SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૪) પૂર્વાલોચન - ગોચરી વગેરે લાવીને પહેલા બીજા પાસે આલોવીને પછી ગુરુ પાસે આલોવવી તે. (૧૫) પૂર્વોપદર્શન - ગોચરી વગેરે લાવીને પહેલા બીજાને બતાવીને પછી ગુરુને બતાવવી તે. (૧૬) પૂર્વનિમંત્રણ - ગોચરી વાપરવા માટે ગુરુને પૂછ્યા વિના પહેલા બીજાને નિમંત્રણ કરવું અને પછી ગુરુને નિમંત્રણ કરવું તે. (૧૭) ખદ્ધદાન - ગુરુને પૂછ્યા વિના ગોચરીમાંથી જેને જે ઠીક લાગે તે ઉત્તમ દ્રવ્ય આપવું તે. . (૧૮) બદ્ધાદન - ગોચરીમાંથી ગુરુને થોડુ, વિરસ, રૂક્ષ, જેવું-તેવું આપીને વિગઇવાળુ અને મધુર પોતે વાપરવું તે. (૧૯) અપ્રતિશ્રવણ - દિવસે ગુરુ બોલાવે તો પણ ન સાંભળવું, જવાબ ન આપવો તે. (૨૦) ખદ્ધભાષણ - કર્કશ અવાજે મોટા ઘાંટા પાડીને ગુરુ સાથે ઘણું બોલવું તે. (૨૧) તત્રગતભાષણ - ગુરુ બોલાવે ત્યારે “મFએણ વંદામિ' કહી તેમના આસને જઇ નમ્રતાપૂર્વક તેઓ શું કહે છે તે સાંભળવું જોઇએ. તેની બદલે પોતાના આસન ઉપર બેઠો છતો જ જવાબ આપવો તે. (૨૨) કિંભાષણ - ગુરુ બોલાવે ત્યારે વિનયપૂર્વક “આજ્ઞા ફરમાવો” એમ કહેવું જોઇએ. તેની બદલે “કેમ ? શું છે ? શું કહો છો ?' વગેરે કહેવું તે. (૨૩) તું ભાષણ - ગુરુને “ભગવંત, પૂજ્ય, આપ' કહી બોલાવવા જોઇએ. તેની બદલે “તું, તારું, તારાથી' વગેરે એકવચન વાળા તોછડાઇવાળા શબ્દોથી બોલાવવા તે. (૨૪) તજ્જાતભાષણ - ગુરુ કંઇ સૂચન કરે કે શિખામણ આપે ત્યારે તે જ વાતને પ્રતિપ્રશ્નરૂપે કહીને સામો ઊલટો જવાબ આપવો તે. દા.ત. ગુરુ કહે કે, “આ ગ્લાન સાધુની વૈયાવચ્ચ કેમ કરતો નથી ?' ત્યારે સામો જવાબ આપે, “તમે પોતે જ વૈયાવચ્ચ કેમ કરતાં નથી ?” વગેરે. ગુરુ ભક્તિ
SR No.023299
Book TitleSamarpanam
Original Sutra AuthorN/A
AuthorRatnabodhivijay, Sanyambodhivijay
PublisherJainam Parivar
Publication Year2014
Total Pages150
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy