરવી. ૮૯) ગુરુનો સમય ન બગાડવો. ૯૦) ગુરુ સાથે વાત કરતી વખતે વચ્ચે બીજા સાથે વાત ન કરવી. ૯૧) ગુરુની સામે ગુસ્સો ન કરવો. આવી અનેક રીતે ગુરુભક્તિ કરી શકાય છે. ગુરુભક્તિ કરવાનો ભાવ હોય તો તે રીતો સહજ સૂઝી આવે છે. આ બધી રીતે ગુરુભક્તિ કરીને પોતાના જન્મને સફળ કરવો. સમર્પણ, ગ૬૧૧૦ Page #137 -------------------------------------------------------------------------- ________________ ગુરુકૃપા એટલે શું ? ગુરુકૃપા એ મોક્ષનું અતિઆવશ્યક કારણ છે. એટલે જેની પાસે ગુરુકૃપા છે તેનો મોક્ષ થાય છે અને જેની પાસે ગુરુકૃપા નથી તેનો મોક્ષ થતો નથી. અહીં પ્રશ્ન થાય કે ગુરુકૃપા એટલે શું ? તેનો જવાબ આ પ્રમાણે છેઅહીં બે વિકલ્પ છે – (૧) ગુરુના આશીર્વાદ એ ગુરુકૃપા, અથવા (૨) શિષ્યના હૃદયમાં રહેલું ગુરુબહુમાન એ ગુરુકૃપા. (૧) આમાં પહેલો વિકલ્પ બરાબર નથી, કેમકે ગુરુકૃપાનો અર્થ ગુરુના આશીર્વાદ એવો કરવાથી ઉપર કહેલો નિયમ નહીં ઘટે, કેમકે અભવ્ય વગેરેને ગુરુના આશીર્વાદરૂપ ગુરુકૃપા મળવા છતાં તેમનો મોક્ષ થયો નથી અને ચંડરુદ્રાચાર્યના શિષ્ય વગેરેને ગુરુના આશીર્વાદરૂપ ગુરુકૃપા ન મળી હોવા છતાં તેમનો મોક્ષ થયો છે. (૨) જો બીજો વિકલ્પ સ્વીકારીએ તો ઉપરનો નિયમ બરાબર ઘટે. અભવ્ય વગેરેને ગુરુના આશીર્વાદરૂપ ગુરુકૃપા મળી હોવા છતાં તેમની પાસે ગુરુબહુમાનરૂપ ગુરુકૃપા ન હતી, તેથી તેમનો મોક્ષ ન થયો. ચંડરુદ્રાચાર્યના શિષ્ય વગેરેને ગુરુના આશીર્વાદરૂપ ગુરુકૃપા ન મળી હોવા છતાં તેમની પાસે ગુરુબહુમાનરૂપ ગુરુકૃપા હતી, તેથી તેમનો મોક્ષ થયો. તેથી આ નક્કી થાય છે કે શિષ્યના હૃદયમાં રહેલું ગુરુબહુમાન એ જ ગુરુકૃપા છે, ગુરુના આશીર્વાદ એ ગુરુકૃપા નથી. અથવા ગુરુબહુમાન એ ભાવ ગુરુકૃપા છે અને ગુરુના આશીર્વાદ એ દ્રવ્ય ગુરુકૃપા છે. મોક્ષે જવા માટે દ્રવ્ય ગુરુકૃપા હોય કે ન હોય તો પણ ચાલે, પણ ભાવ ગુરુકપા તો અવશ્ય હોવી જ જોઇએ. શિષ્યના હૃદયમાં ગુરુબહુમાન પેદા કરવા ગુરુ ગુણવાન હોવા જોઇએ એવો નિયમ નથી. ગુરુ દોષવાળા હોય તો પણ જો શિષ્ય તેમને ભગવાન જેવા માને તો તેના હૃદયમાં ગુરુબહુમાન પ્રગટે. તેથી તેની મુક્તિ પણ નક્કી થાય. આમ પોતાની મુક્તિ માટે શિષ્ય પોતાના હૃદયમાં ગુરુબહુમાન પ્રગટાવવું. તેની માટે તેણે ગુરુને સાક્ષાત્ પરમાત્માતુલ્ય માનવા અને પરમાત્મા જેવી તેમની ભક્તિ કરવી. ગુરુ ભક્તિ Page #138 -------------------------------------------------------------------------- ________________ ગુરુ દ્રવ્ય ગુરુદ્રવ્યના ત્રણ પ્રકાર છે- (૧) ભોગાર્હ ગુરુદ્રવ્ય, (૨) પૂજાé ગુરુદ્રવ્ય અને (૩) લૂંછનરૂપ ગુરુદ્રવ્ય. (૧) ભોગાર્હ ગુરુદ્રવ્ય - કપડા, પાતરા, ગોચરી, પાણી વગેરે જે વસ્તુઓ (ગુરુદ્રવ્ય), સાધુ-સાધ્વીઓ પોતાની માલિકીના કરી ભોગવવા માટે વાપરે છે તે ભોગાર્હ ગુરુદ્રવ્ય છે. (૨) પૂજાર્હ ગુરુદ્રવ્ય - ધન વગેરે જે દ્રવ્યો ગુરુચરણે પૂજનરૂપે મૂકાય છે, ગફૂલીમાં મૂકાય છે, મુનિઓને વહોરાવવાની કામળી, ગુરુપૂજન વગેરેના ચડાવા બોલાય છે, એ ધન જેને સાધુ-સાધ્વીઓ પોતાની માલિકીના કરીને ભોગવતાં નથી તે ધન વગેરે પૂજાર્હ ગુરુદ્રવ્ય છે. જો કે સાધુ-સાધ્વીને ધન વગેરેની જરૂર નથી, માટે તેમને તે વસ્તુઓ ધરાય નહી, તેથી તે ગુરુદ્રવ્ય બનતા નથી, પરંતુ વિક્રમ વગેરે રાજાઓએ ધનથી ગુરુપૂજન ક્યું છે અને શ્રાદ્ધજીતકલ્પ (ગાથા ૬૮) માં આવા ધન વગેરેની ચોરી કરનાર વ્યક્તિને આવતા પ્રાયશ્ચિત્તનો ઉલ્લેખ કરતાં તે ધન વગેરેને ‘ગુરુદ્રવ્ય’ તરીકે કહ્યું છે. માટે તે ધન વગેરે પૂજાર્હ ગુરુદ્રવ્ય કહેવાય છે. (૩) લૂંછનરૂપ ગુરુદ્રવ્ય - હાથમાં ધન રાખીને તે હાથ ત્રણવા૨ ગુરુચરણે ગોળાકારે આવર્તરૂપે ફેરવવા અને પછી ચરણોની પાસે તે ધન મૂકી દેવું તે પૂંછનરૂપ ગુરુદ્રવ્ય છે. પ્રશ્ન - પૂજાર્હ ગુરુદ્રવ્યનો ઉપયોગ શેમાં થાય ? જવાબ વિક્રમ રાજા વગેરેએ ગુરુચરણે મૂકેલી સોનામહોરોનો ઉપયોગ જીર્ણોદ્વારમાં કર્યો હોવાથી ‘દ્રવ્યસપ્તતિકા' ગ્રન્થમાં પૂજાર્હ ગુરુદ્રવ્યને જીર્ણોદ્ધાર વગેરેમાં વા૫૨વાનું કહેલ છે. વગેરેથી સાધુવૈયાવચ્ચ લઇ શકાય કેમકે તે પણ જીર્ણોદ્વાર જેવું જ ગૌરવવંતુ પૂજાસ્થાન છે. - શ્રાદ્ધજીતકલ્પ (ગાથા ૬૮) માં પૂજાર્હ ગુરુદ્રવ્યની ચોરી કરનારને જે પ્રાયશ્ચિત્ત બતાવ્યું છે તેમાં એમ જણાવ્યું છે કે એ ધન સાધુઓની વૈયાવચ્ચ કરતા વૈદ્યને વસ્ત્ર વગેરેનું દાન આપવામાં વાપરવું, અથવા બંદી તરીકે સમર્પણમ્ ૧૧૯ Page #139 -------------------------------------------------------------------------- ________________ પકડાયેલા સાધુને છોડાવવામાં વાપરવું. આ પ્રાયશ્ચિત્તના પાઠ પરથી જણાય છે કે ગુરુદ્રવ્ય એટલે સાધુવૈયાવચ્ચ ખાતું, માટે જ તેની ચોરીનું ધન તે જ ખાતે વાપરવાનું પ્રાયશ્ચિત્તમાં કહ્યું. - - આમ પૂજાહગુરુદ્રવ્ય સાધુવૈયાવચ્ચમાં લઇ જઇ શકાય છે. હા, તેને જીર્ણોદ્ધાર વગેરેમાં વાપરવામાં તો કોઈ જ વાંધો નથી. લૂંછનરૂપ ગુરુદ્રવ્ય સાધુવૈયાવચ્ચમાં જાય છે. આ સાધુવૈયાવચ્ચની રકમમાંથી વિહારના નિર્જન ક્ષેત્રોમાં ઉપાશ્રય બનાવી શકાય. જ્યાં શ્રાવકોના ઘરો હોય તેવા ગામો કે નગરોમાં આ રકમથી ઉપાશ્રય ન બનાવી શકાય. ત્યાં તો શ્રાવકોએ સ્વદ્રવ્યથી અથવા ઉપાશ્રય માટે મળેલા દાનદ્રવ્યથી જ ઉપાશ્રય બનાવવો જોઇએ, જેથી તેઓ પણ તેમાં સામાયિક, પૌષધ વગેરે કરી શકે. વૈયાવચ્ચખાતું-જાવક-વૈયાવચ્ચખાતાની રકમ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સાધુ-સાધ્વીજીની વૈયાવચ્ચમાં વાપરી શકાય. સાધુ-સાધ્વીના આરોગ્યની કાળજી કરવા અંગેની બધી બાબતો-ઔષધ, ડોક્ટર, ફી, ઓપરેશન વગેરેમાં આ રકમ વાપરી શકાય. સાધુ-સાધ્વીના ડોળી, ડોળીવાળાને વેતન, તેમને રહેવાની વ્યવસ્થા વગેરેમાં આ રકમ વાપરી શકાય. સાધુ-સાધ્વીને આવશ્યક એવી ચીજો-પાતરા, ઓઘો, કાપડ, કામળી વગેરે લાવવામાં આ રકમ વાપરી શકાય. આવક-વૈયાવચ્ચ ખાતે મળતી ભેટની રકમ, લૂંછન ગુરુદ્રવ્ય, દીક્ષાર્થીના ઉપકરણોની ઉછામણીની રકમ, દીક્ષાર્થીના (પ્રભુજીના રથ વિનાના) વરઘોડાની ઉછામણીની રકમ, ગુરુચરણે મૂકાતી રકમ, મહાત્માઓને કામળી વહોરાવવાના ચડાવાની રકમ, ગુરુપૂજનના ચડાવાની રકમ વગેરે રકમો વૈયાવચ્ચ ખાતે જમા થાય છે. વનું ૧૨૦ ગુરુ ભક્તિ Page #140 -------------------------------------------------------------------------- ________________ 'ગુરુનો ઉપદેશ કેવી રીતેં સાંભળવો ? ગુરુ આપણા અજ્ઞાનરૂપ અંધકારને દૂર કરવા અને આપણા ભવભ્રમણને તોડવા આપણને ઉપદેશ આપે છે. વૈદ્ય કે ડોક્ટરની દવા વિધિપૂર્વક લેવાથી રોગ દૂર થાય છે. તેમ ગુરુનો ઉપદેશ વિધિપૂર્વક સાંભળવાથી ભવરોગ દૂર થાય છે. ગુરુનો ઉપદેશ સાભળવાની વિધિ આ પ્રમાણે છે. ૧) ગુરુનો ઉપદેશ સાંભળતી વખતે ઊંઘવું ન જોઇએ, ઝોકા ન આવવા જોઇએ. ગુરુનો ઉપદેશ સાંભળતી વખતે બીજા સાથે વિકથા, પરસ્પર વાતો વગેરે ન કરવું જોઇએ. ' ગુરુનો ઉપદેશ સાંભળતી વખતે તે સાંભળવા સિવાયની બધી પ્રવૃત્તિ ઓનો ત્યાગ કરવો જોઇએ. ૪) ગુરુ આવે તે પહેલા આપણે આવવું જોઇએ. ઉપદેશ શરૂ થયા પછી આવવું એ અવિનય છે. ગુરુ ઊભા થાય ત્યારે આપણે ઊભા થવું જોઇએ. અધવચ્ચે ઊભા થવું એ અવિનય છે. બે હાથ જોડીને ઉપદેશ સાંભળવો જોઇએ. ૭) ટેકો દઈને, પગ લાંબા કરીને ન બેસવું જોઇએ. ૮) પગ ઉપર પગ ચડાવીને ન બેસવું જોઇએ. ૯) પગ હલાવવા ન જોઇએ, ઊંચા-નીચા ન કરવા જોઇએ. ૧૦) સ્થિર બેસવું જોઇએ, શરીર હલાવવું ન જોઇએ. ૧૧) વિષયને અનુરૂપ પ્રશ્ન પૂછવા જોઇએ, વિષયાંતર થાય તેવા પ્રશ્નો ન પૂછવા જોઇએ. ૧૨) બીજાને તોડી પાડવા, ઝગડો કરવા, કટાક્ષ કરવા પ્રશ્નો ન પૂછવા જોઇએ, માત્ર જિજ્ઞાસાવૃત્તિથી પ્રશ્નો પૂછવા જોઇએ. ૧૩) ગુરુની ધારા તૂટી જાય તેમ પ્રશ્ન ન પૂછવા. ગુરુ અટકે ત્યારે પ્રશ્ન પૂછવા. ૧૪) સાંભળવાની ઇચ્છાથી ઉપદેશ સાંભળવો, પરાણે કે સમય પસાર કરવા નહી. ૧૫) ઉપદેશ સાંભળતા મુખ વિસ્મિત કરવું. ૧૬) ઉપદેશ સાંભળતા આનંદ થવો જોઇએ. ૬) સમર્પણ Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૭) બીજાને આનંદ થાય તે રીતે ઉપદેશ સાંભળવો જોઇએ. ૧૮) એકાગ્રતાપૂર્વક ઉપદેશ સાંભળવો, આજુ-બાજુ કે આગળ-પાછળ ડાફો ળિયા ન મારવા. ૧૯) દૃષ્ટિ ગુરુના મુખ સામે રાખવી જોઇએ, બીજે નહીં. ૨૦) ગુરુ પ્રત્યેના ભક્તિ-બહુમાનપૂર્વક સાંભળવું જોઇએ. ૨૧) ઉપદેશ પૂર્વે અને પછી વંદન કરવું જોઇએ. ૨૨) ગુરુની ભક્તિ કરીને ગુરુને પ્રસન્ન કરીને ઉપદેશ સાંભળવો જોઇએ. ૨૩) સાંભળતાં પોતાને બરાબર સમજાય છે અને નવું જાણવા મળે છે એવા હાવ-ભાવ કરવા જોઇએ. ૨૪) ગુરુનું આસન પાથરવું જોઇએ. ૨૫) ગુરુના પુસ્તક-પ્રત લાવવા જોઇએ. ૨૬) સ્થાપનાચાર્યજી પધરાવવા જોઇએ. ૨૭) ગુરુને ઉપદેશ આપવા માટેની વિનંતિ કરવી જોઇએ. ૨૮) ઉપદેશ પૂર્ણ થયા બાદ ગુરુની અનુમોદના કરવી જોઇએ. ૨૯) સંપૂર્ણ ઉપદેશ કે તેના મુદ્દાઓ નોટમાં લખી લેવા જોઇએ. ૩૦) સ્વસ્થાને જઇ તે મુદ્દાઓ ઉપર ચિંતન કરી તેમને જીવનમાં ઉતારવા જોઇએ. ૩૧) રાત્રે ઘરના બધા સભ્યોને એકઠા કરી પોતે ગુરુ પાસે સાંભળેલ ઉપ દેશ તેમને સંભળાવવો જોઇએ. ૩૨) ઉપદેશ શરૂ થયા પહેલા સામાયિક લઇ લેવી અને ઉપદેશ પૂર્ણ થયા બાદ સામાયિક પારવી. ચાલુ ઉપદેશમાં સામાયિક લેવી-પારવી નહી. ૩૩) વારંવાર ઘડીયાલ સામું ન જોવું. ૩૪) ગુરુનું મુખ પૂર્વ તરફ કે ઉત્તર તરફ રહે તે રીતે બેસવું. ૩૫) ગૃહસ્થ ગુરુ આગળ ગહુંલી કાઢવી. રસોઇ કરવાની, ધંધો કરવાની પણ વિધિ હોય છે. વિધિપૂર્વક કરાય તો રસોઇ બરાબર બને અને ધંધામાં નફો થાય. જો વિધિ ન સચવાય તો રસોઇ બગડી જાય અને ધંધામાં ખોટ જાય. એમ વિધિપૂર્વક પ્રવચનશ્રવણ કરવાથી જ્ઞાન પરિણમે છે અને આત્મા પરમાત્મા બને છે. વિધિ વિનાનું પ્રવચનશ્રવણ વિશેષ લાભ ન કરે. વિધિપૂર્વક પ્રવચનશ્રવણ કરવું એ પણ ગુરુભક્તિ છે. માટે તેમાં ઉદ્યમ કરવો. ગુરુ ભક્તિ Page #142 -------------------------------------------------------------------------- ________________ 'ગુર્વાજ્ઞાપાલન એ જ તરણોપાય શાસ્ત્રમાં ત્રણ પ્રકારના વિહાર બતાવ્યા છે. તે આ પ્રમાણે - ૧) ગીતાર્થ વિહાર – જેઓએ છેદગ્રંથનો અભ્યાસ કર્યો હોય અને તેના પદાર્થો ઉપસ્થિત હોય તથા જેઓ ઉત્સર્ગ-અપવાદના જાણકાર હોય તે ગીતાર્થો. વિહાર એટલે સંયમના યોગોની આરાધના કરવી, વિચરવું. ગીતાર્થોનો વિહાર તે ગીતાર્થવિહાર. ગીતાર્થો સ્વતંત્ર રીતે વિચારી શકે છે, આરાધના કરી શકે છે. હા, તેમને પણ ભગવાનની આજ્ઞા અને શાસ્ત્રોની પરાધીનતા તો હોય છે જ. તેઓ પોતાની મરજી મુજબ વિચરતાં કે આરાધના કરતાં નથી. તેઓ પ્રભુની આજ્ઞા અને શાસ્ત્રો-આ બેને સાપેક્ષ રહીને વિચરે છે, આરાધના કરે છે. ૨) ગીતાર્થનિશ્ચિત વિહાર - જેમણે છેદગ્રંથોનો અભ્યાસ ન કર્યો હોય અને જેઓ ઉત્સર્ગ-અપવાદના જાણકાર ન હોય તે અગીતાર્થો. તેમણે ગીતાર્થોની નિશ્રામાં એટલે કે ગીતાર્થોની આજ્ઞા પ્રમાણે વિહાર કરવો, આરાધના કરવી તે ગીતાર્થનિશ્ચિત વિહાર. અગીતાર્થોએ પોતાની મરજી મુજબ વિચરવાનું કે આરાધના કરવાના નથી, પણ ગીતાર્થ ગુરુની આજ્ઞા પ્રમાણે વિચરવાનું કે આરાધના કરવાની છે. (૩) અગીતાર્થ વિહાર - અગીતાર્થોનું કોઇની આજ્ઞા વિના સ્વચ્છેદ રીતે વિચારવું, આરાધના કરવી તે અગીતાર્થ વિહાર. આ ત્રણ પ્રકારના વિહારમાંથી ગીતાર્થવિહાર અને ગીતાર્થનિશ્રિત વિહારની અનુજ્ઞા અપાયેલી છે, અગીતાર્થવિહાર નિષિદ્ધ છે. આના પરથી સૂચિત થાય છે કે શિષ્ય કે ગૃહસ્થ ક્યાંય પોતાની બુદ્ધિથી સ્વતંત્ર રીતે આરાધના કરવાની નથી. જો તે ગીતાર્થ હોય તો તેણે શાસ્ત્રને પરાધીન રહીને આરાધના કરવાની છે અને જો તે ગીતાર્થ ન હોય તો તેણે ગીતાર્થ ગુરુને પરાધીન રહીને આરાધના કરવાની છે. પોતાની મરજીથી મન ફાવે તેમ વર્તવાથી આરાધના થતી નથી. ગુરુભગવંત ગીતાર્થ થયા છે. તેઓ શાસ્ત્રોના જાણકાર છે. તેઓ ઉત્સર્ગ-અપવાદને જાણે છે. ક્યા અવસરે શું કરવાથી વધુ લાભ થશે એ તેઓ જાણે છે. તેમની બુદ્ધિ શાસ્ત્રપરિકર્મિત થઇ છે. તેથી તેઓ શાસ્ત્રોની આજ્ઞા મુજબ આરાધના કરે છે અને કરાવે છે. સમર્પણમ્ ૧૨૩ Page #143 -------------------------------------------------------------------------- ________________ આપણા જેવા અગીતાર્થોએ તો ગીતાર્થ ગુરુભગવંતની આજ્ઞા મુજબ જ આરાધના કરવાની છે. તો જ આપણે સાચી આરાધના કરી શકીએ. આપણી મરજી મુજબ આરાધના કરવામાં એવું બને કે જેને આપણે આરાધના માનતા હોઇએ તે ખરેખર વિરાધના હોય. તેથી આપણને લાભને બદલે નુકસાન થાય. આંધળો માણસ કોઇની સહાય વિના ચાલે તો ઠોકરો ખાય, પડે અને લોહીલુહાણ થઇ જાય. જો તે દેખતા માણસનો હાથ ઝાલીને ચાલે તો પોતાના ઇષ્ટસ્થળે વિપ્ન વિના પહોંચી શકે. ગુરુ દેખતા માણસ જેવા છે. આપણે આંધળા જેવા છીએ. સ્વતંત્ર રીતે આરાધના કરવામાં સંસારમાં પડીને રખડવાનું થાય. ગુરુની આજ્ઞા મુજબ આરાધના કરવાથી શીઘ્ર મોશે પહોંચી શકાય છે. ડોક્ટરે ઘણો અભ્યાસ કરીને ડોક્ટરની ડિગ્રી મેળવી હોય છે. દર્દી માંદો પડે ત્યારે તે ડોક્ટરે ભણેલા પુસ્તકોનો અભ્યાસ કરવા નથી બેસતો પણ તે ડોક્ટરને સમર્પિત થઇ જાય છે. તે પોતાની બધી તકલીફો ડોક્ટરને કહે છે અને ડોક્ટરે કહેલી બધી ટ્રીટમેન્ટ પોતે કરે છે. તેણે ડોક્ટર બનવાની મહેનત કરવાની જરૂર પડતી નથી. હા, તેણે ડોક્ટરની ફી ચૂકવવી પડે છે. આમ તે સસ્તામાં અને જલ્દીથી સાજો થઇ જાય છે. જો તે ડોક્ટર પાસે ન જાય અને પોતાની બુદ્ધિથી વિચારીને જાતે જ દવા લઇ લે તો સાજો થવાના બદલે વધુ માંદો પડે. દવાનું રિએક્શન આવે અને તેણે હોસ્પિટલમાં જવું પડે. ત્યાં તેને સારવાર કરાવવામાં ઘણો ખર્ચ થાય. માટે જો જલ્દીથી સાજા થવું હોય તો એક જ ઉપાય છે-સારા ડોક્ટરની સલાહ મુજબ દવા લેવી. આમ દર્દીને વગર જાણે ડોક્ટરના બધા જ્ઞાનનો લાભ થાય છે. વકીલ ઘણો અભ્યાસ કરીને વકીલ બને છે. કોઇની સાથે ઝગડો થતાં માણસ વકીલાતના પુસ્તકો વાંચવા નથી બેસતો પણ તે વકીલને સમર્પિત થઇ જાય છે. તે પોતાની બધી વાત વકીલને કહે છે અને વકીલ તેના વતી લડે છે. તેણે વકીલ બનવાની મહેનત કરવી પડતી નથી. હા, તેણે વકીલની ફી મૂકવવી પડે છે. આમ તે સસ્તામાં અને જલ્દીથી કેસ જીતી જાય છે. જો તે વકીલ પાસે ન જાય ને પોતાની બુદ્ધિથી વિચારીને કેસ લડવા બેસે તો હારી જાય અને તેને ભયંકર નુકસાની થાય. માટે જો જલ્દીથી ઝગડો પતાવવો હોય તો એકજ ૧૨૪) ગુરુ ભક્તિ Page #144 -------------------------------------------------------------------------- ________________ ઉપાય છે-સારા વકીલને પોતાનો કેસ સોંપી દેવો. આમ અસીલને વગર જાણે વકીલના બધા જ્ઞાનનો લાભ થાય છે. આ વાત તમામ ક્ષેત્રોમાં લાગુ પડે છે. ગુરુ ભગવંત ઘણા અભ્યાસ કરીને અને ગુરુકૃપાથી ગીતાર્થ બને છે. આપણને કર્મરોગ વળગેલો છે. આપણને શાસ્ત્રોનું જ્ઞાન નથી. તેથી આપણા કર્મો, દોષો વગેરેને દૂર કરવા આપણે ગુરુને સમર્પિત થઇ જવું જોઇએ. આપણે આપણા જીવનની બધીજ બાબતો ગુરુને કહેવી જોઇએ. ગુરુથી આપણે કંઇ પણ છુપાવવું ન જોઇએ. ગુરુ કહે એ આપણે કરવું જોઇએ. આપણે ગીતાર્થ બન્યા નથી, પણ ગીતાર્થ ગુરુની સેવા આપણે કરવાની છે. આમ ગુરુસેવા અને ગુરુઆજ્ઞાપાલનના પ્રભાવે આપણો ભવરોગ દૂર થશે. જો આપણે આપણી મરજી મુજબ આરાધના કરીશું તો સંસારમાં રખડતા થઇ જઇશું અને ઘણા દુઃખોના ભાગી બનીશું. માટે જો જલ્દીથી મોક્ષે જવું હોય તો એક જ ઉપાય છે-ગીતાર્થ ગુરુની આજ્ઞા મુજબ આરાધના કરવી. આપણા જીવનમાં આપણે બે વાત રાખવી – (૧) હોય એ કહેવું-આપણા જીવનની નાનામાં નાની અને ગુપ્તમાં ગુપ્ત વાત ગુરુને કહેવી, કંઇ છુપાવવું નહી. (૨) કહે એ કરવું-ગુરુ આપણને જે કહે તે વિચાર્યા વિના અવશ્ય કરવું. આમ શિષ્યને ગીતાર્થ બન્યા વિના ગુરુના બધા જ્ઞાનનો લાભ થાય છે. નાનો બાળક ચાલતા ન આવડે ત્યાં સુધી માંની આંગળી પકડીને ચાલે છે. જો તે અવસ્થામાં તે માતાની આંગળી ન પકડે તો પડે. ઘરડો માણસ લાકડીના ટેકે ચાલે છે. જો તે લાકડીને છોડી દે તો પડી જાય. જેને આંખે ઓછું દેખાતું હોય તેણે ચશ્મા પહેરવા પડે. જો તે ચશ્મા ન પહેરે તો તેને બરાબર દેખાય નહી. એમ આપણે જયાંસુધી ગીતાર્થ બન્યા નથી ત્યાં સુધી આપણે પણ ગુરુની આજ્ઞા મુજબ જ આરાધના કરવી. જો આપણે ગુર્વાજ્ઞાને છોડી દઇએ તો આપણે આરાધના ન કરી શકીએ. આમ હાલના સંયોગો પ્રમાણે આપણી માટે તરવાનો એકજ ઉપાય છે-ગુરુની આજ્ઞા મુજબની આરાધના. આ ગુર્વાજ્ઞાપાલન એ શ્રેષ્ઠ પ્રકારની ગુરુભક્તિ છે. સમર્પણમ્ Page #145 -------------------------------------------------------------------------- ________________ હરાયા ઢોરનું કોઇ ધણી નથી હોતું. તેને ખાવા માટે ચારે બાજુ ભટકવું પડે છે. લોકો તેને મારે છે, હડસેલે છે. તેનું જીવન અસુરક્ષિત હોય છે. ખીલે બંધાયેલ ઢોરને તેનો માલિક ચારો-પાણી આપે છે. તે તેની માવજત કરે છે. તેની તકલીફો, તેના પર આવતા ઉપદ્રવો, માંદગી વગેરેને દૂર કરે છે. શેરીનો કૂતરો ખાવાનું શોધવા ચારે બાજુ ભટકે છે. બીજા કૂતરા તેને હેરાન કરે છે. માણસ પણ તેને મારે છે. પાળેલા કૂતરાને તેનો માલિક ખાવાપીવા આપે છે. તે તેનું રક્ષણ કરે છે. આના પરથી જણાય છે કે જે માલિકનું બંધન સ્વીકારે છે તે સુરક્ષિત બને છે. અલબત્, તેને સ્વતંત્રતા ગુમાવવી પડે છે, પણ તેનાથી તેને લાભ જ થાય છે. તે સુરક્ષિત બને છે. જે માલિકનું બંધન સ્વીકારતો નથી તે સુરક્ષિત બનતો નથી. સ્વતંત્રતા વિનાની સુરક્ષિતતા સારી, પણ સુરક્ષિતતા વિનાની સ્વતંત્રતા સારી નહી. જો આપણે ગુજ્ઞાના ખીલે બંધાયા હોઇએ તો આપણે નિશ્ચિત છીએ, કેમકે ગુરુ આપણા બધા યોગક્ષેમ કરે છે, આપણી બધી રીતે કાળજી રાખે છે. આપણા જીવનમાં દોષો કેમ ઘટે અને ગુણો કેમ આવે તેના ઉપાયોમાર્ગદર્શન ગુરુ આપણને