________________
(૨૫) શ્રીલોકબિન્દુસારપૂર્વના જ્ઞાતા.
આમ ઉપાધ્યાય ભગવંતો જ્ઞાનના દરિયા સમાન છે. કુવા કે નદી પાસે જનારા તરસ્યા માણસની તરસ અવશ્ય છીપે છે, તેમ ઉપાધ્યાય ભગવંતો પાસે જનારા જ્ઞાનના પિપાસુઓની જ્ઞાનપિપાસા અવશ્ય છીપે છે. ઉપાધ્યાય ભગવંતો વાત્સલ્યપૂર્વક જ્ઞાનદાન કરે છે. તેઓ જ્ઞાનની સાથે વિનય પણ શિખવે છે. તેમનું જ્ઞાન શુષ્ક નથી હોતું, પણ વૈરાગ્યથી તરબતર હોય છે. આમ જ્ઞાન, વિનય, વાત્સલ્ય, વૈરાગ્ય વગેરે અનેક ગુણોના માલિક ઉપાધ્યાય ભગવંતો આપણા માટે પૂજ્ય છે.
સમર્પણમ્