________________
( ગુરુ એટલે કોણ ?)
૧. અજ્ઞાનના અંધકારને દૂર કરે તે ગુરુ
એક વિદ્યાર્થી પોતાના ગુરુની સાથે ફરવા નીકળ્યો. ચાલતા ચાલતા રસ્તામાં તેણે જૂના જોડાની જોડ પડેલી જોઇ. બાજુના ખેતરમાં કામ કરતા ગરીબ માણસના એ જોડા હતા. વિદ્યાર્થીએ ગુરુને કહ્યું, “આપણે આ માણસની મશ્કરી કરીએ. એના જોડા ઝાડીમાં સંતાડી દઇએ. પછી જોઇએ એ શું કરે છે ! ગુરુએ કહ્યું, “ગરીબ માણસની મશ્કરી ન કરાય. તું એના બન્ને જોડામાં એક-એક રૂપિયો મૂકી દે. પછી આપણે જોઇએ તે શું કરે છે.” વિદ્યાર્થીએ તેમ ક્યું. પછી બન્ને સંતાઇ ગયા. કામ પૂરું કરીને પેલો ગરીબ માણસ જોડા પહેરવા ગયો, ત્યાં તેમાંથી એક-એક રૂપિયો નીકળ્યો. તેણે આજુ-બાજુ જોયું. કોઇ દેખાયું નહીં. તેણે તે રૂપિયા ખિસ્સામાં મુક્યા. પછી શુંટણીએ બેસી આકાશ સામું જોઇ તે બોલ્યો, “હે પ્રભુ ! તારો પાડ માનું છું. તારી કૃપાથી મળેલા આ રૂપિયાથી મારી માંદી પત્ની અને ભૂખ્યા છોકરાઓ મરતા બચી જશે.” વિદ્યાર્થીની આંખમાં આંસુ આવી ગયા. ગુરુએ કહ્યું, “મશ્કરી કરતા આમાં વધુ મજા આવી ને ?' વિદ્યાર્થી બોલ્યો, “તમે મને જે બોધ આપ્યો છે એ હું કદી ભૂલીશ નહી. લેવા કરતા આપવામાં વધારે આનંદ આવે છે એ હું આજે સમજ્યો.”
આપણને સાચો બોધ આપે તે ગુરુ. ગુરુ આપણા મગજમાં રહેલી ખોટી સમજણોને દૂર કરે છે. ગુરુ આપણને સાચો રસ્તો બતાવે છે. ઉપર જે વાત કહી તે એક શિક્ષક અને વિદ્યાર્થીની છે. અહીં આપણે જૈનશાસનના પંચમહાવ્રતધારી ગુરુભગવંતોની વાત કરવી છે.
કોઇ ઓરડામાં અંધારું હોય તો ત્યાં રહેલી વસ્તુઓ આપણને દેખાતી નથી. તે ઓરડામાં ચાલતા આપણને અથડાવું પડે છે. કોઇ માણસ દીવો કે લાઇટ કરે એટલે તેના પ્રકાશથી બધું દેખાવા લાગે છે. આપણા આત્મામાં અજ્ઞાનનો અંધકાર ફેલાયેલો છે. તેથી જ જાતનું અને જગતનું સાચું સ્વરૂપ આપણે સમજી શકતા નથી. તેથી ઉધી પ્રવૃત્તિઓ કરીને આપણે સંસારમાં ભટકવું પડે છે. ગુરુ જ્ઞાનનો પ્રકાશ ફેલાવે છે. તેમાં જાતનું અને જગતનું સાચું સ્વરૂપ દેખાય છે. પછી ધર્મપ્રવૃત્તિઓમાં ઉદ્યમ અને પાપપ્રવૃત્તિઓમાં
સમર્પણમ્