SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ ગુરુવંદતમાં છોડવાયોગ્ય દોષો. ગુરુવંદન કરતી વખતે ૩૨ દોષોનો ત્યાગ કરવો. તે ૩૨ દોષો આ પ્રમાણે છે - (૧) અનાદત - અનાદરપણે-ચિત્તની ઉત્સુકતા વિના વંદન કરવું તે. (૨) સ્તબ્ધ - જાતિમદ વગેરે મદો વડે અભિમાની થઇને વંદન કરવું તે. શરીર અક્કડ રહેવું તે દ્રવ્યસ્તબ્ધ. અભિમાન રાખવું તે ભાવસ્તબ્ધ. આ બેના ચાર ભાંગા છે - ૧) દ્રવ્યસ્તબ્ધ, ભાવસ્તબ્ધ. ૨) દ્રવ્યસ્તબ્ધ, ભાવઅસ્તબ્ધ. ૩) દ્રવ્યઅસ્તબ્ધ, ભાવસ્તબ્ધ. ૪) દ્રવ્યઅસ્તબ્ધ, ભાવઅસ્તબ્ધ. આમાં ચોથો ભાંગો શુદ્ધ છે. પહેલો અને ત્રીજો ભાંગો અશુદ્ધ છે. બીજા ભાંગામાં રોગ વગેરે કા૨ણે દ્રવ્યસ્તબ્ધ હોય તો શુદ્ધ છે, કારણ વિના દ્રવ્યસ્તબ્ધ હોય તો અશુદ્ધ છે. (૩) પ્રવિદ્ધ - વંદન કરતા કરતા અધુરું રાખીને ભાગી જવું તે. (૪) પરિપિંડિત - એક જ વંદનથી ઘણાને વંદન કરવું તે, અથવા અક્ષરો-આવર્તોને છૂટા ન કરવા તે, અથવા બે હાથ કેડ ઉપર રાખીને આવર્ત કરવા તે. (૫) ટોલગતિ – તીડની જેમ કૂદતા કૂદતા પાછળ જાય, આગળ આવેએ રીતે વંદન કરવું તે. (૬) અંકુશ - વંદન કરવા માટે ગુરુને કપડુ પકડીને વંદન કરવા તે, અથવા અંકુશથી આક્રાન્ત હાથીની જેમ મસ્તક ઊંચ-નીચું કરી વંદન કરવા તે. (૭) કચ્છપરિંગિત - વંદન કરતી વખતે ઊભો હોય ત્યારે કે બેઠો હોય ત્યારે કાચબાની જેમ શરીરને આગળ-પાછળ હલાવે તે. (૮) મત્સ્યોવૃત્ત - વંદન કરતી વખતે બેસતાં કે ઉઠતાં માછલાની જેમ એકદમ ઉછાળા મારતો બેસે કે ઊઠે તે, અથવા એક સાધુને વંદન ર્યા પછી બીજા સાધુને વંદન કરવા માટે બેઠા બેઠા જ શરીર ઘુમાવે તે. (૯) મનઃપ્રદુષ્ટ - વંદનીયના દોષ મનમાં લાવી અસૂયા-અરુચિપૂર્વક વંદન કરવું તે, અથવા સ્વપ્રત્યય કે પરપ્રત્યયથી થયેલા મનોદ્વેષપૂર્વક વંદન ગુરુ ભક્તિ ૩૦
SR No.023299
Book TitleSamarpanam
Original Sutra AuthorN/A
AuthorRatnabodhivijay, Sanyambodhivijay
PublisherJainam Parivar
Publication Year2014
Total Pages150
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy