________________
૪) અધ્યાત્મસારમાં કહ્યું છેगुर्वाज्ञापारतन्त्र्येण, द्रव्यदीक्षाग्रहादपि । વીર્યોનીનીસ્ત્રાપ્તા, વડવઃ પર પમ્ 1ર/રoll.
અર્થ : દ્રવ્યથી દીક્ષા લઇને પણ ગુર્વાજ્ઞાને પરાધીન રહીને ક્રમશઃ વીર્યનો ઉલ્લાસ થવાથી ઘણા પરમપદને પામ્યા. (૨/૨૭) गुरुप्रसादीक्रियमाणमथ गृह्णाति नासद्ग्रहवांस्ततःकिम् । द्राक्षा हि साक्षादुपनीयमानाः क्रमेलकः कण्टकमुङ् न भुङ्क्ते ||१४/१०||
અર્થ : કદાગ્રહવાળો જીવ ગુરુવડે કહેવાતા અર્થને ગ્રહણ કરતો નથી, તેથી શું ? કેમકે કાંટા ખાનારો ઊંટ સાક્ષાત્ સામે લવાતી દ્રાક્ષને ખાતો નથી. (૧૪/૧૦) ૫) અહંગીતામાં કહ્યું છે
गुरुर्नेत्रं गुरुर्दीपः, सूर्याचन्द्रमसौ गुरुः । गुरुर्देवो गुरुः पन्था, दिग्गुरुः सद्गतिर्गुरुः ||१५|| અર્થ ગુરુ આંખ છે, ગુરુ દીવો છે, ગુરુ સૂર્ય-ચન્દ્ર છે, ગુરુ દેવ છે, ગુરુ માર્ગ છે, ગુરુ દિશા છે, ગુરુ સદ્ગતિ છે. (૧૫)
नकाशनस्य भङ्गः स्या-दुत्थानं कुर्वता नराः ।
गुरोविनयसिद्ध्यर्थं, सिद्धयर्थी तद् गुरुं भजेत् ।।१६।। અર્થ : ગુરુનો વિનય કરવા ઊભા થવાથી એકાસણાનો ભંગ થતો નથી. તેથી મોક્ષને ઇચ્છનારાઓએ ગુરુને ભજવા. (૧૬) ૬) ષોડશકપ્રકરણમાં કહ્યું છે
गुरुपारतन्त्र्यमेव च तद्-बहुमानात्सदाशयानुगतम् । परमगुरुप्राप्तेरिह बीजं तस्माच्च मोक्ष इति ॥२/१०|| અર્થ : ગુરુ બહુમાન અને “આ ગુરુ મારા સંસારનો નાશ કરનાર છે.” એવા શુભ પરિણામથી યુક્ત એવું ગુરુની આજ્ઞામાં રહેવાપણું એ આ જગતમાં પરમાત્માની પ્રાપ્તિનું બીજ છે અને પરમાત્માની પ્રાપ્તિથી મોક્ષ થાય છે. માટે સાધુએ અવશ્ય ગુરુની આજ્ઞામાં રહેવું જોઇએ. (૨(૧૦) ૭) માર્ગ પરિશુદ્ધિપ્રકરણમાં કહ્યું છેगुरपरतन्त्रस्यातो, माषतुषादेः पुमर्थसंसिद्धिः । स्फटिक इव पुष्परूपं, तत्र प्रतिफलति गुरुबोधः ||१२||
-
૧૦૨ -
ગુરુ ભક્તિ