________________
તેમની તો આપણે અવશ્ય મજૂરી કરતા પણ વધુ ભક્તિ કરવી જોઇને, તેમના બધા વચનો સહન કરવા જોઇએ. તેમનું બધું કાર્ય કરવું જોઇએ. તેમનો પડતો બોલ ઝીલવો જોઇએ. તેમને બધી રીતે ખુશ રાખવા જોઇએ.
ગુરુની ભક્તિથી આપણી મુક્તિ નિકટ થાય છે. માટે ગુરુની ભક્તિમાં જરાય આળસ કે પ્રમાદ કરવા નહી. ગુરુને ભક્તિની અપેક્ષા નથી હોતી. પણ ગુરુની ભક્તિ કરવી એ આપણું કર્તવ્ય બને છે. ગુરુભક્તિ કંઇ ગુરુ ઉપર ઉપકાર કરવા માટે નથી કરવાની, પણ આપણા આત્માનું કલ્યાણ કરવા માટે કરવાની છે. તેથી ગુરુની ભક્તિ એ હકીકતમાં આપણા આત્માની જ ભક્તિ છે. ગુરુની ભક્તિની ઉપેક્ષા કરીને કુશિષ્યો જે બાહ્ય ફળો મેળવવા ઝંખે છે તે બધા બાહ્ય ફળો ગુરુની ભક્તિના આનુષંગિક ફળ (byproduct) તરીકે મળવાના જ છે, પણ સાથે કર્મનિર્જરાનો મહાન લાભ પણ થાય છે. કશિષ્યો તો ઉભયભ્રષ્ટ થાય છે. ગુરુભક્તિની ઉપેક્ષા કરીને મેળવવા ઇચ્છેલ બાહ્ય ફળો તેમને મળતા નથી, કેમકે ગુરુભક્તિની ઉપેક્ષા કરવાથી તેમનું પુણ્ય ઘટી જાય છે, અને ગુરુભક્તિ ન કરી હોવાથી તેમને કર્મનિર્જરા પણ થતી નથી. આમ ગુરુભક્તિ કરનારને બમણો લાભ થાય છે અને ગુરુભક્તિની ઉપેક્ષા કરનારને બમણું નુકસાન થાય છે.
ટુંકમાં, બધા ઉપાયોથી ગુરુના ભક્તિ અને બહુમાન કરવા.
ગુરુ ભક્તિ