SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ અર્થ : તીર્થંકરો અને ગણધરો સાધુના કે ગૃહસ્થના વિનયની જ પ્રશંસા કરે છે. અવિનીત મનુષ્યલોકમાં કીર્તિ અને યશ પામતો નથી. 'विणओ मोक्खद्दारं, बिणयं मा हू कयाइ छड्डेज्जा । अप्पसुओ वि हु पुरिसो, विणएण खवेइ कम्माई || ५४ || ' અર્થ : વિનય એ મોક્ષનું દ્વાર છે. વિનયને ક્યારેય છોડવો નહીં. અલ્પ જ્ઞાનવાળો પુરૂષ પણ વિનયથી કર્મો ખપાવે છે. 'सव्वे य तवविसेसा, नियमविसेसा य गुणविसेसा य । नत्थि हु विणओ जेसिं मोक्खफलं निरत्थयं तेसिं ||६०||' અર્થ : જેનું ફળ મોક્ષ છે એવો વિનય જેમની પાસે નથી તેમના બધા ય વિશેષ પ્રકારના તપો, વિશેષ પ્રકારના નિયમો અને વિશેષ પ્રકારના ગુણો નકામા છે. 'जो विणओ तं नाणं, जं नाणं सो उ वुच्चेई विणओ । विणण लहइ नाणं, नाणेण विजाणई विणयं ||६२|| અર્થ : જે વિનય છે તે જ્ઞાન છે. જે જ્ઞાન છે તે જ વિનય કહેવાય છે. વિનયથી જ્ઞાન મળે છે. જ્ઞાનથી વિનયને જાણે છે. 'सव्वो चरितसारो, विणयम्मि पइट्ठिओ मणूसाणं । नहु विणयविप्पहीणं, निग्गंथरिसी पसंसंति ॥६३॥' અર્થ : મનુષ્યોના ચારિત્રનો બધો સાર વિનય ઉ૫૨ પ્રતિષ્ઠિત છે. નિગ્રંથ ઋષિઓ વિનયરહિતની પ્રશંસા કરતા નથી. " 'बहु पि सुयमहीयं किं काही विणयविप्पहीणस्स ? | अंधस्स जह पलित्ता, दीवसयसहस्सकोडी वि ||६६॥' અર્થ : જેમ લાખો-કરોડો પ્રગટેલા દીવા પણ આંધળાને કંઇ લાભ ઃ કરતા નથી, તેમ વિનયરહિતે ભણેલું ઘણું પણ જ્ઞાન તેને શું લાભ કરશે ? અર્થાત્ કંઇ લાભ નહી કરે. (૫) વીરભદ્રાચાર્ય રચિત આરાધનાપતાકામાં કહ્યું છે 'विणएण विप्पहीणस्स, होइ सिक्खा निरत्थिया तस्स । विणओ सिक्खामूलं, तीइ फलं सव्वकल्लाणं ||१४|| અર્થ : વિનયરહિતનું જ્ઞાન નકામું જાય છે. વિનય એ જ્ઞાનનું મૂળ છે. જ્ઞાનનું ફળ બધા કલ્યાણો છે. ૫૬ ગુરુ ભક્તિ
SR No.023299
Book TitleSamarpanam
Original Sutra AuthorN/A
AuthorRatnabodhivijay, Sanyambodhivijay
PublisherJainam Parivar
Publication Year2014
Total Pages150
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy