________________
૪૪) ગુરુ ભગવંત આવે ત્યારે લેવા જવું. ૪૫) ગુરુ ભગવંત જાય ત્યારે મૂકવા જવું. ૪૬) ગુરુ ભગવંત આવે ત્યારે ઊભા થવું. ૪૭) ગુરુ ભગવંત આવે ત્યારે બેસવા આસન આપવું. ૪૮) ગુરુ ભગવંતની નજીકમાં રહેવું. ૪૯) બધુ ગુરુ ભગવંતને પૂછીને કરવું. ૫૦) ગુરુ ભગવંત માટે અશુભ ને વિચારવું. ૫૧) ગુરુ ભગવંતના ઉપકારનો બદલો વાળવા પ્રયત્ન કરવો. પ૨) ગુરુ ભગવંતના ઠપકો, પ્રહાર વગેરે સહન કરવા. પ૩) ગુરુ ભગવંતનો દોષ ન જોવો. ૫૪) ગુરુ ભગવંતની સામે ન બોલવું. ૫૫) ગુરુ ભગવંતનું દુઃખ દૂર કરવું. ૫૬) શિથિલ ગુરુ ભગવંતને સંયમમાં સ્થિર કરવા. ૫૭) ગુરુ ભગવંતને સર્વસ્વ સમર્પણ કરવું. ૫૮) સમય, શક્તિ, સત્તા, સંપત્તિ, સંતતિ, સમૃદ્ધિ વગેરે ગુરુભક્તિમાં વાપરવા. ૫૯) ગુરુ ભગવંતના આગમનની વધામણી આપનારને દાન આપવું. ૬૦) ગુરુ ભગવંતનો પરાભવ સહન ન કરવો. ૬૧) ગુરુ ભગવંતને હણવા નહી. ૬૨) ગુરુ ભગવંતની આપત્તિ નિવારવી. ૬૩) ગુરુ ભગવંતને પક્ષપાતી ન સમજવા. ૬૪) પોતાની વાત ગૌણ કરી ગુરુભગવંતની વાત માનવી. ૬૫) પોતાની વાતનો કદાગ્રહ ન રાખવો. ૬૬) ગુરુ ભગવંત દ્વારા થતી બીજાની પ્રશંસા સાંભળી આનંદ થવો. ૬૭) ગુરુ ભગવંતને ખરાબ અન્ન-પાણી વગેરે ન વહોરાવવા. ૬૮) ગુરુ ભગવંતને વહોરાવીને પછી વાપરવું. ૬૯) ગુરુ ભગવંતની ભક્તિમાં સંપત્તિને ન જોવી.
ગુરુ ભક્તિ