________________
પ્રશમરતિમાં કહ્યું છે (૧) બધા શાસ્ત્રોનું જ્ઞાન ગુરુને આધીન છે. માટે હિતને ઇચ્છનારાએ ગુરુની આરાધનામાં તત્પર બનવું.
(૨) ગરમીથી માણસ ઉકળાટ અનુભવે છે. મલય પર્વત પર ઊગેલા ચંદનના રસના સ્પર્શથી તે માણસને ઠંડક થાય છે. તેમ અહિતનું આચરણ એ ગરમી જેવું છે. ગુરુનું મુખ મલયપર્વત જેવું છે. ગુરુનું વચન એ ચંદનના રસ જેવું છે. ગુરુના મુખરૂપી મલય પર્વતમાંથી નીકળેલ વચન રૂપી ચંદનનો રસ શિષ્યના જીવનમાંથી અહિતના આચરણ રૂ૫ ગરમીને દૂર કરે છે. ગુરુની આવી વચનપ્રસાદી ભાગ્યશાળીને જ મળે છે. કમભાગીને મળતી નથી.
(૩) આ લોકમાં માતા-પિતા, માલિક અને ગુરુના ઉપકારનો બદલો મુશ્કેલીથી વળે છે. તેમાં પણ ગુરુના ઉપકારનો બદલો તો આ ભવમાં અને પરભવમાં ખૂબ જ મુશ્કેલીથી વળે છે.
ઉપદેશમાળામાં કહ્યું છે-કદાચ કોઇક કારણસર ગુરુ કાગડાને ધોળો કહે તો પણ શિષ્ય “કોઇક કારણ હોવું જોઇએ એમ માનીને ગુરુનું વચન સ્વીકારે, પણ એને તોડી ન પાડે. કદાચ ગુરુ શિષ્યને સાપને આંગળીથી માપવાનું કે એના દાંત ગણવાનું કહે તો પણ શિષ્ય “કારણ ગુરુ જાણે એમ વિચારી ગુરુનું કાર્ય અવશ્ય કરે.
આ બધા ઉપાયોને બરાબર સમજી, તેમને વારંવાર ઘુંટી ગુરુ પ્રત્યે ભક્તિ અને બહુમાન પ્રગટ કરવા ઉદ્યમ કરવો. જે ગુરુની ભક્તિ કરે છે તેની ભક્તિ આખું જગત કરે છે, તેને કોઇની સેવા કરવી પડતી નથી. જે ગુરુની ભક્તિની ઉપેક્ષા કરે છે તેને આખા જગતની સેવા કરવી પડે છે, તેની સેવા કોઇ કરતું નથી. અનાદિકાળથી સંસારમાં ભમતાં આપણે પતિની, પત્નીની, પુત્રની, પુત્રીની, મિત્રોની, સ્વજનોની, માતાની, પિતાની, માલિકની, રાજાની, શેઠની, ઇન્દ્રની વગેરે અનેક વ્યક્તિઓની સેવા સંસારના સ્વાર્થ માટે કે ફરજ રૂપે ઘણીવાર કરી. પણ તેનાથી આપણો મોક્ષ ન થયો. હવે આ ભવમાં નિ:સ્વાર્થભાવે ગુરુની ભક્તિ આપણે કરવાની છે. તેનાથી ટુંક સમયમાં આપણો મોક્ષ થઇ જશે. સંસારી માણસ થોડા પૈસા માટે કે થોડા સંસારના સુખ માટે કેટલી મજૂરી કરે છે, માલિકની ગાળો પણ સાંભળે છે. માલિકના કડવા વચનો પણ સાંભળે છે, માલિકનું કામ પણ કરે છે, માલિકનો પડતો બોલ ઝીલે છે, માલિકને ખુશ કરે છે. ગુરુ તો આપણને કર્મનિર્જરા અને મોક્ષ આપે છે. માટે સમર્પણમ્