________________
'સાધુના ગુણો સાધુ ભગવંતો અનેક ગુણરત્નોથી વિભૂષિત છે. તેમના મુખ્ય સત્યાવીસ ગુણો છે. તે આ પ્રમાણે -
(૧) પ્રાણાતિપાતવિરમણવ્રત પાલનારા. (૨) મૃષાવાદવિરમણવ્રત પાલનારા. (૩) અદત્તાદાનવિરમણવ્રત પાલનારા. (૪) મૈથુનવિરમણવ્રત પાલનારા. (૫) પરિગ્રહવિરમણવ્રત પાલનારા. (૬) રાત્રિભોજનવિરમણવ્રત પાલનારા. (૭) પૃથ્વીકાયની રક્ષા કરનારા. (૮) અપૂકાયની રક્ષા કરનારા. (૯) તેઉકાયની રક્ષા કરનારા. (૧૦) વાયુકાયની રક્ષા કરનારા. (૧૧) વનસ્પતિકાયની રક્ષા કરનારા. (૧૨) ત્રસકાયની રક્ષા કરનારા. (૧૩) કાનનો સંયમ ધરનારા. (૧૪) આંખનો સંયમ ધરનારા. (૧૫) નાકનો સંયમ ધરનારા. (૧૬) જીભનો સંયમ ધરનારા. (૧૭) સ્પર્શનો સંયમ ધરનારા. (૧૮) લોભનો નિગ્રહ કરનારા. (૧૯) ક્ષમા ધારણ કરનારા. (૨૦) શુભભાવના ભાવનારા. (૨૧) પડિલેહણ વગેરે ક્રિયાઓ શુદ્ધ રીતે કરનારા. (૨૨) સંયમયોગોથી યુક્ત. (૨૩) મનગુપ્તિનું પાલન કરનારા. (૨૪) વચનગુપ્તિનું પાલન કરનારા. (૨૫) કાયગુપ્તિનું પાલન કરનારા.
ગુરુ ભક્તિ