________________
(ગુરુભક્તિ કઇ કઇ રીતે કરવી ?
(આમાં અમુક શ્રાવક | શ્રાવિકા માટે છે, અમુક સાધુ-સાધ્વી માટે છે, ને કેટલાક ઉભય માટે છે.) ૧) ગુરુ ભગવંતને ગોચરી વહોરાવવી. ૨) ગુરુ ભગવંતને પાણી વહોરાવવું. ૩) ગુરુ ભગવંતને વસ્ત્ર વહોરાવવું. ૪) ગુરુ ભગવંતને પાત્રા વહોરાવવા. (૫) ગુરુ ભગવંતને રહેવાનું સ્થાન આપવું. ૬) ગુરુ ભગવંતને પાટ, પાટલા, ઘડા, પરાત, ડોલ, તપેલા, ટેબલ વગેરે
આપવા. ૭) ગુરુ ભગવંતને પુસ્તક, નોટ, પેન વગેરે આપવા. ૮) ગુરુ ભગવંતને દવા, ઔષધ, પથ્ય, અનુપાન વગેરે આપવા. ૯) વિહારમાં ગુરુભગવંતની વ્યવસ્થા કરવી. ૧૦) ગુરુ ભગવંતની સાથે રહેલા સેવકો વગેરેને વેતન વગેરે આપવા. ૧૧) ગુરુ ભગવંત માટે ગોચરી, પાણી વગેરે લાવવા. ૧૨) ગુરુ ભગવંતનો કાપ કાઢવો. ૧૩) ગુરુ ભગવંત બહાર જાય ત્યારે, વિહાર કરે ત્યારે, દેરાસર વગેરે જાય
ત્યારે તેમની સાથે રહેવું. ૧૪) ગુરુ ભગવંતનું પડિલેહણ કરવું. ૧૫) ગુરુ ભગવંતને ગોચરી-પાણી વગેરે વપરાવવા. ૧૬) ગુરુ ભગવંતના વાપર્યા પછી તેમના પાત્રા લુછવા. ૧૭) ગુરુ ભગવંતના સ્પંડિલ-માત્રુ પરઠવવા. ૧૮) ગુરુ ભગવંતના સ્ટ્રેચર, ડોળી વગેરે ઉંચકવા. ૧૯) ગુરુ ભગવંતને જ્ઞાનભંડારમાંથી પુસ્તકો આપવા, બીજા જ્ઞાનભંડારો
માંથી પુસ્તકો મંગાવી આપવા. ૨૦) ગુરુ ભગવંતનું કાર્ય કરવું. - ૧૧૪
ગુરુ ભક્તિ