________________
(૧) જઘન્ય આશાતના ગુરુને કે ગુરુના ઉપકરણોને પગ લગાડવો તે. (૨) મધ્યમ આશાતના ગુરુને કે ગુરુના ઉપકરણોને થુંક લગાડવું તે. (૩) ઉત્કૃષ્ટ આશાતના ઃ ગુરુની આજ્ઞા ન માનવી તે. ત્રીજી રીતે ગુરુની આશાતના ત્રણ પ્રકારની છે.
(૧) માનસિક આશાતના આપણા મનથી ગુરુની આશાતના કરવી તે. દા.ત. ગુરુ માટે ખરાબ વિચારવું, ગુરુ પ્રત્યે અસદ્ભાવ - દ્વેષ-અરૂચિ થવી, વગેરે.
(૨) વાચિક આશાતનાઃ આપણા વચનથી ગુરુની આશાતના કરવી તે. દા.ત. ગુરુ સાથે કર્કશ-કઠોર અવાજે બોલવું, ગુરુને ઠપકો આપવો, ગુરુને ધમકાવવા, ગુરુને સામો જવાબ આપવો, ગુરુની નિંદા કરવી, ગુરુને અપશબ્દો કહેવા, ગુરુનો તિરસ્કાર કરવો, વગેરે.
(૩) કાયિક આશાતનાઃ આપણી કાયાથી ગુરુની આશાતના કરવી તે દા.ત. ગુરુનો અનાદર કરવો, ગુરુને હેરાન કરવા, ગુરુને મારવા, ગુરુને હણવા, કાયાથી ગુરુને અનિષ્ટ પ્રવૃત્તિ કરવી, ગુરુને ગોચરી-પાણી ન વપરાવવા કે જેવા-તેવા વપરાવવા, ગુરુનો કાપ ન કાઢવો, ગુરુનું કાર્ય ન કરવું, વગેરે.
ચોથી રીતે પણ ગુરુની ત્રણ પ્રકારની આશાતનાઓ છે
(૧) માનસિક આશાતનાઃ ગુરુના મનની આશાતના કરવી તે. દા.ત. ગુરુની ઇચ્છાથી વિરૂદ્ધ કરવું, ગુરુ મનમાં દુભાય તેવી પ્રવૃત્તિ કરવી, ગુરુની ઇચ્છા પૂરી ન કરવી, વગેરે.
(૨) વાચિક આશાતનાઃ ગુરુના વચનની આશાતના કરવી તે. દા.ત. ગુરુવચનનું પાલન ન કરવું, ગુરુનું કહ્યું ન કરવું, ગુરુનું સાંભળવું નહી, ગુરુવચનની અવગણના કરવી, વગેરે.
(૩) કાયિક આશાતના ઃ ગુરુની કાયાની આશાતના કરવી તે. દા.ત. ગુરુને પગ કે શરીર અડાડવું, ગુરુને મારવું, ગુરુને હણવા, ગુરુને શારીરિક પીડા ઉપજાવવી, ગુરુ સાથે અથડાવું, ગુરુને પાડવા, ગુરુને ગોચરી-પાણી ન વપરાવવા કે જેવા-તેવા વપરાવવા, ગુરુનો કાપ ન કાઢવો. માંદગીમાં ગુરુની સેવા ન કરવી કે વેઠની જેમ કરવી, વગેરે. પાંચમી રીતે ગુરુની આશાતના નવ પ્રકારની છે
(૧) માનસિક માનસિક આશાતના ઃ આપણા મનથી ગુરુના મનની સમર્પણમ્