SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ ૧) દેશયુક્ત - આર્યદેશમાં જન્મેલા હોય તે. ૨) કુળયુક્ત - કુળ એટલે પિતૃપક્ષ. જેમનું કુળ વિશુદ્ધ હોય તે. ૩) જાતિયુક્ત - જાતિ એટલે માતૃપક્ષ. જેમની જાતિ વિશુદ્ધ હોય તે. ૪) રૂપયુક્ત - સુંદર રૂપવાળા હોય તે. ૫) સંઘયણયુક્ત - શરીરના વિશિષ્ટ સામર્થ્યવાળા હોય તે. ૬) ધૃતિયુક્ત - ધૃતિ એટલે મનોબળ. સંયમ વગેરેનો નિર્વાહ કરવામાં દઢ મનોબળવાળા હોય તે. ૭) આશંસારહિત - ધર્મકથા વગેરેની પ્રવૃત્તિમાં વસ્ત્ર, ભોજન વગેરેની આશંસા વિનાના હોય તે. ૮) અવિકથન - કોઇએ અતિશય જઘન્ય કોટિનો અપરાધ ર્યો હોય ત્યારે તુચ્છતાથી ફરી ફરી તેના અપરાધ કહેવાં તે વિકલ્થન વિકલ્થન વિનાના હોય તે. ૯) માયારહિત - માયા વિનાના હોય તે. ૧૦) સ્થિરપરિપાટી - સૂત્ર-અર્થને ભૂલે નહી તે. ૧૧) ગૃહીતવાક્ય - જેમનું વચન બીજા સ્વીકારે છે. ૧૨) જિતપર્ષ – મોટી પણ સભામાં ક્ષોભ ન પામે તે. ૧૩) જિતનિદ્ર – અલ્પનિદ્રાવાળા હોય તે. ૧૪) મધ્યસ્થ - રાગ-દ્વેષ વિનાના હોય તે. ૧૫) દેશ - દેશને જાણી ઔચિત્યપૂર્વક પ્રવૃત્તિ કરે તે. ૧૬) કાલા - કાળને જાણી ઔચિત્યપૂર્વક પ્રવૃત્તિ કરે તે. ૧૭) ભાવ - ભાવ એટલે બીજાનો અભિપ્રાય. બીજાના અભિપ્રાયને જાણીને ઔચિત્યપૂર્વક પ્રવૃત્તિ કરે તે. ૧૮) આસન્નલબ્ધપ્રતિભ - હાજરજવાબી, બીજા દર્શનવાળાને જલ્દી ઉત્તર આપવાની શક્તિવાળા હોય તે. ૧૯) નાનાવિધ દેશભાષાજ્ઞ – જુદા જુદા દેશોની ભાષાને જાણે તે. ૨૦) - ૨૪) પંચવિધ આચારયુક્ત – જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચાર નું પાલન કરતા હોય તે. ૨૫) સૂત્રાર્થતદુભયશ - સૂત્ર, અર્થ અને ઉભય (સૂત્ર + અર્થ) ને જાણે તે. ૨૬) આહરણનિપુણ - દૃષ્ટાંત આપવામાં હોશિયાર હોય તે. ૨૭) હેતુ નિપુણ – સાધ્યને સિદ્ધ કરવા ઉચિત હેતુ આપવામાં કુશળ હોય તે. હું ૧૦ ટક ગુરુ ભક્તિ
SR No.023299
Book TitleSamarpanam
Original Sutra AuthorN/A
AuthorRatnabodhivijay, Sanyambodhivijay
PublisherJainam Parivar
Publication Year2014
Total Pages150
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy