________________
તેમના બે પ્રકાર છે. -
૧) સંક્લિષ્ટ સંસકૃત – હિંસા, જૂઠ, ચોરી, મૈથુન, પરિગ્રહ રૂપ પાંચ આશ્રવોથી યુક્ત, ઋદ્ધિગારવ, રસગારવ, સાતાગારવરૂપ ત્રણ ગારવોથી યુક્ત, સ્ત્રી-ઘર વગેરેના મોહમાં બંધાયેલો હોય તે.
૨) અસંક્લિષ્ટ સંસકૃત - પાર્થસ્થ વગેરે પાસે જાય ત્યારે તેવી રીતે વર્તે અને સંવિગ્ન સાધુઓ પાસે જાય ત્યારે તેવી રીતે વર્તે, રાગ વગેરે વિશેષ સંક્લેશ વિનાનો હોય તે. .
(૫) યથાશૃંદ – આગમની આજ્ઞા વિરુદ્ધ પોતાની ઇચ્છા મુજબ ચાલનારો, ઉસૂત્રપ્રરૂપણા કરે, પોતાની બુદ્ધિથી મન ફાવે તેવા અર્થોની કલ્પના કરે, ગૃહસ્થના કાર્યમાં પ્રવર્તે, ગમે તેમ બોલે, સાધુના અલ્પ અપરાધમાં ઘણો ગુસ્સો કરે, સુખ-સ્વાદ-વિગઇ-ગારવમાં આસક્ત હોય વગેરે અનેક લક્ષણોવાળો હોય તે યથાછંદ.
યથાર્જીદ સાધુ વંદન કરવાને યોગ્ય નથી.
પાર્શ્વસ્થ વગેરે પાંચ પ્રકારના સાધુઓને વંદન કરવાથી કીર્તિ કે કર્મનિર્જરા થતી નથી, પણ કાયક્લેશ અને કર્મબંધ જ થાય છે, તેમના પ્રમાદસ્થાનોની અનુમોદનાનું પાપ લાગે છે, બીજાને પ્રમાદમાં પ્રોત્સાહન મળે છે. માટે તેમને વંદન ન કરવા. જ્ઞાન વગેરેના કારણે કે સંઘ વગેરેના કારણે ક્યારેક વંદન કરવું પડે.
પ્રથમ પરિચયે શ્રાવક સાધુના વંદન, વિનય વગેરે કરે. પછી તપાસ કરતા અવંદનીય લાગે તો વંદન, વિનય કે સત્કાર કંઇ પણ ન કરે.
( સાધુએ કોની પાસે વંદન ન કરાવવું ?
સાધુએ ચાર વ્યક્તિઓ પાસે વંદન ન કરાવવું, એટલે એમનું વંદન ન લેવું. તે ચાર વ્યક્તિ આ પ્રમાણે છે -
(૧) દીક્ષિત માતા (૨) દીક્ષિત પિતા (૩) દીક્ષિત મોટાભાઇ વગેરે (દાદા, દાદી, નાના નાની વગેરે) (૪) રત્નાધિક. રત્નાધિકનું વંદન લેવામાં જ્ઞાન વગેરેની આશાતના છે. બાકીના
ગુરુ ભક્તિ