________________
આમ શાસ્ત્રોમાં ઠે૨ ઠે૨ વિનયનું બહુ જ મહત્ત્વ બતાવ્યું છે. વિનય મોક્ષનું દ્વાર છે, વિનય જિનશાસનનું મૂળ છે, વિનય ધર્મનું મૂળ છે, વિનય બધા ગુણોનું મૂળ છે. વગેરે વિનયનું મહત્ત્વ બરાબર સમજી માનકષાયનો નિગ્રહ કરી ગુરુવિનયને આત્મસાત્ કરવો. (૧૦) ધર્મરત્નકદંડકમાં કહ્યું છે ઃ
·
'गुर्वादिषु शुभं चित्तं विनयो मानसो मतः । हितं मितं प्रियं वाक्यं, विनयस्तेषु वाचिकः ||२९४|| कायिकश्च यथाशक्ति, तत्कार्याणां प्रसाधकः । सर्वथाऽऽशातनात्यागः सर्वदा नीचवर्तिता ||२९५||' અર્થ : ગુરુ વગેરેને વિષે સારૂં મન(ભાવ)રાખવું તે માનસિકવિનય છે. ગુરુ વગેરેને વિષે હિતકારી, પરિમિત અને પ્રિય વાક્ય બોલવું તે વાચિકવિનય છે. ગુરુ વગેરેના કાર્યો કરવા, બધી રીતે તેમની આશાતનાનો ત્યાગ કરવો, હંમેશા નમ્ર બનીને રહેવું તે કાયિક વિનય છે.
૫૮
ગુરુ ભક્તિ