________________
૨૧) ગુરુ ભગવંતનો સત્સંગ કરવો.
૨૨) ગુરુ ભગવંતની શારીરિક શુશ્રુષા કરવી.
૨૩) ગુરુ ભગવંતની બિમારીમાં સેવા ચાકરી કરવી.
૨૪) ગુરુ ભગવંતના અજ્ઞાનીઓથી થતાં અપમાન, નિંદા, હીલના, તિર
સ્કાર વગેરે યથાશક્તિ અટકાવવા.
૨૫) ગુરુ ભગવંત પર અત્યંત બહુમાન રાખવું.
૨૬) ગુરુ ભગવંતને વંદન કરવું-સુખશાતા પૂછવી.
૨૭) ગુરુ ભગવંતને કોઇ વસ્તુની જરૂરિયાત અંગે પૂછવું અને તે લાવી આપવી.
૨૮) ગુરુ ભગવંતને ગોચરી માટે નિયંત્રણ કરવું, ઘરે લઇ જવા.
૨૯) ગુરુ ભગવંતનો સત્કા૨ ક૨વો.
૩૦) ગુરુ ભગવંતના પ્રવેશમહોત્સવ, સામૈયું વગેરે કરવા.
૩૧) ગુરુ ભગવંતની મૂર્તિ, પગલા, ફોટા વગેરેને વંદન, પૂજન વગેરે
કરવું.
૩૨) ગુરુ ભગવંતના ગુણાનુવાદ કરવા, કરાવવા, સાંભળીને આનંદ થવો. ૩૩) ગુરુ ભગવંતની નિંદા ન કરવી, ન સાંભળવી.
૩૪) ગુરુ ભગવંતની હીલના ન કરવી, બીજા કરતા હોય તો અટકાવવી, બીજાએ કરેલી જાણી દુઃખ થવું.
૩૫) લોકોને ગુરુ ભગવંત પ્રત્યે આકર્ષિત કરવા.
૩૬) ગુરુ ભગવંતના દર્શન કરવા.
૩૭) ગુરુ ભગવંતનો વિનય કરવો. ૩૮) ગુરુ ભગવંતની હિતશિક્ષા સાંભળવી. ૩૯) ગુરુ ભગવંતનું કહ્યું કરવું. ૪૦) ગુરુ ભગવંતની ઇચ્છા પૂરી કરવી. ૪૧) ગુરુ ભગવંતની આજ્ઞા પાળવી. ૪૨) ગુરુ ભગવંતનું ગૌરવ વધારવું. ૪૩) ગુરુ ભગવંતની આશાતના ટાળવી.
સમર્પણમ્
૧૧૫