________________
આરાધના કરવી તે. દા.ત. ગુરુની ઇચ્છા પ્રમાણે વિચારવું, ગુરુનું મન પ્રસન્ન થાય તેમ વિચારવું, ગુરુની ઇચ્છા પૂરી કરવાનો વિચાર કરવો, ગુરુ વડે કરાતી માનસિક આરાધનાની મનથી અનુમોદના કરવી, વગેરે.
(૨) માનસિક વાચિક ગુરુભક્તિ ઃ આપણા મનથી ગુરુના વચનની આરાધના કરવી તે. દા.ત. ગુરુવચન સાંભળીને ખુશ થવું, ગુરુવચનનું પાલન કરવાનો વિચાર કરવો, ગુરુનું કહ્યું. કરવાની ઇચ્છા કરવી, ગુરુવચનને મનથી સ્વીકારવું, ગુરુના પ્રવચન-વાચના વગેરેની મનથી અનુમોદના કરવી વગેરે.
(૩) માનસિક કાયિક ગુરુભક્તિ : આપણા મનથી ગુરુની કાયાની આરાધના કરવી તે. દા.ત. ગુરુના ગોચરી-પાણી લાવવાનો, કાપ કાઢવાનોશારીરિક સેવા કરવાનો વિચાર કરવો, ગુરુની શારીરિક સેવાનો અવસર પામીને આનંદ થવો, ગુરુ વડે કરાતી કાયિક આરાધનાની મનથી અનુમોદના કરવી, વગેરે.
(૪) વાચિક માનસિક ગુરુભક્તિ : આપણા વચનથી ગુરુના મનની આરાધના કરવી તે, દા.ત. ગુરુ પ્રસન્ન થાય તેવું બોલવું, ગુરુની અનુમોદના કરવી, ગુરુના ગુણાનુવાદ કરવા, ગુરુની ઇચ્છા જાણી વચનથી તે કાર્ય કરવાની પ્રતિજ્ઞા કરવી, ગુરુ વડે કરાતી માનસિક આરાધનાની વચનથી અનુમોદના કરવી, વગેરે.
(૫) વાચિક વાચિક ગુરુભક્તિઃ આપણા વચનથી ગુરુના વચનની આરાધના કરવી તે, દા.ત. ગુરુની વાત વચનથી સ્વીકારવી, ગુરુ સાથે મીઠાનમ્ર વચનોથી બોલવું, ગુર્વાજ્ઞાને “તહત્તિ' કહી સ્વીકારવી, ગુરુના પ્રવચનવાચના વગેરેની વચનથી અનુમોદના કરવી, વગેરે.
(૬) વાચિક કાયિક ગુરુભક્તિ : આપણા વચનથી ગુરુની કાયાની આરાધના કરવી તે, દા.ત. વિહારમાં ગુરુને સાચો-સારો ટુંકો રસ્તો કહેવો, માંદગીમાં ગુરુને યોગ્ય દવા કહેવી, બીજા ગુરુની સેવા કરે એવું બોલવું, બીજા પાસે ગુરુની સેવા કરાવવી, ગુરુ વડે કરાતી કાયિક આરાધનાની વચનથી અનુમોદના કરવી, વગેરે.
(૭) કાયિક માનસિક ગુરુભક્તિ : આપણી કાયાથી ગુરુના મનની આરાધના કરવી તે. દા.ત. ગુરુ પ્રસન્ન થાય તેવી પ્રવૃત્તિ કરવી, ગુરુની ઇચ્છા
૭૪
ગુરુ ભક્તિ