________________
આશાતના કરવી તે. દા.ત. મનથી ગુરુની ઇચ્છાથી વિરૂદ્ધ વિચારવું, ગુરુ મનમાં દુભાય તેવું વિચારવું, ગુરુની ઇચ્છા પૂરી કરવા વિચાર ન કરવો, ગુરુ વડે કરાતી માનસિક આરાધનાથી મનમાં દુભાવું, તેની મનથી નિંદા કરવી, વગેરે.
(૨) માનસિક વાચિક આશાતના ઃ આપણા મનથી ગુરુના વચનની આશાતના કરવી તે. દા.ત. ગુરુવચનનું પાલન કરવાનો વિચાર ન કરવો, ગુરુનું કહ્યું ન કરવાની ઇચ્છા કરવી, ગુરુવચન ઉપર વિચાર કરવો, ગુરુવચનની માનસિક અવગણના કરવી, ગુરુના પ્રવચન-વાચના વગેરેથી દુભાવું, તેમની મનમાં નિંદા કરવી, વગેરે.
(૩) માનસિક કાયિક આશાતના ? આપણા મનથી ગુરુની કાયાની આશાતના કરવી તે. દા.ત. ગુરુને મારવાનો વિચાર કરવો, ગુરુને હણવાનો વિચાર કરવો, ગુરુને પગ લગાડવાનો કે અથડાવાનો કે પાડવાનો કે શારીરિક પીડા ઉપજાવવાનો કે ગોચરી પાણી ન વપરાવવાનો, જેવા-તેવા વપરાવવાનો કે ગુરુનો કાપ ન કાઢવાનો કે સેવા ન કરવાનો વિચાર કરવો, ગુરુની સેવાનો અવસર પામી મનમાં દુભાવું, ગુરુ વડે કરાતી કાયિક આરાધનાની મનથી નિંદા કરવી, વગેરે.
(૪) વાચિક માનસિક આશાતના : આપણા વચનથી ગુરુના મનની આશાતના કરવી તે દા.ત. ગુરુનું મન દુભાય તેવું બોલવું, ગુરુને ઠપકો આપવો, ગુરુને ધમકાવવા, ગુરુની નિંદા કરવી, ગુરુને અપશબ્દો કહેવા, ગુરુનો તિરસ્કાર કરવો, ગુરુ વડે કરાતી માનસિક આરાધનાની વચનથી નિંદા કરવી, વગેરે.
(૫) વાચિક વાચિક આશાતના ઃ આપણા વચનથી ગુરુના વચનની આશાતના કરવી તે. દા.ત. ગુરુની વાતને તોડી પાડવી, સામો જવાબ આપવો, ગુરુ સાથે કર્કશ-કઠોર અવાજે બોલવું, ગુરુના વચનની વચનથી અવગણના કરવી, ગુરુના ઉપદેશની નિંદા કરવી વગેરે.
(૬) વાચિક કાયિક આશાતના ઃ આપણા વચનથી ગુરુની કાયાની આશાતના કરવી તે. દા.ત. વિહારમાં ગુરુને ખોટો રસ્તો કહેવો, માંદગીમાં ગુરુને ખોટી દવા કહેવી, એવું બોલવું કે જેથી બીજા ગુરુને મારે-હણે-પાડે-પીડા ઉપજાવે-અથડાય, બીજાને ગુરુની સેવા કરવાની ના પાડવી-અટકાવવા, ગુરુ વડે કરાતી કાયિક આરાધનાની વચનથી નિંદા કરવી, વગેરે.
(૭) કાયિક માનસિક આશાતના ઃ આપણી કાયાથી ગુરુના મનની
ગુરુ ભક્તિ