SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ વહેલા-મોડા કરવા, અથવા રાંધવાનો-જમવાનો સમય વહેલો-મોડો કરવો તે. ૨) દેશાવસન્ન- પ્રતિક્રમણ, સ્વાધ્યાય, પડિલેહણ, ભિક્ષાચર્યા, ધ્યાન, ઉપવાસ વગેરે, આગમન, નિર્ગમન, સ્થાન, બેસવું, સૂવું વગેરે બધી સાધુસામાચારી ન કરે, અથવા ઓછી કે વધુ કરે, અથવા ગુરુના કહેવાથી પરાણે કરે, અથવા ગુરુમહારાજ સમજાવે તો જેમ-તેમ જવાબ આપી દે છે. આગમન સામાચારી = ઉપાશ્રયમાં પ્રવેશ કરતી વખતે પગ પ્રમાજેવા, નિતીતિ કહેવી વગેરે વિધિ તે. નિર્ગમન સામાચારી-ઉપાશ્રયમાંથી નીકળતી વખતે આવસહી કહેવી વગેરે વિધિ તે. સ્થાન સામાચારી-કાઉસ્સગ્ય વગેરેમાં ઊભા રહેવાની વિધિ છે. બન્ને પ્રકારના અવસત્ર સાધુઓ વંદન કરવાને યોગ્ય નથી. (૩) કુશીલ - જે સાધુઓ ખરાબ આચારવાળા હોય તે કુશીલ. તેમના ત્રણ પ્રકાર છે. ૧) જ્ઞાનકુશીલ - કાળ, વિનય, બહુમાન વગેરે આઠ પ્રકારના જ્ઞાનાચારની વિરાધના કરે તે. ૨) દર્શનકુશીલ - નિસંકિય, નિષ્ક્રખિય વગેરે આઠ પ્રકારના દર્શન નાચારની વિરાધના કરે તે. ૩) ચારિત્રકુશીલ - સૌભાગ્ય માટે સ્નાન વગેરેનો ઉપદેશ આપે, મંત્રેલી રાખ આપે, ભૂત-ભાવિના લાભાલાભ કહે, સ્ત્રી-પુરુષના લક્ષણ વગેરે કહે, ભિક્ષાના લાભ માટે પોતાના જાતિ વગેરે કહે, યંત્ર-મંત્ર કરે, ચમત્કાર દેખાડે, સ્વપ્નફળ કહે, જ્યોતિષ ભાખે, ઔષધ વગેરે બતાવે, કામણ-વશીકરણ કરે, સ્નાન વગેરેથી શરીરની વિભૂષા કરે-આમ અનેક રીતે ચારિત્રની વિરાધના કરે તે. આ ત્રણ પ્રકારના કુશીલ સાધુઓ વંદન કરવાને યોગ્ય નથી. (૪) સંસકૃત – જે સાધુઓ ગુણ અને દોષ બન્નેના મિશ્રણવાળા હોય તે સંસકત. જેમ ગાય વગેરે ખાવાના ટોપલામાં એઠું અને સારું ભોજન મિશ્ર થયેલું ખાય છે તેમ સંસકૃત સાધુના પાંચ મહાવ્રતરૂપ મૂળગુણો અને આહારશુદ્ધિ વગેરે ઉત્તરગુણો તેમજ અન્ય ગુણો પણ દોષોથી મિશ્ર હોય છે. મમર્પણમ્ શું ૨૫૦
SR No.023299
Book TitleSamarpanam
Original Sutra AuthorN/A
AuthorRatnabodhivijay, Sanyambodhivijay
PublisherJainam Parivar
Publication Year2014
Total Pages150
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy