SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ અર્થઃ ગુરુની આજ્ઞામાં રહેલા માપતુષ મુનિ વગેરેને ગુરુકુલવાસ વગેરે વ્યવહારના આચણથી કેવળજ્ઞાન વગેરેની પ્રાપ્તિ થઇ, કેમકે જેમ સ્ફટિકમાં ફૂલના રંગનું પ્રતિબિંબ પડે છે તેમ ગુરુની આજ્ઞામાં રહેલા શિષ્યમાં ગુરુના જ્ઞાનનું પ્રતિબિંબ પડે છે. (૧૨) इभ्यो नृपमिव शिष्यः, सेवेत गुरुं ततो विनयवृद्धया । सद्दर्शनानुरागा-दपि शुद्धिरौतमस्येव ||११३|| અર્થ : જેમ ધનવાન ઐશ્વર્યને વધારવા માટે રાજાની સેવા કરે છે તેમ માંડલીમાં પ્રવેશ થયા પછી શિષ્ય ચારિત્રધનને વધારવા માટે અને ગુરુની સેવા એ પ્રભુની આજ્ઞા છે' એવા સમ્યગ્દર્શનની પ્રીતિથી વિનય વધારવાપૂર્વક ગુરૂની સેવા કરે. ગુરુસેવાથી જ ગૌતમસ્વામીની જેમ જ્ઞાન વગેરેની શુદ્ધિ થાય છે. (૧૧૩) गुरुसेवाऽभ्यासवतां शुभानुबन्धो भवे परत्रापि । तत्परिवारो गच्छस्तद्वासे निर्जरा विपुला ||११४|| અર્થ ગુરુની સેવાના અભ્યાસવાળા સુશિષ્યોને આ ભવમાં અને પરભવમાં શુભનો અનુબંધ થાય છે. ગુરુનો પરિવાર તે ગચ્છ. તેમાં રહેવાથી પુષ્કળ નિર્જરા થાય છે. (૧૧૪) ૮) ઉપદેશપ્રદીપમાં કહ્યું છેसर्वथा त्यागशीलच, सर्वथा ब्रह्मधारकः । एतादृक्षश्च संसेव्यः, सद्गुरुर्भवतारकः ||३५४|| અર્થ : બધી રીતે ત્યાગ કરવાના સ્વભાવાળા, બધી રીતે બ્રહ્મચર્યને ધારણ કરનારા, સંસારથી તારનારા, આવા સગુરુની સારી રીતે સેવા કરવી. (૩૫૪) गुरुः पिता गुरुर्माता, गुरुर्बन्धुः सखा सुहृत् । ગુરુદેવ સવા સેવ્ય , સંસરાવતાર: Il399l. અર્થ ગુરૂ પિતા છે, ગુરુ માતા છે, ગુરુ ભાઇ છે, ગુરુ સારા હૃદયવાળો મિત્ર છે. સંસારસાગરથી તારનારા ગુરુની જ હંમેશા સેવા કરવી જોઇએ. (૩૫૫) यथाऽपि मणिसंसर्गा-द्रुक्मतां याति भाषते । मूढोऽपि गुरुसद्रष्टया, विद्वत्सु मुकुटायते ॥३५६।। અર્થ : જેમ પારસમણિના સ્પર્શથી લોઢું સોનું બની જાય છે, તેમ ગુરુની શુભદૃષ્ટિથી મૂર્ખ પણ બોલવા લાગે છે અને વિદ્વાનોમાં મુગટ સમાન બને છે એટલે કે મુગટની જેમ મસ્તકે ધારણ કરાય છે. (૩૫૬) સમર્પણમ્ હું ૧૦૩
SR No.023299
Book TitleSamarpanam
Original Sutra AuthorN/A
AuthorRatnabodhivijay, Sanyambodhivijay
PublisherJainam Parivar
Publication Year2014
Total Pages150
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy