SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ (૪) પાંચ મહાવ્રતોનું પાલન કરનારા - આચાર્ય ભગવંતો પૂર્વે કહેલા પાંચ મહાવ્રતોનું પાલન કરે છે. (૫) પાંચ પ્રકારના આચારનું પાલન કરનારા - આચાર્ય ભગવંતો પૂર્વે કહેલા પાંચ પ્રકારના આચારોનું પાલન કરે છે. (૬) પાંચ સમિતિનું પાલન કરનારા - શાસ્ત્રમાં કહેલી વિધિ મુજબ સારી પ્રવૃત્તિ કરવી તે સમિતિ. તે પાંચ પ્રકારની છે. તે આ પ્રમાણે - ૧) ઇર્યાસમિતિ - લોકોથી ખૂંદાયેલા, પ્રકાશવાળા રસ્તા ઉપર જીવોની રક્ષા માટે સાડા ત્રણ હાથ જેટલી ભૂમિને જોતા જોતા ઉપયોગપૂર્વક ચાલવું તે. ૨) ભાષાસમિતિ - મુહપત્તિના ઉપયોગપૂર્વક નિરવ (પાપ ન લાગે તેવા) વચનો બોલવા તે. આરંભની અનુમોદનાના વચનો, અસત્ય વચનો, આદેશના વચનો, જ-કારપૂર્વકના વચનો એ સાવદ્ય (પાપ લાગે તેવા) વચનો છે. તેનાથી વિપરીત વચનો તે નિરવદ્ય વચનો. ૩) એષણા સમિતિ - બેતાલીસ દોષ રહિત આહાર, પાણી વગેરે ગ્રહણ કરવા તે. ૪) આદાનભાંડમાત્રનિક્ષેપણાસમિતિ - વસ્તુ લેતા-મૂકતા, બારીબારણા ખોલતા-બંધ કરતા, પાટ-પાટલા ખસેડતા, બેસતા-ઊઠતા જોવું તથા પ્રમાર્જવું તે. ૫) પારિષ્ઠાપનિકાસમિતિ - મળ, મૂત્ર, કફ, થુંક, વમન, પરુ, લોહી, નાકનો મેલ, અશુદ્ધ આહાર-પાણી, નિરુપયોગી વસ્ત્ર વગેરેને વિધિપૂર્વક જીવરહિત ભૂમિમાં પરઠવવા (ત્યાગ કરવો) તે. આચાર્ય ભગવંતો પાંચ સમિતિનું પાલન કરે છે. (૭) ત્રણ ગુપ્તિનું પાલન કરનારા - મન-વચન-કાયાનું રક્ષણ કરવું તે ગુપ્તિ. તે ત્રણ પ્રકારે છે – ૧) મનગુપ્તિ - મનને અશુભ વિચારોથી રોકવું અને શુભવિચારોમાં પ્રવર્તાવવું તે. ૨) વચનગુપ્તિ - મીન રાખવું અથવા સાવદ્ય વચનનો ત્યાગ કરી મુહપત્તિના ઉપયોગપૂર્વક નિરવદ્યવચનો બોલવા તે. (૩) કાયગુપ્તિ - કાયાને સાવદ્ય પ્રવૃત્તિથી અટકાવવી અને નિરવદ્ય પ્રવૃત્તિમાં પ્રવર્તાવવી તે. બીજી રીતે પણ આચાર્યના છત્રીસ ગુણો છે. તે આ પ્રમાણેસમર્પણમ્
SR No.023299
Book TitleSamarpanam
Original Sutra AuthorN/A
AuthorRatnabodhivijay, Sanyambodhivijay
PublisherJainam Parivar
Publication Year2014
Total Pages150
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy