________________
એકલવ્ય-કબીર-સંત એકનાથ વિ.... એક અપેક્ષાએ કહવું હોય તો કહી શકાય કે “ગુરૂભક્ત જે નવિ થયું તે બીજાથી નવિ થાય...'
અદ્ભુત ઉપકાર ગુરૂનો છે, માટે જ મહોપાધ્યાય પૂજ્ય યશોવિજયજી મહારાજા સમકિત સડસઠ બોલની સજઝાયના પ્રારંભમાં જ જણાવે છે કે
“સમકિતદાતા ગુરૂતણો પચ્યવયાર ન થાય ભવ કોડાકોડે કરી કરતા સર્વ ઉપાય....'
સ્પષ્ટ દર્શન-સત્ય દર્શન અને નિર્મળ દર્શન કરાવનારા સદ્ગુરૂનો ઉપકાર કરોડો ભવો દરમ્યાન સર્વ પ્રકારે કે સર્વ ઉપાયથી પણ વાળી શકાય તેવો નથી.
અને ગુરૂની તાકાતનું વર્ણન ભક્તિરસનિમગ્ન પૂજ્ય આનંદઘનજી મહારાજા શ્રી ધર્મનાથ પરમાત્માની સ્તવનામાં જુદી રીતે વર્ણવતા કહે છે કે પ્રવચન અંજન જો સદગુરૂ કરે, પામે પરમ નિધાન..''
યાકિની મહત્તા સૂનુ પૂજ્યપાદ આચાર્ય શ્રી હરિભદ્રસૂરિ મહારાજાનો તેનાથી પણ અદ્ભુત વાત પંચસૂત્ર પૈકીના ચોથા “પ્રવજ્યા પરિપાલના' સૂત્રમાં જણાવે છે.
"आयओ गुरु बहुमाणो अवंझकारणत्तेण अओ परमगुरूसंजोगो'
અર્થાત્ ગુરૂનો આદર જ મોક્ષનું અમોઘ-સફલ કારણ છે. આથી ગુરૂ આદર / ભક્તિ એ મોક્ષરૂપ જ છે. અને ગુરૂભક્તિથી-ગુરૂ આદરથી પરમગુરૂ એવા તીર્થંકર પરમાત્માની શુભ પ્રાપ્તિ થાય છે.
ગુરૂભક્તિની તાકાતને નજર સામે રાખીને સદ્ગુરૂની વિનય-વૈયાવચ્ચ-સમર્પણવિગેરે કરવા દ્વારા ભક્તિ કરીને ભક્ત પોતે ભગવાન બને છે.
આવું જ ગુરૂભક્તિનું વર્ણન પ્રસ્તુત પુસ્તકમાં કરવામાં આવ્યું છે. જ્ઞાનના અનેક ક્ષેત્રોમાં અગ્રેસર પ્રબુદ્ધ વિર્ય મુનિશ્રી રત્નબોધિવિજયજી મ.સા. એ સરળ ભાષામાં ગુરૂભક્તિનું સુંદર વર્ણન કર્યું છે. તે વાંચીને, અનુપ્રેક્ષા કરીને ગુરૂભક્તિમાં આગળ વધીને ગુરૂભક્તિના અંતિમ ફળ તરીકે સ્વરૂપની પ્રાપ્તિ કરીએ એજ મંગલ કામના...
સરસ્વતીલબ્ધપ્રસાદ, રાષ્ટ્ર-સમાજ-સંઘહિતચિંતક પ.પૂ. આચાર્યદેવ ગુરૂદેવશ્રી રત્નસુંદરસૂરીશ્વરજી મ.સા.નો શિષ્યાણ પંન્યાસ સત્યસુંદરવિજય.