________________
આચાર્યના ગુણો
વ્યક્તિના ગુણો જાણ્યા પછી તેના પ્રત્યે અહોભાવ વધી જાય છે અને તેની ભક્તિ ક૨વા મન ઉત્કંઠિત બને છે. માટે હવે ગુરુ ભગવંતોના ગુણોનું વર્ણન કરીશું. તેમાં સૌ પ્રથમ આચાર્ય ભગવંતના ગુણોને જાણીએ. આચાર્ય ભગવંત અનેક ગુણોના સ્વામી છે. છતાં તેમના મુખ્ય છત્રીસ ગુણો છે. તે આ પ્રમાણે –
(૧) પાંચ ઇન્દ્રિયોનું નિયંત્રણ કરનારા - સ્પર્શનેન્દ્રિય, રસનેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય અને શ્રોત્રેન્દ્રિય-આ પાંચ ઇન્દ્રિયો છે. સ્પર્શ, રસ, ગંધ, રૂપ અને શબ્દ-એ પાંચ ઇન્દ્રિયોના ક્રમશઃ પાંચ વિષયો છે. ઇન્દ્રિયોનો સારા કે ખરાબ વિષયોની સાથે સંપર્ક થતા આચાર્ય ભગવંતો તેમાં રાગ-દ્વેષ કરતા નથી.
(૨) બ્રહ્મચર્યની નવ વાડોનું પાલન કરનારા ગાય-ભેંસ વગેરેનું રક્ષણ કરવા તેમની ચારે બાજુ વાડ કરાય છે. તેમ નવ વાડોથી બ્રહ્મચર્યનું રક્ષણ થાય છે. તે નવ વાડ આ પ્રમાણે છે –
–
(૧) વસતિ - સ્ત્રી, પશુ, નપુંસક રહિત સ્થાનમાં રહેવું તે. (૨) કથા - સ્ત્રીની સાથે કે સ્ત્રીસંબંધી કથા ન કરવી તે.
(૩) નિષદ્યા - સ્ત્રીની સાથે એક આસન પર ન બેસવું, સ્ત્રીના ઉઠ્યા પછી પણ ત્યાં બે ઘડી સુધી ન બેસવું તે.
(૪) ઇન્દ્રિય - સ્ત્રીના અંગોપાંગ નીરખવા નહીં તે.
(૫) કુદંતર - જ્યાં ભીંતના અંતરે સ્ત્રી રહેતી હોય અને તેના શબ્દો સંભળાતા હોય તેવા સ્થાનમાં ન રહેવું તે.
(૬) પૂર્વક્રીડિત - સ્ત્રીની સાથે પૂર્વે ગૃહસ્થાવસ્થામાં કરેલી કામક્રીડાનું સ્મરણ ન કરવું તે. કુતૂહલથી સ્ત્રીની સાથે કામક્રીડાના વિચારો ન કરવા. (૭) પ્રણીતભોજન - વિગઇઓથી ભરપૂર ભોજન ન કરવું તે. (૮) અતિમાત્રભોજન - અતિ ઘણો આહાર ન કરવો તે.
(૯) વિભૂષા - શરીર, કપડા, પાત્રા વગેરેની વિભૂષા ન કરવી તે. આચાર્ય ભગવંત બ્રહ્મચર્યની આ નવે વાડોનું સુંદર પાલન કરે છે. (૩) ચાર કષાયોને વર્જનારા - આચાર્ય ભગવંતો ક્રોધ, માન, માયા અને લોભ-આ ચારે કષાયોથી રહિત હોય છે.
८
ગુરુ ભક્તિ