SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ કરવા. નાના પણ કાર્યોમાં સુસાધુઓની આ મર્યાદા છે કે દરેક કાર્ય ગુરુને પૂછીને જ કરવું. (૧૫) જે શિષ્યો મોટું પણ કાર્ય કરીને ગુરુને કહેતા નથી, ગુરુ પૂછે તો પણ છુપાવે છે તેમને ગુરુકુલવાસથી શું લાભ થાય ? અર્થાત્ કંઇ લાભ ન થાય. (૧૬) કોઇ શિષ્યની યોગ્યતા વધુ હોય, તેથી ગુરુ તેને વધુ માન આપે. કોઇ શિષ્યની યોગ્યતા ઓછી હોય, તેથી ગુરુ તેને ઓછું માન આપે. આવા કોઇ પણ કારણે ગુરુ શિષ્યોને ઓછું-વધુ સન્માન આપે. શિષ્યો પણ હંમેશા બધા એકસરખા સ્વભાવવાળા નથી હોતા. આ હકીકત જાણીને ઓછું-વધુ માન આપનારા ગુરુ ઉપર ક્યારેય ખેદ ન કરવો, એટલે કે બહુમાન ઘટાડવું નહી. (૧૭) કાળને અનુસારે શાસ્ત્રોને અનુસરનારા જે ગુરુઓ છે તેમની ગૌતમસ્વામીની જેમ સેવા કરવી. જો મોક્ષે જવાની ઇચ્છા હોય તો ગુરુ માટે ખરાબ વિચારો નહીં કરવા. (૧૮) જેઓ ગુરુભક્તિ કરે છે તેમને ચક્રવર્તીપણું, ઇન્દ્રપણું, ગણધરપદ, અરિહંતપદ વગેરે સારા પદો મળે છે અને બીજું પણ તેમણે મનમાં ઇચ્છેલું બધું થાય છે. (૧૯) ગુરુની આરાધનાથી ચઢિયાતું બીજું કોઇ અમૃત નથી. ગુરુની વિરાધનાથી ચઢીયાતું બીજું કોઇ ઝેર નથી. (૨૦) શિષ્ય ગુરુની ભક્તિ કરીને ગુરુના હૃદયમાં સ્થાન મેળવવું જોઇએ. “ગુરુની ભક્તિથી મારો પરભવ સુધરી જશે' એવા ભાવથી કે “ગુરુની ભક્તિથી મારા આ ભવના કાર્યો પૂરા થશે' એવા ભાવથી, હૃદયના ભાવથી કે બીજાના દબાણથી કોઇપણ રીતે શિષ્ય જેમ ભમરો કમળમાં પોતાને સ્થિર કરે છે તેમ ગુરુના મનમાં પોતાના આત્માને સ્થાપવો જોઇએ. જે શિષ્ય આવું નથી કરતો તેના જીવન, જન્મ કે દીક્ષાથી શું ફાયદો ? અર્થાત્ તેવા શિષ્યના જીવન, જન્મ અને દીક્ષા ત્રણે નકામા છે. ગચ્છાચાર પયજ્ઞામાં કહ્યું છે-ગીતાર્થ ગુરુના વચનથી ઝેર પીવું પણ અગીતાર્થના વચનથી અમૃત ન પીવું. ગીતાર્થ ગુરુના વચનથી પીધેલું ઝેર પણ અમૃત જેવું છે. કેમકે કે અમર બનાવે છે. અગીતાર્થના વચનથી પીધેલું અમૃત પણ ઝેર જેવું છે, કેમકે તે મારે છે. ગુરુ ભક્તિ
SR No.023299
Book TitleSamarpanam
Original Sutra AuthorN/A
AuthorRatnabodhivijay, Sanyambodhivijay
PublisherJainam Parivar
Publication Year2014
Total Pages150
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy