SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૫) નોસુમન - ગુરુની વાણી, દેશના વગેરે સાંભળી પ્રસન્ન ન થયું, “અહો ! આપે ઉત્તમ દેશના આપી” એવી અનુમોદના ન કરવી, પણ “શું મારા કરતા પણ આમની દેશના વધુ સારી છે એવી ઇર્ષાથી મનમાં દુભાવું તે. (૨૬) નોસ્મરણ - ગુરુની દેશનામાં કંઇ ફેરફાર લાગે તો “તમને આ અર્થો યાદ નથી, એ આ રીતે નથી, પણ આ રીતે છે વગેરે કહેવું તે. | (૨૭) કથાકેદ - ગુરુ ધર્મકથા કરતાં હોય ત્યારે “આ કથા હું તમને પછી સારી રીતે સમજાવીશ” એમ કહીને કે તે કથા ફરી સમજાવીને ચાલતી કથાનો ભંગ કરવો તે. (૨૮) પરિષભેદ - ગુરુની ધર્મકથામાં સભા એકતાન થઇ હોય ત્યારે હવે ક્યાં સુધી કથા લંબાવવી છે ? વાપરવાનો સમય થયો. પોરસીનો સમય થયો.” વગેરે કહીને સભાજનોના રસનો ભંગ કરવો જેથી તેઓ ઊભા થઇને ચાલ્યા જાય છે, અથવા કંઇક એવું કહેવું કે જેથી સભા ભેગી જ ન થાય તે. (૨૯) અનુત્યિકથા - ગુરુએ ધર્મકથા કર્યા બાદ પર્ષદા ઊભી થાય તે પહેલા પોતાની હોશિયારી બતાવવા તે જ ધર્મકથા વિસ્તારથી કહેવી તે. (૩૦) સંથારપાદઘન - ગુરુના આસન, સંથારા વગેરેને પગ લગાડવો, આજ્ઞા વિના સ્પર્શ કરવો તથા તેમ કરીને માફી ન માંગવી તે. (૩૧) સંથારાવસ્થાન - ગુરુના આસન, સંથારા વગેરે ઉપર ઊભા રહેવું, બેસવું, સૂવું વગેરે કરવું તે. (૩૨) ઉચ્ચાસન - ગુરુ કરતા કે ગુરુની આગળ ઊંચા આસન, સંથારા વગેરે ઉપર બેસવું, સૂવું વગેરે કરવું તે. (૩૩) સમાસન - ગુરુ કરતા કે ગુરુની આગળ સમાન આસન, સંથારા વગેરે ઉપર બેસવું, સૂવું વગેરે કરવું તે. આ તેત્રીસ આશાતનાઓનું આ રીતે વિભાગીકરણ થઇ શકે છે - (૧) પહેલી ત્રણ આશાતનાઓ ગમન સંબંધી છે. (૨) બીજી ત્રણ આશાતનાઓ ઊભા રહેવા સંબંધી છે.) આ નવ આશાત(૩) ત્રીજી ત્રણ આશાતનાઓ બેસવા સંબંધી છે. | | નાઓ ક્ષેત્ર સંબંધી (૪) ૧૦મી આશાતના હાથ-પગ ધોવા સંબંધી છે. ) છે. સમર્પણ
SR No.023299
Book TitleSamarpanam
Original Sutra AuthorN/A
AuthorRatnabodhivijay, Sanyambodhivijay
PublisherJainam Parivar
Publication Year2014
Total Pages150
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy