________________
મુજબ પ્રવૃત્તિ કરવી, ગુરુની ઇચ્છા પૂરી કરવી, ગુરુ વડે કરાતી માનસિક આરાધનાની કાયાથી સહાય કરવી, વગેરે.
(૮) કાયિક વાચિક ગુરુભક્તિ : આપણી કાયાથી ગુરુના વચનની આરાધના કરવી તે. દા.ત. ગુરુવચનનું પાલન કરવું, ગુરુનું કહ્યું કરવું, ગુરુની પ્રવચન-વાચના વગેરેમાં કાયાથી હાજરી આપવી વગેરે.
(૯) કાયિક કાયિક ગુરુભક્તિ ઃ આપણી કાયાથી ગુરુની કાયાની આરાધના કરવી તે. દા.ત. ગુરુને ગોચરી-પાણી વપરાવવા, ગુરુનો કાપ કાઢવો, ગુરુની શારીરિક સેવા કરવી, ગુરુ વડે કરાતી કાયિક આરાધનામાં કાયાથી સહાય કરવી, વગેરે.
આમ ગુરુભક્તિના વિવિધ પ્રકારો જાણી બધી રીતે ગુરુભક્તિ કરવી. ગુની ભક્તિ કરનારો બધે સફળ થાય છે, ક્યાંય નિષ્ફળ જતો નથી.
સમર્પણ,
'૦૫