આપે છે. જો આપણે ગુર્વાજ્ઞાના ખીલે નથી બંધાયા તો આપણી દશા હરાયા ઢોર જેવી છે. ગુરુ તો કરુણાના સાગર હોવાથી આપણી કાળજી રાખે જ છે, પણ તેમના આજ્ઞાપાલનના અભાવે આપણે સંસારમાં ભટકવાનું થાય છે, આપણે અસુરક્ષિત બનીએ છીએ. બ્રેક વિનાની ગાડીથી અકસ્માત થાય છે અને જાનહાનિ થાય છે. બ્રેકવાળી ગાડી બરાબર પહોંચાડે છે. લગામ વિનાનો ઘોડો ઉન્માર્ગે લઇ જાય છે. લગામવાળો ઘોડો બરાબર પહોંચાડે છે. ગુર્વાજ્ઞા એ બ્રેક છે, લગામ છે. તેના વિનાનું જીવન આપણા માટે નુકસાનકારી છે. ગુર્વાજ્ઞાપાલનપૂર્વકનું જીવન આપણને આબાદ કરે છે. કુલટા સ્ત્રીને બધા ધૂતકારે છે. પતિવ્રતા સ્ત્રી બધે પૂજાય છે. તેમ ગુરુને સમર્પિત જીવ બધે પૂજાય છે. ગુરુને અસમર્પિત બધેથી હડસેલાય છે. માટે બીજા, નકામા, આડા-અવળા વિચારો પડતાં મૂકી એકમાત્ર ગુર્વાજ્ઞાને જ સમર્પિત બનવું. તેનાથી જ આપણું કલ્યાણ થવાનું છે અને તેનાથી આપણું કલ્યાણ થવાનું જ છે. ગુરુ ભક્તિ Page #146 -------------------------------------------------------------------------- ________________ ગુરુકુલવાસ મોક્ષમાર્ગ બતાવે તે ગુરુ. તેમનું કુલ એટલે શિષ્ય-પ્રશિષ્ય વગેરે પરિવાર. તેમાં વાસ એટલે રહેવું. ગુરુકુલમાં રહેવું તે ગુરુકુલવાસ. ગુરુકુલવાસ એ પણ એક પ્રકારની ગુરુભક્તિ જ છે. ગુરુકુલમાં રહેવાથી દ૨૨ોજ વાચના વગેરે દ્વારા શ્રુતજ્ઞાન મળે છે, સ્વદર્શન-પરદર્શનનું સ્વરૂપ સાંભળવાથી શ્રદ્ધામાં અતિશય સ્થિર થવાય છે અને વારંવા૨ સા૨ણા વગેરે થવાથી ચારિત્રમાં સ્થિર થવાય છે. આમ ગુરુકુલમાં રહેનારના રત્નત્રયની વૃદ્ધિ થાય છે. ગુરુકુલ છોડીને સ્વચ્છંદ રીતે રહેનારાના રત્નત્રયની હાનિ થાય છે. ગૌતમસ્વામી વગેરે ગણધરો બધા અતિશયોથી સંપૂર્ણ હતા. તેઓ તે જ ભવે મોક્ષે જનારા હતા. છતાં તેઓ ગુરુકુલમાં રહ્યા હતા. કષ્ટ સહન કરીને પણ ગુરુકુલમાં રહેવું. સમુદ્રમાં રહેનારા માછલા જો સમુદ્રનો ક્ષોભ સહન ન કરે અને સમુદ્રમાંથી બહાર નીકળે તો મરી જાય. તેમ ગુરુકુલમાં સારણા વગેરેને અને પ્રતિકૂળતાઓને સહન ન કરે અને ગુરુકુલમાંથી નીકળે તે સંયમથી ભ્રષ્ટ થાય. ગુરુકુલવાસને છોડીને એકલા ફરવામાં બધા મહાવ્રતોનો નાશ થાય છે. એકલો સાધુ ગોચરી લેવા જાય ત્યાં બાજુના ઘરોમાં વહોરાવવા માટે થતી હિંસાને જાણી ન શકે. તેવી દોષિત ગોચરી લેવાથી તેના પહેલા મહાવ્રતનો નાશ થાય. એકલો સાધુ સંકોચ વિના સાચા-ખોટા મંત્ર-નિમિત્ત વગેરે કહે. તેથી બીજા મહાવ્રતનો નાશ થાય. એકલો સાધુ ગૃહસ્થના ઘરમાં છુટા પડેલા સોનાની સાંકળી, વીંટી વગેરેને કોઇ જોતું ન હોય ત્યારે લઇ લે. તેથી ત્રીજા મહાવ્રતનો નાશ થાય. વિધવા, જેનો પતિ બહારગામ ગયો હોય તેવી સ્ત્રી, જેને પતિ બહાર નીકળવા ન દેતો હોય તેવી સ્ત્રી ઘરમાં આવેલા એકલા સાધુને જોઇને બારણું બંધ કરીને વિષયભોગની માગણી કરે ત્યારે સાધુ જો વિષયભોગ કરે તો તેના ચોથા મહાવ્રતનો નાશ થાય અને શાસનની હીલના થાય. એકલા સાધુને દોષિત આહાર લેવામાં મૂર્ચ્યા વગેરે થવાથી તેના પાંચમા મહાવ્રતનો નાશ થાય. એકલા સાધુને માત્ર ગોચરી જવામાં નહી પણ ઉપાશ્રય વગેરેમાં પણ વ્રતોનો નાશ થાય. એકલા સાધુને સ્ત્રી, કૂતરો, દુશ્મન વગેરે હેરાન કરે. ભગવાનની શ્રેષ્ઠ આજ્ઞા છે કે ગુરુકુળને છોડવું નહીં. તેથી ગુરુકુળને છોડવાથી ભગવાનની આજ્ઞાની વિરાધના થાય છે. ભગવાનની આજ્ઞાની વિરાધનાથી આભવ અને પરભવમાં દુઃખોની પરંપરા ઊભી થાય છે. સમર્પણમ્ ૧૨૭ Page #147 -------------------------------------------------------------------------- ________________ કુલવહૂ જેમ બધુ સહન કરીને પણ પતિના ઘરમાં રહે છે તેમ સાધુએ બધુ સહન કરીને પણ ગુરુકુળમાં રહેવું જોઇએ. - ગુરુકુળમાં રહેવાથી ગુરુ અને અન્ય સાધુઓની વૈયાવચ્ચનો સુંદર લાભ મળે છે, ક્યારેક શિથીલતા, પ્રમાદ વગેરે આવતા હોય તો બીજાને જોઇને કે બીજાની પ્રેરણાથી તે દૂર થાય છે, ચારિત્ર સહેલાઇથી પળાય છે. જેમનામાં મૂળગુણ ન હોય તેવા જ ગુરુ ગુરુગુણ વિનાના છે. તેમનો વિધિથી ત્યાગ કરવો. જેમનામાં ઉત્તરગુણો ઓછા-વત્તા હોય તેવા ગુરુ તો ગુરુ જ છે. તેમના દોષો જોઇ તેમનો ત્યાગ ન કરવો, પણ માવજીવ તેમની સેવા કરવી. ગુરુકુળમાં રહેવામાં કદાચ ગોચરીના દોષો લાગવા, સ્વાધ્યાય ઓછો થવો વગેરે દોષો લાગે તો પણ ગુરુકુળને ન છોડવું, કેમકે આ દોષો નાના છે, જ્યારે ગુરુકુળ છોડવું એ મોટો દોષ છે અને ગુરુકુળ છોડવાથી મોટા દોષો જીવનમાં આવે છે. વળી ગુરુકુળમાં રહેવામાં નુકસાન ઓછા કે નહીવત્ છે અને લાભ અપરંપાર છે. ગુરુકુલવાસ એ મોક્ષનું પ્રથમ કારણ છે. ગુરુકુલવાસ કુમતવાળી બુદ્ધિને દૂર કરીને ચિત્તની વિશુદ્ધિ આપે છે. ગુરુકુલવાસથી બધી જ અભીષ્ટ વસ્તુઓ ફળે છે. માટે મોક્ષાર્થીએ ગુરુકુલમાં રહી ગુરુની અને અન્ય સાધુઓની સેવા કરવી. ગુરુકુલવાસનો ત્યાગ કરનારો સાધુ એકલો થઇને નિઃશંકપણે અકાર્ય સેવે છે. તેથી તે ફૂલવાલક મુનિની જેમ વ્રતોથી ભ્રષ્ટ થઇને ભવાટવીમાં ભમે છે. માટે ગુરુકુલવાસને છોડવાનો વિચાર સપનામાં ય ન કરવો. જે ગુરુને છોડે છે તેને કોઇ સંઘરતું નથી. જે ગુરુને છોડે છે તેની ઉપર કોઇ વિશ્વાસ કરતું નથી. જે ગુરુને છોડે છે તે બધેથી તિરસ્કૃત થાય છે. ગુરુકુલવાસમાં એકાંતે લાભ છે” એમ વિચારી ગુરુકુલમાં જ રહેવું. ગુરુના સમુદાયમાં રહેવું એ દ્રવ્ય ગુરુકુળવાસ છે. ગુરુની આજ્ઞામાં રહેવું એ ભાવગુરુકુળવાસ છે. દ્રવ્યગુરુકુળવાસ અને ભાવગુરુકુળવાસની ચતુભંગી થાય છે - (૧) દ્રવ્યથી ગુરુકુળવાસ હોય અને ભાવગુરુકુળવાસ પણ હોય. (૨) દ્રવ્ય ગુરુકુળવાસ હોય, પણ ભાવગુરુકુળવાસ ન હોય. (૩) દ્રવ્ય ગુરુકુળવાસ ન હોય, પણ ભાવગુરુકુળવાસ હોય. (૪) દ્રવ્ય ગુરુકુળવાસ ન હોય, ભાવ ગુરુકુળવાસ ન હોય. ગુરુકુળમાં રહેનારો અને ગુરુની આજ્ઞામાં રહેનારો શિષ્ય પહેલા ભાંગામાં આવે. જે શિષ્ય ગુરુકુળમાં રહે પણ ગુરુની આજ્ઞામાં ન રહે તે બીજા ગુરુ ભક્તિ Page #148 -------------------------------------------------------------------------- ________________ ભાંગામાં આવે. જે શિષ્ય ગુરુની આજ્ઞાથી અન્યક્ષેત્રમાં રહેલો હોય તે ગુરુકુળમાં ન હોવાથી અને ગુરુની આજ્ઞામાં હોવાથી ત્રીજા ભાંગામાં આવે. જે ગુરુકુળમાં પણ ન રહે અને ગુરુની આજ્ઞામાં પણ ન રહે તે સ્વેચ્છાએ વિચ૨નારો શિષ્ય ચોથા ભાંગામાં આવે. આમાંથી પહેલો ભાંગો અને ત્રીજો ભાંગો સ્વીકારવો, બીજો ભાંગો અને ચોથો ભાંગો સર્વથા ત્યજવો. દ્રવ્યગુરુકુળવાસ પણ તેનો જ સફળ થાય છે જેને ગુરુ પ્રત્યે બહુમાન હોય. ગુરુબહુમાન વિનાનાને દ્રવ્યગુરુકુળવાસથી ગોશાળાની જેમ વિશેષ લાભ થતો નથી. જેને ગુરુ પ્રત્યે ભક્તિ-બહુમાન નથી, ગુરુનુ ગૌરવ નથી, ગુરુનો ભય નથી, ગુરુની શરમ નથી, ગુરુ ઉપર લાગણી નથી તેને ગુરુકુળવાસથી કંઇ લાભ થતો નથી. ગુરુની આજ્ઞામાં નહી રહેલાને સરળ માર્ગને અભિમુખ એવો માર્ગાનુસારી ક્ષયોપશમનો પરિણામ થતો નથી. ઉત્સર્ગ-અપવાદ વગેરેની વિચારણા ન હોવાથી તેની ક્રિયા અજ્ઞાન ક્રિયા ગણાય છે. દેખાવથી શાસ્ત્રમાં કહેલી લાગતી તેમની