________________
ત્રણના વંદન લેવામાં માતા-પિતા વગેરેને અપ્રીતિ થવી, લોકવિરુદ્ધ, લોકનિંદા વગેરે દોષો લાગે છે.
રત્નાધિક સાધુ નાના સાધુ પાસે પાઠ લે તો પૂર્વકાળે વંદન કરવાનો શાસ્ત્રીય માર્ગ હતો. હાલમાં એના સ્થાને સ્થાપનાજીને વંદન કરી રત્નાધિકે પાઠ લેવો.
એ રીતે માતા, પિતા, વડિલભાઇ કે મોટી બહેને પુત્ર, પુત્રી, નાના ભાઈ કે નાની બહેન પાસે પાઠ લેવાનો હોય ત્યારે સ્થાપનાજીને વંદન કરવું.
ગૃહસ્થાવસ્થામાં રહેલ માતા, પિતા, મોટાભાઈ વગેરે પાસે વંદન કરાવી શકાય.
(ગુરુવંદન કોણે કરવું ? દીક્ષિત માતા, દીક્ષિત પિતા, દીક્ષિત મોટાભાઈ વગેરે અને રત્નાધિક સિવાયના બાકીના બધા સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકાઓ વંદન કરી શકે.
વંદન કરનાર કેવા ગુણોવાળો હોય ? એ સંબંધમાં આવશ્યક નિર્યુક્તિમાં કહ્યું છે,
'पंचमहव्वयजुर्ता, अणलस-माणपरिवज्जियमइओ, संविग्ग-निज्जरही, किइकम्मकरो हवइ साहू ||१९९७।।'
અર્થ - વંદન કરનાર સાધુ પાંચ મહાવ્રતોવાળો, આળસ વિનાનો, અભિમાન વિનાનો, મોક્ષભિલાષી અને નિર્જરાનો અર્થી હોય. ઉપલક્ષણથી અન્ય ગુણો પણ જાણવા અને સાધ્વી તેમજ ગૃહસ્થો પણ વંદનના અધિકારી જાણવા.
ગુરુવંદન ક્યારે ન કરવું અને ક્યારે કરવું ? નીચે કહેલા પાંચ અવસરે વંદન ન કરૂં -
(૧) ગુરુ વ્યાક્ષિપ્તચિત્તવાળા હોય - ધર્મકાર્યવિચારણા વગેરેમાં ગુરુનું ચિત્ત અત્યંત વ્યગ્ર રોકાયેલું) હોય ત્યારે વંદન ન કરવું.
(૨) ગુરુ પરમુખ હોય - ગુરુ સન્મુખ ન હોય, એટલે કે બીજી બાજુ મુખ રાખીને બેઠા હોય અથવા વંદન સ્વીકારવા સિવાયની બીજી કોઇ ઇચ્છાવાળા હોય, એટલે કે બીજા કાર્યની પ્રવૃત્તિવાળા હોઇ વંદન સ્વીકારવાની સમર્પણમ્