ક્રિયા વિશેષ પ્રકારનો ક્ષયોપશમ ન હોવાથી વિશિષ્ટ નિર્જરા કરાવતી ન હોવાથી નકામી છે. આજ્ઞાનું પારતંત્ર્ય એ જ ચારિત્ર છે. ગીતાર્થો ‘ગુરુકુળવાસનો ત્યાગ ઉચિત નથી’ એમ ખૂબ આગ્રહપૂર્વક સમજાવે છે. છતાં અપ્રજ્ઞાપનીય જીવો તે સમજતા નથી. આ જીવોનું મન ‘સમુદાયમાં ઝગડા વગેરે થાય છે. માટે તેમાં રહેવું નહી.' આવી વિપરીત બુદ્ધિથી દુષ્ટ થયેલું હોય છે. તેથી તેઓ એકલા વિચરવા ઇચ્છે છે. અજ્ઞાન અને સ્વતંત્રતાને લીઘે તેમનું ચારિત્ર વિશુદ્ધ થતું નથી. તેથી તેઓ આજ્ઞાની બહાર છે. આમ ગુરુકુળમાં રહેવામાં લાભ જ લાભ છે અને તેના ત્યાગમાં નુકસાન જ નુકસાન છે. માટે હંમેશા ગુરુકુલવાસ જ સેવવો. કુશિષ્યના લક્ષણો આટલી રીતે શિષ્ય કુશિષ્ય બને છે ૧) જે પોતાના ગુણોના અભિમાનથી છકેલો હોય. ૨) જે ગુરુનો વિનય ન કરે. ૩) જે અભિમાનથી અક્કડ હોય. ૪) જે તુચ્છ હોય, એટલે કે નાની-નાની બાબતોમાં ઝગડા કરવાના સ્વભા વવાળો હોય. ૫) જે ગુરુની નિંદા કરે. ૬) જે ગુરુની સાથે દુશ્મન જેવું વર્તન કરે. સમર્પણમ્ ૧૨૯ Page #149 -------------------------------------------------------------------------- ________________ ૭) જે ગુરુના હિતશિક્ષા, સારણા વગેરેને ઇચ્છતો ન હોય. ૮) ગુરુ હિતશિક્ષા આપે, સારણા વગેરે કરે ત્યારે જે ગુસ્સે થતો હોય. ૯) જે પાપી હોય. ૧૦) ગુરુ ઠપકો આપે ત્યારે જે ગુસ્સે થાય. ૧૧) ગુરુ ભૂલ બતાવે ત્યારે જે મનમાં ગાંઠ વાળે. ૧૨) જે ગુરુને કોઇ પણ કાર્યમાં સહાય ન કરે. ૧૩) જે ગુરુનો અવિનય કરે. ૧૫) જે ગુરુની સામે બોલે. ૧૭) જે પોતાની ઇચ્છાથી પાછો આવે છે. ૧૪) જે ગુરુની આશાતના કરે. ૧૬) જે પોતાની ઇચ્છાથી જાય છે. ૧૮) જે પોતાની ઇચ્છાથી ગુરુ સાથે રહે છે. ૧૯) જે બધા કાર્યો પોતાની ઇચ્છાથી જ કરે છે. ૨૦) જે ગુરુની ઇચ્છા પ્રમાણે વર્તતો નથી. ૨૧) જે ગુરુની આજ્ઞા પાળતો નથી. ૨૨) જે ગુરુનું અપમાન કરે છે. ૨૩) જે ગુરુને મારે છે. ૨૪) જે ગુરુને હણે છે. ૨૫) જે ગુરુને હેરાન કરે છે. ૨૫) જે ગુરુના મનને અપ્રસન્ન કરે છે. આવો શિષ્ય એ કુશિષ્ય છે. એ પોતાને નુકસાન કરે છે. એનાથી ગુરુને કંઇ લાભ થતો નથી. જેમ એક સડેલું પાંદડું બીજા પાંદડાઓને બગાડે તેમ આ કુશિષ્ય બીજા સાધુઓને બગાડીને આખા ગચ્છનો વિનાશ કરે છે. માટે આવા કુશિષ્યને રાખવો નહીં, તેને કાઢી મુકવો. રોગના ચિહ્નો જાણીને માણસ તે ચિહ્નો પોતાની અંદર આવી ન જાય એની માટે સાવધાન બને છે અને કદાચ તે ચિહ્નો પોતાની અંદર આવી ગયા હોય તો તેમનો તાત્કાલિક નિકાલ કરવાના ઉપાયો કરે છે, કેમકે તેને સ્વસ્થતા ગમે છે-માંદગી ગમતી નથી. તેમ કુશિષ્યના આ લક્ષણો જાણીને આપણે એ લક્ષણો આપણામાં પેસીને આપણને કુશિષ્ય ન બનાવી દે તે માટે સાવધાન બનવાનું છે અને કદાચ તે લક્ષણો આપણામાં આવી ગયા હોય તો તેમને તાત્કાલિક દૂર કરવા ઉદ્યમ કરવાનો છે. જો એ લક્ષણો અંદર પેસી જશે અને ઘર કરી જશે તો આપણને બરબાદ કરી નાંખશે માટે તેમનાથી ખૂબ ચેતતા રહેવું. કુશિષ્યપણું એ માંદગી છે. સુશિષ્યપણું એ સ્વસ્થતા છે. માંદગી છોડી આપણે સ્વસ્થ બનવા પ્રયત્ન કરીએ છીએ. તેમ કુશિષ્યપણું છોડી આપણે સુશિષ્ય બનવાનું છે. કુશિષ્યપણું એ ગુરુની અભક્તિ છે. સુશિષ્યપણું એ ગુરુની ભક્તિ છે. ૧૩૦ ગુરુ ભક્તિ Page #150 -------------------------------------------------------------------------- ________________ नाण पयासग A USE શ્રી ભુવનભાનું પદાર્થ પરિચય શ્રેણિy. usleis જૈનમ પરિવાર SHUBHAY Cell:98205 39299